Daily Archives: સપ્ટેમ્બર 23, 2016

હું મને ઈંગ્લીશ થોડું બોલતાં અને સમજતાં શીખવનાર અમેરિકન સ્ત્રી શક્તિનો આભારી છું .

20160923_155028

હું અમેરિકા આવ્યો ત્યારે મને જરાય ઈંગ્લીશ બોલતાં વાંચતાં કે સમજતાં જરાય આવડતું નહીં . મારાભાઈની અમેરિકન પત્ની એલિઝાબેથ મને ઈંગ્લીશ શીખવવા દિલ ચશ્પીથી મહેનત કરતી . એવી રીતે મારો ભાઈ પણ
એલિઝાબેથને મને શીખવ્યું . હોય એ હું ભૂલી જાઉં એ નગમે . એટલે મને બહુ ધીરેથી શાંતિથી કહે બ્રધર મેં તમને કાલેજ શીખવ્યું હતું . એ તમે ભૂલી ગયા .આ બાબત એલિઝાબેથને થોડો કંટાળો આવે . એ મને ન ગમે એક વખત મેં મારા ભાઈને કીધું કે તું એલિઝાબેથને કહી દે કે મને શીખવવાનું પડતું મૂકે “જે સોનુ કાન તોડે એવું સોનુ હું પહેરવા માગતો નથી ” મારા ભાઈએ છ દિવસમાં મારા માટે નોકરી શોધી કાઢી પણ મને ઈંગ્લીશ આવડે નહિ એટલે સખત મહેનતનું કામ મને પ્રિન્ટિંગ પ્રેસમાં મળ્યું . મુંબઈની મુળજી જેઠા માર્કીટના કાપડના તાકા ઉપાડવા જેવું .મને મારા ભાઈએ કીધેલું કે દેશમાં તમે ખુબ હાડમારી વાળી અને જોખમી નોકરી કરી છે .અહીં તમે આરામ કરો બાપા મરી ગયા પછી તમે બાપાના ઠેકાણે છો અમને તમારી સેવાની તક આપો . મેં ભાઈને કીધું કે હું દેશમાં હતો , ત્યારે મારે દારુણ ગરીબીનો સામનો કરવો પડતો ત્યારે તારી મદદની ઓફર હોવા છતાં તારી પાસેથી એક પૈસો પણ લીધેલો નહિ . અને અમે મારી વાઈફ અને દીકરાઓએ સખત મહેનત કરી ગરીબી સામે ધીંગાણે ચડી અને આબરૂ ભેર ઘર વહેવાર ચલાવ્યો . તો આ ડોલરિયા દેશમાં મને મહેનત કરવાની શક્તિ હોવા છતાં તારા ઉપર શા માટે આધારિત રહું ? હું નોકરી કરીશ અને તુને મારો ખર્ચો પણ આપીશ . જો આ તુને કબૂલ હોય તો હું અહીં રાહુ નહિતર તું મને દેશ ભેગો કરી દે .
મેં અમેરિકા આવતા પહેલાં એવું મનોમન નક્કી કરેલું કે મારે કામ ચલાવ ઈંગ્લીશ શીખી લેવી , મારું પોતાનું ઘર હોય . અને પોતાની કાર હોય , અને આ મારા ભાઈના રૂડા પ્રતાપમાં અને આ હિમ્મતની સખત મહેનત કરવાની હિમ્મતના પ્રતાપમાં અને પરમેશ્વરની કૃપાના પ્રતાપમા શક્ય બન્યું . મારે એરિઝોનામાં પોતાનું ઘર થઇ ગયું . સુબરુ કાર પણ થઇ ગઈ . આ મારી વાતોમાં કોઈને મારું અભિમાન લાગતું હોય તો લાગવા દઈશ .
હું પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરવા મન્ડ્યો . પ્રેસમાં નોકરી કરતી બેનું દીકરીયું મને બહુ હર્ષ ભેર એક્ટિંગ કરી કરીને ઈંગ્લીશ શીખવવા માંડ્યું ; વસ્તુ ઘા કરીને કહે આને થ્રો કહેવાય ,વસ્તુ મૂકીને કહે આને પૂટ કહેવાય આમ હું સ્ત્રીઓની મદદથી હું શીખવા માંડ્યો સ્ત્રીઓ મારી મશ્કરી પણ કરે મને મારી ભૂલ બાબત ટાપલી પણ મારી લ્યે . મને આ બધું ગમતું . અને હું થોડું ઘણું ઈંગ્લીશ બોલતાં સમજતાં શીખી ગયો . અને વખત જતાં મારી મહેનતની નોકરીનો અંત આવ્યો . અને મને બહુ આરામની નોકરી કરવાનું થયું . એટલુંજ નહિ હું ત્રણ છોકરીયુંનો બોસ બની ગયો પણ મને બોસ પણું આવડે નહિ . હુંતો છોકરીયું સાથે આનંદ મઁગલજ કરું , મને મારો મેનેજર મને એકાંતમાં કહે કેtme કોઈ કામ આવે એટલે દોડીને કરવા મઁડી જાઓ છો . અને આ છોકરીયું ને પેધાડો છો . તો તો પછી એ તમારાસાહેબ થઇ જશે .
આ પ્રિન્ટિંગ પ્રેસમાં મેં એક ધારી દસ વરસ કરતાં વધુ સમય નોકરી કરી અને પ્રેસના કાયદા પ્રમાણે પ્રોફિટ બેનિફિટ લઈને છૂટો થયો . જય શ્રી કૃષ્ણ
એક મહિનો મારા દીકરા દેવ સાથે પીસકાટવે ન્યુજર્સી રહેવા ગયો . અને અહીંના સિનિયર સિટીજન સેન્ટરમાં જવા લાગ્યો .આ સેન્ટર નજીક લાઈબ્રેરી પણ છે . હું લાઈબ્રેરીમાં પણ જતો .અને કમ્પ્યુટર વાપરતો . કમ્પ્યુટરમાં મારે કોઈ મદદની જરૂર જણાયતો લાઈબ્રેરિયનને બોલાવું તો તે આવીને માર્ગ દર્શન આપી જાય . એક વખત મારી નજીકમાં એક છોકરી કોમ્પ્યુટર વાપરતી હતી . તે આપણા દેશનીહતી . ગુજરાતી .. મારે કમ્પ્યુટરમાં મદદની જરૂર પડી એટલે લાઈબ્રેરિયનને બોલાવવાને બદલે એ છોકરીને પૂછ્યું . તું મને થોડી મદદ કરીશ ? . એવું હું હિન્દીમાં બોલ્યો . તેણે મને બહુ સભ્યતાથી અને હરખાઈને હા પાડી . મેં તેને પૂછ્યું તું દેશમાં ક્યાં ની છો ? તે બોલી હું ગુજરાતની છું .પછી હું એની સાથે ગુઈરતીમા વાત કરવા લાગ્યો . એ મને મારી દાઢી મૂછ અને મારા માથાના અકબંધ વાળ જોઈ તે મને હું શીખ છું એવું સમજેલી તે કહે સરદારજી તમે સરસ ગુજરાતી બોલો છો . ગુજરાતી ભાષા તમે ક્યાંથી શીખ્યા ? મેં કીધું હું ગુજરાતી છું . તે કહે તમને એમ કે તમે ગુજરાતી એમ કહેશો એટલે ગુજરાતી છોકરીયું ભોળવાય જશે .. પણ એ વાતમાં માલ નથી . હું તમે ધારો છો એવી ઢીલી પોચી ગુજરાતી હું નથી . આ અનીસાએ મને કમ્પ્યુટરમાં ઘણું માર્ગદર્શન આપેલું . અછીતો એ મારી સાથે ખુબ ભળી ગયેલી અમેરિકન છોકરીયુંથી ટપી જાય એવી છૂટથી વર્તવા લાગેલી . એ કહેતી હતી કે હું નોકરીની અને મારા માટે કોઈ યોગ્ય યુવકની શોધમાં છું . તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને કહો . મેં કીધું હાલ કોઈ મારા ધ્યાનમાં નથી . પણ મારા ધ્યાનમાં કોઈ છોકરો આવશે તો તુને હું વાત કરીશ . આ છોકરી મારી સાથે એટલી બધી ભળી ગયેલી કે તે મારી શિક્ષિકા હોય એવા રૂવાબથી મને કમ્પ્યુટર શીખવતી . કોઈ વખત મારો કાન પણ તાણી લેતી ., મને કહે તમારો સ્વભાવ મને બહુ ગમી ગયો છે . જો તમે જૂંફવાન નહોત તો હું તમારી સાથેજ લગ્ન કરીલેત પછી મારાથી નો રેવાણું મેં કીધું હું જુવાન હોત તો . હું તારા ઉપર બળાત્કારજ કરત તો તે બોલી તમને હું બળાત્કાર કરવાની તકજ નો આપું . સીધે સીધી તમારી આગળ ચાલીને કોઈ યોગ્ય સ્થળે તમને લઇ જાઉં . એક શે ર अनीसा के मान में
बग़ैर सोचे समजे किसीसे न दिल लगाना
अनीसा मैं तेरा आशिक़ मुझको न भूल जाना