ભોગા ભગત ઓલી કહેવત છે કે
બગ , ભગત , અને બિલાળો ઈને ઇવા હેવા
હળવે હળવે પગ ઉપાડે ઈ સામાનો જીવ લેવા .
એવા ભગત હતા . ભોગ ભગત ડોકમાં માળા રાખે હાથમાં માળા રાખે અને લોકો જુવે એમ ફેરવ્યા કરે . કોણી ઉપર પણ માળા બાંધેલી હોય .” ” આતા ” જેવા કોઈકે દોહરો કીધોકે
હાથમાં માળા ડોકમાં માળા કોણીએ બાંધી માળા
એમ કરતાં જો રામ રીઝે તો હું પગમાં બઘું માળા .
ભોગા ભગતની ઘરવાળી ભોગલી બહુ સત્ય નિષ્ઠ વ્યહવાર કુશળ , નીતિમાન સન્નારી હતી . આ લોકો ભેંસો રાખતાં એક ભેંસ બીજા વેતરની વ્યાણી અને પાડી આવી .એના ખાવા માટે ત્રણ ભાર કપાસિયા લઇ રાખેલા હતા . એટલામાં એક ભેંસનો ઘરાક આવ્યો . એણે ભેંસ ખરીદવા માટે 120 રૂપિયાની ઓફર કરી એ જમાનામાં રૂપિયા સોની અંદર બહુ સારામાં સારી ભેંસો મળતી . ભેંસ ખરીદનારની માગણીથી ભગત લલચાઈ ગયા . અને ભેંસ વેચી નાખી . ભોગલી બોલી અરે તમે ભેંસ શા માટે વેંચી ?એના દૂધ ઘી વેંચીને આપનો ઘર વહેવાર ચલાવવાનો હતો . એના માટે કપાસિયા લઇ રાખ્યા હતા . હું મહેનત કરીને ભેંસ માટે ઘાસ ચારો તો લાવતીજ હતી . તમારા એકસો વિસ રૂપિયાતો હું ફક્ત છ મહિનામાંજ ઉભા કરી લેવાની હતી ઉપરાંત છોકરાં , ઘી ,દૂધ , દહીં ખાત મૈ મેમાન સંચવાત . આ તમે ભેંસ વેંચી નાખી ઈ બહુ મોટી ભૂલ કરી ,
થોડા દિવસમાં એક માણસ એક તરતની વ્યાએલી ઘરડી ભેંસ લઈને બહાર ગામ જતો હતો તે આવ્યો . એણે વાત વહેતી મૂકી કે કોઈ ઘરાક હોય તો મારે આ ભેંસ ફક્ત વિસ રૂપિયામાંજ વેંચી નાખવી છે . ભોગા ભગતને કાને આ વાત આવી , એણે ભેંસ તુરત ખરીદી લીધી અને પોતાની ઘરવાળી ભોગલીને દેખાડી જો આ ભેંસ ફક્ત વિસ રૂપિયામાં લીધી છે . આપણે ઘરની ભેંસ વેંચી એના સો રૂપિયા બચી ગયા . હમણાં આ ભેંસ પાશેર દૂધ આપે છે . પણ પછી આપણે ખોરાકી કરીશું એટલે દુધે ચડી જશે . અને આ પાડી છે ઈને કોઈ ન જાણે ઇમ જમાલીયા કસાઈને બાર આનામાં આપી દેશું , એટલે દૂધ આપણું અંગતનું થઇ જશે . ભોગલીએ ભેંસ જોયા પછી ઊંડો નિસાસો નાખ્યો . અને અફસોસ વ્યક્ત કરતાં બોલી કે આ ભેંસ ઘરડી છે . ઈને ગમે એટલું ખવડાવો તોય એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થવાનું નથી . ભોગાએ ત્રણ ભાર કપાસિયા પોતાની ભેંસ કે જે પોતે વેંચી નાખેલી . એને ખાવા માટે ખરીદેલા એ બધા કપાસિયા આ ઘરડી ભેંસ ખાઈ ગઈ . પણ એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થયું નહિ , પછી કોકની સલાહ માનીને
હાડકાનો ભૂકો કપાસિયા અને ભરડકામાં ભેળવીને ભેંસને ખવડાવવા માંડ્યા , લોકોથી છાનું રાખીને કેમકે પોતે ભગત થઈને આવો ભ્રષ્ટ ખોરાક ભેંસને ખવડાવે છે એવું લોકો જાણેતો પોતાની આબરૂના કાંકરા થઇ જાય . પોતાની ભેંસ વેંચાયેલી એના પૈસા જે આવેલા એ બધા વપરાઈ ગયા . પણ ભેંસનું દૂધ વધ્યું નહીં , અને એક દિ ભેંસને આવો ખોરાક વધુ પડતો ખાવાથી આફરો ચડ્યો અને ભેંસ મરી ગઈ ..
એક બીજી લગભગ આવી વાત હું આપને વાંચવા ની તકલીફ આપું છું . જોકે કોઈને વાંચવાનો સમય નથી . ફક્ત શીર્ષક વાંચીને ઇંગ્લીશમાં એવી લખે કે તમારું લખાણ ઘણું સરસ હતું હવે અમારું લખાણ વાંચો એ પણ નતમારા લખાણ જેવુંજ તમને ગમશે એમ લખીને પોતાનું લાંબુ લખાણ કૃપા કરીને વાંચવા આપી દ્યે છે .પણ બધા વાંચનારા આવા હોતા નથી . કોઈ કોઇતો મારા લખાણ જેટલી લાંબી કોમેન્ટ આપે છે . એનું ભગવાન ભલું કરે હું લખું છું એ ફક્ત મારા મગજની કસરત માટે લખું છું મારા મનો રંજન માટે લખું છું . અને બીજા જે કોઈ રસ પૂર્વક વાંચે છે એના માટે લખું છું . આપ મારું લખાણ ભલે ન વાંચો પણ આપણું લખાણ મને વાંચવા આપો છો એ માટે પણ હું આપનો આભારી છું .
હું જ્યારે અમદાવાદની સરદારનગર પોલીસ લાઈનમાં રહેતો હતો , અને બકરાં રાખતો હતો . એ આપને ખબર છે . હું સાપ વીંછી ભમરા મધમાખી પકડીને લોકોને દેખાડીને વિસ્મય પમાડું છું . અને એ રીતે મારો અહમ પોષું છું , એ રીતે બકરીઓ બાબત પણ થોડું જ્ઞાન ધરાવું છું , એક વખત મારી લાકડીના ઘા ના કારણે બકરીના આગલા પગનું હાડકું ભાંગી ગયેલું એ મેં ચોંટાડી દીધેલું પૂ છો કેમ ?
મેં બાવળની ડાળી બકરીના પગ જેટલી કાપી એને બકરીના ભાંગેલા પગ જેટલી કાપી એની છાલ ઉતારી પગ જોઈન્ટ કરી ઉપર છાલ ગોઠવી મજબૂત પાટો બાંધી દીધો , થોડા દિવસ બકરી ત્રણ પગે ચાલી અને પ છી ચારેય પગથી ચાલવા લાગી એટલે મેં પાટો ખોલી નાખ્યો . આ વાતથી બકરીઓ રાખવાનો ધંધો કરનાર ને અચંબો થયો .
સરદાર નગરમાં ભાગલા વખતે સિંધથી આવેલા સિંધીઓને વસાવેલા છે , હું સિંધમાં રહેલો એટલે થોડીક સિંધી ભાષા પણ બોલી શકતો એટલું હું સિંધી ભેગો ભળી જાઉં પણ ખરો , એક સિંધીને બકરી રાખવાની ઈચ્છા થઇ ‘ એ મારી પાસે આવ્યો મને કીધું સાંઈ મુખે બકરી ઘુરજે , મેં એને કીધું . હાલ હું મારી બકરી વેંચી શકું એમ નથી . પણ નરોડા પાસેના ગામ મુઠીયામા એક બકરીયું વાળો રહે છે , એની પાસેથી બકરી મળી રહેશે , અમો મુઠીયા ગામે ગયા , મને સિંધીએ કીધું તમે બકરી પસંદ કરો . મેં એક સરસ દ્ધ વળી બકરી પસંદ કરી . પણ એ બકરી દુબળી પાતળી હોવાથી સિંધીને પસંદ ન પડી . પણ એને એક ગાભણી હોવાથી મોટી અને જાડી દેખાતી હતી , તે બકરી પસંદ પડી પણ એ બકરી થોડા દિવસજ દૂધ આપવાની હતી પછી એ વસૂકી જવાની હતી , એની મને ખબર પડી ગઈ . સિંધી ને ખબર ન પડી . એને મેં એ બકરી પચ્ચીસ રૂપિયામાં અપાવી , કેમકે બકરી વાળો મારુ ઓળખીતો હતો . મેં છેલ્લું વાક્ય સિંધીને કીધું કે આ બકરી ફક્ત થોડા દિવસેજ દૂધ આપવાની છે પછી વાસુકી જશે , એટલે તું કંટાળી જઈશ અને જ્યારે તુઝ કઁટાળી જા ” તડે મુખે ચઇ જા આઉં વિઠો આહ્યા ” . થોડા દિવસ પછી સિંધી મારી પાસે આવ્યો અને બોલ્યો , ” આઉં કઃ ખ થી વ્યો આહ્યા” મને એણે બકરી અઢાર રૂપિયામાં આપી દીધી . મેં એ બકરીનું દૂધ બે વર્ષ પીધું .