ભૂત કાઢનાર ભુવાનું જેઠા કાકાએ ભૂત ભગાડ્યું .અને ભુવાને પણ ભગાડ્યો .

20161101-005434_pictarine_20161031-193443 મારા પૌત્ર ડેવિડના દિકરો અને દિકરી

એક ગામમાં નદીના કિનારે એકસો વીઘા ફળદ્રુપ જમીનનો માલિક રહેતો હતો . તે નિ:સંતાન હતો . તે પચાસેક વરસની ઉંમરનો સશક્ત નિરોગી તંદુરસ્ત માણસ હતો . દરેક રીતે સુખી સંપન્ન હતો .તે મેલી વિદ્યા દૂર કરવાના મન્ત્રો જાણતો હોવાનો દાવો કરતો હતો . ઉપરાંત કોઈને ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય મામા નામનું ભૂત વળગ્યું હોય કોઈને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય દીકરો પરીક્ષામાં વારંવાર નાપાસ થતો હોય વેપાર ધંધો બરાબર ચાલતો ન હોય . કોઈ બાઈને દિકરીયુંનોજ જન્મ થતો હોય એને દીકરો જન્મે એવા બગેરે અનેક દુ :ખોનું નિવારણ કરવાના એ અનેક મન્ત્રો અને તંત્રો જાણતો હોવાનો દાવો કરતો હતો . અને આવાં કરવાના તે લોકો પાસેથી ખુબ પૈસા પડાવતો હતો . તે ભૂત નેતો કાઢતો હતો . પણ જીન્નાત વળગ્યું હોય .. તો તે પણ કાઢતો હતો . આવા ઠગોના મારા જેઠાકાકા સખ્ત વિરોધી હતા . અગાઉ મેં જેઠા કાકાએ એક બ્રહ્મ ચારી વેશ ધારી ઠગને ખુબ લમધારેલો અને આવો લોકોને છેતરવાનો ધંધો ન કરવા વિષે એની પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી એ વાત મેં અગાઉ “આતાવાણીમાં ” લખી છે . જેઠા કાકા કસરતી બાજ પહેલવાન કદાવર બાંધાના બિહામણા ચહેરા વાળા માણસ હતા . કોઈએ આ ઠગ ભુવા વિષે તેમને વાત કરી , અને આ ભુવા ઠગની ખોડ ભુલાવવા વિનંતી કરી . જેઠા કાકા આ ઠગ ભુવાની સાન ઠેકાણે લાવવા તૈયાર થઇ ગયા . તેમણે ભુવા પાસે લઈજવાની સાથી મિત્રોને વાત કરી . અને કીધું કે ભુવાને તમારે એમ કહેવાનું કે મારવાડી વાવ પાસે પીલુડીના ઝાડમાં મામો રહે છે એ વળગ્યો છે . જ્યારે એના શરમાં(શરીરમાં )મામો આવે છે . ત્યારે એ લોકોના ઘરોમાં ઘુસી જાય છે . અને ભાંગ ફોડ કરે છે , અને ધાંધલ મચાવે છે . જેઠાકાકાએ સાથી દારોને કીધું કે જ્યારે હું ભુવાના ઘરથી થોડોક દૂર હોઈશ ત્યારે હું ધુણવા મન્ડીશ હું ધુણતો હોઉં ત્યારે તમારે મને પકડી રાખવો .હું મારી જાતને તમારી પકડમાં થી છોડાવવા જોરદાર પ્રયાસ કરીશ .
બસ આવીરીતે તૈયારી કરીને જેઠાકાકા ભુવા પાસે પહોંચ્યા . અને ભુવાને બધી વાત કરી કે આમને મામો વળગ્યો છે . ભુવો બોલ્યો . મામો શું ભાણેજ વળગ્યો હશે . તે પણ હું કાઢી મુકીશ . પણ પૈસા તમારે થોડા વધારે આપવા પડશે . ભલે જેટલા પૈસા તમે કહેશો એટલા અમે આપીશું . પણ મામો નીકળી જવો જોઈએ .
કથાકાર મોરારી બાપુ જેમ પોતાના ખભે કાળી કામળી કાયમ રાખે છે . તેમ આ ભુવો પોતાના ખભે લાલ કામળી રાખે છે . અને જ્યારે ભૂત કાઢવું હોય ત્યારે પોતાની ખાસ સાંકળ લઈને આવે આ સાંકળને એક હેન્ડલ હોય અને એ હેન્ડલને ચાર પાંચ સાંકળો વળગાળેલી હોય . જ્યારે કોઈનું ભૂત કાઢવું હોય ત્યારે એક જાગરિયો (ડાકલું વગાડનાર ) આવે તે ડાકલું વગાડે ભુવા આગળ ધૂપ ધુમાડાનો ધમ ધમાટઃ હોય એક સળગતી મશાલ હોય .,
એક દોહરો છે કે
લોકોએ પ્રેતોની જાતોમાં જાતિ ભેદ રાખ્યો છે .
હિન્દુને ભૂત મુસલમાનને જીન્નાત વળગે છે .
જેઠાકાકાને જોઈને જાગરીએ ડાકલું વગાડવું શરુ કર્યું . “ડૂંહ ડૂંહ ડખાક “અને ભુવે જેઠાકાકાનો વળગેલો મામો ભગાડવા સાંકળ ઉપાડી . કે તુરત લોંઠકા જેઠા કાકાએ ભુવા પાસેથી સાંકળ આંચકી લીધી , અને ભુવાને મારવા મંડ્યા . એવું બોલીને મારવા માંડયાકે જાય છે કે નહિ . ? લોકોએ જેઠાકાકાના સાથીદારોને પૂછ્યું . આમને મામો નથી વળગ્યો કોઈ બીજું પ્રેત વળગ્યું લાગે છે . સાથી દારો કહે કોઈ કોઈ વખત આમને કાળ ભૈરવ શરમાં આવે છે . એ ભલ ભલા ભૂત ભગાડનાર ભુવાનું ભૂત ભગાડી દ્યે છે . અને ભુવાને પણ ભગાડી દ્યે છે .
આ બનાવ પછી ભુવો પોતાની જમીન ભાડે ખેડવા આપીને બીજે ગામ રહેવા જાતો રહ્યો .

5 responses to “ભૂત કાઢનાર ભુવાનું જેઠા કાકાએ ભૂત ભગાડ્યું .અને ભુવાને પણ ભગાડ્યો .

 1. pragnaju નવેમ્બર 2, 2016 પર 8:02 એ એમ (am)

  અમે હેલોવીનમા મઝા કરીએ
  ભયાનક ભૂત ડાકણને વધારે ચોકલેટ આપીએ
  ભૂત-પ્રેત વિષે જાણવા જેવી વાતો
  – આત્માનાં ત્રણ સ્વરૃપ માનવામાં આવે છે જેમાં જીવાત્મા, પ્રેતાત્મા અને સુક્ષ્માત્માનો સમાવેશ થાય છે. જે ભૌતિક શરીરમાં વાસ કરે છે તે જીવાત્મા કહેવાય છે. જ્યારે વાસનામય શરીરમાં જીવાત્માનો નિવાસ થાય ત્યારે તે પ્રેતાત્મા કહેવાય છે. આત્મા જ્યારે અત્યંત સુક્ષ્મ પરમાણુથી બનેલા સુક્ષ્મતમ શરીરમાં પ્રવેશે કરે છે તે અવસ્થાને સુક્ષ્માત્મા કહેવાય છે. ભુત-પ્રેતોની ગતિ તથા શક્તિ અપાર હોય છે. તેમના પ્રકાર પણ અલગ-અલગ હોય છે. જેમાં ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, યમ, શાકિની, ડાકિની, ચુડેલ, ગંધર્વનો સમાવેશ થાય છે.
  ભૂતોનાં પ્રકાર – હિન્દુ ધર્મમાં વ્યક્તિની ગતિ તથા કર્મને અનુસાર મૃતકનું વિભાજન કરવામાં આવે છે. ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રમ્હરાક્ષસ, વૈતાલ અને ક્ષેત્રપાલ જેવા તમામ ભૂત યોનીનાં ઉપભાગો છે. આયુર્વેદનાં અનુસાર, 18 પ્રકારનાં પ્રેત હોય છે. ભૂત સૌથી પ્રારંભિક નામ છે..જે કોઈ સામાન્ય વ્યક્તિનાં મોત પછી બને છે. જ્યારે કોઈ સ્ત્રીનું મોત થાય ત્યારે અને તેની આત્મા ભટકે ત્યારે તેને પણ અલગઅલગ નામેથી ઓળખવામાં આવે છે. જેવી રીતે કોઈ ગર્ભવતિ સ્ત્રી અથવા પ્રસુતાનું મોત થાય અને તેની આત્મા ભટકે તો તેને ચુડેલની યોનીમાં સ્થાન મળે છે. જ્યારે કોઈ કુંવારી કન્યાનું અકાળ મોત થાય તો તેની ભટકતી આત્માને દેવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ કુકર્મ આચરતી સ્ત્રીનું મોત થાય અને તેની આત્મા ભટકે ત્યારે તેને ડાયન અથવા ડાકિની કહેવાય છે. આ તમામ પ્રકારનાં ભૂતોની ઉત્પત્તિ પાપકર્મ, વ્યભિચાર, અકાળ મૃત્યુ અથવા શ્રાધ્ધ નહીં કરવાને લીધે થતી હોય છે.
  અમે આ બધુ સમજાવી સીધો ઉપાય હનુમાન ચાલીસા કરવાનો કહ્યો

  Shree Hanuman Chalisa ( Full Song ) – YouTube
  Video for youtube hanuman chalisa▶ 1:31:02

  Aug 2, 2013 – Uploaded by Spiritual Mantra
  Shree Hanuman Chalisa & Saturday is dedicated to alleviating the bad influence of Lord Hanuman. Talk

 2. aataawaani નવેમ્બર 2, 2016 પર 8:33 એ એમ (am)

  આપે મારા પૌત્ર ડેવીડનાં દિકરી દિકરો ના ફોટા જોયા . દિકરી દિકરા કરતાં 13 મહિના નાની છે . તેનાથી તેનો ભાઈ ડરે છે . પ્રભાવશાળી જિયાનાને હું ફક્ત ज़िया નામથી બોલવું છું જેનો અર્થ પ્રકાશ સૂર્ય પ્રકાશ એવો થાય છે , મારી માની મૃત્યુ તિથિ જાન્યુઆરી 18 અને ज़िया ની જન્મ તિથિ જાન્યુઆરી 18 છે . ભાનુમતી કહેતી કે માએ ડેવિડને ઘરે અવતાર લીધો . ઇકબાલનો એક શેર લખું છું .
  काबेमे बुतखानेमे है एकसी तेरी ज़िया
  मुझे इम्तियाज़े दैरो हरममे फसादिया
  इम्तियाज़ =पक्षपात
  ज़िया મૂળ અરબી ભાષાનો શબ્દ છે . જે ઉર્દુમાઁ આમ લખાય ضیا

 3. રીતેશ મોકાસણા નવેમ્બર 3, 2016 પર 1:26 એ એમ (am)

  વાહ આતા, ભુવાના બાર વગાડી દીધા !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: