મહિલાઓની ઓટલા પરિષદમાં મોંઘવારીમાં કરકસર કરવાની ચર્ચા .

376c3499ed1583287cf196ae39ccb4a0
એક સાંજે  મઁદિરના ઓટલા ઉપર  કેટલીક બહેનો   આ કાતિલ મોંઘવારીમાં  કરકસર કેમ કરવી એની  ચર્ચા કરી રહી હતી   . આપ જાણો છોકે  દેશમાં  બૈરાંઓ ખાસ નોકરી કરતાં નથી હોતાં ઘરકામ કરતાં હોય છે  .  પણ ઘર વહેવારની ખુબ ચિંતા કરતાં હોય છે  . એક બહેન કહે  આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે   ધણીના પગારમાં  ઘર ખર્ચ કાઢવો બહુ  આકરો પડી જતો હોય છે  .  બાપડા ધણિયું  કેટલોક ઢરડો કરે  .  શાકભાજી જેવી વસ્તુ પણ  મોંઘી દાટ  હોય છે   .   એમાંય  ઘીનું તો મોં બારો  . હવે તમે વિચાર કરોકે  કોઈ વેવાઈ   વેલું મેમાન થયું હોય તો  એના માટે લાપશી  કે શિરો  બનાવ્યા વગર થોડું ચાલે ?
આ તમારા ભાઈને તો  સવારના શીરામણમાં પણ શિરો જોઈએ  પણ એ હમણાંથી  સમજી ગયા છે  ,   એટલે સવારે   ચા સાથે  ટાઢો બાજરાનો રોટલો ખાઈ લ્યે છે  .   પણ વાળુમાં    ઘીમાં ચૂચવટી  રોટલી અને  ખીચડીમાં  થાળીમાં  હાલી નીકળે એટલું ઘી જોઈએ   .  એની વાતો સાંભળ્યા  પછી  એક બેન બોલી   તમારા ભાઈને પણ મારા ભાઈની જેમ  ઘીમાં  ચૂચવટી  રોટલી અને ખીચડીમાં  ઘી    ખુબ જોઈએ   .
 પણ મેંતો કરકસર કરવાનું શરુ કરીજ દીધું છે   . ખીચડીમાં ઘીનું ટીપું  પણ નો નાખું  . અને એમને કહી રાખ્યું છે કે રોટલીની મદદ  થી ખીચડી ખાતા જાઓ   . રોટલીમાં પણ ટપકે એટલું ઘી હોય છે   . ત્યાં એક બેન બોલી  એને કરકસર  કરી નો કહેવાય  . હું તો તમારા ભાઈને  પહેલા બે ચમચા ઘી આપતી  પણ હવે એકજ ચમચો ઘી આપું છું  . એટલા ઘીમાં  રોટલીમાં અને ખીચડીમાં  હલવી લેવાનું  .   એમ કહીજ રાખ્યું છે  .  એની વાત સાંભળી  એક બેન બોલી  એને કરકસર કરી નો કહેવાય  .  તમારા ભાઈને પણ  ઘી વગર હાલતું નથી  .  પહેલા હું  પણ મોટો ચમચો ભરીને ઘી આપતી   ,પણ હવે  નાની ચમચી ભરીને ઘી આપું છું  . ટી સ્પૂન
એ બેનની વાત સાંભળ્યા પછી  એક બેન બોલી  તમે  વાપરો  છો  . એટલું બધું   એટલું ઘી વપરાય તો   પૂરું કેમ થાય   . હું તો તમારા ભાઈને  ચમચીના ડાંડલાથી ઘી આપું છું  બિચારા ઊંધું ઘાલીને ખાઈ લ્યે છે   . બધી સ્ત્રીઓની  કરકસરની વાતો  સાંભળ્યા  ,પછી   અત્યાર સુધી   શાંતિથી  બેઠેલા તમારા ભાનુ બા  બોલ્યાં   , જો આવી રીતે  ઘી વપરાય તો  તો  દિવાળું  ફૂંકાય જાય  . તમારા આતાને પણ  ઘી વગર જરાય નો ચાલે  હું એને કહી કહીને મરી ગઈ કે   તમને કલેસ્ટરો  થશે  . અને હાર્ટ એટેક આવશે  તો મારી શી વલે  થશે  .  તો એ કહે  હજી સુધી હાર્ટને  હું એટેક આવું એવો છું  .   માટે  ઘી  ખાવાની મને ના પાડીશ નહીં  . પાછા  ઈને ખાંડ પણ ખુબ ખાવા જોઈએ   . મેં ઈને કીધું કે  તમે દાક્તર  પાસે લોહી  તપાસડાવો  તમને ડાયાબિટીસ  હશે   .  તો ઈ બોલ્યા  . દાક્તર પાસે  ગયો હતો   .  નર્સે મારું લોહી કાઢીને ત્રણ  શી શિયું  ભરી  અને લેબોરેટરીમાં તપાસ્યું તો  લેબૉટરી વાળીએ  એવું કીધું કે  તમને ડાયા  બીટીસ નથી પણ ગાંડા  બીટીસ છે  .    બહેનો કહે બા  તમને અમે કરક્સર   કરીએ છીએ  એ બરાબર નો લાગી હવે તમે કેવી કરકસર  કરો છો એ વાત કહો  . એટલે બાએ માંડીને  વાત કરીકે  એક વખત મારો ભત્રીજો મને મળવા આવવાનો હતો ઇનીએ  મને કીધું કે ફૈબા  હું તમારા માટે શું લઈ આવું ? મેં કીધું દીકરા  થોડુંક  ઘી લેતો આવજે  ઈ ઘી  લઈ આવ્યો ઈમાંથી મેં એક શીશી  ભરીને માથે  બુચ મારી દીધું છે   . ઈ શીશી હું રોટલી ઉપર  ફેરવી લઉં   છું અને ખીચડીમાં પણ ઈ શી શી  હલાવી લઉં છું  .  ઈ મારો ભત્રીજો ગોકળ  આઠમને  દિ  શીશી   ઘી લાવેલો  એ ઘીની  શીશી  હજી હાલે છે  આજ સવા વરસ થવા આવ્યું   . પણ ઘી ખુટ્યું નથી   .  અને તમારા આતાને  ઘી વગર  કોઈ ડી લુખું ખવડાવ્યું નથી  . એ  આનું નામ કરકસર કહેવાય  .  એક બોલી બા  આ તમારી કરકસર  શીખવા જેવી ખરી  .
તા  .  ક  .
आफत आने पर  चिंता न करना   चिंतासे आफत न जाई
आफत समये  उद्यम करना  उद्यम  आफतको खाई  …
संतोभाई  समय बड़ा हरजाई 
આ મારી હરજાઈ કવિતાની  એકસો વીસમી ક્ડી   છે  .

9 responses to “મહિલાઓની ઓટલા પરિષદમાં મોંઘવારીમાં કરકસર કરવાની ચર્ચા .

 1. સુરેશ નવેમ્બર 17, 2016 પર 7:25 એ એમ (am)

  આ અમદાવાદીને ત્રેવડના પાઠ ભણવાના નો હોય, આતા !

 2. pragnaju નવેમ્બર 17, 2016 પર 11:59 એ એમ (am)

  જો ચાર મળે ચોટલા , ભાગે કોઈના ઘરના ઓટલા આ વાતને વાજબી ઠેરવવા માટે અનેક ઉદાહરણ કે કહેવતો મીઠું-મરચું ને કોથમીરની જેમ ભભરાવીને તમારી … અમુક ઘરોમાં તો એવા રિવાજ હતા કે પુરુષ વર્ગ ઘરે હોય તો સ્ત્રીઓ મોટા અવાજે બોલે પણ નહીં
  ગોસિપ ઈઝ ધ સ્વોર્ડ ઓફ વુમન તેવું મેન્સ વર્લ્ડમાં કહેવાતું આવ્યું છે. આપણી ભાષામાં પણ એવી અનેક કહેવત છે જે કહે છે કે સ્ત્રીઓને પારકી પંચાત કરવામાં અનેરો આનંદ આવતો હોય છે. જેમ કે મળે ચાર ચોટલા ભાંગે સૌના ઓટલા અને આ વાતને વાજબી ઠેરવવા માટે અનેક ઉદાહરણ કે કહેવતો મીઠું-મરચું ને કોથમીરની જેમ ભભરાવીને તમારી સામે ડીશ ધરવામાં આવે તેથી આપણે પણ તે વાત માની લઈએ કે હા, ભાઈ બહેનો તો બહુ ગોસિપ કરે. સ્ત્રીઓ અને ગોસિપ એકબીજાના પર્યાય છે. જ્યાં સુધી સ્ત્રી ગોસિપ ન કરે ત્યાં સુધી તેને ખાવાનું પચતું નથી. અથવા તો જ્યાંસુધી સ્ત્રીને કોઈ એક વાત કહી હોય તે બીજીકોઈ વ્યક્તિને ન કહે ત્યાંસુધી તેને ખાવાનું પચતું નથી કે ખીર ખાટી થઈ જાય. જ્યાં સુધી સ્ત્રી બીજાના સંસારમાં પલીતો ન ચાંપે ત્યાં સુધી તેને જંપ વળતો નથી તેવા આક્ષેપો વારંવાર થતા હોય છે. પણ વાસ્તવમાં તેવું છે ખરું? શું પુરુષ ગોસિપ નથી કરતો? પુરુષને પારકી પંચાત કરવામાં રસ નથી હોતો? આ સર્વેથી સાબિત થાય છે કે સ્ત્રીઓને જ ગોસિપ કરવું ગમે છે તે ખાલી માન્યતા છે. પુરુષ પણ તેમાં પાછળ નથી. રાધર આગળ છે તેવું કહી શકાય. આપણી મોટાભાગની સ્ત્રીઓ વિશને માન્યાતાઓ ભ્રામક હોય છે. તે વાત અનેકવાર સાબિત થઈ ચૂકી છે તેમાં ગોસિપ જેવો ટોપિક પણ બાદ નથી. રાધર એમ કહેવું જોઈએ કે ગોસિપ કરવું તે બધાંને પ્રિય છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. તેમાં કોઈ જાતિય ભેદભાવ નથી હોતા. હિન્દુ ધર્મમાં આપણાં સૌથી મોટા કોઈ ગોસિપ કિંગ હોય તો તે નારદ હતા. જે દેવોને કે કોઈને પણ લડાવવા માટે અહીંની વાત તહી કરવામાં માહેર હતા. તો પછી આજના મોડર્ન મેન કેમ બાકાત રહે? સમજદાર કો ઈશારા કાફી હે!?

 3. aataawaani નવેમ્બર 17, 2016 પર 12:20 પી એમ(pm)

  પ્રિય પ્રજ્ઞા બેન
  તમારી વાત સાચી છે કેટલાક પુરુષો કોઈની નિંદા કરવામાં ઈર્ષા કરવામાં પાવરધા હોય છે .
  મેં ઘણા પુરુષોને કોઈની અદેખાય કરતા સાંભળીયા છે .
  અને પોતાની પત્નીની પણ નિંદાની વાતો સાંભળી છે .

 4. Vimala Gohil નવેમ્બર 17, 2016 પર 12:39 પી એમ(pm)

  ભાનુ બાની કરકસરની રીત અજમાવવા જેવી ખરી!!!!!!
  એક રીતે વિચારીએ તો આવી ઓટલા પરિષદોમાં સ્ત્રીઓ માત્ર ગોસીપ જ નથી કરતી હોતી
  પણ સંસાર સુધારવા કે ટકાવી રાખવાની ચર્ચાઓ પણ કરતી હોય છે.આવી ઘણી વાતો દેશમાં અમારા કાને સાંભળી પણ છે.

  • aataawaani નવેમ્બર 17, 2016 પર 1:00 પી એમ(pm)

   પ્રિય પજ્ઞા બેન
   અમુક સ્વભાવના પુરુષોને સ્ત્રીઓને વગોવવાની ટેવ હોય છે ,
   એક સ્ત્રી કોઈ કારણસર પતિનું ઘર છોડી માવતરે જતી રહી . એનો ઘર સંસાર એક સ્ત્રીએ ફરીથી ચાલુ કરી દીધો . હાલ આ સ્ત્રી બે બાળકોની માતા છે . જેમાં દીકરી 13 વરસની છે .

 5. pravinshastri નવેમ્બર 17, 2016 પર 3:39 પી એમ(pm)

  આતા ના મહિલાઓની ઓટલા પરિષદમાં, માત્ર મહિલા જ જોડાય એવું નથી. માત્ર માથા મોઢા પર પૂરતા વાળ હોવા જરૂરી છે.સુજા એમાં ક્વોલીફાય થાય કે નહિ તે આતા જ જાણે.
  મોંઘવારી વધે એટલે કરકસર કરવી જ પડે.
  આતાની કરકસર સૈધ્ધાંતિક છે. એ વીગન છે. દૂધ-દહિં- છાસ-માખણ-ઘીનો ત્યાગ કર્યો છે. ઘન્યવાદ આતાજી.

  • aataawaani નવેમ્બર 18, 2016 પર 4:22 એ એમ (am)

   પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
   અને મને આવું સાદુને પોષ્ટીક ભોજન ખાવાના કારણે અશક્તિ આવી પડી હોય . એવું અનુભવાતું નથી . હું ઇન્ડિયામાં દોઢ મહિનો રહ્યો . બહુ તંદુરસ્ત રહ્યો . મારા ગામમાં પણ મારા આવા ખોરાકથી નવાઈ લાગેલી .એક બેને તો મને કીધું કે બાપા તમે આવો સ્વાદ વગરનો ખોરાક ખાઓ છો છતાં જીવો છો . એજ અમને તો નવાઈ લાગે છે . હું જવાબ આપતો કે પરમેશ્વરે અનાજ , ફળો , વગેરેમાં સ્વાદ મૂકી રાખ્યો છે . આપણને ભાવે એવો તે છતાં આપણે પોતાના તરફથી સ્વાદ ઉમેરીએ છે . એ માં મને પરમેશ્વર પરનો વિશ્વાસ ઉઠી જતો હોય એવું લાગે . અને દૂધ બાબતતો મારી માના સ્તનમાં પરમેશ્વરે મારા જન્મ પહેલાં દૂધ મુકીજ રાખ્યું હતું . અને એપણ હું જયારે મોટો થયો . ત્યારે એ દૂધ ઓછું કરી નાખેલું કેમકે મારે દૂધની જરૂર નોતી . છતાં મને દૂધ પીવાની ટેવ પડી ગએલી એટલે હું માના સ્તનપાન માટે વળગી રહેતો . ત્યારે પરમેશ્વરેજ માને મને આઘો ખસેડવાની બુદ્ધિ આપેલી . અને હવે હું કોકની માના(વાછરું પડરડાં વગેરેના ભાગનું દૂધ ) દૂધ પીવા માંડું એ મને હું પાપ કરી રહ્યો હોઉં એવું લાગે છે , આતો તમે મને પુચ્છ્યું ,એટલે કીધું બાકી હું કોઈને ઉપદેશ આપવા માગતો નથી ,

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: