
હું અમેરિકા આવ્યો ત્યારે મને જરાય ઈંગ્લીશ બોલતાં વાંચતાં કે સમજતાં જરાય આવડતું નહીં . મારાભાઈની અમેરિકન પત્ની એલિઝાબેથ મને ઈંગ્લીશ શીખવવા દિલ ચશ્પીથી મહેનત કરતી . એવી રીતે મારો ભાઈ પણ
એલિઝાબેથને મને શીખવ્યું . હોય એ હું ભૂલી જાઉં એ નગમે . એટલે મને બહુ ધીરેથી શાંતિથી કહે બ્રધર મેં તમને કાલેજ શીખવ્યું હતું . એ તમે ભૂલી ગયા .આ બાબત એલિઝાબેથને થોડો કંટાળો આવે . એ મને ન ગમે એક વખત મેં મારા ભાઈને કીધું કે તું એલિઝાબેથને કહી દે કે મને શીખવવાનું પડતું મૂકે “જે સોનુ કાન તોડે એવું સોનુ હું પહેરવા માગતો નથી ” મારા ભાઈએ છ દિવસમાં મારા માટે નોકરી શોધી કાઢી પણ મને ઈંગ્લીશ આવડે નહિ એટલે સખત મહેનતનું કામ મને પ્રિન્ટિંગ પ્રેસમાં મળ્યું . મુંબઈની મુળજી જેઠા માર્કીટના કાપડના તાકા ઉપાડવા જેવું .મને મારા ભાઈએ કીધેલું કે દેશમાં તમે ખુબ હાડમારી વાળી અને જોખમી નોકરી કરી છે .અહીં તમે આરામ કરો બાપા મરી ગયા પછી તમે બાપાના ઠેકાણે છો અમને તમારી સેવાની તક આપો . મેં ભાઈને કીધું કે હું દેશમાં હતો , ત્યારે મારે દારુણ ગરીબીનો સામનો કરવો પડતો ત્યારે તારી મદદની ઓફર હોવા છતાં તારી પાસેથી એક પૈસો પણ લીધેલો નહિ . અને અમે મારી વાઈફ અને દીકરાઓએ સખત મહેનત કરી ગરીબી સામે ધીંગાણે ચડી અને આબરૂ ભેર ઘર વહેવાર ચલાવ્યો . તો આ ડોલરિયા દેશમાં મને મહેનત કરવાની શક્તિ હોવા છતાં તારા ઉપર શા માટે આધારિત રહું ? હું નોકરી કરીશ અને તુને મારો ખર્ચો પણ આપીશ . જો આ તુને કબૂલ હોય તો હું અહીં રાહુ નહિતર તું મને દેશ ભેગો કરી દે .
મેં અમેરિકા આવતા પહેલાં એવું મનોમન નક્કી કરેલું કે મારે કામ ચલાવ ઈંગ્લીશ શીખી લેવી , મારું પોતાનું ઘર હોય . અને પોતાની કાર હોય , અને આ મારા ભાઈના રૂડા પ્રતાપમાં અને આ હિમ્મતની સખત મહેનત કરવાની હિમ્મતના પ્રતાપમાં અને પરમેશ્વરની કૃપાના પ્રતાપમા શક્ય બન્યું . મારે એરિઝોનામાં પોતાનું ઘર થઇ ગયું . સુબરુ કાર પણ થઇ ગઈ . આ મારી વાતોમાં કોઈને મારું અભિમાન લાગતું હોય તો લાગવા દઈશ .
હું પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરવા મન્ડ્યો . પ્રેસમાં નોકરી કરતી બેનું દીકરીયું મને બહુ હર્ષ ભેર એક્ટિંગ કરી કરીને ઈંગ્લીશ શીખવવા માંડ્યું ; વસ્તુ ઘા કરીને કહે આને થ્રો કહેવાય ,વસ્તુ મૂકીને કહે આને પૂટ કહેવાય આમ હું સ્ત્રીઓની મદદથી હું શીખવા માંડ્યો સ્ત્રીઓ મારી મશ્કરી પણ કરે મને મારી ભૂલ બાબત ટાપલી પણ મારી લ્યે . મને આ બધું ગમતું . અને હું થોડું ઘણું ઈંગ્લીશ બોલતાં સમજતાં શીખી ગયો . અને વખત જતાં મારી મહેનતની નોકરીનો અંત આવ્યો . અને મને બહુ આરામની નોકરી કરવાનું થયું . એટલુંજ નહિ હું ત્રણ છોકરીયુંનો બોસ બની ગયો પણ મને બોસ પણું આવડે નહિ . હુંતો છોકરીયું સાથે આનંદ મઁગલજ કરું , મને મારો મેનેજર મને એકાંતમાં કહે કેtme કોઈ કામ આવે એટલે દોડીને કરવા મઁડી જાઓ છો . અને આ છોકરીયું ને પેધાડો છો . તો તો પછી એ તમારાસાહેબ થઇ જશે .
આ પ્રિન્ટિંગ પ્રેસમાં મેં એક ધારી દસ વરસ કરતાં વધુ સમય નોકરી કરી અને પ્રેસના કાયદા પ્રમાણે પ્રોફિટ બેનિફિટ લઈને છૂટો થયો . જય શ્રી કૃષ્ણ
એક મહિનો મારા દીકરા દેવ સાથે પીસકાટવે ન્યુજર્સી રહેવા ગયો . અને અહીંના સિનિયર સિટીજન સેન્ટરમાં જવા લાગ્યો .આ સેન્ટર નજીક લાઈબ્રેરી પણ છે . હું લાઈબ્રેરીમાં પણ જતો .અને કમ્પ્યુટર વાપરતો . કમ્પ્યુટરમાં મારે કોઈ મદદની જરૂર જણાયતો લાઈબ્રેરિયનને બોલાવું તો તે આવીને માર્ગ દર્શન આપી જાય . એક વખત મારી નજીકમાં એક છોકરી કોમ્પ્યુટર વાપરતી હતી . તે આપણા દેશનીહતી . ગુજરાતી .. મારે કમ્પ્યુટરમાં મદદની જરૂર પડી એટલે લાઈબ્રેરિયનને બોલાવવાને બદલે એ છોકરીને પૂછ્યું . તું મને થોડી મદદ કરીશ ? . એવું હું હિન્દીમાં બોલ્યો . તેણે મને બહુ સભ્યતાથી અને હરખાઈને હા પાડી . મેં તેને પૂછ્યું તું દેશમાં ક્યાં ની છો ? તે બોલી હું ગુજરાતની છું .પછી હું એની સાથે ગુઈરતીમા વાત કરવા લાગ્યો . એ મને મારી દાઢી મૂછ અને મારા માથાના અકબંધ વાળ જોઈ તે મને હું શીખ છું એવું સમજેલી તે કહે સરદારજી તમે સરસ ગુજરાતી બોલો છો . ગુજરાતી ભાષા તમે ક્યાંથી શીખ્યા ? મેં કીધું હું ગુજરાતી છું . તે કહે તમને એમ કે તમે ગુજરાતી એમ કહેશો એટલે ગુજરાતી છોકરીયું ભોળવાય જશે .. પણ એ વાતમાં માલ નથી . હું તમે ધારો છો એવી ઢીલી પોચી ગુજરાતી હું નથી . આ અનીસાએ મને કમ્પ્યુટરમાં ઘણું માર્ગદર્શન આપેલું . અછીતો એ મારી સાથે ખુબ ભળી ગયેલી અમેરિકન છોકરીયુંથી ટપી જાય એવી છૂટથી વર્તવા લાગેલી . એ કહેતી હતી કે હું નોકરીની અને મારા માટે કોઈ યોગ્ય યુવકની શોધમાં છું . તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને કહો . મેં કીધું હાલ કોઈ મારા ધ્યાનમાં નથી . પણ મારા ધ્યાનમાં કોઈ છોકરો આવશે તો તુને હું વાત કરીશ . આ છોકરી મારી સાથે એટલી બધી ભળી ગયેલી કે તે મારી શિક્ષિકા હોય એવા રૂવાબથી મને કમ્પ્યુટર શીખવતી . કોઈ વખત મારો કાન પણ તાણી લેતી ., મને કહે તમારો સ્વભાવ મને બહુ ગમી ગયો છે . જો તમે જૂંફવાન નહોત તો હું તમારી સાથેજ લગ્ન કરીલેત પછી મારાથી નો રેવાણું મેં કીધું હું જુવાન હોત તો . હું તારા ઉપર બળાત્કારજ કરત તો તે બોલી તમને હું બળાત્કાર કરવાની તકજ નો આપું . સીધે સીધી તમારી આગળ ચાલીને કોઈ યોગ્ય સ્થળે તમને લઇ જાઉં . એક શે ર अनीसा के मान में
बग़ैर सोचे समजे किसीसे न दिल लगाना
अनीसा मैं तेरा आशिक़ मुझको न भूल जाना
Like this:
Like Loading...
Related
જીઓ દાદા, ઔર મસ્તમ સુખમ જીઓ…
બુઠ્ઠી ધારવાળા બુઢ્ઢાંને પણ જુવાનીનો જોશ આપી દે છે. આતા…’તું’ બહુ જ મસ્ત લખે છે. એક નશીલો શેર યાદ આવી ગયો.
” इश्क़में भी क्या यह गुफ़्तगू होने लगी,
‘आप’से ‘तुम’, और तुमसे ‘तु’ होने लगी ! “
मेरे अज़ीज़ खलील मुर्तुज़ा
बहुत जमानेके बाद तेरी तहरीर पढ़नेको मिली मुझे बहुत ख़ुशी हुई . तेरे जैसे दोस्त मुझे ब्लोग्से भागने नहीं देंगे
મેં અગાઉ એક પિતરી(ખોટું નામ ) વિષે આતાવાણીમાં લખેલું છે . પણ તું બહુ પ્રવૃત્તિ મય રહેનારો માણસ એટલે વાંચવાનો ટાઈમ નહીં મળ્યો હોય તો તારી જાણ માટે થોડુંક લખું છું .
એક મારી મિત્ર છે (ગર્લ ફ્રેન્ડ નહીં ) તે મને તો ગમે છે . પણ સારી વાત એ છે કે એને હું ખુબ ગમું છું . મારી જાદુઈ ટ્રીકો એને ગમે છે .
એક વખત હું અને મુંબઈમાં જન્મેલા સુરતી ભાઈ કે જે મારા કરતા ઉંમરમાં 14 વર્ષ નાના છે . અમે આમને સામને બેઠા હતા . અને પિતરી આવી રહી હતી મને જોઈને એણે પોતાની છાતી વધુ ખુલ્લી કરી .અને મારી પાછળથી પસાર થઇ અને મને મારા વાંસામાં ટાપલી મારતી ગઈ . મેં એની સામે જોયું તો એણે મારી સામે આંખ મારી . હું હસ્યો .અને સુરતી ભાઈને એક શેર સંભળાવ્યો . खुल्ला सीना दिखाईके बद मस्त बनादिया .
पित्रीने आँख मारके क़त्ल करदिया
અને સુરતી ભાઈ એવું બોલીને ભાગ્યા કે તમે કતલ કરાવ્યા કરો હું જાઉં છું .મેં તેમને કીધું આવી અતિ સુંદર છોકરીના હાથે કતલ કરાવવાનો ચાન્સ તો ભાગ્ય શાલીનેજ મળે છે .
મુર્તજા મારો પૌત્ર ડેવિડ તારા જેવો પડછંદ અને હેન્ડ સમ છે . મેં તેનો ફોટો પીતરીને દેખાડ્યો . ફોટો જોયા પછી પિતરી બોલી આ ડેવિડ જ્યારે આવે ત્યારે મારી સાથે ઓળખાણ કરાવજો . મેં કીધું ગાંડી એને વાઈફ છે . તે અરસામાં પિતરી પોતાના માટે યુવકની શોધમાં હતી હવે એને મન ગમતો બોય ફ્રેન્ડ મળી ગયો છે .એક વખત તે તેના બોય ફ્રેન્ડને લઈને મને મળવા આવી .અને તે છોકરાની મારી સાથે ઓળખાણ કરાવી . અને મને કીધું કે આને વાઈન બાટલનું જાદુ બતાવ મેં કીધું બાતલ જલ્દી હાથ આવે એમ નથી તું કહેતી હોય તો બીજું જાદુ બતાડું તો પિતરી કહે ભલે બીજું બતાવ મેં એને એક સિગારેટના અર્ધા પઁકેટ જેવડો લાકડાનો ચોરસો બતાવ્યો . જેના ઉપર છોકરીનું ચિત્ર હતું . વચ્ચે એક વાત કહી દઉં પિતરી એનો મિત્ર સાથે હોવાથી મને ઉપર છલી ભેટેલી અને કિસ નહિ કરેલી
મેં લાકડાના કકડાને ફેરવીને બન્ને બાજુ છોકરીનું ચિત્ર બતાડ્યું . પછી આ ચોરસો તેની હથેળીમાં મુક્યો અને તેના ઉપર બીજી હથેળી ઢંકાવી અને પછી પીતરીને કીધું હવે તું એના હાથ ઉપર ફૂંક માર પિતરીએ ફૂંક મારી અને હાથ ઉપાડ્યો જોયું તો છોકરીનું ચિત્ર ગમ પછી મેં એ છોકરાને કીધું કે હવે તું કોઈ બીજી છોકરી સાથે પ્રેમ કરીશ તો પિતરી ફૂંક મારીને છોકરી ઉડાડી મુકશે , મારી વાત સાંભળી પિતરી બહુ ખુશ થઇ . અને મને જોરથી ભેટી પડી . અને બે ત્રણ ચુસકા બોલાવીને કીસો કરી લીધી .
HAHAHAHAHAHAHAHAHAHAHAHAHHAH.
જામી ગયો રે…જલસો જામી ગયો. Alfen Shukriya….Aata !
આમ તો હું અવારનવાર તમારા બ્લોગ પર નજર મારી લઉં છું. મને ઘણું કહેવું ગમતું પણ હોય છે. છતાં… પેલી ‘ઝેની’ અસર હેઠળ ‘ચ્યોં લાંબી માંડુ’ બાપલ્યા ! જેવું થઇ જાય છે.
આપણા દેશી બ્લોગ-જગતમાં સાચે જ રિફ્રેશિંગ આંટા માટે…આતા You are The Best Example. હવે લાંબુ જીવો જેવાં આશિર્વાદ મારાથી કેમ અપાય…હેં !?!?! 🙂
By the way: Alf means 1000. & Alfen means 2000 in Arabic.
આતા ડાયરીનું વધુ એક પાનું રસિક રહ્યું.
મારામાં જોમ આવ્યું . પ્રિય રિતેશ તારી કોમેન્ટ થી
હવે તરન્નુમમા રજુ કરશોજી
માણો
5:04
ये प्यार की बातें ये सफर भूल न जाना..mukesh_Shakeel B_Naushad..a tribute Tags
9431885 MK
1 વર્ષ પહેલા217 વાર જોવાઈ
પ્રિય પ્રજ્ઞાબેન
તમે મને એક મુવીના ગીતની વિડિઓ મોકલી અને એના અર્થ કરવાનું કામ સોંપયું એને હું મારુ અહોભાગ્ય સમજુ છું ,
પણ કાનથી સાંભળીને મગજ સુધી પહોંચાડવાનું કામ કરતાં તંત્રો નબળાં પડી ગયા છે . એટલે એ કામ મારા માટે અશક્ય છે . લખાણ હોય તો હું શાંતિથી વાંચી
અને કદાચ અર્થ પણ કરી શકું અને એ લખાણમાં લખાણ છાપવા માટે મોકલનારે ભૂલ કરી હોય અથવા પ્રેસ વાળાએ પોતાનું ડહાપણ ડોલીને ભૂલ કરી હોય એ પણ અર્થ કરવા માટે અશક્ય થઇ જતું હોય છે .ન્યુજર્સીવાળા એક સુભાષ શાહે “દરિયા પારના સર્જકો ” નામની બુક બહાર પાડી છે . એ બુકમાં મારો ફોટો અને મારા વિષે થોડી વિગત લખી છે એમાં મારી ઈ મેઈલ ખોટો છાપ્યો છે . મારો ઈ મેઈલ તમે જાણો છો . છાપવા વાળાએ કે લખાણ મોકલનારે hemantaataa 2001 @yahoo.com કોઈકે એવું અનુમાન કર્યું કે હેમતાતા એવું હોતું હશે હેમંત આતા હોય . અને મારો સંપર્ક સાધનાર માણસ કે જે લેખક છે .એનું નામ પ્રવીણ છે . અને તખલ્લુસ “શશી ” છે એ બિચારો ગોટાળે ચડી ગયો . જોકે આખર ગુજરાત ટાઈમ્સ ના તંત્રી પાસેથી મારી માહિતી મેળવી શક્યો .અને મારો સંપર્ક સાધી શક્યો . આ સુભાષ શાહને આપણા પ્રવીણકાન્ત શાસ્ત્રી ઓળખે છે . “શશી ” સ્વર્ગમાં જતા રહયા છે . તો આ લાંબુ લખાણ લખીને મેં મારી અશક્તિ પ્રજ્ઞા બેન તમને કી ઘી .
ये प्यार की बातें ये सफर भूल न जाना..mukesh_Shakeel …
Video for ये प्यार की बातें ये सफर भूल न जाना.▶ 5:04
Jan 13, 2015 – Uploaded by 9431885 MK
Song : ye pyaar ki baatein ye safar bhool na jana.. Movie: Anokhi Ada ,1948, Singer : Mukesh, Music …
ghatma ghoda thangane!
વાહ આતા
પ્રિય યુવરાજ
યુવતીયોનો ઉત્સાહ મને વૃદ્ધાવસ્થા કળાવા નથી દેતી .