ભોગા ભગત ઓલી કહેવત છે કે
બગ , ભગત , અને બિલાળો ઈને ઇવા હેવા
હળવે હળવે પગ ઉપાડે ઈ સામાનો જીવ લેવા .
એવા ભગત હતા . ભોગ ભગત ડોકમાં માળા રાખે હાથમાં માળા રાખે અને લોકો જુવે એમ ફેરવ્યા કરે . કોણી ઉપર પણ માળા બાંધેલી હોય .” ” આતા ” જેવા કોઈકે દોહરો કીધોકે
હાથમાં માળા ડોકમાં માળા કોણીએ બાંધી માળા
એમ કરતાં જો રામ રીઝે તો હું પગમાં બઘું માળા .
ભોગા ભગતની ઘરવાળી ભોગલી બહુ સત્ય નિષ્ઠ વ્યહવાર કુશળ , નીતિમાન સન્નારી હતી . આ લોકો ભેંસો રાખતાં એક ભેંસ બીજા વેતરની વ્યાણી અને પાડી આવી .એના ખાવા માટે ત્રણ ભાર કપાસિયા લઇ રાખેલા હતા . એટલામાં એક ભેંસનો ઘરાક આવ્યો . એણે ભેંસ ખરીદવા માટે 120 રૂપિયાની ઓફર કરી એ જમાનામાં રૂપિયા સોની અંદર બહુ સારામાં સારી ભેંસો મળતી . ભેંસ ખરીદનારની માગણીથી ભગત લલચાઈ ગયા . અને ભેંસ વેચી નાખી . ભોગલી બોલી અરે તમે ભેંસ શા માટે વેંચી ?એના દૂધ ઘી વેંચીને આપનો ઘર વહેવાર ચલાવવાનો હતો . એના માટે કપાસિયા લઇ રાખ્યા હતા . હું મહેનત કરીને ભેંસ માટે ઘાસ ચારો તો લાવતીજ હતી . તમારા એકસો વિસ રૂપિયાતો હું ફક્ત છ મહિનામાંજ ઉભા કરી લેવાની હતી ઉપરાંત છોકરાં , ઘી ,દૂધ , દહીં ખાત મૈ મેમાન સંચવાત . આ તમે ભેંસ વેંચી નાખી ઈ બહુ મોટી ભૂલ કરી ,
થોડા દિવસમાં એક માણસ એક તરતની વ્યાએલી ઘરડી ભેંસ લઈને બહાર ગામ જતો હતો તે આવ્યો . એણે વાત વહેતી મૂકી કે કોઈ ઘરાક હોય તો મારે આ ભેંસ ફક્ત વિસ રૂપિયામાંજ વેંચી નાખવી છે . ભોગા ભગતને કાને આ વાત આવી , એણે ભેંસ તુરત ખરીદી લીધી અને પોતાની ઘરવાળી ભોગલીને દેખાડી જો આ ભેંસ ફક્ત વિસ રૂપિયામાં લીધી છે . આપણે ઘરની ભેંસ વેંચી એના સો રૂપિયા બચી ગયા . હમણાં આ ભેંસ પાશેર દૂધ આપે છે . પણ પછી આપણે ખોરાકી કરીશું એટલે દુધે ચડી જશે . અને આ પાડી છે ઈને કોઈ ન જાણે ઇમ જમાલીયા કસાઈને બાર આનામાં આપી દેશું , એટલે દૂધ આપણું અંગતનું થઇ જશે . ભોગલીએ ભેંસ જોયા પછી ઊંડો નિસાસો નાખ્યો . અને અફસોસ વ્યક્ત કરતાં બોલી કે આ ભેંસ ઘરડી છે . ઈને ગમે એટલું ખવડાવો તોય એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થવાનું નથી . ભોગાએ ત્રણ ભાર કપાસિયા પોતાની ભેંસ કે જે પોતે વેંચી નાખેલી . એને ખાવા માટે ખરીદેલા એ બધા કપાસિયા આ ઘરડી ભેંસ ખાઈ ગઈ . પણ એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થયું નહિ , પછી કોકની સલાહ માનીને
હાડકાનો ભૂકો કપાસિયા અને ભરડકામાં ભેળવીને ભેંસને ખવડાવવા માંડ્યા , લોકોથી છાનું રાખીને કેમકે પોતે ભગત થઈને આવો ભ્રષ્ટ ખોરાક ભેંસને ખવડાવે છે એવું લોકો જાણેતો પોતાની આબરૂના કાંકરા થઇ જાય . પોતાની ભેંસ વેંચાયેલી એના પૈસા જે આવેલા એ બધા વપરાઈ ગયા . પણ ભેંસનું દૂધ વધ્યું નહીં , અને એક દિ ભેંસને આવો ખોરાક વધુ પડતો ખાવાથી આફરો ચડ્યો અને ભેંસ મરી ગઈ ..
એક બીજી લગભગ આવી વાત હું આપને વાંચવા ની તકલીફ આપું છું . જોકે કોઈને વાંચવાનો સમય નથી . ફક્ત શીર્ષક વાંચીને ઇંગ્લીશમાં એવી લખે કે તમારું લખાણ ઘણું સરસ હતું હવે અમારું લખાણ વાંચો એ પણ નતમારા લખાણ જેવુંજ તમને ગમશે એમ લખીને પોતાનું લાંબુ લખાણ કૃપા કરીને વાંચવા આપી દ્યે છે .પણ બધા વાંચનારા આવા હોતા નથી . કોઈ કોઇતો મારા લખાણ જેટલી લાંબી કોમેન્ટ આપે છે . એનું ભગવાન ભલું કરે હું લખું છું એ ફક્ત મારા મગજની કસરત માટે લખું છું મારા મનો રંજન માટે લખું છું . અને બીજા જે કોઈ રસ પૂર્વક વાંચે છે એના માટે લખું છું . આપ મારું લખાણ ભલે ન વાંચો પણ આપણું લખાણ મને વાંચવા આપો છો એ માટે પણ હું આપનો આભારી છું .
હું જ્યારે અમદાવાદની સરદારનગર પોલીસ લાઈનમાં રહેતો હતો , અને બકરાં રાખતો હતો . એ આપને ખબર છે . હું સાપ વીંછી ભમરા મધમાખી પકડીને લોકોને દેખાડીને વિસ્મય પમાડું છું . અને એ રીતે મારો અહમ પોષું છું , એ રીતે બકરીઓ બાબત પણ થોડું જ્ઞાન ધરાવું છું , એક વખત મારી લાકડીના ઘા ના કારણે બકરીના આગલા પગનું હાડકું ભાંગી ગયેલું એ મેં ચોંટાડી દીધેલું પૂ છો કેમ ?
મેં બાવળની ડાળી બકરીના પગ જેટલી કાપી એને બકરીના ભાંગેલા પગ જેટલી કાપી એની છાલ ઉતારી પગ જોઈન્ટ કરી ઉપર છાલ ગોઠવી મજબૂત પાટો બાંધી દીધો , થોડા દિવસ બકરી ત્રણ પગે ચાલી અને પ છી ચારેય પગથી ચાલવા લાગી એટલે મેં પાટો ખોલી નાખ્યો . આ વાતથી બકરીઓ રાખવાનો ધંધો કરનાર ને અચંબો થયો .
સરદાર નગરમાં ભાગલા વખતે સિંધથી આવેલા સિંધીઓને વસાવેલા છે , હું સિંધમાં રહેલો એટલે થોડીક સિંધી ભાષા પણ બોલી શકતો એટલું હું સિંધી ભેગો ભળી જાઉં પણ ખરો , એક સિંધીને બકરી રાખવાની ઈચ્છા થઇ ‘ એ મારી પાસે આવ્યો મને કીધું સાંઈ મુખે બકરી ઘુરજે , મેં એને કીધું . હાલ હું મારી બકરી વેંચી શકું એમ નથી . પણ નરોડા પાસેના ગામ મુઠીયામા એક બકરીયું વાળો રહે છે , એની પાસેથી બકરી મળી રહેશે , અમો મુઠીયા ગામે ગયા , મને સિંધીએ કીધું તમે બકરી પસંદ કરો . મેં એક સરસ દ્ધ વળી બકરી પસંદ કરી . પણ એ બકરી દુબળી પાતળી હોવાથી સિંધીને પસંદ ન પડી . પણ એને એક ગાભણી હોવાથી મોટી અને જાડી દેખાતી હતી , તે બકરી પસંદ પડી પણ એ બકરી થોડા દિવસજ દૂધ આપવાની હતી પછી એ વસૂકી જવાની હતી , એની મને ખબર પડી ગઈ . સિંધી ને ખબર ન પડી . એને મેં એ બકરી પચ્ચીસ રૂપિયામાં અપાવી , કેમકે બકરી વાળો મારુ ઓળખીતો હતો . મેં છેલ્લું વાક્ય સિંધીને કીધું કે આ બકરી ફક્ત થોડા દિવસેજ દૂધ આપવાની છે પછી વાસુકી જશે , એટલે તું કંટાળી જઈશ અને જ્યારે તુઝ કઁટાળી જા ” તડે મુખે ચઇ જા આઉં વિઠો આહ્યા ” . થોડા દિવસ પછી સિંધી મારી પાસે આવ્યો અને બોલ્યો , ” આઉં કઃ ખ થી વ્યો આહ્યા” મને એણે બકરી અઢાર રૂપિયામાં આપી દીધી . મેં એ બકરીનું દૂધ બે વર્ષ પીધું .
Like this:
Like Loading...
Related
આઉં કઃ ખ થી વ્યો આહ્યા ………………………………………………..
ઓજાંગણ બાવરીએજે ઝુંઢમેં ને બેરોડ઼ીજે કંઢેજી વાડ઼ પ્વા ભનાયલ ભુંગેજી બારા મંજેતે વઇ ખાંપરે-કોડિયેજી જોડી જેડ઼ા જગલો ને ભગલો સવારજી નિંધર ઉડાઇધી ચાય પી ને સિગરેટું પેટાયોંતે તાં માધુ મંઢો હિડાં હુડાં નજરું ફિરાઇધો ઇન વટ અચી મંજેતે વિઠો.
‘સે કુરો અજ રાજા કેણજે પોરમેં તોકે ફુરસધ મિલી વિઇ…?’જગલે માધુકે સિગરેટજી પાકિટ ને બાકસ ડીંધે સની અખિયું કરે પુછે
‘ઉસ્તાધ…અજ ડીં ઉલધે ગાંધીધામ કોરાનું કારી ભજારજી ૨૦૦ ગુણ મહારાસ્ટ્રજે ખટારેમેં અચેવારી અઇ’સિગરેટ પેટાય પાકિટ ને બાકસ પાછા ડીંધે માધુ ચેં
‘ખબર પક્કી આય ન…?’અખિયું સની ને કન ચુસ્સા કંધે ભગલે પુછે.
‘ખોટી નિકરે ત આંજો ખલ્લો ને મુંજી મુન’ચિઇ માધુ ખિલ્યો.
‘ઇં….? ત તોજો ભાગ તોકે મિલી વેંધો વિઞ જલસા કર…’માધુજી પુઠમેં ઢુંભો હણધે જગલો ચેં ત સિગરેટ પુરી કરે માધુ ઉસ્યો ને હી બ માલ જાપટેજી સાંભાઇમેં પ્યા.
કોક કોલેજ જે છોરે જેડ઼ા ફૂલફટાક થિઇ બોંય ગામજી ભજારમેં આયા ને પોય કોક પોડ઼ી ને કોક તાંગી સેરીયું વટાયને હિકડ઼ે હટ વટ અચી ઉભા.ઉડાં હિકડ઼ે ઇસટૂલતે વઇ બેડ઼ી ધમીધે પિતાંભરકે હથજો ઇસારો કરે સડાયો ને ભેરો હલણ ચોં.પોય હિકડ઼ે નિમજે ઓટેતે વિઇ ત્રોંય સિગરેટું પેટાયોં.
‘બસો ગુણું કારીભજારજો માલ ગિનણું આય જુનો ભાઇબંધ અઇએ ઇતરે પેલક તોજી નકાં નરસીં કે પુછોં’જગલે સને સડારે પુછે.
‘માલ કિડાંનું અચેતો?’એડ઼ે જ સને સડારે પિતાંભર પુછે
‘ખબર નાય ખટારો મહારાસ્ટ્રજો આય’ભગલો ચેં
‘ત કર્યો કડ઼ધો….’સિગરેટજો ઠૂંઠો ફિગાઇધે પિતાંભર ચેં
‘લગભગ ચાર પંજ લખ સચ્ચા…’જગલો ચેં
‘વા!! અઇ ચો ને આઉં ડેરાય ડીંયા…?’ચિઇ પિતાંભર ખિલ્યો.
‘ત…તું કિતરા ડેરાઇને..?’જગલે પુછે
‘અઢઇ લખ….’
‘તું ત સિધો પાણીમેં વિઇ રેં કિંક સરખો નેઠો કર…’
‘ત્રે લખ ઇન કનાં વધુ હિકડ઼ી રતી પઇ પ ન,છતાં આંકે નરસીકે પુછણું વે ત મુંકે વાંધો નાય પ ઇ મુંભઇ વ્યો આય ચાર ડીં પ્વા અચિંધો ખપે ત તડેં કડધો કરે ગિનજા..’ચિઇ પિતાંભર ઉભો થ્યો.
‘ભલે ત્રે લખ કભુલ પ માલ ગિનધો કેર ને આના ડિંધો કેર…?’
‘માલ ગિનધા ગોપાલસેઠ ને આના આઉં આણેં ડીંધોસે’
‘કેર ગુલો ભગત…?’
‘આંકે માનીસે કમ આય ક ઘડ઼ીધલસે…?’ચિઇ પિતાંભર ખિલ્યો.
‘છડ પપઝડ઼ હલ હલોં…’જગલે ચેં ને બોંય રવાના થ્યા.
‘હી ગુલોભગત ને કારી ભઝાર..?’ભગલે પુછે
‘અડે!! તું હિન ગુલેભગતકે ઓરખેં નતો ઇ ગુલો ભગત વડો ઠગ ભગત આય આતવારજો રામ મિંધરમે હથજી કરતાલ વજાઇંધે રામધુન બોલાઇધો નચેતો’
‘મીરાંબાઇ વારેંજી…?’
‘હા…માડ઼ુએજે ડિસધે કઇક ભગતીજા નખરા કરેતો.મિંધરજી આરતીજી થારીમેં પંજ રૂપીઆ ડિસાજે તડેં ઇન વટ રૂપીઓ વિજી ચાર રૂપીઆ પાછા ખણે ડિસધલ સમજે ક પંજ રૂપીએજા છુટા ખણેતો.પાછો ડાનેસરીજી પુછ ઇ ખણલ રૂપિઆ બેં જે ડિસધે ભિખારીએકે ડાન કરે.’
‘ત ત ભારી ગિલીન્ડર ચોવાજે’
‘ઇનજા કિસ્સા સુણે લા રાત ઓછી પે’
‘ત હી માલજો માલ મિલી વિઞે પોય ચાય પીંધે સુણાઇજ’
ત્ર સંજા ટાણું થીંધે જગલે ને ભગલે ચોરાયલ પોલીસજી વર્ધી પેર્યો, ઝાંખરે પ્વા લકાયેલી ભંગાર મિંજા ગિનલ પોલીસજી જીપ કઢ્યો ને ગાંધીધામજી વાટ જલે રવાના થ્યા.હિકડ઼ી ચાયજી મઢુલી પ્વા જીપ રખ્યો, બોંય હિકડ઼ે જાડે થુડ઼જે ઝાડ પ્વા લીકીને વિઠા.જગલો ધુરબીનસે છેટેનું અચીંધી ગાડીએજા નંભર નેરેતે ને ઇનકે મહારાસ્ટ્રજે નંભરવારો ખટારો અચિંધો ડિસાણો.ઇન ભગલેકે ઇસારો કેં ત ભગલો જીપ ખણેલાય વ્યો ને જગલો વાટજી વચમેં પુગો તેં લગી ભગલો જીપ ખણી પુજી આયો.
‘ગાડી રોકો…’જગલે વડે સડારે ડારો ડિને.
ખટારો ઉભો ર્યો ત ખટારેતે ડુંગટી મારે ઢ્રાઇવરકે રોફસે પુછે
‘ક્યા હૈ ઇસમેં…?’
‘ઢેપ(ખડ઼) હૈ સાહીબ’ડ્રાઇવર હાથ જોડે ચેં.
‘ચલો દિખાવ….’વરી ડુંગટી ખટારે તે હય.
ક્લિનર ખટારેતે ચડીને તાલપત્રી ખોલે.જગલો ને ભગલો ખટારેતે ચડ્યા તેં લગી ઢ્રાઇવર ને ક્લિનર બોંય ભજી છુટા સે ડિસી બોંય ખિલ્યા પોય માલ તપાસ્યોં. હિડાં જગલે ને ભગલેસે સોધો કરે પિતાંભર ગુલેભગતકે મિલ્યો.ઘરાકે વિચ મુંજલ ગુલેભગતકે પિતાંભર હટજી પ્વા બોલાયને ચેં
‘કારી ભજારજી બસો ગુણજો સોધો ત્રે લખમેં ક્યો આય’
‘માલ કિતરેજો આય?’
‘લગભગ સાડાચાર પંજ લખજો’
‘પ રખધાસી કિડાં ગોધામમેં ઇતરી જગઅ નાય’
‘ભાનુસાલી નગરમેં નયે ભનલ ભેણીજે તરમેં. મું ભેણીજે માલકસે ગાલ કિઇ આય ઇ પંજ હજારમેં રાજી થ્યો આય ને પાં બ ડીંએમેં ત માલ ફૂંકે વિજધાસી’
‘ઠયો તોકે ઠીક લગધો વે તીં કર’
મોરનું નિક્કી કેલ ઠેકાણે પિતાંભર જગલે ને ભગલેકે મિલ્યો ને માલ ઉતારેજી જગિયા વતાંય હાજર રખલ મજુરેં માલ ઉતારે ગિડાં તેંકે મજુરી ડિઇ રવાના કેં, પોય છાપેજી પુસ્તિમેં વિટલ ત્રે લખ રૂપીઆ જગલેકે ડિને.બોંય ભીડ઼ ભઝારમેં ખાલી ખટારો છડે ને ગેભ થિઇ વ્યા.
ભાંગ ફૂટે મોંધ વિજજો વડો ઝબકારો થ્યો ને ગજણ ગજધે બારો મેઘ ખાંગા થીએ એડ઼ો મીં વઠો.ગજણજો અવાજ સુણી ગુલેભગતજી નિંધર ઉડી વેંધે સફાડ઼ો ઉભો થિઇ વ્યો.અંગતે અંગરખો પેરે છત્રી ખણી ગુલોભગત ઘર બાર અચી ભાડેજી રિકઝિક કરે વિગર રિક્ષા જલે ને ભાનુસાલી નગર ડીયાં વારેજો ચેં.નિચાણ વારે ઇન વિસ્તારમેં ભેઠ સાં પાણી ભરાણા વા.પાણીજો વોણ ડિસી રિક્ષા વારો અગિયા હલણ તૈયાર ન થ્યો.ગુલેભગત ઇનકે બિમણો ભાડ઼ો ડિનેજી ગાલ કેં પ ઇ સિરગિર્યો ન.ઇતરે ગુલોભગત રિક્ષા ઉડાંજ ઉભી રખેજો ચિઇ ગુડે સમાણે પાણીમેં છત્રી ખણીને ઉતર્યો.વાસરેજો હિકડ઼ો ઝાપટો લગંધેને વા છત્રીમેં ભરાણો ને છત્રી કાગડ઼ો થિઇ વિઇ તેં ભેરો ગુલોભગત વોર્યો ને પાણીમેં છણી તણાઅ લા લગો.ઇતરો ભગસાડ઼ી ક વિચમેં હિકડ઼ે નિમજે ઝાડભેર આથડ઼્યો ને ઇન બખ વિજી ઝાડજો થુડ જલે ગિડેં.
મડ મડ ગુલોભગત ઊભો થ્યો ત ઇનજી નજર માલ જિડાં ઉતર્યો વો ઉન ભેણીતે પિઇ.ભેણીજો તરજો ભાગ પાણીમેં બુડીર્યો વો સે ડિસી ગુલોભગત ઉચકાર વિજી ચેં ‘વોય!!! મા મુજી ખન….
(ઉ ચોવક આય ન ક મીંયા મારે મુઠે તો અલ્લા મારે ઊંટે)(પુરી)
પ્રિય પ્રજ્ઞા બેન
તમેતો ગજબ કરી જબરી કચ્છી વાર્તા લખીને જબરજસ્ત કોમેન્ટ આપી . અત્યાર સુધીના મારા આતાવાણીના ઇતિહાસમાં મોટામાં મોટી કોમેન્ટ આ તમારી છે . અને એપણ કચ્છી ભાષામાં
મુજિ ભેણ ભગવાન તોજો ભલો કરે .
આતા તોકે અશિષ ડયેતો .
આતાજી આપ કેટલી ભાષા જાણો છો? તમારા લેખમાં છેલ્લા સિંધી વાક્યોમાં સમજ ના પડી. અમદાવાદમાં આસારામ તમારો ચેલો હતો?
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
સિંધી વાક્યનો અર્થ
તડે મુખે ચઇજા = ત્યારે મને કહેજે
આઉં વિઠો અહ્યાં = હું બેઠો છું .
આઉં કઃ ખ થી વ્યો આહયા= હું કંટાળી ગયો છું . થાકી ગયો છું .
હું બહુજ થોડી પંજાબી અને સિંધી ભાષા જાણું છું પણ એની લિપિ શીખવાની કૌશિષ ન કરી . એટલે હું ઉર્દુની જેમ લખી નથી શકતો . સિંધી ભાષા ની લિપિ અરબી લિપિને મળતી છે . જેમાં સિંધી શબ્દોની રીત ઉમેરી છે . તમને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃતમાં કે વર્ગનો છેલ્લો અક્ષર આપણે ગુજરાતીમાંથી કાઢી નાખ્યો છે .અને એવી રીતે ચ વર્ગનો છેલ્લો અક્ષર પણ કાઢી નાખ્યો છે , એને બદલે આપણે ન વાપરીએ છીએ પણ સિંધી ભાષામાં આ અક્ષરો વપરાય છે . અરબીની ઢબે નવા બનાવ્યા છે . દાખલ તરીકે ખણી વંજ એટલે લઈલે સિંધીમાં લખવું હોય તો ન ને બદલે ચ વર્ગનો છેલ્લો અક્ષર વપરાય છે , ઉર્દુમાઁ લિપિ ફારસી છે . એમાં ટ ફારસી લિપિ જેવો લખવો પડ્યો છે . એવી રીતે બીજા કેટલાક અક્ષરો નવા ફારસી લિપિ થી બનાવેલા છે . પંજાબી ભાષાની લિપિ શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે શોધી છે એટલે એ લિપિનું નામ ગુરુ મુખી છે ,
આજે એટલું ઘણું હવે તમે હોમ વર્ક કરજો . તમે કહો છો તેમ આસારામને મેં ચેલો બનાવ્યો હતો પણ વખત જતાં ગુરુ કરતા ચેલો વધી ગયો .
તમે મને પ્રશ્ન પૂછીને બરાબરનો ખીલવી દીધો . ઘણું લખાણું . તમારો આભાર
તમારી સ્કુલમાં તો લેશન કરતાં થાકી જવાયસ. એ હિસાબે તમારી પરીક્ષામાં તો પાસ થવાનું અઘરું.
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
તમારા જેવા વાર્તાના કારીગરને મારી પરીક્ષામાં બેસવું અને પાસ થવું અઘરું નથી .
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
તમે મને મારા લખાણમાં મેં પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
તમે મને મારા લખાણમાં મેં વાપરેલા સિંધી ભાષાના છેલ્લા શબ્દો વિષે પૂછેલું , એટલે મેં તે શબ્દો નો અર્થ કહ્યો . પણ પ્રથમ એક વાક્ય આવ્યું , એનો અર્થ તમારા પૂછ્યા વગરજ કહી દઉં છું . કેમકે તેનો અર્થ પણ તમે નહીં સમજ્યા હોય એવું સમજીને .”સાંઈ મુખે બકરી ઘુરજે ” = શ્રીમાન મને બકરી જોઈએ છીએ .
પરેલા સિંધી ભાષાના છેલ્લા શબ્દો વિષે પૂછેલું , એટલે મેં તે શબ્દો નો અર્થ કહ્યો . પણ પ્રથમ એક વાક્ય આવ્યું , એનો અર્થ તમારા પૂછ્યા વગરજ કહી દઉં છું . કેમકે તેનો અર્થ પણ તમે નહીં સમજ્યા હોય એવું સમજીને .”સાંઈ મુખે બકરી ઘુરજે ” = શ્રીમાન મને બકરી જોઈએ છીએ .