
મને ડેવિડે મને પૂછ્યા વગરજ વન વે ની પ્લેનની મોકલી આપી . હું અવાક થઇ ગયો , मैं ला जवाब हो गया . મારો પાડોશી chris suazo અને એની પત્ની
priscilla અને એનો પુત્ર પરિવાર મને પોતાના કુટુંબના સભ્ય જેવોજ ગણે છે ,એક વખત સિનિયર સેન્ટરમાં જાદુનો પ્રોગ્રામ હતો .( આ સિનિયર સેન્ટર આપણા બ્લોગર ભાઈ સુરેશ જાની એ જોયું છે . ) દરેક સિનિયરોને એવું કહેવામાં આવેલું કે તમે તમારા પૌત્રો પૌત્રીઓને પણ ખેલ જોવા લાવી શકો છો .અને એમનો જમવાનો પ્રબંધ સેન્ટર તરફથી થશે . મેં પ્રશ્ન કર્યોકે મારો પૌત્ર અને પૌત્રીઓ મારાથી હજારો માઈલ દૂર રહે છે . તમે જો કહેતા હોતો હું મારા પાડોશીના છોકરાં ને લઇ આવું ? અધિકારીએ મને હા પાડી અને મેં પડોશી ક્રિશના છોકરાં લઇ આવવાનું નક્કી કર્યું . છોકરાં ઓને એની મા સમય સર સેન્ટરમાં લઇ આવી . સેન્ટરના અધિકારીએ છોકરાંઓને પૂછ્યું તમારું અહીં કોણ છે ? દરેક છોકરાં ઓએ પોતાના દાદા દાદી તરફ આંગળી ચીંધીને દેખાડયાં . ક્રિશની પૌત્રી વિક્ટોરિયાને પૂછ્યું . ? તારું અહીં કોણ છે ? વિક્ટોરિયાએ મારા તરફ આંગળી ચીંધી અને બોલી મારા દાદા હિમ્મત અહીં છે . હું તો ગદ ગદ થઇ ગયો . મારું હૈયું ભરાઈ આવ્યું .
આવા બધાનો સ્નેહ મૂકી હું ડેવિડ સાથે રહેવા આવ્યો . મેં ડેવિડની વાઇફને પૂછ્યું હું કેટલો વખત તમારી સાથે રહેવાનો છું . તે બોલી હવે તમારે અમારી સાથે કાયમ માટે રહેવાનું છે . ફિનિક્સથી અહીં ડેવિડ સાથે રહેવા આવ્યો એમાં મેં ઘણું ગુમાવ્યું છે . પણ સાચા પ્રેમની આગળ એ બધું કુચા છે .એક ફિલ્મી ગીત પંજાબી ભાષામાં છે કે
પ્રેમ નજાણે દિન ધરમનું પ્રેમ ન જાણે જાતાં
એહદે હથથું ગરમ લહુ બીચ ડુબિયાં લખ્ખ બરાતાં એ પ્રમાણે મને ડેવીડનાં દીકરો દીકરી ખુબ આનંદ કરાવે છે . દીકરો 11 વરસનો અને દીકરી 10 વર્ષની હું આવ્યો ત્યારે હતાં . દીકરી દીકરાની સરખામણીમાં મોટી અને પ્રભાવ શાળી છે . એનાથી દીકરો ડરે છે . દીકરી એના બાપને પણ ધમકાવી લ્યે . મારો દેખાવ બાળકોને બિહામણો લાગે છે . શરૂઆતમાં દીકરી કે જેનું નામ જીઆના છે પણ હું એને ज़िआ કહું છું . જે અરબી શબ્દ છે . જેનો અર્થ સૂર્યનો પ્રકાશ અથવા પ્રકાશ થાય છે . શરૂઆતમાં મારાથી જીઆના ડરતી ભૂલથી મારા સામે જોવાય જાય તો એ પોતાના વાળથી પોતાની આંખો ઢાંકી દેતી પણ હવે સ્કૂલેથી આવ્યા પછી દોડીને મને ભેટે છે . અને એવી રીતે દીકરો પણ ભેટે છે , દીકરો જમવાનો ટાઈમ થાય એટલે જમવા બોલાવે અથવા મારી રૂમમાં આવીને ભોજનની થાળી આપી જાય .
હું દર રવિવારે. સ્વામિનારાયણ મન્દિરે જાઉં છું . મને ડેવિડ લઇ જાય છે . એક વખત જીઆનાને મન્દિરે આવવાની ઈચ્છા થઇ . એના બાપ પાસે મઁદિરે જવા માટેન નવા લૂગડાં લેવડાવયાં પણ તે છોકરી હોવાથી જુદું બેસવું પડે એટલે મન્દિરે આવવાનું માંડી વાળ્યું . પાવર ફૂલ જીઆનાને હું ક્યારેક રણચંડી કહું છું . માંડ કરીને જીઆના મારી હેવાઈ થઇ હતી . એટલામાં મેં એને દેખતાં ફૂલ ઉપરથી પકડીને ભમરો મારા મોઢામાં મુક્યો . અને એ લેપ ટોપ કે એના હાથમાં હતું તે પડતું મૂકીને ભાગીજ ગઈ . પણ હવે મને એ વ્હાલ થી ભેટે છે . એની સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે અમો ગયેલાં ત્યારે ટીચર અને બીજા સહાઘ્યાયીઓને હર્ષ ભેર મારી ઓળખાણ કરાવતી હતી કે આ મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર પંચાણું વરસની ઉંમરના છે ,
મન્દીરમાં મારે એક જશવંત બ્રહ્મભટ્ટ નામના ભાઈ સાથે ઓળખાણ થઇ તેઓને ઉર્દુ ગમે છે . હું તેઓને શેર શાયરી સંભળાવું છું . હવે ભેગા થશે ત્યારે મોમીન જેવા શાયરોના શેર સંભળાવીશ . અને વિગત કહીશ કે એક મુસલમાન ભૂખ્યો હોવાથી . જમવા માટે કોઈના કહેવાથી મન્દિરે ગયો . અને આભૂષણોથી શણગારેલી મૂર્તિઓ જોઈ ખુબ આકર્ષિત થયો . અને તેને મન્દીરમાં સ્વયં સેવક તરીકે સેવા કરવાની ઈચ્છા થઇ ગઈ , અને તે મન્દીરમાં સેવક તરીકે રોકાઈ ગયો . કેટલાક મુસલમાન ભાઈઓને આ વાત ન ગમી તે લોકોએ મન્દીરના પુજારીને કીધું કે તમે આ મુસલમાનને મંદિરમાંથી કાઢી મુકો . નહિતર તમારું મન્દિર અભડાઈ જશે તમારા ભગવાન અભડાઈ જશે . સમજદાર અને શાણા પુજારીએ જવાબ આપ્યો કે દરેક મનુષ્યોને પરમેશ્વરે સરજાવ્યા છે . ઊંચ નીચ અને આભડ છઠના ભેદ મનુષ્યોએ રચ્યાં છે . મુસલમાનોએ પુજારીને પુચ્છયું શું તમે આને હિન્દૂ બનાવવા માગો છોં ? પુજારીએ જવાબ આપ્યો . હિન્દૂ જન્મે છે . બનતા નથી હોતા હિન્દૂ , યહૂદી ,પારસી જેવા જન્મે છે પણ બનતા નથી હોતા પછી મુસલમાન ભાઈઓએ તેને કાબા લઇ જવાનું વિચાર્યું . ત્યારે મન્દીરમાં સેવા કરવા રોકાઈ ગયેલો મુસલમાન બોલ્યો . बूतखाने से न काबेकी तकलीफ दे मुझे “मोमिन ” अब तू माफ़ कर यहाँ जी बहल गया . એ સેવક મુસલમાને કાબે જવાની ના પાડી તે છતાં એને કાબે લઇ ગયા , અને એ સેવક કાબે જઈ આવીને પાછો મંદિર માં આવી ગયો . ફરી મુસલમાનો સમજાવવા મંડ્યા . ત્યારે સેવક મુસલમાને જવાબ આપ્યો કે काबे भी हम गए न गया पर बुतोका इश्क . इस दर्दकी खुदाके भी घरमें दवा नही .
Like this:
Like Loading...
Related
મજા આવી ગઈ.
ફિનિક્સમાં ય જલસા અને ન્યાં કણે ય જલસા જ જલસા.
———–
મુસલમાન ભક્ત – અભરામ ભગત યાદ આવી ગયા.
https://www.google.com/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=%E0%AA%85%E0%AA%AD%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%20%E0%AA%AD%E0%AA%97%E0%AA%A4
એક મોમીન નો શેર છે કે
उम्रतो सारी कटी इश्क़े बुताँ में मोमिन
आखरी वक्तमें क्या खाक़ मूसल मान होंगे ?
એક મીર નો એક શેર લખું છું . મીર ગાલિબથી પહેલો થઇ ગયો છે . એક વખત એક શેર લઈને ગાલિબ મીર પાસે ગયો . મીર શેર વાંચ્યા પછી બોલ્યો . આ છોકરો મોટો થતાં મોટો શાયર થવાનો છે .
मीरको दिन और मज़हबका अब पूछते क्यों हो उनने तो
कश्का खिंचा देरमे बैठा कबका तर्क इस्लाम किया
મીરને એના ધર્મ બાબત પૂછો છો શું ? એ તો ટીલું તાણીને મંદિરમાં બેસી ગયો છે . અને ઇસ્લામ ધર્મ ક્યારનોય છોડી દીધો છે .
આતાજી , એક જ પોસ્ટમાં ઘણી વાતો સરસ કહી દીધી છે.
મુસલમાન ભાઈની ભક્તિ મને ગમી ગઈ . કાબા ને બદલે મંદિર એને સારું લાગ્યું .
काबे भी हम गए न गया पर बुतोका इश्क . इस दर्दकी खुदाके भी घरमें दवा नही
એક મોમીન નો શેર છે કે
उम्रतो सारी कटी इश्क़े बुताँ में मोमिन
आखरी वक्तमें क्या खाक़ मूसल मान होंगे ?
એક મીર નો એક શેર લખું છું . મીર ગાલિબથી પહેલો થઇ ગયો છે . એક વખત એક શેર લઈને ગાલિબ મીર પાસે ગયો . મીર શેર વાંચ્યા પછી બોલ્યો . આ છોકરો મોટો થતાં મોટો શાયર થવાનો છે .
मीरको दिन और मज़हबका अब पूछते क्यों हो उनने तो
कश्का खिंचा देरमे बैठा कबका तर्क इस्लाम किया
મીરને એના ધર્મ બાબત પૂછો છો શું ? એ તો ટીલું તાણીને મંદિરમાં બેસી ગયો છે . અને ઇસ્લામ ધર્મ ક્યારનોય છોડી દીધો છે .
Tu Hindu Banega Na Musalmaan Banega – YouTube
Video for youtube tu hindu banega na musalman▶ 5:10
Jan 28, 2014 – Uploaded by İsperikh Bakinskiy
Film: Dhool Ka Phool. … Insaan ki aulaad hai, insaan banega)-2. … Ham ne use hindu ya musalamaan …
Shri Swaminarayan Charitra Dhun – YouTube
Video for youtube Swaminarayan▶ 1:08:22
Sep 10, 2013 – Uploaded by patelk123
Jay Swaminarayan. … Swaminarayan Dhun | Shreeji Chalisha – Kirtan Darshan – 9 | Singer – Raveen ..
પ્રિય પ્રજ્ઞા બેન
મેં ફિલ્મી ગીત સાંભળ્યું . બહુ ગમ્યું . ઇકબાલનો એક શેર છે .
काबेमे बुतखानेमे है एकसी तेरी ज़िया
मुझे इम्तियाज़े दैरो हरम में फसा दिया
મારી પ્રપૌત્રી જીઆનાને હું ज़िया इसी लिए कहताहू के इसका अर्थ होता है प्रकाश अंश ,इम्तियाजका अर्थ होता है भेद भाव
આતાજી એકે એક શબ્દ અને વાક્ય વાંચવા ગમે એવા છે.
આતા,
તમારી હર એક વાતો રસ જગાડે તેવી અને ઉત્સાહ પ્રેરિત હોય છે
Yahoo
About MailFeaturesGet the App
Help
Yahoo logo
Hello hemataata2001
Not you?
Forgot password?