खुदा देता है तो,छप्पर फाड़के देता है .

img_1899
એક નાના ગામડામાં  એક ગરીબી જેને આંટો લઇ ગઈ છે  એવો માણસ  રહે   . એની પત્ની બહુ પ્રેમાળ હતી   . એટલે  તેને ગરીબી સતાવતી નોતી   . એ બિચારી ખેડૂતોને ખેતી કામમાં  મદદ કરતી  . અને બે કવડિયાં કમાઈ લેતી  . એવીરીતે એનો પતિ પણ સખત મજૂરીનું કામ કરતો   . પણ બાળ બચરવાળ  માણસ એટલે  બે શિંગાં  માંડ ભેગા થતાં  .  પતિ  ભણવાની સગવડ હોવા છતાં   તે જાડી બુદ્ધિનો હોવાથી  બહુ ભણી ન શક્યો   . ખુબ ખાધોડકો હતો   . અને લૉંઠકો પણ બહુ હતો   .  લોકોના કુવા ખોદાવવા જાય તો   ખોદાણ ની માટીનું ભરેલું તગારું  કુવામાંથી સીધો ઘા કરીને  ઉપર ફેંકી દ્યે    . કુતીયાણુ એના ગામથી દોઢ ગાઉ દૂર થાય  . કુતીયાણાથી   એક ભાર કપાસિયા એટલે આઠ મણ કપાસિયા  લઇ આવે   .  લોકોએ એનું નામ ભીમ પાડેલું   . એક વખત કોઈના કામ માટે  અમદાવાદ ગયો   .  ગાડીમાં  ઝોંકાં  ખાતાં ખાતાં એને વિચાર આવ્યો કે   માનોકે ઈશ્વરીય પ્રેરણા થઇ  .  उर्दूमें  “इल्हाम ” कहते है   . કે અમદાવાદથી  પાંચ કુવા દરવાજા પાસે  દેવ દેવતાઓની   મૂર્તિઓ  વેચનારની દુકાન છે  . ત્યાંથી  કોઈ દેવ દેવીની  મૂર્તિ  ખરીદું અને  કોઈને પણ સગી બાયડીને પણ ખબર ન પડે એ રીતે  ગામના રાખહ બારે   એટલીકે દક્ષિણ  દિશા  આ દિશામાં લંકા છે  . ત્યાં પ્રાચીન કાળમાં  રાક્ષસો  વસતા હતા  .  ત્યાંની ઊંચી ટેકરી છે  .  અંબાજી પાસેની કૈલાસ ટેકરી જેવી  ત્યાં દાટી દઉં  અને  એક વરસ પછી   . લોકોને એવું કહું કે મને માં અંબા  સ્વપ્નમાં આવયાં   . અને મને કીધું કે  હું ટેકરી ઉપર દટાયેલી પડી છું  . હું મુંજાઉં  છું મને બહાર  કાઢો  .   ભીમે  મૂર્તિ ખરીદી  લીધી  .  તે વાઘેશ્વરી  અંબાજીની મૂર્તિ હતી   . અને ઘરે આવ્યો  . અને એક દિ વહેલી સવારે ટેકરી ઉપર મૂર્તિને દાટી આવ્યો   . એક વર્ષના  વાણાં  વાયાં   . મૂર્તિ દાટી હતી  . તે જગ્યાએ  ઘાસ ઉગી નીકળેલું   .
એક દિવસ ભીમે ગામમાં વાત કરીકે મને  અંબાજી માતાજી  સ્વપનામાં આવયાં અને મને કીધું કે હું ટેકરી ઉપર દથયેલી પડી છું  મુંજાઉં છું મને બહાર કાઢો  . અને મારી પ્રાણ પ્રતિષ્ઠા  કરીને સ્થાપના કરો   .  ગામનું લોક ટોળું  સ્ત્રીઓ અને પુરુષો  ભીમને સાથે લઈને ટેકરી ઉપર પહોંચ્યો   , અને ધુણવા  માંડ્યો   . અને  જમીન ઉપર થાપો  માર્યો કે જે સ્થળે  મૂર્તિ  દાટેલી હતી   .  લોકોએ  ધીમે ધીમે  ખોદીને અકબંધ મૂર્તિ બહાર કાઢી   .  અને  બહેનોએ ગરબા ગાયા  . અને ગામના એક વેપારીએ  ખુશાલીમાં ધુંવાડા બંધ ગામ જમાડ્યું     .  અને વખત જતાં  શિખર બંધ માતાજીનું મંદિર  બની ગયું   . ગામ લોકોએ  ભીમને મંદિરનો  માલિક ઠરાવ્યો  . જેમ  કાશ્મીરના  અમરનાથ   એક ઘેટાં પાળક  મુસલમાન ભરવાડે જોયા  .   અને તે વખતના કાશ્મીરના  હિન્દૂ મહારાજાએ  એ મુસલમાન ભરવાડને  અમરનાથ  નો  માલિક બનાવી દીધો  . અને આજે પણ એ મુસલમાન  ભરવાડના  વંશજો  મંદિરનું માલિક પણું  ભોગવે છે , પ્રગટ થયેલા  અંબાજીના  મંદિરનો માલિક  ભીમ અને એના વારસદારો  છે   .  ભીમે એક બ્રાહ્મણ પુજારીને પણ રાખ્યો   .  પછીતો માનતાઓ મઁડી  આવવા  પૂજારી જોર શોરથી  પ્રચાર કરવા લાગ્યો   . ઓલી કહેવત છે કે  “પીરની પીરાઇ  મૂંજવરના હાથમાં ” અને ભીમભાઈનું  ભાગ્ય આડેથી પાંદડું  ખાંસી ગયું   . ભીમ તો માલામાલ થઇ ગયો  . એના દિકરાઓ  દિકરીયું  સારી રીતે ભણીને આગળ આવી ગયું  . મઁદિરની  જે અઢળક આવક થતી  .  એમાંથી  વિદ્યાર્થીઓને  મદદ કરતો ગરીબોને છૂટે હાથે દાન કરતો   .  અને  જલારામ બાપાના રસોડાની જેમ  દરરોજ બપોરે   જમવા માટે  સાદ પડે  . કોઈબી જાતિ ભેદ કે ધર્મ ભેદ રાખ્યા સિવાય  કોઈ બી માણસ  જમી શકતો  .
તા  . ક   .
ચૂંટાણી  હોતજો  હિલરી  . તો કૈંક  ચમત્કાર કરત
તો આ મલકની યુવતીઓ   કોપીન  વગર  ની  ફરત
 જય મા  અંબાજી  ભીમને  સ્વપનામાં આવીને નિહાલ  કર્યો
એમ આ આતાવાણી  વાંચનારને વગર સ્વપ્ને નિહાલ  કરજો  .

9 responses to “खुदा देता है तो,छप्पर फाड़के देता है .

  1. Vimala Gohil નવેમ્બર 15, 2016 પર 12:06 પી એમ(pm)

    પ્રણામ, આતાજી,
    આપની આ નિખાલસ પારાયણો અને હરજાઈ કવિતાની કડીઓ વાંચીને
    અમે નિહાલ થઈ જ જાઈ છીએ.લટકામા અવાર-નવાર આપના આશિર્વાદ પણ મળતા રહે છે તો
    બમણાં નિહાલ છીએ.

    • aataawaani નવેમ્બર 16, 2016 પર 5:57 એ એમ (am)

      પ્રિય વિમળા બેન
      ખરું પૂછતાં હોય તો તમારા જેવાંજ
      પ્રેમાળ સ્નેહીયો મારી મગજ શક્તિ તંદુરસ્ત રાખે છે . અને મને લખવા માટે ઉત્સાહિત કરે છે . અને બ્લોગમાં ટકી રહેવાની પ્રેરણા આપે છે .

  2. Dinesh Vaishnav નવેમ્બર 15, 2016 પર 12:23 પી એમ(pm)

    મુ.વ. આતાની કલમમાં કમાલ કમ નથી. ઈ અમારી કાઠિયાવાડી કે’ણી – “…બાળ બચરવાળ માણસ એટલે બે શિંગાં માંડ ભેગા થતાં,” “એક ભાર કપાસિયા એટલે…,” “…ધુંવાડા બંધ ગામ જમાડ્યું” વ. – અકબંધ એની પછેડીની જ્યમ પકડીને બેઠા છ. આ બધી વાત્યું ને વાણી એક વિસરાતો સૂર છે ને આતા જીવા ઈની સંજીવની છે.

    • aataawaani નવેમ્બર 15, 2016 પર 3:31 પી એમ(pm)

      પ્રિય દિનેશ ભાઈ
      તમારા જીવા માયાળુ માનવી મારામાં જુવાની ટકાવી રાખશે .
      લ્યો તયેં એક . દોહરો સાંભળતા જાઓ .
      ખાડુ ટળે તયેં અમિઝરે અને માછલિયું પરડા ખાય
      આલીયો પરણવા અપ્સરા જાણ જોડીને જાય
      ભાવાર્થ ” ભીંસુ તળાવમાં બેઠીયું હોય ઈને ચરવા લઇ જવા ગોવાળ ઉઠાડે તયેં ભીહું મુતરવા માંડે / ઈ આલાને અમી ઝરતું હોય ઈવું લાગે અને માછલિયું તળાવમાંથી બહાર નીકળીને પરડા(બાવળની શીંગો ) ખાવા મઁડી જાય કણે આલીયો પરિયું પરણવા જાન જોડીને જાય ઈવા સપના આવે ફક્ત પાણીમાં પડેલાં ડોબાં ઉઠાડે ઈમા આવા સમત્કારુ થાય

    • aataawaani નવેમ્બર 15, 2016 પર 4:16 પી એમ(pm)

      વાહ દિનેશ ભાઈ વાહ
      ખુબ સુંદર ગઢવીયો વિશેની માહિતી આપી . દીકરીયું તમારી જેમ મને પણ ખુબ ગમે છે . હું એક પંદરેક વરસની સ્મશાન યાત્રામાં ગયો હતો . ત્યાં સ્મશાન યાત્રામાં આવેલા મારાથી મોટી ઉમરના ભાઈ બોલ્યા દીકરી સોનાને બાળોતીયે પણ ન જોઈએ મેં એ ભાઈને એક તમાચો ચોડી દીધેલો . તેદી હું જુવાન હતો ક્રોધ રોકી શકતો નોતો .

  3. pragnaju નવેમ્બર 15, 2016 પર 1:01 પી એમ(pm)

    જેને છપ્પર જ ન હોય તેને ?
    હંમણા ચુંટણીમા બીટ વખતે ટ્ર્મ્પ પર બીટ મુકનાર નિહાલ
    અમને ગમતુ ગીત
    Denewala Jab bhi Deta Pura Chappar Fadke Deta … – YouTube
    Video for youtube Dene wala jab bhi deta pura chapar fadke data▶ 6:44

    Jul 16, 2010 – Uploaded by Hiren Patel
    Fantoosh 1956 a bollywood film Directed by Chetan Anand It stars Dev Anand Sheela Ramani K N Sing Music …
    Missing: chapar ‎data
    DENE WALA JAB BHI – YouTube
    Video for youtube Dene wala jab bhi deta pura chapar fadke data▶ 5:54

    Nov 13, 2009 – Uploaded by DEVLIVING09
    Dene Wala Jab Bhi Deta | Hariharan, Abhijeet | Hera Pheri 2000 Songs | Akshay Kumar | Sunil Shetty ..

    • aataawaani નવેમ્બર 16, 2016 પર 6:12 એ એમ (am)

      જેને છાપરુંજ ન હોય એવાને ફૂટ પાથ ઉપર પડ્યો હોય . ત્યાં આવી ને આપી જતો હોય છે . खुदा बड़ा महेरबान है
      अजगर करें चाकरी पंछी करें काम दास मलूक यूँ कहे सबका दाता राम
      तुलसी तब मैं जानियो राम है ग़रीब नवाज़
      मोती कण मोंगहो कियो सस्तो कियो अनाज
      તમારું લખાણ તમે મોકલેલી મુવી મને બહુ ગમે છે .
      પ્રજ્ઞા બેન

  4. સુરેશ નવેમ્બર 15, 2016 પર 2:38 પી એમ(pm)

    હવે તો અમેરિકામાં ય મંદિરો બિલાડીના ટોપની જેમ બનવા લાગ્યા છે. હેંડો આતા, એરિઝોના પાછા. તમે ગરુજી અને હું ચેલો! આપડું મંદિર બરાબર હાલશે.

    • aataawaani નવેમ્બર 15, 2016 પર 3:01 પી એમ(pm)

      પ્રિય સુરેશભાઈ
      તમારી વાત ખરી છે . આપણે બન્ને ભેગા થઈને મઁદિરનો ધંધો ચાલુ કરીયે . અને લોકોના કલ્યાણ કરી નાખીએ . હું લોકોને મારી માળામાંથી ગઁગાજી કાઢી આપીશ . તમારા હાથમાં ભસ્મ મૂકી ઉપર પાણી છાંટી પછી ફૂંક મારીને ભસ્મ ઉડાડી દઈશ એટલે તમારા હાથમાં ત્રિશુલ અથવા ૐ અથવા સ્વસ્તિક (સાથીઓ ) દેખાશે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: