આ જમાનામાં સાસુઓનું સાસુ પણું છીનવાય રહ્યું છે .

peacock

હું phoenix arizona માં રહેતો હતો . ત્યારની વાત હું કરું છું .અહીં ભારતીય લોકોની પોતાની માલિકીનો એક વિશાળ હોલ છે .આ સ્થળે સિનિયર લોકો અઠવાડિયામાં એક દિવસ ભેગા થાય છે .સૌ એક બીજા સાથે પોતાના સુખ દુ :ખની વાતો કરે ભજન કીર્તન કરે ચારેક કલાક પછી સૌ થોડુંક જમે અને પછી વિદાય લે . કેટલાક લોકો ઈર્ષાળુ પણ હોય છે . જે કોઈનું સારું થતું હોય એ સાંખી નથી શકતા . ખાસ કરીને જે લોકો પોતાને મોટા ભા સમજતા હોય એ લોકો . એક મારા પરમ સ્નેહી મિત્ર ગોરધન ભાઈ કરીને છે ,હતા . કેમકે તેઓ હાલ સ્વર્ગમાં વસે છે , તેમણે અને તેમના વાઈફ નિર્મળા બેને મને વાત કરીકે હેમતભાઈ તમારા જન્મ દિવસની અમે ઉજવણી કરીએ . મરનાર ની પ્રશંશા તેના મૃત્યુ પછી તેના હેતુ મિત્રો કરતા હોય છે . પણ એની ખબર મૃત્યુ પામનારને હોતી નથી . માટે અમારો વિચાર છેકે તમારી જન્મ તિથિ આપણે આપણા હોલમાં રીતસરનું આમંત્રણ આપી સિનિયરોને ખાસ બોલાવી પાર્ટી રાખીએ અને ખાસ જમણવાર રાખીએ . ગોરધનભાઈ મારા કરતાં ઉંમરમાં ચારેક વર્ષ નાના મેં તેમને કીધું ભાઈ આટલો મોટો ખર્ચો કરવાની શી જરૂર છે . એના કરતાં મારે ઘેર કે તમારે ઘરે આપણા ખાસ મિત્રોને બોલાવીને નાનકડી પાર્ટી જેવું કરી લઈએ . ગોરધન ભાઈ કહે ના મારે બહુ ઠાઠ થી પાર્ટી કરવી છે . અને આ માટે તમારે વહીવટ કરવાનો છે . રસોઈ કરનારને કહેવાનું છે કે મેસુબ મોહન થાળ જેવું મિષ્ટાન્ન અને સાથે ગાંઠિયા ભજિયાં પાપડ વગેરે ખરુંજ આ પાર્ટી વિશેની વાત મેં એક કહેવાતા મોટા ભા ને કરી . આ પાર્ટીમાં ભાગ લેવા મારો દીકરો એના કુટુંબ સાથે ન્યુ જર્સીથી આવવાનો હતો . સાધારણ રીતે સિનિયરો અઠવાડીએ વિસ થી પચ્ચીસ માણસો ભેગા થાય ; પણ મોટા ભા એ આગ્રહ કરી કરીને 70 માણસો ને તેડાવ્યા . અને મને વાત કરી મેં કીધું ભલે ગોરધન ભાઈની ઈચ્છા છે તો ભલે થઇ જાય , મોટા ભા એ એવી વાત નકરી કે એક ભજન ગાવા વાળાને તેડાવીએ આ ભજન ગાવા વાળો ભજન ગાઈ લ્યે પછી સૌ જમે અને જમી લીધા પછી તમારી પાર્ટીનો પ્રોગ્રામ રાખીએ કેક વગેરે કાપવાનો અને હેપી બર્થ ડૅ બોલવાનું તાળિયો પાડવાની . મેં કીધું ભાઈ જમી લીધા પછી કોઈ હેપી બર્થ ડૅ કહેવા ઉભું રહે ખરું ? મેં કીધું ભજન સાંભળવાનું પછી રાખીયે પાર્ટીનું કામ પહેલા પટાવીએ તો તે ભાઈ બોલ્યા ભજનનો કાર્યક્રમ પહેલા રાખીએ મેં એક ભાઈને વાત કરી અને કીધું આવી ભજન ની વાતનું મહત્વ નથી . માટે હું પાર્ટીનું કેન્સલ કરું છું . આ વાતની મોટા ભા ને ખબર પડી કે હેમતકાકો સાવઝ વિફર્યો છે . અને પાર્ટી કેન્સલ કરવાની વાત કરે છે . જો પાર્ટી કેન્સલ થાય તો મોટા ભા એ બધાને આગ્રહ કરી કરીને 70 માણસોને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપી રાખ્યું છે એનું શું આતો મારું નાક કપાય જાય . અને મોટા ભા મારે પગે પડયા અને ભાઈ બાપા કહેવા માંડયા . અને કીધું કે તમારી પાર્ટી પહેલી પછી બીજી વાત અને પછી ધામ ધુમથી પાર્ટી થઇ મારી ગ્રાન્ડ ડોટરે ભરત નાટ્યમ નૃત્ય કર્યું . મુવી લીધી ડી વી ડી બનાવડાવી અને ડી વી ડી કોઈ મિત્રોને ભેટ પણ આપી .
અમે સિનિયરો ભેગા થઈએ છીએ ત્યાં એક બેન એમના પતિ સાથે આવે છે . આ બેન આફ્રિકામાં શિક્ષક હતાં . એમના દીકરાની દીકરીને કોલેજમાં કોઈ બાંધ કામનો પ્રોજેક્ટ આવ્યો . એમના દીકરાની વહુએ તેમને વાત કરીકે તમે કોઈ સિનિયરને કે જે એમની પ્રોપર્ટીમાં એમને ઉપયોગી થાય એવું કૈંક બાંધકામ કરવા દ્યે . બધા સિનિયરોતો પોતાના દીકરા કે દીકરી સાથે રહેતા હોય . એ કશું કરી ન શકે એમણે મને વાત કરી કેમકે હું સ્વતંત્ર મારી પોતાની માલિકીના ઘરમાં રહુ છું . અને મારે કોઈને પૂછવા પણું નહિ . કે હેમતભાઈ તમને મારો દીકરો તમારા બેક યાર્ડમાં તમારા મોરલા માટે વિશાળ પાંજરું બનાવી આપે મેં તેમને વાત કરી કે બેન મારો પૌત્ર ડેવિડ એના છોકરાં માટે બેક યાર્ડમાં હિંચકો બનાવવા માગે છે , વળી મેં મોરલા માટે વિશાળ પાંજરું બનાવી નાખ્યું છે એટલે મારે પાંજરું બનાવવાની જરૂર નથી . પણ બેને મને આગ્રહ સાથે વિનંતી કરી . એટલે મેં હાપાડી .પછી એનો દિરો જગ્યા જોઈ ગયો . અને મને કીધું કે આ ઠેકાણે હું બે દિવસમાં માણસોને લઈને આવીશ અને એ પહેલાં બે મજુર આવશે . એ આ જગ્યાએ થોડા અડબાઉ છોડ વગેરે છે એ સાફ કરી જશે . અને આ મેક્સિકન લોકો તમારી ખુરશી વગેરે જે પડ્યું હશે એ પણ લઇ જશે . માટે એવી વસ્તુ દૂર કરી લેજો . એક વખત બે મેક્સિકન ટ્રક લઈને આવ્યા . હું આ વખતે ઘરે નોતો એટલે મારી વાઇફે એને બેક યાર્ડમાં જવા ન દીધા એટલે એ લોકોએ જે બેનને મેં બેક યાર્ડમાં પાંજરું બનાવવાની હા પાડેલી એના દીકરાની વહુને પૂછ્યું કે ઘરધણી હાજર નથી એટલે તેની વાઈફ અમને બેક યાર્ડમાં જવા દેતી નથી . હવે તો વહુના હાથમાં બધી સત્તા હતી . વહુએ કીધું કે તમને ફ્રન્ટ યાર્ડમાં કંઈ અઘોચાર જેવું લાગે એ સાફ કરી નાખો . આ લોકોએ મારા ઘરને અડીને મેં જે છોડ વાવેલા ઉનાળામાં ઘર ઠંડુ રાખવા માટે એ અગત્યના છોડ પણ કાપી નાખ્યા . અને બધું ચોખ્ખું ચણક કરી નાખ્યું હું આવ્યો એટલે મને કચરાથી ભરેલો ટ્રક દેખાડ્યો . હવે એને મારા કામના છોડવા કાપી નાખ્ય એ કહેવાનો કંઈ અર્થ નોતો . મારા આવ્યા પછી એ ભરેલો ટ્રક ખાલી કરી આવ્યા અને પાછળ સાફ સૂફી કરવા મંડ્યા , સાસુ બાનો ઘડી ઘડી ફોન આવે કે હેમત ભાઈ પૈસા આપવા પડે છે . દીકરાને પ્રોજેક્ટ કરવાની જગ્યા છે એજ સાફ કરાવજો મેં કીધું તમારા દીકરાની વહુ કહે છે . એજ એ કામ કરે છે , મારું કંઈ માને એમ નથી . તમારા દીકરાની વહુ કહી ગઈ છે . એજ એ સાફ કરે છે . વહુ એમનું કંઈ માને નહીં એ બાબત સાસુને ધોખો થાય પણ એની દાઝ મારા ઉપર ઉતારે મને કહ્યા કરે કે એ લોકો મફત કામ નથી . કરતા પૈસા આપવા પડે છે . મેં એમને કીધું ધીરજ રાખો હું એમને કંઈ કહીશ નહીં અને મારું એ માને એમ પણ નથી . તમે તમારા દીકરાની નવાઈફને પૂ છી જુવો કે હું તેમના મજૂરોને કંઈ કહી શકું એમ છું ? ઉલટાની મમરી હોજ વગેરે ઘણી વસ્તુ લઇ ગયા હું બધું કપ છાપ જોયા કરું છું પણ સાસુ બા મારા ઉપર ગુસ્સામાંજ રહે છે . મારા માટે એ બેન ઘણા સારાં હતાં પણ હવે વિફર્યા છે મેં મોરને નવા પાંજરામાં મુક્યા એમાં એને ઈંડાં સેવ્યા પણ નહીં . અને ડેવિડ કહે તમને મેં કીધેલું કે આ જગ્યા તમે હિંચકા માટે રાખજો પણ તમે મારું માન્યા નહીં અને સારા થવા માટે જશ લેવા માટે તમે પાંજરું બનાવવા જગ્યા આપી .
પછી મારી વાઈફ ગુજરી ગયા પાછી મોરલા કાઢી નાખવાનું નક્કી કર્યું પણ વેપારીને આપીને પૈસાની જરૂર નોતી . વેપારી કરકસર કરવા માટે પક્ષીઓને પૂરું ખાવા પણ આપતા નથી હોતા . પણ કોઈ પાળવાનો શોખીન હોય એને મફતમાં આપવાના છે . મેં ઘણાને પૂછી જોયું . પણ કોઈ મફત રાખવા પણ તૈયાર ન થયું પછી આ સાસુબાને વાત કરીકે કોઈ તમારો ઓળખીતો હોય અને મોરલાને પાળવા ઈચ્છતો હોય તો મને કહો તો આ મોરલા મારે મફત આપી દેવાના છે . એણે માણસને મોકલ્યો . કે આ માણસ પક્ષીઓનો પ્રેમી માણસ છે . તે કદી પક્ષીને વેચતો નથી . કોઈ પાળનારું મળે તો એને એ મફત આપી દ્યે છે . એવું જૂઠું બોલીને મારા મોરલા વેપારીને અપાવ્યા અને મારા ઉપરની દાઝ કાઢી . સંતોષ માન્યો .

2 responses to “આ જમાનામાં સાસુઓનું સાસુ પણું છીનવાય રહ્યું છે .

 1. pragnaju સપ્ટેમ્બર 18, 2016 પર 6:07 એ એમ (am)

  યાદ આવે આશાબેનનું કાવ્ય
  સાસુ-નણંદ હવે કમ્પ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ,
  કે, નવલી વહુઆરુ પણ આવતાંની સાથે જ જો ભૂલી જાય મહિયરનું નામ

  નવલી, વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ઈચ્છે છે, ‘માઉસ’ બેયને કરડે,
  ‘કી-બોર્ડ’ પર હાથ જરા મૂકે તો ‘કી-બોર્ડ’ પણ સાસુ-નણંદનો હાથ મરડે.

  સાસુ-નણંદ હવે ‘ઈ-મેઈલ’માં મોકલે છે, ધમકીઓ રોજ રોજ એવી,
  દહેજમાં એક હજી કમ્યૂટર જોઈએ છે નહીંતર થશે જ જોવા જેવી.

  નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ‘ઈ-મેઈલ’માં ‘વાયરસ’ મોકલાવતી,
  ‘ઈ-કાર્ડ’માં ડ્રેક્યૂલા, બાબરિયો ભૂત એવાં દશ્યોથી બેયને ડરાવતી.

  સાસુ-નણંદ વળી ‘વોઈસમેલ’માં મોકલે ન સાંખી શકાય એવાં મેણાં,
  સાસુ-નણંદ અને વહુવારુ વચ્ચેના જન્મોથી કેવાં છે લેણાં !

  ‘ઈન્ટરનેટ ચૅટિંગ’માં સામસામી થાતી હોય સાસુ ને વહુની લડાઈ,
  જ્યાં લગી હૈયાવરાળ નહીં ફૂંકે ને ત્યાં લગી કેમ એ ધરાય ?

  નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો મેસેજ છોડે છે કંઈક એવો,
  પહેલાંનો ચીલો ચાતરવાનું બંધ કરી થોડીક તો લાગણીઓ સેવો.

  કમ્પ્યૂટર ઈચ્છે છે, આમની અથડામણમાં જાતે જ ‘કલોઝ’ થઈ જાવું,
  દાદા હો દીકરી ને સાસુ-નણંદના ઝઘડામાં નથી ફસાવું.

  ઝઘડામાં અમથું કંઈ નથી જોડાવું કે બીજું કંઈ નથી શું કામ ?
  સાસુ-નણંદ હવે કમ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ.

  • aataawaani સપ્ટેમ્બર 18, 2016 પર 8:47 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેન અને પ્રિય આશા બેન
   સાસુ વહુ અને કમ્પ્યુટર ત્રિપુટીની રસદાયક વાત વાંચી .
   કમ્પ્યુટર તારી કમાલ અમે ભવમાંય ભાળેલ નહીં
   સાસુ વહુને કરી બે હાલ
   ઈ કેવાય કરણી કમ્પ્યુટર
   કમ્પ્યુટર માં ગોથા મારતા આતા ના રામ રામ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: