
જ્યારે નાગ પાંચમ આવે ત્યારે snake charmer નાગને લઈને શહેરોમાં ફરતા હોય છે . અને લોકો અંધ શ્રદ્ધાળુ હોય એ નાગને દૂધ પીવા ના માટે દૂધ ખરીદવા પૈસા આપતા હોય છે . અને એ બહાને સાપવાળા પોતાનો પેટ ગુજારો કરતા હોય છે , સાપને પકડ્યા પછી સાપવાળા નાગની ઝેર ભરેલી થેલી જે નાગના ઉપલા જડબામાં હોય છે . તેને ચાકુથી છેદી પછી તેને દબાવીને તેમાંથી ઝેર નીચોવીને કાઢી નાખતા હોય છે . આ કારણે નાગ મોઢું પણ ખોલી શકતો નથી હોતો . અને ખાઈ પણ શકતો નથી .અને પછી એવી દશામાં થોડા મહિનામાં મૃત્યુ પામે છે , આપે એક મુવી જોઈ હશે એમાં ભાખોડીયા ભર ચાલતું બાળક નાગને પકડવાની કૌશિષ કરતું હોય છે . તે વખતે નાગ ફેણ ચડાવીને ફુંફાડા મારીને ડરાવવાની કૌશિષ કરતો હોય છે .
નાગપંચમને દિવસે શરૂઆતમાં નાગ જરાક ઇશારાથી ફેણ ઊંચી કરતો હોય છે .પણ પછી પણ પછી થાકી જતો હોય છે . એટલે કંડિયામાં પડી રહે એટલે મદારી તેને ઘોદા મારીને ઉશ્કેરે ત્યારે ફેણ માંડે પણ પછી થોડા વખતમાં તે મરી જતો હોય છે , નાગ બહુ સંવેદન શીલ પ્રાણી છે . કોઈ કોઈ લોકો વાંસના લાંબા સાણચાથી પકડીને દૂર મૂકી આવતા હોય છે . આ નાગ થોડા વખતમાં મરી જતો હોય છે , આપ સૌ જાણતા હશોકે નાગ ની આંખો દેખાવ પૂરતી હોય છે તે જોઈ શકતો નથી . તેમજ કાનને ઠેકાણે નાના છેદ ખાડા હોય છે। પણ તે સાંભળી શકતો નથી . નાગને અને સંગીતને કશી લેવાદેવા નથી. આપણા દેશમાં ઘણી જાતના સાપ થાય છે . એમાં બધા ઝેરી હોતા નથી , હું ત્રણ જાતના ઝેરી સાપને ઓળખું છું . દુનિયાના કોઈ સાપને હું જોઉં તો એ ઝેરી છે કે બિન ઝેરી છે એ હું લગભગ જોતાંની સાથે ઓળખી લઉં છું પણ તેની વધુ ચોકસાઈ માટે તેનું મોં ખોલીને તપાસી જોઉં છું ,
સાપ કેવા સંજોગોમાં કરડે છે . એની મને ખબર છે . અને એટલે હું મારા ખુલ્લા હાથથી પકડી શકું છું . આ માં જો ભૂલ કરું તો હું સર્પના કરડયા પછી મૃત્યુ પામવાની થોડીકજ વાર હતી , સાપનાકરડવાથી સ્વર્ગ કે નર્કના દરવાજા સુધી પહોંચેલો છું . અને ત્યાં મને આવકાર્યો નહીં . એટલે પાછો આવ્યો , અને આપ સહુને મારું લખાણ વાંચવા આપી શકું છું , આ વાત મેં “આતાવાણીમાં ” લખી છે . પણ મારા અનુભવ ઉપરથી હું આપ સહુને વિનંતી સાથે કહું છું કે સર્પ પકડવાના ધંધા સારા નથી . બિન ઝેરી છે , એવું જાણવા છતાં સાપને પકડવાની કૌશિષ કદી ન કરવી , ઘણા માણસો એવું માને છે . કે હું સર્પ પકડવાના મન્ત્રો જાણું છું . આપણા એક બ્લોગર ભાઈ પણ એવું માનતા કે સર્પ પકડવાના મન્ત્રો હોય છે , “સાપનો કરવો ભરોસો કે એ કરડવાનો નથી એક મુર્ખામી નથી , તો શું છે , બીજું દોસ્તો ” મારીમા નાગપંચમને દિવસે માટીમાંથી એક લેમ્બ ચોરસ આસન બનાવે , એમાં માટીમાંથી બનાવેલ એક વાટકી મૂકે અને આજુબાજુ ફેણ ચડાવેલ નાગ નાગણી અને બચ્ચા મૂકે અને પછી રૂ માંથી બનવેલી માળા મૂકે અને વાટકીમાં થોડું દૂધ મૂકે આખો દિવસ અને રાત ઘરમાં રાખે અને સવારે રાંધણ છઠના દિવસે નદીમાં નાગ કુટુંબને નદીમાં પધરાવી આવે , નાગ વિશેની દન્ત કથાઓ પુરાણોમાં ઘણી છે . પિરામિડ વાળા તુતનખાનનો મુગટ ઉપર નાગની મૂર્તિ છે . નાગના માથા ઉપર મણિ હોય છે . એક આદિવાસી મને કહેતો હતો કે નાગ રાતના વખતે જ્યારે ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે મની એક ઠેકાણે મૂકીને જાય છે આ મણીની કોઈને ખબર પડી જાય અને જો એના ઉપર ગાયકે ભેંસના છાણ નો પોદળો મૂકી દ્યે તો પછી નાગ ચારો કરીને આવે ત્યારે એને મળે નહીં એટલે નાગ નિરાશ થઈને જતો રહે એટલે એ મણિ તમારા હાથમાં આવીજાય મણિ વાળા નાગને શેષ નાગ કહેવાય છે એ ભાગેજ જોવા મળે ,આવી વાત મને એ આદિ વાસી કરતો હતો . નાગ ને નારદ ઋષિની જેમ પોતાનું ઘર નથી હોતું તે ઉંદર જેવા પ્રાણીઓનું ઘર હોય એમાં ઘુસી જાય ઉંદરને અને જો બચ્ચાં હોય તો તેને ખાય જાય , અને પછી એ ઘરમાંજ આરામ કરે ખોરાક પછી જાય પછી બહાર નીકળી જાય . બે છંદ વાંચવા આપું છું ,
સાપ સંગે રહી રાત દિ કાંચળી એ પરાધિનતામાં ન ફાવ્યું .
સાપથી જેમ જુદી પડી કાંચળી ઉંદરોએ બિછાનું બનાવ્યું ,
દુષ્ટ ગણી વિષનો ત્યાગ નાગે કર્યો એ પછી ઉર અભિમાન લાવ્યો .
ઝેર હીણ જાણીને પૂરિયો કન્ડીએ
નાગને જુવો ઘર ઘર નચાવ્યો .
નાગ રાફડામાં રહે છે . એ વાત લોકો કરે છે . રાફડામાં એ કોઈ વખત ઘુસી જાય છે , એ વાત સાચી પણ રાફડો નાગ પોતાને રહેવા માટે બવાવતો નથી . રાફડો ઉધઈ બનાવે છે ,
નાગડા નિહરને બાર રાફળિયે કીં રૂંધાઇ રહ્યો .
તુને મારશું મોરલીયુંના માર તારી નાડું તૂટશે નાગડા
જય નાગ દેવતા
Like this:
Like Loading...
Related
અમારા ભજનમા કવિતામા સાપ-નાગ/ અને કહેવતમા
જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…
કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ…
નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…
લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…
થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…
-નરસિંહ મહેતા (
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મી વરને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે
તો
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો. તમે આંખમાં વસો છો
ગૂરૂ માયાઁદા ન રાખે કોઈ, એ નર રણમા રાક્ષસ હોઈ,
ગૂરૂ વિના શાકુટ જેવો સાપ, જેનુ મુખ દીઠે ચડે બહુ પાપ.
ગૂરૂ વિના નુગરા ફરે …
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા
ઓમ જયો જયો મા જગદમ્બે
પાંડિત્ય કરતાં લાગું પાપ, પાઈ દૂધ ઉછેર્યો સાપ
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો
એવા જન જીવતા જરૂર, મૂઆ …
તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે…
ઝાઝી કીડી સાપને ખાઈ જાય
ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે ?
રઘુપતિ બાણ સાપ દલ ભાસે,
સૈન્ય રજનીચર કેમ ટકી જાશે.
બુરા માનવીની મિત્રતા અથવા તેનો સંગ કરવા કરતા સાપનો સંગ સારો.
સાપ ત્યારે જ કરડશે જયારે તમે એની ઉપર ક્યારેક પગ મુકશો , પરંતુ મૂર્ખ…
જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓનો બાપ;
જાગે જેને માથે વેર, જાગે જેહ કરે બહુ કેર
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
હું તને એક વાઘની વાર્તા કહીશ:
આ વાઘને આખી રાત
તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.
હું તને એક નાગની કથા કહીશ:
આ નાગને પ્રત્યેક પળે
તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા
વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે !
અને તને એની કથા કહેવી છે
કે આ એક એવો પ્રવાસ છે
કે એ ક્યાંય પણ લઈ જાય
અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.
હું તને એક મગરની વાર્તા કહીશ:
આ મગર
તને ઉપલા હોઠોથી ખેંચશે
અને અંદર ને અંદર ડૂબશે
ઊંડા ઊંડા પાણીમાં
ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં
આ બધી જીવનભરનાં સુખદુઃખની વાતો
કહેવી છે આંસુથી.
– બુદ્ધદેવ દાસગુપ્તા
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ.
જિંદગી સિક્કો બની જેની ઉછળતી રહે
: જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી. પન્નાબેનશ્રી
વધુ કોકવાર
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા લાંબા કોમેન્ટો મારામાં જુસ્સો પૈદા કરે છે . અને મને લખવામાં કંટાળો નથી આવવા દેતા . તમે લખેલ નાગ દમનનું ભજન મને ખુબ ગમ્યું છે . તમારા માટે એક નાગની વાત લખવાનું મને મન થયું છે .
એક ગામના પાદરના ઝાડના મૂળની પોલાણમાં એક નાગ રહે . તેની નજીકથી કોઈ પસાર થાય અને નાગને એવી બીક લાગેકે મને આ હૈરાન કરશે તો એ તેને કરડ્યા વિના નો રહે . અને એનો કરડ્યો મરીજ જાય , આ ગામમાં એક મહાન સંત આવ્યા એ નાગની સાથે વાત કરી શકે , કેમકે એ નાગની ભાષા જાણતા હતા . ગામ લોકોએ આ મહાત્માને વાત કરી કે આ નાગને સમજાવો કે એ કોઈને વિના કારણ કરડે નહિ . મહાત્માએ નાગને સમજાવ્યો નાગે વચન આપ્યું કે હવેથી હું કોઈને કરડીશ નહીં . ગામલોકને ખબર થઇ કે હવે આ નાગ કોઈને કરડશે નહીં . એટલે લોકો નાગને હૈરાન કરવા મઁડી ગયા નાગ બિચારો ભયભીત થઇ ગયો અને લોકો થી ભાગતો ફરે અથવા દરમાંbesi રહે ખોરાકની શોધમાં પણ ક્યાં જઇ નો શકે બિચારો નાગ દુબળો પડી ગયો . મહાત્માના વચનથી બંધાયેલો નાગ કંઈ કરી ન શકે , થોડા વરસ પછી એ મહાત્મા નાગ વાળા ગામમાં આવ્યા . નાગને મળ્યા . કુશળ સમાચાર પૂચ્છ્યા . અને પૂછ્યું કે તું આટલો બધો દુબળો કેમ પડી ગયો છે . નાગે વ્વત કરીકે આ તમારા વચનના પ્રતાપમા મારી આ દશા થઇ છે , મહાત્માએ કીધું કે મેં તુને કરડવાની ના પાડી હતી ફુંફાડો મારવાની ના નોતી પાડી . અને પછી ફુંફાડો મારવાનું શરુ કર્યું અને લોકો ભાગતા થઇ ગયા .
પ્રિય ભાઈ બુદ્ધ ગુપ્તા તમારી વાત સત્ય છે મને ગમી .
મુ.આતાજી, આમ તો કોઈ બ્લોગ વાંચવાનો ખાસ વખત નથી મળતો(મારા બ્લોગનું મટીરીયલ ભેગું કરવા અને બીજા બધા કામો), છતાં તમારું લખાણ વાંચવાની ખુબ જ મઝા આવે છે. કારણ કે એમાં જાતનો અનુભવ બોલે છે, સીધી સરળ ભાષા અને ખુલ્લા દિલની વાત.
પ્રિય વિપુલ ભાઈ દેસાઈ
મને જો ખરું પૂછતાં હો તો તમારા જેવાજ મિત્રો મને બ્લોગમાં લખવાનો ઉત્સાહ આપે છે .
આતાજી, સાપ અને નાગ ના વિષયમાં તમને પી.એચ.ડી. ની ડીગ્રી મળે એટલું જ્ઞાન તમે ધરાવો છો.
પ્રિય વિનોદભાઈ
આપે ઉચ્ચારેલ વાક્યને હું તમારા તરફથી મને પી એચ નદી ની ડિગ્રી મળી હોય એમ હું માનું છું તમારો આભાર