Daily Archives: ઓગસ્ટ 29, 2016

લોચનિયે લોભાણી હુંતો તારી મોરલીયે લલચાણી રે હો કાના

 કહેવાય છે કે  વિષ્ણુના ચોવીસ અવતારોમાં  રામ અવતાર  અને કૃષ્ણ અવતારમાં  ઘણી બધી  કથાઓ છે   .અને એ વાર્તાઓની  લોક માનસ એટલી બધી પકડ છે કે  હજારો વર્ષથી  આ વાર્તાઓ સંભળાતી આવી છે  .  વન્ચાતી આવી છે  . પણ  એનો રસ ઘટ્યો નથી   . ઘટવાનો નથી  .  નવાઈની વાત એ છે કે  આ બન્નેમાંથી  એકેયને ખરે ખર   પિતા નથી   . દશરથ  રામના પિતા કહેવાય છે   .એવીરીતે  કૃષ્ણના  વાસુદેવ  અને  નંદ એમ બે પિતા કહેવાય છે  ,  પણ ખરેખર એ એમના પિતા નથી   . એની  કેવી રીતે  ઉત્પત્તિ  થઇ એ વાત આપ સહુ જાણો છો  .
કૃષ્ણ ના  બંસી વાદન ઉપર   સ્ત્રીઓ  ઘેલી હતી  . આ  બંસી ના  નાદ ઉપર   કુંવારી પરણેલી  બાળ બચ્ચાં વાળીને પણ  નિખાલસ પ્રેમ વછૂટ તો  
 આ બાબત  ગુજરાતના આદિ કવિ  નરસિંહ મેહતાએ  ઘણાં ગીતો બનાવ્યા છે અને  કચ્છના લંઘા ઇસ્માઇલ વાલેરા એ  ઘણાં ગાયાં   છે   . કૃષ્ણ  ગોપીઓને પજવતો ખુબ  અને કાનાની પજવણી ગોપીઓને ગમતી પણ ખુબ   .વાજિંત્ર ના  વગાડનાર   ઉપર  મોહિત  થનાર  અને એના ઉપર  પ્રાણ  ન્યોછાવર  કરનાર  સ્ત્રીઓના  એકાદ બે દૃષ્ટાંત    હું આપું છું   . જુના વખતમાં  સૌરાષ્ટ્રમાં  એક શેણી વીજાણંદની વાત બહુ જાણીતી છે  ,  બન્ને  ચારણ  જાતિનાં હતાં  ,  વીજાણંદ  કામાનો બાવો  આળસુ   , રેઢિયાળ જુવાન હતો   . પણ એ અસરકારક જન્તર  વગાડી શકતો  . અને  રખડતો ભટકતો  આવારા જુવાન  જન્તર વગાડીને રોટલા રળી  ખાતો  આ જન્તરને કારણે  એક શેણી નામની યુવતી  મોહિત થઇ ગઈ  ,  અને એની સાથે  લગ્ન કરવા સુધીને તૈયારી કરી લીધી   . આ વાતની  શેણીના બાપ  વેદાને જ્યારે ખબર પડી ત્યારે એની વ્હાલી દીકરીને  આ વીજાણંદ જેવા  રખડુ સાથે ન પરણવા  ઘણી સમજાવી   . પણ  શેણી માનતી નોતી  તે જવાબ આપતી  કે
ધોબી લુગડે ધોઈ  રૂપાળે    રાચું નઈ
મર મેલડીયો હોય  પણ વર મારો વિજાણંદો  
પ્રિન્ટિંગ પ્રેસમાં મને મદદ કરતી  હોલી પણ   એક  વીજાણંદ  જેવા  રેઢિયાળનાં  ગિટાર વાદન  ઉપર મોહિત થઇ ગએલી  ગિટાર વાળો કશું  કામ કરતો નહીં   , હોલીના પગાર ઉપર જલસા કરતો   ,  ક્યારેક એ હોલીને મારી પણ લેતો  મેં એને છોડી દેવા  ઘણી સમજાવી પણ માની નહીં   . બીજી એની બેનપણીઓ  પણ સમજાવી કે  તું બહુ દેખાવડી છો  , તુને મનગમતો યુવક મળી રહેશે   .  પણ  હોલી  એ ગિટારવાદકને છોડવા માગતી નોતી  . આને પ્રેમની પરાકાષ્ઠા પણ કહેવાય ?