ધૂતારો માર ખાવાની વાટ જોયા વગર જલ્દીથી ભાગીજ ગયો .

fat-gray-horse-in-pasture

હું પહેલી વીશીનો જુવાન હતો ત્યારની આ વાત લખું છું . મારા ગામ દેશીંગામાં મારા બાપદાદાના ફળિયામાં ત્રણ ઘર હતાં . એમાં એક ઘરમાં મારા હરિ કાકા બીજા ઘરમાં મારા કુટુંબી કાકા જેઠા કાકા જેના વિષે મેં અગાઉ ભૂત ભગાડનાર ભુવાને ભગાડવાની વાત લખી છે . અને એક ઘરમાં મારા બાપાના ફોઈના દિકરાના દિકરાની
એક v વિધવા પત્ની બે દીકરાઓની મા દિવાળી બેન રહે . મારા બાપા અમુક કારણ સર બાપ દાદાની મિલ્કતમાં ભાગ લીધા વગર થોડે દૂર રહેવા જતા રહેલા .અમારી જ્ઞાતિનો જે નાનકડો ગોળ હતો એમાં કેટલાક ઘેડ વિસ્તારમાં રહે જે ખેતી વાડીનો ધંધો કરતા . થોડા કચ્છમાં અને થોડા હાલારમાં રહેતા . જામનગરમાં એક પ્રસિદ્ધ માણસ રહેતા હતા . તે મોરારજી શાસ્ત્રીના નામે અમારી બાજુ પટેલ વગેરે ઘણી જ્ઞાતિઓમાં કન્યા વિક્રય થતો . જો કે હવે બધું બંધ છે . કન્યા વિક્રય હોવાના કારણે ગરીબ માણસના દિકરા કુંવારાજ રહી જાતા . ઘણી છોકરીયુંના બાપને પુષ્કળ પૈસા આપવા પડતા . એક દિવસ એક ઠગ દિવાળીબેનનો મહેમાન બન્યો . તેણે દિવાળી બેનને વાત કરીકે મારે બે દિકરીયું છે . એને હું ધોરે ધર્મે તમારા દિકરાઓ સાથે સગાઈ કરવા માગું છું . જે કન્યાના બાપને પૈસા આપવા ન પડે અને છોકરાના લગ્ન થઇ જાય એ માટે ધોરે ધર્મે અથવા કંકુને ચાંદલે કન્યા આવી એ શબ્દ વાપરવામાં આવતો .
ઠગે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે હું મોરારજી શાસ્ત્રીનો દીકરો છું , અને તમારું ઘર તમારો પ્રેમ ભાવ તમારા દિકરાઓને જોઈ હું ઘણો ખુશી થયો છું . માટે મારી બન્ને દિકરીયુંને તમારા દિકરાઓને કંકુના ચાંદલે આપવા માગું છું . એવી ઘણી મીઠી મીઠી વાતો કરી દિવાળી બેનને બરાબર શીશામાં ઉતારી દીધા . દિવાળી બેંનતો ખુબ હરખાઈ ગયા . અને એ ઠગ માટે લાપશી વગેરે બનાવવા મંડી ગયાં . મારા હરિકાકાને બધી વાત કરી . નિખાલસ હૃદયના હરિકાકા ખુબ હરખાઈ ગયા . અને મારે ઘરે આવ્યા . અને મને આ માનવંતા દિવાળીબેનના મહેમાનને મળવા માટે બોલાવી ગયા . હું મહેમાન પાસે બેઠો . અને એની વાતો સાંભળવા માન્ડ્યો . દિવાળી બેન મને ઘરમાં બોલાવીને મને વાત કરીકે આ બહુ મોટા માણસ છે . એની સાથે બહુ વિવેકથી વાત કરજે . આ વખતે હરિકાકા જરૂરી વસ્તુ લેવા બહાર ગયેલા , હું એકલોજ મહેમાનની વાતો સાંભળતો હતો . એની ચાલાકી ભરેલી મીઠી વાતો અને દિવાળી બેન પ્રત્યેનો વર્તાવ જોઈ મને વ્હેમ પડ્યો કે આ સારો માણસ નથી . એટલામાં હરિકાકા પણ આવી ગયા . સાંજની વેળા હતી . દિવાળીબેન ઘરમાં રસોઈ કરવામાં વ્યસ્ત હતાં . મને થયું કે આ માણસને જેમ બને તેમ જલ્દી કાઢી મુકવો જોઈએ . એટલે મેં ઠગને કીધું કે તમે અહીંથી જલ્દી જતારહો . મારી વાત સાંભળી દિવાળી બેન બોલ્યાં . તું મહેમાનને કેમ જવાનું કહે છે . ત્યાંતો મારા હરિકાકા તાડુક્યા . તારામાં અક્કલ છે કે નહિ . મહેમાનને આવું કેમ કહે છે . પછી મહેમાન સામુ જોઈ અને બોલ્યા . એતો અક્કલ વગરનો છે . એની વાત બાબત દુ :ખ ન લગાડતા પછી હું ઠગ સામું જોઈને બોલ્યો . તું જલ્દીથી જાય છે કે નહિ . . પણ હરિકાકા અને દિવાળી બેન બન્ને પોતાના પક્ષમાં છે . એવું માની અને ઠગ મારા ઉપર ગુસ્સે થઈને બોલ્યો . તું મને કાઢનારો કોણ છો . પછી મેં હરિકાકાના ઘરની આડી માંથી કુવાડી કાઢી અને હું કુહાડી ઉગામીને તૈયાર થયો . હરિકાકા અને દિવાળી બેન મારા સ્વભાવને જાણે એટલે બન્ને ઢીલા પડી ગયા . અને ઠગ પણ ઢીલો ઢફ થઇ ગયો . અને નજાઉ છું એમ કહીને પોતાનો ઘરડો ઘોડો છોડીને સવારીમા કરીને હાલતો થઇ ગયો . અને રાત પડી ગઈ હતી . એ સીધો દેશીંગાથી દોઢેક ગાઉ દૂર આવેલા સરાડીયા ગામે બ્રાહ્મણના ઘરની સાંકળ ખખડાવી ઘર ધણીએ બારણું ઉઘાડ્યું . અને અતિથિને આવકાર્યા પોતાને ભૂખ લાગીછે . અને ફક્ત રાત રોકાવું છે .અને વહેલી સવારે હું તમે ઊંઘતા હશો . ત્યારે મળસ્કે હું નીકળી જવાનો છું . . એટલે અત્યારથીજ તમારી વિદાય લઇ લઉં છું . ઘરધણિયાણી એ એ સમયે કાળી રાત્રે અતિથિ દેવો ભવ એ ન્યાયે જમાડ્યા . રાત્રે સુવા માટે સરસ ગાદલું પાથરી આપ્યું . ઓઢવા માટે નવી ચાદર અને નવો ધાબળો આપ્યો , રાત્રે તરસ લાગે તો પાણી પીવા માટે જર્મન સિલ્વરનો લોટો અને ગ્લાસ આપ્યો . અને વહેલો ઉઠીને ઠગ રાક્ષસો ભવ જેટલું લેવાય એટલું કામળો ચાદર લોટો ગ્લાસ લઈને પોબારા ગણી ગયા . અને સીધા કુતીયાણાથી ઉત્તરે આવેલ ધ્રુવારા ગામે ગયા . અને જેઠાલાલ જોશી નામના વેપારીના મહેમાન બન્યા . અને તેને વાત કરીકે હું મારી દિકરીને તમારા નદીકરાને કંકુને ચાંડાલે આપવા માગું છું . જેતથાલાલ રાજીના રેડ થઇ ગયા . બરાબર મોકો જોઈને ઠગે વાત કરીકે હું તમારા દિકરાને માટે કે જે મારો જમાઈ બનવાનો છે . એના માટે ધોતી જોટો શ્રીફળ વગેરે લેવા જવા માટે કુતિયાણા જાઉં છું . પાછી આપ મારે ઘરે પધારો કન્યાને જોઈ લો અને અમે સૌ અમારા જમાઈને જોઈ લઈએ . અને અમને તમારું સ્વાગત કરવાનો લાભ આપો . તમને જો વાંધો ન હોય તો હું આ તમારી ઘોડી લઇ જાઉં એટલે જલ્દી આવી શકું . મારો ઘોડો ખુબ થાકેલો છે .એટલે એને હું વધારે હાલ પૂરતી તકલીફ આપવા માગતો નથી . અને બીજું મારી પાસે પૈસાપણ ખૂટી ગયા છે। એટલે બસ્સો રૂપિયાની પણ જરૂર પડશે માટે મને પૈસા પણ આપવા તમારે કૃપા કરવી પડશે . હરખથી ફુલાઈ ગયેલા જેઠાલાલે કીધું કે સો રૂપિયા વધારે લઇ જાઓ વધારે પૈસા પાસે હોય તો મૂંઝાવું નો પડે , ઠગ કહે તમે કેટલા સમજદાર માણસ છો . એવું કહી જેઠાલાલની માણકી ઘોડી અને ત્રણસો રૂપિયા લઈને ઠગ ભાઈ ગયા ઈ ગયા . જ્યારે હરિકાકાને આ ઠગની લીલાની ખબર પડી ત્યારે મારે ઘરે આવીને મારો વાંહો થાબડીને મને શાબાશી આપી .
લોભિયા અને લાલચુ વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે .

5 responses to “ધૂતારો માર ખાવાની વાટ જોયા વગર જલ્દીથી ભાગીજ ગયો .

  1. Vinod R. Patel નવેમ્બર 5, 2016 પર 2:02 પી એમ(pm)

    આતાજીની ઘણી સુંદર અનુભવ વાણી, આતાવાણીમાં માણી અને પ્રમાણી !

  2. pragnaju નવેમ્બર 5, 2016 પર 2:33 પી એમ(pm)

    લોભિયા અને લાલચુ વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે ની આ વાર્તા એક સમયની વાત છે. એક નગરમાં એક અત્યંત લોભી શેઠ રહેતો હતો. તે શેઠ એટલો તો લોભી હતો કે કોઈ પણ શુભકાર્યમાં ધન વાપરતો નહીં. તેટલુંજ નહિ પોતાના ઘરવાળાઓને પૂરતું ખાવા દેતો નહિ. તે અત્યંત વ્યાજ ખાઉ પણ હતો. અભણ લોકોને પૈસા ઉછીના આપી ચડિયાતા દરે તે વ્યાજ વસૂલ કરતો. એક વખત એક ધુતારો શેઠ પાસે આવી ચડ્યો. પોતાને ત્યાં પ્રસંગા છે એમ કહી તેણે શેઠ પાસે થોડાં વાસણો માંગ્યા. શેઠે તેને અમુક વાસણો આપ્યાં. પ્રસંગ પત્યે શેઠના વાસણો ઉપરાંત પાંચ સાત વધુ વાસણો તે શેઠ પાસે લાવ્યો. શેઠે પૂછ્યું : “ આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યાં ? તે અમારાં નથી.” ઠગ બોલ્યો : “શેઠજી ! આપના વાસણોને છોકરાં થયાં.” શેઠ સમજ્યો તો ખરો, પણ મફતના વાસણ કોને ખોટાં લાગે ? તેણે બધાં વાસણો ઘરમાં મૂક્યાં. થોડાં દિવસ પછી તે ઠગ ફરીથી શેઠને ત્યાં આવ્યો અને કહ્યું : “ આજે ફરી મારે ત્યાં સારો અવસર છે , આથી આપના ચાંદીના વાસણો આપો.” શેઠને લાલચ આવી, તેને વાસણો આપ્યાં. ઘણો વખત થયો , પણ તે ઠગ વાસણ પાછાં આપવા આવ્યો નહિ. ઘણી રાહ જોયા પછી શેઠ જાતે જ વાસણ લેવા તે ઠગને ઘેર ગયો. ત્યારે ઠગ બોલ્યો: ”આપણાં વાસણો તો મરી ગયાં ! તેમને બાળી પણ દીધાં. ગઈ કાલે તેમનું બારમું પણ કરી નાખ્યું, તેના ખર્ચમાં તમે ભાગ આપો તો તમારી ભલાઈ.” શેઠે કહ્યું : “ વાસણ તે કાંઈ મરતાં હશે ?” તરત ધુતારો બોલ્યો : “વાસણ ભાંગી જાય એટલે પછી મારી ગયેલાં જ કહેવાયા ને ? જો વાસણ વિયાય, તો મરી પણ કેમ ના જાય? ” આવો જવાબ સાંભળી શેઠ તો માથું ખંજવાળતો ખંજવાળતો ઘેર આવ્યો.
    લાભના કારણે જાણ્યા વિના માત્ર લાભને ગ્રહણ કરવો નહિ. લાભ લેવા જતાં શેઠને ધૂર્ત કેવો ધૂતી ગયો!
    પણ મને આ ધુતારો વ્હાલો લાગે
    Search Results
    dhutara dharanidhar aa tari vaansali-ધુતારા ધરણીધર આ તારી …
    Video for ધુતારા▶ 6:31

    Oct 13, 2016 – Uploaded by tia joshi
    ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ ઓલી વાંસલડીએ કંઈ ઘેલું કીધું ગામ જો… લોકગીત સ્વરઃ સરોજ ગુંદાણી …
    સંતો ધોખા બડા ધુતારા.. – રવિ સાહેબ – Aksharnaad.com
    http://www.aksharnaad.com/2015/08/18/ravibhaan/
    Translate this page
    Aug 18, 2015 – સંતો ધોખા બડા ધુતારા, ધોખા આવ્યા તબ ધિરજ નાઠી, ઊઠા તબ અહંકારા,. દુગ્ધા આવી દિલમાં દઝાડે, ઈર્ષા આંખો કાઢે; કુમતિ આવી કરે કફરાના, કાળ હાથ પછાડે. શોક આવી શરીરકો ઘેરે, હરખ કરાવે હાંસી, મોહ આવીને કરે મલિના, કુબુદ્ધિ …
    ધુતારા ધરણીધર
    mavjibhai.com/madhurGeeto_three/dhutara.htm
    Translate this page
    ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ ઓલી વાંસલડીએ કંઈ ઘેલું કીધું ગામ જો… ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ સખી ના’તાં-ધોતાં, દોતાં-વલોવતાં નિસર્યાં રે લોલ સખી ઢળતાં-પડતાં, રડતાં …

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: