Daily Archives: ડિસેમ્બર 12, 2016

કાનજી બાપા યજમાન વૃત્તિની આવકના ભાગ બટાઇથી કુટુંબ ક્લેશથી કઁટાળી યજમાન વૃત્તિ છોડી અને ગામ છોડી ભાગેલા ,

img012

જ્યારે  કાનજી બાપા  ગામ છોડીને જતા હતા  .  ત્યારે પોતાના   મેર યજમાનોએ  તેઓને ગામ છોડી ન જવા સમજાવેલા   , કીધું કે   તું ગામ છોડીને જાય છે   . ભામણનો દીકરો  ગામ છોડીને જાય એ અમને નથી ગમતું   . તુને  જે ભાગ ભાઈઓ  આપતા હોય એ કોઈ વાંધો વચકો કર્યા વિના લઈલે  અને અમે લોકો  તુને ખેતીની પેદાશમાંથી આપીએ છીએ   એના કરતાં બીજાના કરતા થોડું  વધારે આપીશું  ,પણ ગામમાંથી  તું   જતો ન રહે   .    કાનજી બાપા વિષે તો આપે “આતાવાણી ” માં  વાંચ્યું હશે  . એટલે એ વિષે હું  વધુ વાત  ન કરતાં  મેર લોકો વિષે  લખવા બેઠો છું  . તો તે વિષે લખીશ  .
જુના વખતમાં પહેરવેશ  . દેખાવ ,  બોલચાલ  ઉપરથી  આ માણસ કઈ જાતિનો છે એ ઓળખાઈ જતું   .એક વખત એક ઘોડેસવાર મેર  બહાર ગામ જઈ રહ્યો હતો  .  ત્યારે  તેને  તરશ લાગી હતી  . કોઈ ગામના પાદરમાં  પનિહારીઓ  કુવા ઉપર પાણી ભરી રહી હતી   .મેરે  એક બાઈ પાસે પીવા માટે પાણી માગ્યું  . બાઈએ  પાણી પીવડાવ્યું   . પાણી પી લીધા પછી  મેર  એ બાઈને   થોડા પૈસા આપવા માંડ્યો   .  ત્યારે બાઈ બોલી  વીરા  ફક્ત મેં તુને પાણી પીવડાવ્યું. એમાં તું મનેપૈસાઆપવા બેઠો?મારાથી  આવા પૈસા ન લેવાય   . મેર બોલ્યો  અમારા  કુટુંબમાં કોઈએ  મફતમાં  કોઈનું  ખાવા  પીવાની દાનત નથી રાખી  .
મેરની ભાષા ખાસ હોય છે  . એ ભાષામાં   તુંકારાત્મક શબ્દો જ વપરાય છે  . માને  , બાપને દાદાને , કે કોઈ ઓફિસરને  , કે સંત મહાત્માને   ,  તુંકારાથીજ બોલાવે   ,   આતો જૂની વાતો છે  . અત્યારે  થોડો ફેર પડી ગયો છે એક ઉર્દુ શેર છે કે    . रंग बदल जाते है  , जज्बात  बदल जाते है
वक्त पे इंसानके ख़यालात बदल जाते है  जज्बात  = आकर्षण  
અમારા બાજુના ગામડાઓમાં  વાણંદ  , કુંભાર , દરજી , મોચી લુહાર  .   સુતાર   . વગેરે ખેડૂતનું કામ કરે એને   બાર મહિને ખેડૂત  ખેતીની જે પેદાશ થઇ હોય  એમાંથી   આપે  .  એક મેર  પોતાની ખેત પેદાશનો  ઢગલો કર્યો હોય   . એની પાસે ખાટલો ઢાળીને બેસે  અને હોકો ગુડગુડાવે   ,  અને જે વસવાયુ   લેવા આવે એને પોતાની જાતે ન આપતાં  એવું કહે કે  તારે જેટલું જોઈતું હોય એટલું  ઢગલામાંથી લઈજા ,  એક વખત એક બ્રાહ્મણ આવ્યો   , એણે  પછેડી પાથરીને  એમાં અનાજ  નાખ્યું અને પછી  પોટલી બાંધીને  ઉપાડવા ગયો પણ વધારે વજન હોવાથી પોટલું ઉપાડી ન શક્યો  . એટલે મેરને કીધું   , આમાંથી થોડુંક  પાછું લઈએ   લે  ,  મેર બોલ્યો   , અમારી સાત પેઢીમાં કોઈએ દીધેલાં  દાન   પાછાં  લીધાં   નથી  . એટલે હું પાછું લઈને  પાપ કરવા માગતો નથી  .  તું એ પોટકી  અહીં રહેવા દે અમે ઘરે આવશું  ત્યારે લેતા આવશું   ,અને તારે ઘરે પહોંચતી  કરી દઈશું  .
મેર લોકોમાં  ઘણી અટકો  ગામ ઉપરથી પડેલી છે  , જેવીકે રાણાવાયા  , કારા વદરા  , ઓડેદરા ,મોઢવાડીયા  ,  મૈયારીયા  ,  તરખાલા  , કડ઼ેઘીયા  . રાતીયા  વગેરે ઉપરાંત ચાવડા ,  ભૂતિયા  ,   વાઢેર જેવી અટકો પણ હોય છે  ,
પોરબંદર ના મહારાણાએ   અરબ ચાંચિયાથી  રક્ષણ  મેળવવા  મારવાડથી  બોલાવી  વસાવ્યા છે  ,  અને નાનજી કાલિદાસ  નામના લુવાણા  વેપારીએ  પોતાના વિશાળ  ખેતરોના ( આફ્રિકામાં  મોટા ખેતરોને સાંભા  કહે છે  , ) આફ્રિકાની આદિ વાસી પ્રજાથી રક્ષણ મેળવવા  મેર જવાનોને આફ્રિકમાં  લઇ ગયેલા અને વખત જતાં  મેર ની વસ્તી  ઈંગ્લેન્ડમાં પણ ઘણી  છે  , વધુ મેરની વસ્તી લીસ્ટર ગામમાં છે ,
પોરબંદર નજીકના ગામ ઓડદરમાં  સોરઠીયા રબારી  ના કુળદેવી માતાનો મઢ  છે  . માતાના દેવસ્થાનને  મંદિર ન કહેતાં   મઢ  કહે છે  .     
રબારી લોકો આખો દિવસ પોતાનાં   ઘેટાં  , બકરાં  ચરાવવા  સીમમાં હોય છે  , એટલે એ તકનો લાભ લઇ  લૂંટારુ  સંધીઓને  માતાનો મઢ  લૂંટવાની ઈચ્છા થઇ   . અને એક સંઘી લોકોનું  ટોળું  લૂંટ કરવા આવ્યું    . આ વાતની જેતા નામના મેરને ખબર પડી   એ કશો વિચાર કર્યા વિના  ખુલ્લી તલવાર સાથે  મઢની  રક્ષા કરવા એકલે પંડે ઉપાડ્યો  .  અને તલવાર ચલાવી  અને કેટલાય લૂંટારૂઓને ભોં  ચાટતા કરી દીધા   .  આ પ્રસંગને  બિરદાવતો દુહો   છે કે
મઢ  મેલી  માતા તેનો જો  તું  જેતા જાત  
તો તો  તારો  સવ (સર્વ ) ખંડ  ચેરો  (ટીકા )  થાત   ,સૂરજ ઉગત  નહિ   .
અત્યારે હાલ  માતાનો કોઈ તહેવાર  હોય  છે   , ત્યારે  જેતા  ના  પાવળિયાનું  પૂજન કરવાનું રબારી  ભૂલતા નથી  .

 જય માતાની