આયુષ્યના 103 વરસ વટાવી ચૂકેલાં . અમેરિકન માજી મલીસા .

img_3506
 ગઈ   તારીખ   ડિસેમ્બર  16   2016  હું મોરિસસ્ટાઉન    ટેનેસીના  સિનિયર સિટીજન સેન્ટરમાં ગયો હતો  . મને સેન્ટરનનું વેન  લેવા આવ્યું હતું       .  મને લીધા પછી  એ એક બાઈને લેવા ગઈ   . આ બાઈ  પીળાશ પડતા ગોરા રંગની હતી   . એના વડવાઓ   ફ્રાન્સથી આવેલા  હશે  . તે એક વિશાલ હાઉસમાં એકલી રહેતી હતી   . એનું ઘર ઊંચાઈ ઉપર હતું   . એના ઘર પાસે ઉભા રહીને  નજર  નાખો  તો જ્યા સુધી  તમારી  નજર   પહોંચે ત્યાં સુધી એકેય મકાન દેખાય નહિ તેમજ ખાસ  કોઈ ઝાડવું પણ નજરે ચડે નહિ   . ઘાસની લોન મોવર કરેલી  ઊંચા નીચી જમીનજ દેખાય   .  એને લેવા આવેલું વેન  એના બારણાં   વગરના  ખુલ્લા ગરાજમાં ઉભું રહ્યું  હોર્ન વગાડેલું નહીં   . પણ વેનના આગમનના અવાજ થી મલીસા સમજી ગઈ કે મને લેવા માટે વેન આવ્યું છે  . મલિસા  ઘર બહાર નીકળી  અને વેનમાં  બેસવા ગઈ   . ડ્રાયવરે  એક પગથિયાં જેવું મૂકી રાખેલું   , એના ઉપર ચડીને   તે ઉતરી અને  તે વેનમાં સીટ ઉપર પોતાની મેળે બેસી ગઈ અને સીટ બેલ્ટ  બાંધી લીધો  એના પાસે  લાકડી હતી  . પણ એ લાકડીના ટેકાથી ચાલતી નોતી  ક્યારેક લાકડીને જમીનને અડાડતી હતી   . ડ્રાયવરે મને કીધું કે  મલિસા  103 વર્ષની ઉંમરની છે  .   . ચશમા પહેરે છે  .  કાને બરાબર સાંભળે છે  પોતાને ખાવાનું જાતે કરી લ્યે છે  .  જોકે આ દેશમાં  સુપર માર્કેટમાં બધું  તૈયાર  મળતું હોય છે   . ખરીદી કરવા માટે એના ઓળખીતા પારખિતા મદદ કરે છે  .  સેન્ટરમાં પહોંચ્યા પછી  તે વૅનમાંથી ઉતરીને  સેન્ટરના હોલમાં  પોતાની જાતે  ગઈ અને પોતાની ખુશી ઉપર બેસી ગઈ  તેને જમવા માટે   સેન્ટરના કર્મ ચારી અલ્પ આહારની થાળી  તેની આગળ મૂકી ગઈ   .  જમી લીધા પછી  બિંગો રમવા માટેનું કાર્ડ તેને કોઈ આપી ગયું અને તે  બિંગો રમી   .  તેનું શરીર  હાડકા ઉપર  ચામડી મઢેલું હતું  ,  હાડકા અને ચામડી વચ્ચે માંસ નામનુંજ હશે એટલે તેના શરીરની ચામડીયો  કરચલીઓ  વાળી હતી  .    અવાજ બહુ ધીમો હતો પણ સ્પષ્ટ   સમજાય એમ હતો   .  મેં મનોમન  શુભેચ્છા પાઠવી કે  મલિસા બેન તમે તંદુરસ્તી સાથે ઘણું જીવો  .
 એક દિવસ અમને  મોરિસટાઉનના એક પાર્કમાં લઇ ગયો હતો   . જેનો ફોટો અગાઉ  આતાવાણીમાં મુક્યો છે   .  ભૂલથી પણ મારા સામું  જોવાય જાય તો  મારી પ્રપૌત્રી  ઝિયા  કે જેને હું રણચંડી કહું છું   . તે પોતાની  આંખો  પોતાના વાળથી ઢાંકી  દેતી હતી  . તે  gianna   પોતાના ભાઈને આઘો ખસેડી   ફોટો પડાવવા  મારી બાજુમાં ઉભી રહી  ગઈ   . હું એને ज़िया  ضیا નામથી  બોલવું છું  , જે મૂળ અરબી ભાષાનો શબ્દ છે   . જેનો અર્થ  સૂર્ય પ્રકાશ  , અથવા પ્રકાશ  , રોનક થાય છે  ,
 એકદી અમે સહુ   pigieon   park  નામના ગામના  આઇલેન્ડના નામે ઓળખાતા  સ્થળે ગયા   . અહીં ઘણી બધી જુદીજુદી  વસ્તુઓની દુકાનો હતી    . એક શાંતા નો વેશ પહેરી  બેઠો હતો  . બાળકોને એની પાસે  ફોટો પડાવવા  ઉભા રાખે  અને બાળકોના માબાપ   ફોટા પાડવા વળી બાઈને પૈસા આપે  .  મારી સાથે શાન્તાએ હસ્ત  ધુનન  કર્યું   . અને  મને લીધી કે  તમે પણ  કાલે શાંતાનો વેશ પહેરી ઉભા રહી જાઓ  તમને પણ ફોટોપડાવવા  માટેના ભાગ્યમાં હશે એટલા પૈસા મળી રહે શે  . ફોટો પાડવા વાળી કહે  પણ એને કપડાતો શાંત જેવા મળી રહે પણ શાંત જેવડું પરત ક્યાંથી કાઢવું   ?   સાંભળીને શાંતા બોલ્યા  આઠેક મહિના વહેલી ખબર  તો કોઈ સેવાભાવી છોકરીને કહેત તો તે પેટ મોટું કરી આપત  શાન્તાની વાત સાંભળી  અમે અને બીજા કેટલાય માણસો હસી પડ્યા   .
 ગામનું નામ તો  piegieon  paark  હતું પણ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય  કબૂતર નોતું   જોવા મળતું  નોતું   કેમકે  કબૂતર ચરકીને ઘર બગાડે છે  . એટલે    એનો નાશ કરી નાખવામાં આવ્યો છે  .    અમારી બાજુ  કબૂતરને ચણ અને ગાયોને કપાસિયા  ખવડાવવા માટેનો ધર્માદો કરે છે  .  શાયર નિંદા ફાજલીની મા  કહેતી કે  કબૂતર  સૈયદ  હોય છે  .  એને મરાય નહીં  . દેશીંગાના દરબાર  બાબી મુસલમાન હતા  .  તેઓ  હોલાં ને મારતા  પણ કબૂતરને નહીં  ,  વાળા અટકના કાઠી  હરણનો શિકાર ન કરે   સુવરનો  શિકાર કરે  મનુ સ્મૃતિમાં  પાળેલાં  ભૂંડ અને પાળેલાં  કૂકડાં  ખાવાની ના પાડી છે પણ જંગલી સુવર અને જંગલી કૂકડાં  ખાવાની હા પાડી છે  .  યહૂદી અને મુસલમાન  માટે સુવરનું માંસ  વર્જ્ય છે  ,

મંદિરમાં જોડા પહેરીને નો જવાય જોડા ભલે રબ્બરના હોય પણ મઁદિરમાં  નગારાં  તબલાં  રહી શકે  ભલે એ  કમાવ્યા વગરના ચામડાના હોય   .
 આ બધાં મનના કારણ છે  ,  મન માને ઈ સાચું   અનમાન્યુ  ફોક  , ઈને ઈન ચામડાના પગરખાં  અને ઈ ચામડાની બોખ

7 responses to “આયુષ્યના 103 વરસ વટાવી ચૂકેલાં . અમેરિકન માજી મલીસા .

  1. Vinod R. Patel ડિસેમ્બર 19, 2016 પર 10:22 એ એમ (am)

    વાહ આતાજી સરસ અનુભવ કથા લખી છે.તમારી હાલની માનસિક અને શારીરિક શક્તિ જોતાં તમે પણ ૧૦૩ વર્ષ ઉપર જીવવાના લાગો છો.

  2. aataawaani ડિસેમ્બર 19, 2016 પર 12:36 પી એમ(pm)

    પ્રિય વિનોદભાઈ પટેલ
    તમારી ધારણા શુભેચ્છાઓ જે મારા માટે છે . એ કદાચ સત્ય ઠરે તો નવાઈ નહીં . કેમકે હું હજી કવિતા બનાવી શકું છું . એક મારી હરજાઈ કવિતાની એકસો છવ્વીસમી કડી
    इब्तसाम औरत देखोतो ग़मग़ीनी चली जाई
    उनके नाज़ नखरे देखनेसे मन मसरूर होजाई ….संतोभाई
    ઇબ્તસામ = સ્મિત , બંધ હોઠ સાથેનું હાસ્ય
    ગમગીની = ઉદાસીનતા /// નાજ નખરાં = લટકાં મટકાં
    મસરૂર = પ્રફુલ્લિત
    કેટલાક મિત્રો મને કહે છે કે આ તમારી હરજાઈ કવિતા કબીર સાહેબના ભજન જેવી લાગે છે . મેં કીધું તમારાજેવા હાર્દિક સ્નેહીઓ મને કબીર સાહેબ જેવા સંતની હરોળમાં મૂકે એતો મારા માટે ગર્વની વાત કહેવાય . છતાં હું
    समय बड़ा हरजाई ને બદલે यारो वक्त बड़ा हरजाई वक्तका कैसा भरोसा भाई . એવું વાક્ય કોઈ વખત મુકીશ .

  3. pragnaju ડિસેમ્બર 19, 2016 પર 6:51 પી એમ(pm)

    માજી મલીસા જેવા પણ હોય ! પ્રેરણાદાયી વાત
    કબૂતર પરથી યાદ ‘વલી’ની શાયરી
    મુઝ દિલ કે કબૂતર કું પકડા હૈ તેરી લટ ને,
    યે કામ ધરમ કા હૈ, ટુક ઉસકો છુડાતી જા.
    ઇશ્ક કી રાહ મેં મુસાફિર હું,
    હર કદમ તુજ ગલી મેં મંઝિલ હૈ.
    આજ તેરી ભવાં ને મસ્જિદ મેં
    હોશ ખોયા હૈ હર નમાઝી કાં.

  4. pravinshastri ડિસેમ્બર 20, 2016 પર 6:13 એ એમ (am)

    આતાજી – તદ્દન સાદી વાતને બીલકુલ સરળતાથી દંભવગરની વાત લખવાની શૈલી તો આપની પાસે શિખવા જેવી છે. જાણે તદ્દન પાસે બેસીને વાત કરતા હો એબું જ લાગે.
    ને વિનોદભાઈની વાત ખોટ્ટી. તમે તો વિનોદભાઈની ૧૧૧ મી બર્થડેની કેક ખાવા જવાના છો.
    પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.

    • aataawaani ડિસેમ્બર 20, 2016 પર 6:49 એ એમ (am)

      પ્રિય પ્રવીણ ભાઈ તો તો
      મારે વિનોદભાઈની 111 બર્થ ડેની કેક ખાવા આ દુનિયામાં ઘણું વધારે રોકાવું પડે . અને તમને સાથે લઈને વિનોદભાઈની પાર્ટીમાં જવું પડે . અને ત્યાં સુધી તમારે ત્યાં ઊંધિયું ખાઈને રોકાઈ રહેવું પડે .

  5. હરીશ દવે (Harish Dave) ડિસેમ્બર 27, 2016 પર 6:36 એ એમ (am)

    આતાજી ! આપનું આયુષ્ય લાંબું હોય તેવી અમારી પ્રાર્થના તો છે જ, પણ સાથે અમે એ ય કહીશું કે આપની કાર્યશક્તિ પણ આવી જ રહે! આપની ખુમારી, આપની જિંદાદિલી સૌને પ્રેરણા આપતી રહે!

    આતાજી. એક નમ્ર સૂચન છે.

    આપની જ વાણીમાં, આપના સ્વમુખે આપના અનુભવો અને આપની વાતો રેકૉર્ડ ન થઈ શકે? આપના કોઈ પરિવાર જન કે બ્લોગર મિત્રમાંથી કોઈ આ કાર્ય કરી શકે તો સારું!
    આપના સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: