Daily Archives: ડિસેમ્બર 19, 2016

આયુષ્યના 103 વરસ વટાવી ચૂકેલાં . અમેરિકન માજી મલીસા .

img_3506
 ગઈ   તારીખ   ડિસેમ્બર  16   2016  હું મોરિસસ્ટાઉન    ટેનેસીના  સિનિયર સિટીજન સેન્ટરમાં ગયો હતો  . મને સેન્ટરનનું વેન  લેવા આવ્યું હતું       .  મને લીધા પછી  એ એક બાઈને લેવા ગઈ   . આ બાઈ  પીળાશ પડતા ગોરા રંગની હતી   . એના વડવાઓ   ફ્રાન્સથી આવેલા  હશે  . તે એક વિશાલ હાઉસમાં એકલી રહેતી હતી   . એનું ઘર ઊંચાઈ ઉપર હતું   . એના ઘર પાસે ઉભા રહીને  નજર  નાખો  તો જ્યા સુધી  તમારી  નજર   પહોંચે ત્યાં સુધી એકેય મકાન દેખાય નહિ તેમજ ખાસ  કોઈ ઝાડવું પણ નજરે ચડે નહિ   . ઘાસની લોન મોવર કરેલી  ઊંચા નીચી જમીનજ દેખાય   .  એને લેવા આવેલું વેન  એના બારણાં   વગરના  ખુલ્લા ગરાજમાં ઉભું રહ્યું  હોર્ન વગાડેલું નહીં   . પણ વેનના આગમનના અવાજ થી મલીસા સમજી ગઈ કે મને લેવા માટે વેન આવ્યું છે  . મલિસા  ઘર બહાર નીકળી  અને વેનમાં  બેસવા ગઈ   . ડ્રાયવરે  એક પગથિયાં જેવું મૂકી રાખેલું   , એના ઉપર ચડીને   તે ઉતરી અને  તે વેનમાં સીટ ઉપર પોતાની મેળે બેસી ગઈ અને સીટ બેલ્ટ  બાંધી લીધો  એના પાસે  લાકડી હતી  . પણ એ લાકડીના ટેકાથી ચાલતી નોતી  ક્યારેક લાકડીને જમીનને અડાડતી હતી   . ડ્રાયવરે મને કીધું કે  મલિસા  103 વર્ષની ઉંમરની છે  .   . ચશમા પહેરે છે  .  કાને બરાબર સાંભળે છે  પોતાને ખાવાનું જાતે કરી લ્યે છે  .  જોકે આ દેશમાં  સુપર માર્કેટમાં બધું  તૈયાર  મળતું હોય છે   . ખરીદી કરવા માટે એના ઓળખીતા પારખિતા મદદ કરે છે  .  સેન્ટરમાં પહોંચ્યા પછી  તે વૅનમાંથી ઉતરીને  સેન્ટરના હોલમાં  પોતાની જાતે  ગઈ અને પોતાની ખુશી ઉપર બેસી ગઈ  તેને જમવા માટે   સેન્ટરના કર્મ ચારી અલ્પ આહારની થાળી  તેની આગળ મૂકી ગઈ   .  જમી લીધા પછી  બિંગો રમવા માટેનું કાર્ડ તેને કોઈ આપી ગયું અને તે  બિંગો રમી   .  તેનું શરીર  હાડકા ઉપર  ચામડી મઢેલું હતું  ,  હાડકા અને ચામડી વચ્ચે માંસ નામનુંજ હશે એટલે તેના શરીરની ચામડીયો  કરચલીઓ  વાળી હતી  .    અવાજ બહુ ધીમો હતો પણ સ્પષ્ટ   સમજાય એમ હતો   .  મેં મનોમન  શુભેચ્છા પાઠવી કે  મલિસા બેન તમે તંદુરસ્તી સાથે ઘણું જીવો  .
 એક દિવસ અમને  મોરિસટાઉનના એક પાર્કમાં લઇ ગયો હતો   . જેનો ફોટો અગાઉ  આતાવાણીમાં મુક્યો છે   .  ભૂલથી પણ મારા સામું  જોવાય જાય તો  મારી પ્રપૌત્રી  ઝિયા  કે જેને હું રણચંડી કહું છું   . તે પોતાની  આંખો  પોતાના વાળથી ઢાંકી  દેતી હતી  . તે  gianna   પોતાના ભાઈને આઘો ખસેડી   ફોટો પડાવવા  મારી બાજુમાં ઉભી રહી  ગઈ   . હું એને ज़िया  ضیا નામથી  બોલવું છું  , જે મૂળ અરબી ભાષાનો શબ્દ છે   . જેનો અર્થ  સૂર્ય પ્રકાશ  , અથવા પ્રકાશ  , રોનક થાય છે  ,
 એકદી અમે સહુ   pigieon   park  નામના ગામના  આઇલેન્ડના નામે ઓળખાતા  સ્થળે ગયા   . અહીં ઘણી બધી જુદીજુદી  વસ્તુઓની દુકાનો હતી    . એક શાંતા નો વેશ પહેરી  બેઠો હતો  . બાળકોને એની પાસે  ફોટો પડાવવા  ઉભા રાખે  અને બાળકોના માબાપ   ફોટા પાડવા વળી બાઈને પૈસા આપે  .  મારી સાથે શાન્તાએ હસ્ત  ધુનન  કર્યું   . અને  મને લીધી કે  તમે પણ  કાલે શાંતાનો વેશ પહેરી ઉભા રહી જાઓ  તમને પણ ફોટોપડાવવા  માટેના ભાગ્યમાં હશે એટલા પૈસા મળી રહે શે  . ફોટો પાડવા વાળી કહે  પણ એને કપડાતો શાંત જેવા મળી રહે પણ શાંત જેવડું પરત ક્યાંથી કાઢવું   ?   સાંભળીને શાંતા બોલ્યા  આઠેક મહિના વહેલી ખબર  તો કોઈ સેવાભાવી છોકરીને કહેત તો તે પેટ મોટું કરી આપત  શાન્તાની વાત સાંભળી  અમે અને બીજા કેટલાય માણસો હસી પડ્યા   .
 ગામનું નામ તો  piegieon  paark  હતું પણ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય  કબૂતર નોતું   જોવા મળતું  નોતું   કેમકે  કબૂતર ચરકીને ઘર બગાડે છે  . એટલે    એનો નાશ કરી નાખવામાં આવ્યો છે  .    અમારી બાજુ  કબૂતરને ચણ અને ગાયોને કપાસિયા  ખવડાવવા માટેનો ધર્માદો કરે છે  .  શાયર નિંદા ફાજલીની મા  કહેતી કે  કબૂતર  સૈયદ  હોય છે  .  એને મરાય નહીં  . દેશીંગાના દરબાર  બાબી મુસલમાન હતા  .  તેઓ  હોલાં ને મારતા  પણ કબૂતરને નહીં  ,  વાળા અટકના કાઠી  હરણનો શિકાર ન કરે   સુવરનો  શિકાર કરે  મનુ સ્મૃતિમાં  પાળેલાં  ભૂંડ અને પાળેલાં  કૂકડાં  ખાવાની ના પાડી છે પણ જંગલી સુવર અને જંગલી કૂકડાં  ખાવાની હા પાડી છે  .  યહૂદી અને મુસલમાન  માટે સુવરનું માંસ  વર્જ્ય છે  ,

મંદિરમાં જોડા પહેરીને નો જવાય જોડા ભલે રબ્બરના હોય પણ મઁદિરમાં  નગારાં  તબલાં  રહી શકે  ભલે એ  કમાવ્યા વગરના ચામડાના હોય   .
 આ બધાં મનના કારણ છે  ,  મન માને ઈ સાચું   અનમાન્યુ  ફોક  , ઈને ઈન ચામડાના પગરખાં  અને ઈ ચામડાની બોખ