Daily Archives: ડિસેમ્બર 7, 2016

ચોરની માને ભાંડ પરણે ભાંડની માને ભવાયો પરણે અને ભવાયાની માને ભામણ પરણે

ડાગલો 

 ભવાયા વિષે મેં  અગાઉ  આતા વાણીમાં લખ્યું છે   .આજે થોડું વધારે લખું છું  આપણા માટે અને  મારા  નિજાનંદ  ,   અને મારા  મગજના  વ્યાયામ  માટે   .
સોરઠમાં  બે જાતના ભવાયા હોય છે .  એક પટેલના ભવાયા  પોતાને કહેવડાવે છે   . અને બીજા  તળપદા  કોળી  લોકોના  ભવાયા  હોય છે   .  કોળીના ભવાયા  મુસલમાન નો ધર્મ  ઇસ્લામ ધર્મ પાળે છે   . અને એમની અટકો રાજપૂત જેવી  ચૌહાણ, ગોહિલ , પરમાર  વગેરે   , પટેલના ભવાયા બ્રાહ્મણ હતા  . તેઓનો ઇતિહાસ એવો છે  , કે  તેઓએ  બ્રાહ્મણોના આગેવાનો ને વાત કરીકે હવે સમય બદલાયો  છે   .  હવે કોઈ કથા કરાવવા  માટે  લગ્ન કરાવવા માટે  કોઈ બોલાવવા આવે તો માં ભેર જવું   . એવી જો વાટ જોયા કરો તો ભૂખે મરવાનો વારો આવે  , હવે  લોકોને  વખાણ કરો એની મીઠી મશ્કરી કરો   , એને મૂર્ખ બનાવો  આવુઁ કરશો તો   રોટલા રળી ખાશો   . નહિતર  તમારા બાયડી  છોકરા ભૂખે મરશે  .  આવી વાતો સાંભળી  દુર્વાસા  ઋષિ જેવા બ્રાહ્મણો ખીજાય ગયા  , અને તેઓને  એવું બોલીને  નાત બહાર મુક્યા   કે  ब्राह्मण  मस्का  खाता है  ,   मस्का  मारता नहीं   ब्राह्मण होके मस्का मारे वो ब्राह्मण  पक्का नहीँ  .
 ભલે તમે અમને નાત બહાર મુક્યા  ,   પણ અમે બ્રાહ્મણજ છીએ  તમારી નાત બહાર મુકવાની  આજ્ઞા અમે માનવના નથી  .  જેમ  રાજપૂતો ને જમતી વખતે  મુસલમાન અડી ગયો  . અને બીજા રાજપૂતોએ  તેમને  કીધું કે હવે તમે વટલી ગયા  છો  . મુસલમાન થઇ ગયા છો  . પણ એ જેને જમતી વખતે  મુસલમાન  અડી ગએલો   .  એ લોકોએ કીધું કે  તમે ભલે અમારો બહિષ્કાર કર્યો પણ  અમે તમારા બહિષ્કારને માનતા નથી   . અમે રાજપૂત છીએ   અને રાજપુત  રહેવાના છીએ   .  હાલ  તે લોકો મોલેસલામ  ગરાસિયા  તરીકે ઓળખાય છે   . આવા મોલેસલામની  દીકરીયુંને પરણાવવાનો  સવાલ ઉભો થયો એટલે    બીજા મુસલમાન કે જે લોકો પોતાને પઠાણ  કહેવડાવે છે ,  એ લોકોએ તેમને કીધું કે  ભલે તમે હવે સુન્નત કરાવીને કલમો પઢીને  મુસલમાન ગણાવ  છો  . પણ અમે તમને અમારી દિકરીયું સાથે લગ્ન નહીં કરાવીએ  પણ તમારી દિકરીયું  સાથે અમે લોકો લગ્ન જરૂર કરીશું  , એટલે તમને જે દિકરીયુંને  લગ્ન કરાવવાનો સવાલ છે એ હવે નહીં રહે  .  હાલ આવા મોલેસલામ  ગરાસિયાઓની વસ્તી  ગુજરાતમાં  ખેડા જિલ્લાના કપડવંજ  તાલુકાના  ગામ  ખડાલ  , ધંધુકા  તાલુકાના ગામ રાણપુર  ભરૂચ જિલ્લાનું ગામ આમોદ  વગેરે ગામોમાં છે  ,  મારા ગામ દેશીંગાના  બાબી દરબાર  નવરંગ ખાન  ની પહેલી પત્ની  મોલેસલામ ગરાસિયાની દિકરી  નું નામ   પ્રતાપ બા  હમીર સિંહ  રાણા હતું  , તેના મૃત્યુ પછી  બીજી બાઈને પરણ્યા  તેનું નામ રૂપાળી બા હતું , આ લોકોમાં કેટલાક  લગ્ન માટે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવે છે અને કાજી પાસે નિકાહ પઢાવે છે .   ધ્રાગંધ્રા   ના યુવરાજ  પાલનપુરના  નવાબની દીકરી ને પરણ્યા  તેના લગ્ન બ્રાહ્મણ અને મૌલવીએ  કરાવેલા   સમય સમયનું કામ  કર્યે જાય છે   . પ્રેમને  મઝહબ  .  ગરીબાઈ   . તવંગરાઈ   , ભાષા  દેશ રૂપ રંગ  કશું નડ્યું નથી  .
  મારી ગાડી બીજે પાટે ચડી ગઈ  હતી  , તે હવે   ખરા પાટા ઉપર ચડાવું છું  .  ભવાયા  મેદાનમાં રમવા ઉતરે ત્યારે ડાગલો હોય એ  મૈદાન ફરતું કુંડાળું કરે અને બોલે  જે માણસ પાસે બીડી હોય અને કુંડાળામાં નો નાખે એને છપ્પનીયાનું પાપ  એટલે લોકો બીડીયું નાખવા મન્ડે   . બીજું વાક્ય એવું બોલેકે  અમે લોકો  ખેલ વખતે  નર મટી નારી થાય અમારો ખેલ મફત જુવે એ ઓલે ભવ  પાવૈયો થાય   . બીજું ડાગલો ( *વિદુષક )  આપણા સુરેશ જાનીની  જેમ હુશિયારીની કસોટીના પ્રશ્નો ઉભા કરે  ” બે થંભ થંભાવ્યા  બે કરા નમાવ્યા  ,(  આપણી બ્લોગર  નાતમાં  એકજ કરા   છે  ,કનક  રાવળ )  મોરલી વાગીને મણઘર  પધાર્યા  ,ઊભાં  ઘમ  ઘમાવી   પછી વાળી  વાંકી રસ કસ કાઢી લીધો પછી દીધી ઢાંકી   .  જુવાન ઘાલે ઊભાં  ઊભાં  ઘરડો ઘાલે બેસી  બે આંગળિયું થી  પહોળી  કરે તો ઝટ  જાય પેસી  .
 માથે મોટા પાઘડા  કેડિયાને ન હોય સાળ   , વગર દીવે વાળું કરે  ઇવા નર પાકે પાંસાળ , દેશીંગામાં બાવો આવ્યો  ડંકો રાખે મોટો   . ગામે દેવાનું બંધ  કર્યું  એટલે વેંચી નાખ્યો લોટો  .  મરમઠ  ગામની માનું ડોશી   બરતન  લાવી કાપી લોટ કૂતરાં  ખાઈ ગયાં   .પછી આખી રાત તાપી   .  નાટ્યકાર મધુ રાયનું   મૂળ  ગામ ખંભાલીયા  છે  , ઈ ખુબ ગામ ખંભાળિયા  જેને પાદર ઘી (નદીનું નામ ઘી છે  ,)  ખાવું પીવું ખેર સલા  લાંબા લાંબા  દિ   ધૂળ  ગામ ધોલેરા  બંદરને છે બારાં કાંઠા  ઘઉંની રોટલી  પણ પાણી પીવાનાં  ખારાં  તોય ધોલેરા સારા   ભવાયા  પટેલના ઘરે જમે  અને  ગામમાં રેસ્ટોરાં  જેવું હોય તેનો મફતમાં ચા  પીએ  અને રાતના  રમવા ઉતરે ત્યારે એવું બોલે કે
નહીં ગળ્યો  નહીં ગર ચટો  નહીં  લા કે સા
મનડું ડોબું  મૂતરે  ઇવો  આ  હોટલનો સા ( ચા )     પછી  ભવાયા જોવા હોટલ વાળો  આવ્યો હોય ઈ ઉભો થઈને બોલે 
ઇવો ઇવો તોય અમે પાઈએ  બીજા પાડે ના
પીવો હોયતો પી નકર ખાહડે  માર્યો જા
કણબી જાતિ કલાખાણી  વદિન જાણે  વાત 
તેડાવે ત્રણ તો પુગી જાય સાત   આતો જુના વખતની વાતું હવે અમારી  બાજુ પણ કણબી પોતાને પટેલ કહેવડાવે છે  . અને ભાઈ અને બેન નો પ્રત્યય  પણ લગાડવા મઁડી  મારા ગામના પટેલો ના ફક્ત બે અક્ષરોના નામ  વધુ હોય તો ત્રણ કે ચાર અક્ષરો  કરશન   બાપનું નામ  રામ  રૈયા રામ  અને ઝીણા રામ આ  ત્રણ ભાઈઓ  એક ભગવાન પરબત  જાદવ  પરબત  બે ભાઈઓ  હવે એક પટેલના દિકરા  નું નામ    આદિલ  છે  . બીજાનું નામ આરજૂ છે  , 
 સમય પ્રમાણે પરિવર્તન થતુંજ રહે છે  .
 નિત્ય નૂતન  એટલે સનાતન
रवानीके  न चलनेसे  पानी बिगड़ जाताहै
मसर्रत न रहने से तबियत बिगड़ जाता है