Daily Archives: સપ્ટેમ્બર 10, 2016

ગામડાની જાતિ ભેદની જૂની વાતો

summer-greenery-picture

દેશીંગા  માં નદીને સામે કાંઠે  પાદરીયા પીપરા તરીકે ઓળખાતી જગ્યાએ પીપરા નીચે  પોતાની   ભેંસો બેસાડીને  એક કાટીયાવરણનો દીકરો બેઠો હતો  .અને નદીમાં ગામના માસ્તરનો ભાઈ  બ્રાહ્મણ નૌતમ  સ્નાન કરી રહ્યો હતો  . પીપરા   નીચે  એક જોગા બાપા  વડીલ બેઠા હતા   . તે નૌતમને જોઈને  કટિયાવરણના દીકરા નાગને કીધું   .  આ ભામણ ભાઈ લાડવા ખાય ખાયને કીવો લૂંઠકો થઇ ગયૉ  છે   . સાંભળીને નાગો બોલ્યો  ઈ ભલે લૂંઠકો દેખાતો હોય  પણ ઈ આપણને  કાટીયાવરણ ને  નો પુગે  (કાટીયાવરણ  ક્ષત્રિય  વર્ણનો  અપભ્રંશ  શબ્દ છે ) નાગાની વાત સાંભળી  જોગાબાપા બોલ્યા   .  ભામણ હોય ઈ ઢીલા પોચાને  બીકણીયા હોય  અને કાટીયાવરણ  બળુકા હોય  ઈવું માનવું  ભૂલ ભરેલું છે  . એલા  આપણા ગામમાં  કાનજી બાપા ભામણ  જ  હતાને ઈનીયે   ચોરને  તલવારના  ઍક્જઝાટકે નોતો ગુડી નાખ્યો  ? અને અમદાવાદમાં એક શીખને  ગુન્હો કબૂલ કરાવવા  પોલીસે  ઇન્સ્પેકટર  કુલકર્ણી ના હુકમથી  ખુબ લમધાર્યો  અને ઇથી ધરાના નઈ એટલે  તડકે ખરે બપોરે ઉભો રાખ્યો  .અને શીખ બેભાન થઈને નીચે પડી ગયો ને મરી ગયો  . હવે પોલિસ કસ્ટડીમાં  મરી ગયો  . એટલે પોલિસનું   આવી  બને  એટલે   લાશના કટકા કરી કોથળામાં  નાખી   દૂર ક્યાંક દાટી આવવાનો  કુલકર્ણીએ હુકમ કર્યો   . આ કેસમાં બે બ્રાહ્મણ હતા બે મુસલમાન હતા   . અને બાકીના બીજી બીજી જાતિના હતા   . એક સબ ઇકન્સ    .પંજાબી બ્રાહ્મણ હતો   . લાશના કટકા કરવાનો કોઈનો જીવ ચાલતો નોતો  . આલાશના કટકા  ધનેશ્વર નામના   ઔદીચ્ય  સહસ્ર   બ્રાહ્મણેજ કરેલા    પાપનો ઘડો ફૂટ્યા વિના નથી રહેતો   . એ કહેવત પ્રમાણે એક પ્રકાશસિંહ નામના  શીખ પોલિસે શીખોને  ફરિયાદ કરવા  ભેગા કર્યા  . અને ડી એસ પી  આગળ ફરિયાદ કરી   . પંજાબી શર્મા તાજનો સાક્ષી બન્યો  . અને કેસ દાખલ થયો   .  બધા છૂટી ગયા અને કુલકર્ણી પોલીસ ઇન્સ   .જેલમાં ગયા   .આ પ્રકાશસિંહ  મારો મિત્ર હતો  .. અમો ત્રણ મિત્રો હતા  એક  નાનક ચંદ કે જેના માથે તાલ હતી  એક હું હિમ્મતલાલ  અને પ્રકાશ સિંહ  બાલ વાળો પોલીસ બેડામાં  ટાલ  લાલ  અને બાલ ની ત્રિપુટી કહેવાતી  .
જોગાબાપાએ  નાગાને  વાત કરી એટલે નાગો ,   ખીજાય  ગયો એણે નૌતમ  સાથે બાથ ભીડી  અને નૌતમ નાગાને પછાડી માથે ચડી બેઠો  . અને  નાગાને  ઘુસ્તા મારવા માંડ્યો  . જોગા બાપાએ  નાગાને   નૌતમના  મારમાંથી છોડાવ્યો  . પણ નાગો ડંફાશ મારતા  બોલ્યો   . આજ હું ભૂખ્યો હતો  . એટલે નૌતમ મને

પછાડી શક્યો। કાલે હું ઘી ગોળ ખાઈને આવીશ અને બે મારા ભાઈબંધને લઇ આવીશ . અને નૌતમને બરાબરનો લમધારીશ જોગા બાપા કહે હવે બહુ બડાઈ ન કરીશ તારા બે ભાઈબંધને તું લઇ આવીશ અને ત્રીજો તું પણ એટલું યાદ રાખજે કે તમારા ત્રણમાંથી એકને તો નૌતમ અધઃ મુવો કરી નાખશે માટે વધારે ઝઘડો કરવાનું માંડી વાળ અને આબરૂને બચાવી લે . અને નાગો ગો ભાગો