વિસ વર્ષના આતા ધૂતારાને ભગાડતા હતા . હવે આ 95 વરસના આતાને ધૂતારીયુ ભગાડી જાય છે .
હું પહેલી વીશીનો જુવાન હતો ત્યારની આ વાત લખું છું . મારા ગામ દેશીંગામાં મારા બાપદાદાના ફળિયામાં ત્રણ ઘર હતાં . એમાં એક ઘરમાં મારા હરિ કાકા બીજા ઘરમાં મારા કુટુંબી કાકા જેઠા કાકા જેના વિષે મેં અગાઉ ભૂત ભગાડનાર ભુવાને ભગાડવાની વાત લખી છે . અને એક ઘરમાં મારા બાપાના ફોઈના દિકરાના દિકરાની
એક v વિધવા પત્ની બે દીકરાઓની મા દિવાળી બેન રહે . મારા બાપા અમુક કારણ સર બાપ દાદાની મિલ્કતમાં ભાગ લીધા વગર થોડે દૂર રહેવા જતા રહેલા .અમારી જ્ઞાતિનો જે નાનકડો ગોળ હતો એમાં કેટલાક ઘેડ વિસ્તારમાં રહે જે ખેતી વાડીનો ધંધો કરતા . થોડા કચ્છમાં અને થોડા હાલારમાં રહેતા . જામનગરમાં એક પ્રસિદ્ધ માણસ રહેતા હતા . તે મોરારજી શાસ્ત્રીના નામે અમારી બાજુ પટેલ વગેરે ઘણી જ્ઞાતિઓમાં કન્યા વિક્રય થતો . જો કે હવે બધું બંધ છે . કન્યા વિક્રય હોવાના કારણે ગરીબ માણસના દિકરા કુંવારાજ રહી જાતા . ઘણી છોકરીયુંના બાપને પુષ્કળ પૈસા આપવા પડતા . એક દિવસ એક ઠગ દિવાળીબેનનો મહેમાન બન્યો . તેણે દિવાળી બેનને વાત કરીકે મારે બે દિકરીયું છે . એને હું ધોરે ધર્મે તમારા દિકરાઓ સાથે સગાઈ કરવા માગું છું . જે કન્યાના બાપને પૈસા આપવા ન પડે અને છોકરાના લગ્ન થઇ જાય એ માટે ધોરે ધર્મે અથવા કંકુને ચાંદલે કન્યા આવી એ શબ્દ વાપરવામાં આવતો .
ઠગે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે હું મોરારજી શાસ્ત્રીનો દીકરો છું , અને તમારું ઘર તમારો પ્રેમ ભાવ તમારા દિકરાઓને જોઈ હું ઘણો ખુશી થયો છું . માટે મારી બન્ને દિકરીયુંને તમારા દિકરાઓને કંકુના ચાંદલે આપવા માગું છું . એવી ઘણી મીઠી મીઠી વાતો કરી દિવાળી બેનને બરાબર શીશામાં ઉતારી દીધા . દિવાળી બેંનતો ખુબ હરખાઈ ગયા . અને એ ઠગ માટે લાપશી વગેરે બનાવવા મંડી ગયાં . મારા હરિકાકાને બધી વાત કરી . નિખાલસ હૃદયના હરિકાકા ખુબ હરખાઈ ગયા . અને મારે ઘરે આવ્યા . અને મને આ માનવંતા દિવાળીબેનના મહેમાનને મળવા માટે બોલાવી ગયા . હું મહેમાન પાસે બેઠો . અને એની વાતો સાંભળવા માન્ડ્યો . દિવાળી બેન મને ઘરમાં બોલાવીને મને વાત કરીકે આ બહુ મોટા માણસ છે . એની સાથે બહુ વિવેકથી વાત કરજે . આ વખતે હરિકાકા જરૂરી વસ્તુ લેવા બહાર ગયેલા , હું એકલોજ મહેમાનની વાતો સાંભળતો હતો . એની ચાલાકી ભરેલી મીઠી વાતો અને દિવાળી બેન પ્રત્યેનો વર્તાવ જોઈ મને વ્હેમ પડ્યો કે આ સારો માણસ નથી . એટલામાં હરિકાકા પણ આવી ગયા . સાંજની વેળા હતી . દિવાળીબેન ઘરમાં રસોઈ કરવામાં વ્યસ્ત હતાં . મને થયું કે આ માણસને જેમ બને તેમ જલ્દી કાઢી મુકવો જોઈએ . એટલે મેં ઠગને કીધું કે તમે અહીંથી જલ્દી જતારહો . મારી વાત સાંભળી દિવાળી બેન બોલ્યાં . તું મહેમાનને કેમ જવાનું કહે છે . ત્યાંતો મારા હરિકાકા તાડુક્યા . તારામાં અક્કલ છે કે નહિ . મહેમાનને આવું કેમ કહે છે . પછી મહેમાન સામુ જોઈ અને બોલ્યા . એતો અક્કલ વગરનો છે . એની વાત બાબત દુ :ખ ન લગાડતા પછી હું ઠગ સામું જોઈને બોલ્યો . તું જલ્દીથી જાય છે કે નહિ . . પણ હરિકાકા અને દિવાળી બેન બન્ને પોતાના પક્ષમાં છે . એવું માની અને ઠગ મારા ઉપર ગુસ્સે થઈને બોલ્યો . તું મને કાઢનારો કોણ છો . પછી મેં હરિકાકાના ઘરની આડી માંથી કુવાડી કાઢી અને હું કુહાડી ઉગામીને તૈયાર થયો . હરિકાકા અને દિવાળી બેન મારા સ્વભાવને જાણે એટલે બન્ને ઢીલા પડી ગયા . અને ઠગ પણ ઢીલો ઢફ થઇ ગયો . અને નજાઉ છું એમ કહીને પોતાનો ઘરડો ઘોડો છોડીને સવારીમા કરીને હાલતો થઇ ગયો . અને રાત પડી ગઈ હતી . એ સીધો દેશીંગાથી દોઢેક ગાઉ દૂર આવેલા સરાડીયા ગામે બ્રાહ્મણના ઘરની સાંકળ ખખડાવી ઘર ધણીએ બારણું ઉઘાડ્યું . અને અતિથિને આવકાર્યા પોતાને ભૂખ લાગીછે . અને ફક્ત રાત રોકાવું છે .અને વહેલી સવારે હું તમે ઊંઘતા હશો . ત્યારે મળસ્કે હું નીકળી જવાનો છું . . એટલે અત્યારથીજ તમારી વિદાય લઇ લઉં છું . ઘરધણિયાણી એ એ સમયે કાળી રાત્રે અતિથિ દેવો ભવ એ ન્યાયે જમાડ્યા . રાત્રે સુવા માટે સરસ ગાદલું પાથરી આપ્યું . ઓઢવા માટે નવી ચાદર અને નવો ધાબળો આપ્યો , રાત્રે તરસ લાગે તો પાણી પીવા માટે જર્મન સિલ્વરનો લોટો અને ગ્લાસ આપ્યો . અને વહેલો ઉઠીને ઠગ રાક્ષસો ભવ જેટલું લેવાય એટલું કામળો ચાદર લોટો ગ્લાસ લઈને પોબારા ગણી ગયા . અને સીધા કુતીયાણાથી ઉત્તરે આવેલ ધ્રુવારા ગામે ગયા . અને જેઠાલાલ જોશી નામના વેપારીના મહેમાન બન્યા . અને તેને વાત કરીકે હું મારી દિકરીને તમારા નદીકરાને કંકુને ચાંડાલે આપવા માગું છું . જેતથાલાલ રાજીના રેડ થઇ ગયા . બરાબર મોકો જોઈને ઠગે વાત કરીકે હું તમારા દિકરાને માટે કે જે મારો જમાઈ બનવાનો છે . એના માટે ધોતી જોટો શ્રીફળ વગેરે લેવા જવા માટે કુતિયાણા જાઉં છું . પાછી આપ મારે ઘરે પધારો કન્યાને જોઈ લો અને અમે સૌ અમારા જમાઈને જોઈ લઈએ . અને અમને તમારું સ્વાગત કરવાનો લાભ આપો . તમને જો વાંધો ન હોય તો હું આ તમારી ઘોડી લઇ જાઉં એટલે જલ્દી આવી શકું . મારો ઘોડો ખુબ થાકેલો છે .એટલે એને હું વધારે હાલ પૂરતી તકલીફ આપવા માગતો નથી . અને બીજું મારી પાસે પૈસાપણ ખૂટી ગયા છે। એટલે બસ્સો રૂપિયાની પણ જરૂર પડશે માટે મને પૈસા પણ આપવા તમારે કૃપા કરવી પડશે . હરખથી ફુલાઈ ગયેલા જેઠાલાલે કીધું કે સો રૂપિયા વધારે લઇ જાઓ વધારે પૈસા પાસે હોય તો મૂંઝાવું નો પડે , ઠગ કહે તમે કેટલા સમજદાર માણસ છો . એવું કહી જેઠાલાલની માણકી ઘોડી અને ત્રણસો રૂપિયા લઈને ઠગ ભાઈ ગયા ઈ ગયા . જ્યારે હરિકાકાને આ ઠગની લીલાની ખબર પડી ત્યારે મારે ઘરે આવીને મારો વાંહો થાબડીને મને શાબાશી આપી .
લોભિયા અને લાલચુ વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે .
Like this:
Like Loading...
Related
યાદ આવે ઠગો
દુનિયા નામે ઠગ છે બાવા,
ક્યાં આ તારું જગ છે બાવા.
ધીમે રહીને કાઢી લે તું,
પથ્થર નીચે પગ છે બાવા.
વ્યર્થ પલાંઠી વાળી બેઠો,
આ રેતીનો ઢગ છે બાવા.
હોવાની ફરિયાદો ના કર,
હોવું દુઃખતી રગ છે બાવા.
ખુશીઓની ક્યાં વાટ જુએ તું ?
માતમ મૃત્યુ લગ છે બાવા.
થાશે લીલા લહેર પછી તો,
ત્યાં જો તારી વગ છે બાવા.
આપણા શબ્દો અષ્ટમ્ પષ્ટમ્
ભાષા પણ લગભગ છે બાવા.
–અઝીઝ ટંકારવી
૧
નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક
ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર વનવાસી ખાંખાંખોળ
શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે
દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક
૨
વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મઝા
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા
પોપટ શોધે મરચીને, મધ પતંગિયાંની ગોત
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત
કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય
જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ
ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહી પકડાય
જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ
૩
આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ
ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈક મનમાં
ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા
વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય
જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ
માતા પૂછે બાપને : આનું શું ય થશે, તમે કેવ
આમ તો બીજું કંઈ નહી પણ આને બહુ ઊડવાની ટેવ
૪
ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ
(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ
હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન
ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા
હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત
૫
એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી
કેવળ ગજ કેસરી શબનાં ભોજન જમનારો, સુખી
વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો’તો
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો’તો
તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ
એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર
વન ના-ના કહેતું રહ્યું જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર
ત્યાં ઠેક્યાં ચારેકોર તુલસી તગર તમાલ ને તાલ
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ
અને એ જ અસાવધ પળે એણે લીધા ક્યા હવાના કેડા
કે ફક્ત એક જ વીંઝી પાંખ હોં ને જટાયુએ દીઠા વનના છેડા
૬
નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંક
બે ય સામટાં આવ્યાં જોતો રહ્યો જટાયુ રંક
પળ તો એણે કહ્યું કે જે – તે થયું છે કેવળ બ્હાર
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટયો બેય નગરનો ભાર
નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક
જાણી ચૂકયો પોતાનો એક નામ વિનાનો વાંક
દહમુહ – ભુવન – ભયંકર, ત્રિભુવન – સુંદર – સીતારામ
-નિર્બળ ગીધને લાધ્યુ એનું અશક્ય જેવું કામ
ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી
ત્યાં તો સોનામૃગ, રાઘવ હે, લક્ષ્મણ રેખા, સ્વાંગને સજી
રાવણ આવ્યો, સીત ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત
એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત
૭
દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા ! આવ
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ
દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ
ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે
તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી
પણ હું તો વનેચર મર્ત્ય છું – હવે ઝાઝું ટકીશ નહીં
હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?
આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ
-સિતાંશુ યશશ્ચંદ્ર
બીજી વાર?
૫મી નવેમ્બરે પણ આ જ હતું …
https://aataawaani.wordpress.com/2016/11/05/%E0%AA%A7%E0%AB%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF/
પ્રિય સુરેશ ભાઈ
હવે બહુજ ભૂલી જવાત છે . કોઈ વખત ખાતાં પણ ભૂલી જવાય છે . જમી લીધું હોય અને હાથ ધોતો હોય અને હાથ ધોઈ લીધા પછી પાછો જમવા બેસી જાઉં છું . પણ તમારા જેવા સદ્દમિત્રોના પ્રતાપમા બ્લોગમાં ટકી રહ્યો છું . અને ક્યારે બ્લોગમાંથી ભાગી જાઉં . એનું પણ નક્કી નથી . જોકે બ્લોગ વગર બીજી પ્રુવ્રુતીયો પણ કરી શકું છું . આ ફોટો તમે જોયો એની ફ્રેમ મેં બનાવી છે . એક નવીન જાદુ કલા વિકસાવી . છે . પણ હવે મારામાં જોઈએ એવી સ્ફૂર્તિ નથી રહી એટલે ટ્રિક પકડાય જવાય છે . આ નવી યુક્તિ એક આઠ વરસની બાળાએ પકડી પાડી . થોડા વર્ષ પહેલાં મેં મિત્ર સર્કલને બતાવવા માટે એક ટ્રિક કરી આ ટ્રિક મિત્રોને બતાવતા પહેલાં મારી બહુ ચબરાક પૌત્રી કે જે સાતેક વરસની ઉંમરની હતી . ( જે પૌત્રી હાલ પોર્ટલેન્ડ ઓરેગનમાં નેચરો પથિ ડોક્ટર છે .) તે આ મારી ટ્રિક પકડી નો શકી . આ પછી મેં મિત્રોને બતાવેલી .
બીજું હું ઈંગ્લીશ લખાણ સમજી નથી શક્યો એ મને સમજાવવા કૃપા કરશો . અને લખાણમાં મારો ફોટો અને ઘોડાનો ફોટો રહેવા દઈ એક લખાણ કાઢી નાખશો . કૃપયા .
પ્રિય પ્રજ્ઞા બેન ભાઈ સિતાંશુ યશેશ્ચન્દ્ર ની કવિતા બહુ ગમી . બેન તમારી જાણવા જેવી અને માણવા જેવી કોમેન્ટો મને બહુજ ગમે છે . તમને મોટી કોમેન્ટના મોટા અને ઘણા બધા આભાર