ગામડાની જાતિ ભેદની જૂની વાતો

summer-greenery-picture

દેશીંગા  માં નદીને સામે કાંઠે  પાદરીયા પીપરા તરીકે ઓળખાતી જગ્યાએ પીપરા નીચે  પોતાની   ભેંસો બેસાડીને  એક કાટીયાવરણનો દીકરો બેઠો હતો  .અને નદીમાં ગામના માસ્તરનો ભાઈ  બ્રાહ્મણ નૌતમ  સ્નાન કરી રહ્યો હતો  . પીપરા   નીચે  એક જોગા બાપા  વડીલ બેઠા હતા   . તે નૌતમને જોઈને  કટિયાવરણના દીકરા નાગને કીધું   .  આ ભામણ ભાઈ લાડવા ખાય ખાયને કીવો લૂંઠકો થઇ ગયૉ  છે   . સાંભળીને નાગો બોલ્યો  ઈ ભલે લૂંઠકો દેખાતો હોય  પણ ઈ આપણને  કાટીયાવરણ ને  નો પુગે  (કાટીયાવરણ  ક્ષત્રિય  વર્ણનો  અપભ્રંશ  શબ્દ છે ) નાગાની વાત સાંભળી  જોગાબાપા બોલ્યા   .  ભામણ હોય ઈ ઢીલા પોચાને  બીકણીયા હોય  અને કાટીયાવરણ  બળુકા હોય  ઈવું માનવું  ભૂલ ભરેલું છે  . એલા  આપણા ગામમાં  કાનજી બાપા ભામણ  જ  હતાને ઈનીયે   ચોરને  તલવારના  ઍક્જઝાટકે નોતો ગુડી નાખ્યો  ? અને અમદાવાદમાં એક શીખને  ગુન્હો કબૂલ કરાવવા  પોલીસે  ઇન્સ્પેકટર  કુલકર્ણી ના હુકમથી  ખુબ લમધાર્યો  અને ઇથી ધરાના નઈ એટલે  તડકે ખરે બપોરે ઉભો રાખ્યો  .અને શીખ બેભાન થઈને નીચે પડી ગયો ને મરી ગયો  . હવે પોલિસ કસ્ટડીમાં  મરી ગયો  . એટલે પોલિસનું   આવી  બને  એટલે   લાશના કટકા કરી કોથળામાં  નાખી   દૂર ક્યાંક દાટી આવવાનો  કુલકર્ણીએ હુકમ કર્યો   . આ કેસમાં બે બ્રાહ્મણ હતા બે મુસલમાન હતા   . અને બાકીના બીજી બીજી જાતિના હતા   . એક સબ ઇકન્સ    .પંજાબી બ્રાહ્મણ હતો   . લાશના કટકા કરવાનો કોઈનો જીવ ચાલતો નોતો  . આલાશના કટકા  ધનેશ્વર નામના   ઔદીચ્ય  સહસ્ર   બ્રાહ્મણેજ કરેલા    પાપનો ઘડો ફૂટ્યા વિના નથી રહેતો   . એ કહેવત પ્રમાણે એક પ્રકાશસિંહ નામના  શીખ પોલિસે શીખોને  ફરિયાદ કરવા  ભેગા કર્યા  . અને ડી એસ પી  આગળ ફરિયાદ કરી   . પંજાબી શર્મા તાજનો સાક્ષી બન્યો  . અને કેસ દાખલ થયો   .  બધા છૂટી ગયા અને કુલકર્ણી પોલીસ ઇન્સ   .જેલમાં ગયા   .આ પ્રકાશસિંહ  મારો મિત્ર હતો  .. અમો ત્રણ મિત્રો હતા  એક  નાનક ચંદ કે જેના માથે તાલ હતી  એક હું હિમ્મતલાલ  અને પ્રકાશ સિંહ  બાલ વાળો પોલીસ બેડામાં  ટાલ  લાલ  અને બાલ ની ત્રિપુટી કહેવાતી  .
જોગાબાપાએ  નાગાને  વાત કરી એટલે નાગો ,   ખીજાય  ગયો એણે નૌતમ  સાથે બાથ ભીડી  અને નૌતમ નાગાને પછાડી માથે ચડી બેઠો  . અને  નાગાને  ઘુસ્તા મારવા માંડ્યો  . જોગા બાપાએ  નાગાને   નૌતમના  મારમાંથી છોડાવ્યો  . પણ નાગો ડંફાશ મારતા  બોલ્યો   . આજ હું ભૂખ્યો હતો  . એટલે નૌતમ મને

પછાડી શક્યો। કાલે હું ઘી ગોળ ખાઈને આવીશ અને બે મારા ભાઈબંધને લઇ આવીશ . અને નૌતમને બરાબરનો લમધારીશ જોગા બાપા કહે હવે બહુ બડાઈ ન કરીશ તારા બે ભાઈબંધને તું લઇ આવીશ અને ત્રીજો તું પણ એટલું યાદ રાખજે કે તમારા ત્રણમાંથી એકને તો નૌતમ અધઃ મુવો કરી નાખશે માટે વધારે ઝઘડો કરવાનું માંડી વાળ અને આબરૂને બચાવી લે . અને નાગો ગો ભાગો

2 responses to “ગામડાની જાતિ ભેદની જૂની વાતો

  1. pragnaju સપ્ટેમ્બર 11, 2016 પર 4:15 એ એમ (am)

    રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.

    • aataawaani સપ્ટેમ્બર 11, 2016 પર 5:19 એ એમ (am)

      પોલિસ લાઈનમાં એક જમશેદ ખાં કરીને મારા જેવો પોલીસ હતો . તે પોતે અસલી પઠાણ છે . એવું કહેતો હતો . આલોકની વસ્તી ગુજરાતમાં વિસ નગર વડનગર બાજુ છે . તે બિલીમ તરીકે પણ ઓળખાય છે . આ લોકોમાં કન્યાની લેવડ દેવળ પોતાની જાતમાંજ કરે છે . આ લોકોમાં વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શક્તિ નથી . જમશેદ ખાં ઊંચો અને જાડો હતો . એક બીજો પોલીસ વીરજી વિજયનગર બાજુનો આદિ વાસી હતો .વીરજી પાતળો પણ તાકાતવાળો જુવાન હતો . આ લોકો માટે ઘણા લોકો ડુંગરિયા કહીને તોછડાય થી વર્તે છે . એક વખત વીરજી સાથે જમશેદખાં ને બોલ ચાલ થઇ . જમશેદ ખાં એ મને કીધું . હિંમતલાલ તમે વીરજીને સમજાવો કે મારી સાથે ટકરાવામાં મજા નથી . હું પઠાણ છું . હું એ ડુંગરીયાનાં છોતરા કાઢી નાખીશ . મેં વીરજીને કીધું કે તું શા માટે જમશેદ ખાં સાથે હુંસા તુંસી કરેછે . કજિયાનું મોઢું કાળું કરને ? વીરજી કહે જમશેદખાં બહુ વાહયાત કરે છે . મને મારવા માટે હાથ ઉગામે છે . તમે કહેતા હોતો હું એની તોછડાય ભુલાવી દઉં . અને પછી નજીકના લો ગાર્ડનમાં બન્ને જણાએ બાંયો ચડાવી અને મેદાનમાં ઉતર્યા વીરજીએ એકજ સપાટે જમશેદને ભોંય ભેગો કરી દીધો . અને વીરજી માથે ચડી બેઠો અને મોટી લોજમાં લોટ ગુંદાય એમ ગૂંદવા માન્ડ્યો . હું અને બીજા કેટલાય માણસો તમાશો જોઈ રહયા હતા . જમશેદે મને બૂમ મારી કે મને માર ખાવા દેવો છે . છોડાવવો નથી ? પછી મેં વીરજીને કીધું , હવે બસ કર ઘણું થઇ ગયું . અને વીરજી એ જમશેદને મારવાનું બંધ કર્યું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: