
ઓખામંડળ . ધારી , અમરેલી , કોડીનાર . વગેરે સૌરાષ્ટ્રના વિસ્તારો ગાયકવાડ સરકારના હાથમાં હતા . જુના વખતમાં વાઘેર લોકો કાબાના નામે ઓળખાતા .
શ્રીકૃષ્ણ રણછોડીને કંસ પક્ષના માણસોથી જીવ બચાવવા ભાગી નીકળેલા . ત્યારે ઠેઠ ઓખા સુધી કંસ ના માણસોથી ગભરાઈને કોઈએ આશરો નહીં આપેલો પણ આ વાઘેર લોકોએ આશરો આપ્યો અને બેટમાં તેમને રહેવાની સગવડ કરી આપેલી .
દ્વારકાની યાત્રાએ ગુજરાત બહારના લોકો જે આવતા તેઓને કાબા લોકો લૂંટી લેતા એટલે આવા લોકોએ એક ગીત બનાવેલું . આમતો ગુજરાતના હોય કે બહારના હોય એ લોકોને આ કાબા લોકો લૂંટી લેતા . જો વાઘેર લોકોનું ગાડું ભાડે કર્યું હોય તે યાત્રાળુ ઓને ન લૂંટતા . પણ વાઘેરનું ભાડું મોંઘુ હોય પણ યાત્રાળુઓને લૂંટવાનો ભય નહીં
ગીત એવી રીતે ગવાતું કે
द्वारकामे राज करे रणछोड़ पन काबा कठिन कठोर
कपड़े लत्ते लूंट लेत है तुम्बा डारत फोड़
द्वारकामी राज करे रन छोड़
મહાભારતના યુદ્ધમાં હા હા કાર મચાવનાર ગાંડીવ ધારી અર્જુનનું પાણી આ વાઘેર લોકો એ ઉતારી નાખેલું જ્યારે એ ગોપીયુંને વૃજમાં મુકવા જતો હતો ત્યારે ગોપીયુના ક્પડાં આ કાબા લોકોએ લઇ લિધેલાં . કેમકે કપડાં સિવાય ગોપીયું પાસે બીજું કંઈ હતું નહિ . આ માટે બહુ પ્રસિદ્ધ દોહરો છે કે .
समय समय बलवान है नहीँ पुरुष बलवान
काबे लूंटी गोपिका एहि अर्जुन एहि बान
ગાયકવાડ સરકાર સાથે કૈંક વાંધો પડ્યો ત્યારે આ વાઘેર લોકો બહારવટે નીકળેલા . એમાં મુળુ માણેક અને જોધા માણેક કાકો ભત્રીજો મુખ્ય હતા .
આ વિશેની વાતો ઝવેર ચંદ મેઘાણીએ પોતાની બુક સૌરાષ્ટ્રના બહાર વટિયા માં લખી છે જે આપે વાંચી હશે . એની મુવી પણ જોઈ હશે ,
વાઘેર લોકો તોફાને ચડેલા . ત્યારે ગાયકવાડ સરકારે બ્રિટિશ સૈન્યની મદદ માગેલી . એ જમાનામાં આપણી પ્રજા ગોરા લોકોના પ્રભાવથી અંજાયેલી હતી . એનાથી ગભરાયેલા રહેતા . એવા સમયમાં વાઘેર લોકોએ ગોરા લોકોને તુચ્છ ગણેલા એ પોતાની ભાષામાં એવું બોલતાકે ચીંથરળેજા પગે વારા અને વાંદરે જેડા મુંહ વાળા અસાંકે વાઘેરજે કુરો કરી સકના . મોંજા પહેર્યા હોય એટલે ચીંથરાના પગવાળા કહેતા . પ્રજા તરીકે બ્રિટિશર સામે લડયા હોયતો એ વાઘેર લોકો પ્રથમ છે .
જ્યારે સરકારની ભીંસ વધી ત્યારે વાઘેર બહારવટિયાઓ ઓખો છોડ્યો . અને પછી તો જે ગામ હડફેટે પડે પછી એ જૂનાગઢ રાજ્યનું હોય કે જામનગરની હોય કે પોરબંદરનું હોય એ ગામ લૂંટતા અને ત્યાંના વેપારીઓ લુવાણા વાણિયા ખોજા મેમણ ગમે તેને લૂંટી લેતા અને એના ચોપડા બાળી નાખતા કોઈ સંજોગોમાં સ્ત્રીઓને લૂંટતા ન નહીં . એનું બહાર વટું નીતિનું હતું . એક ગામમાં વાઘેર લોકોએ લૂંટ આદરી ત્યારે એક સ્ત્રીએ પોતાના પતિના ઘરેણાં પહેરી લીધાં વાઘેરl લોકો સમજી ગયા કે આ સ્ત્રીએ પુરુષનાં ઘરેણાં પહેરી લીધા છે . છતાં એને લૂંટી નહીં . અને હસતાં હસતાં એવું બોલ્યા કે આ ઘરેણાં હવે તારાં વાઘેર લોકોનો ત્રાસ વધ્યો ત્યારે સરકારે વાઘેર લોકો સાથે સંધિ કરવાનું નક્કી કર્યું . વિષ્ટિ માટે દ્વારકાના એક વેપારીને મોકલ્યો . આ વેપારી ઉપર વાઘેર લોકોને વિશ્વાસ હતો .
વેપારીએ મુળુ માણેક સાથે વાત કરીકે બ્રિટિશ સરકાર તમારું ધાર્યું કરી આપશે અને તમને આ ગુન્હા બાબત માફી આપશે , ત્યારે મુળુ માણેકે જવાબ આપ્યો એ પ્રસંગને બિરદાવતો દુહો પ્રશંશકોએ બનાવ્યો છે કે
મુળુ મૂછે હાથ બીજો તરવારે તવા
હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત આમ વટમાં ને વટમાં ધીંગાણું ચાલુ રાખ્યું . અને છેલ્લે જામનગર તાબાના માછરડા ગામની ધાર ઉપર ચડી ગયા . તેની પાછળ અંગ્રેજ ટુકડી હબર્ટ અને લટુર ઓફિસરની આગેવાની નીચે વાઘેર સામે મેદાને ઉતરી આ ધીંગાણામાં હબર્ટ અને લટુર વાઘેરને હાથે માર્યા ગયા . અને વાઘેરના બળવાનો અંત આવ્યો .
ભારત ને આજાદી મળ્યા પછીની હું એક વાત કરું છું . વાત એમ છે કે એક વાઘેર દારૂ વેંચતો તો તેને ઘરે રેડ પાડવા પોલીસ ગઈ આ પોલીસ ટુકડીમાં એક દારૂ વેચનારનો સાળો પણ હતો સબ ઈન્સ્પેક્ટરે પોલીસોને એના ઘર પાછળ ઘેરો મગહળવાનો હુકુમ કર્યો . દારૂ વેચનારનો સાળો હતો એ દારૂ વેચનારની ખડકી પાસે ઉભો રહી ગયો . અને બંદૂક સબ ઇન્સ . સામે તાકીને પડકારો કર્યો કે જો કોઈ આ દારૂના વેપારીને પકડવાની કૌશિષ કરશે તો હું એને ભડાકે દઈશ આ બંદૂક તમારી કાકી નહિ થાય . પડકારો સાંભળી સાહેબનું પેન્ટ પલળી ગયું . સાહેબ નું મૂત્ર છૂટી ગયું . એમ કહેવા કરતાં પેન્ટ પલળી ગયું એ શબ્દ જરાક ઠીક લાગશે .
નારી નત રંડાય . નર કોઈ દિ રંડાય નહિ .પણ ઓખો રંડાણો આજ માણેક મરતે મુળવો ;
Like this:
Like Loading...
Related
વાહ! પોરબંદરના ખલાસી અને મેર લોકોની આવી ખ્યાતિ વિશે ઘણા જાણતા હશે, પણ વાઘેર લોકોની આવી વાતોની તો ખબર જ નો’તી.
હવે મૂળુ માણેક ની ફિલ્મ જોવી જ પડશે.
પ્રિય સુરેશ ભાઈ મેર લોકોની મહેમાન ગતિ માણવા જેવી હોય છે . આ લોકો ઈરાનમાં વસતા કુર્દ લોક જેવું અતિથિનું સ્વાગત કરે છે . એક અનુભવી ભાઈ કહેતો હતોકે ઇરાનના કુર્દના તમે મહેમાન બનો તો તમને જવાનું મન નો થાય . અને કુર્દ મહેમાનોથી ક્ન્ટાળે નહીં . એક વાતનું ધ્યાન રાખવું પડે . એની જુવાન દીકરી સાથે બોલવાની ખુબ કાળજી રાખવી પડે . મેં એક મેરને એના કોઈ ખાસ કાર્ય માટે ધન્યવાદ આપવા ફોન કર્યો . એની કોલેજીયન યુવતી દીપ્તિએ એ મારી ઉંમર જાણ્યા પછી મને કહ્યું આતા જૂનાગઢ આવો તો અમારે ઘરે ઉતારો રાખજો . મેર લોકોમાં એક કેશવારા શાખાના મેર હોય છે . જેમ અશોકની શાખા મોઢવાડીયા છે . કેશવારા મેરનો એક દુહો છે . કદીય કેશવારા તણો નર ન નબળો થાય પડકાર્યો પડમાંહ્ય કુંજર ઢોળવે કેશવો . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Saturday, December 3, 2016 7:21 AM Subject: [આતાવાણી] Comment: “ઓખા મંડળના વાઘેર લોકો વિષે થોડીક વાતો .” #yiv1217593762 a:hover {color:red;}#yiv1217593762 a {text-decoration:none;color:#0088cc;}#yiv1217593762 a.yiv1217593762primaryactionlink:link, #yiv1217593762 a.yiv1217593762primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv1217593762 a.yiv1217593762primaryactionlink:hover, #yiv1217593762 a.yiv1217593762primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv1217593762 WordPress.com | | |
વાહ સાહેબ
ધન્યવાદ નરેન ભાઈ
વાહ સાહેબ વાહ
ધન્યવાદ નરેન ભાઈ
પ્રિય સુરેશ ભાઈ
મેર લોકોની મહેમાન ગતિ માણવા જેવી હોય છે . આ લોકો ઈરાનમાં વસતા કુર્દ લોક જેવું અતિથિનું સ્વાગત કરે છે . એક અનુભવી ભાઈ કહેતો હતોકે ઇરાનના કુર્દના તમે મહેમાન બનો તો તમને જવાનું મન નો થાય . અને કુર્દ મહેમાનોથી ક્ન્ટાળે નહીં . એક વાતનું ધ્યાન રાખવું પડે . એની જુવાન દીકરી સાથે બોલવાની ખુબ કાળજી રાખવી પડે .
મેં એક મેરને એના કોઈ ખાસ કાર્ય માટે ધન્યવાદ આપવા ફોન કર્યો . એની કોલેજીયન યુવતી દીપ્તિએ એ મારી ઉંમર જાણ્યા પછી મને કહ્યું આતા જૂનાગઢ આવો તો અમારે ઘરે ઉતારો રાખજો . મેર લોકોમાં એક કેશવારા શાખાના મેર હોય છે . જેમ અશોકની શાખા મોઢવાડીયા છે . કેશવારા મેરનો એક દુહો છે .
કદીય કેશવારા તણો નર ન નબળો થાય
પડકાર્યો પડમાંહ્ય કુંજર ઢોળવે કેશવો .
આતાજી, તમારા આ લેખમાંથી ઓખા મંડળના વાઘેર લોકો વિષે ઘણી માહિતી જાણી.
અમદાવાદમાં થીએટરમાં જઈને મુળુ માણેકની ફિલ્મ જોઈ હતી એ યાદ આવ્યું.
Super photo….👌
તમારો ઘણો આભાર મૌલિક ભાઈ
આતાજી! આપની જિંદાદિલી અને ખમીર મને સ્પર્શી જાય છે. આપની જીવન ફિલોસોફી આપની નિખાલસતાને કારણે ઑર રોમાંચક લાગે છે.
આપ નેટ પર ઘણું લખતા રહો છો. આમ છતાં આપ પાસે આપના બાળપણની, સૌરાષ્ટ્રની હજી ઘણી યાદો હશે.આપે વાઘેર વિષે સરસ માહિતી લખી. આપ તે સમયની, સમાજની, વ્યવહારની, શિક્ષણની , વાહનવ્યવહારની, શાસન-વ્યવસ્થાની ઘણી વાતો હજી પણ કહેતા રહો.. ગુજરાતી ભાષા પર આ એક અમૂલ્ય ખજાનો બની શકે છે …
આપની જિંદાદિલીને ફરી વંદન!
હરીશ દવે …. અમદાવાદ