Daily Archives: ઓગસ્ટ 19, 2016

સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો .તુને ચાહનારનો બેડો પાર હો

મને જે જે સ્ત્રી શક્તિઓએ  ચાહ્યો છે   . તેમાંનીથોડીક  સ્ત્રી શક્તિઓ વિષે લખીશ   . સૌ પ્રથમ મારી મા  વીશે લખીશ   .  દીકરા તો દરેક  માયુંને વ્હાલા હોય છે  . હું  બે એક વરસની ઉંમરનો હઈશ  ત્યારે  કે એના પહેલા  મને કોઈ ચુંબન  કરે એ જરાય  ગમતું નહિ   .અને એવીજ રીતે મને ઘરેણા પહેરવાં પણ ગમતાં નહીં   હું જ્યારે ઊંઘી ગયો હોઉં  ત્યારે મારી માં ધરાઈને ચુંબન કરી લેતી   , એક વખત હું પથારીમાં  આંખો બંધ કરીને પડ્યો હતો  . હું ઊંઘી ગયો છું કે જાગું  છું   . એ જોવા માટે મારી મોટી બેનને   મારી માએ  મોકલી   . હું ખરેખર  ઊંઘી ગયો છું કે  ફક્ત આંખો બંધ કરીને પડ્યો છું   .એ જોવા મારી  બેને  માથું  નમાવ્યું   .અને મેં થપ્પડ  ઠોકી દીધી  . .  આ પ્રસંગ મને યાદ છે  .પણ મારી માં મોતીનું તોરણ  થાળીમાં  મોતી ભરીને  બનાવતી હતી  આ મોતી ભરેલ થાળી  ને મેં લાત મારીને  ઓસરીમાં મોતીને  વેરન છેરણ કરી નાખેલા    .  છતાં મારી માએ  મને કશું કીધેલું નહિ મારી બેને કીધેલું કે  તે  ગગાને  બહુ  ચાગલો રાખ્યો છે   . એક થપ્પડ   ઠોકી દેતી હોયતો ?  આ વખતે હું બહુ નાની ઉંમરનો  દોઢ કે બે વરસનો હઈશ   . મારીમાં જવાબ આપતિકે ઈતો મારો કનૈયો  છે બાળ લીલા  કરે છે   .આ વાત  મેં  સાંભળેલી છે  . આ તોરણ મેં  મારા રશિયન પત્ની વાળા  પૌત્રને   એક વરસ  પહેલા આપી દીધું  છે  .
પછી શહેરમાં ઉછરેલી  છોકરી  ભાનુમતી સાથે  મારા જેવા ઢોર રાખનાર ગામડિયા સાથે  લગ્ન થયા  ભાનુમતીએ મારી ચડતી પડતી દશામાં જરાય મોઢું બગાડ્યા વિના  સાથ આપ્યો  70 વર્ષ સુધી   . તમે કોઈએ પોલીસની વાઈફ  બકરાં  ચરાવતી હોય એવું સાંભળીયુ નહિ હોય અને ભવિષ્યમાં સાંભળશો પણ નહીં  . આવી જે કોઈ સ્ત્રી હોય તો તે ભાનુમતી   . મારા લગ્ન જીવનમાં  ભાનુમતીએ ફક્ત ત્રણ વખતજ  મને ચુંબન કરેલું   . અને બીભત્સ શબ્દ કદી  બોલેલી નહિ   . મારાથી કદીક  બીભત્સ શબ્દ બોલી જવાય તો તે કહે  તમે ભડ દઈને ભૂંડું  બોલો છો  .  પછી  અમે  
અમેરિકા આવ્યાં વચ્ચે  મારા ભાઈની અને દીકરાની અમેરિકન પત્નીઓના  પ્રેમની  વાત કરી દઉં  પછી  ફરીથી   ભાનુમતી વિષે  ,    આ બધી  વાતો  મરવા કાંઠે આવેલો હું   મારી  યાદ દાસ્ત માટે અને મારા પરિવારની  જાણ કરી માટે   કરું છું       અમેરિકા મારા આગમન પછી મારા ભાઈની  અમેરિકન પત્ની એલિઝાબેથે  મારી  બહુ  કાળજી લીધી    6 મહિનાના  . દીકરા  વિક્રમને   ઊંઘમાંથી ઉઠાડી  કારમાં મૂકી  વહેલી સવારે 7    વાગ્યે  મને નોકરી ઉપર મુકવા આવતી  . મારા દીકરાની જર્મન વાઇફે પણ મારી ખુબ કાળજી લીધી મને ઘણો પ્રેમ  આપ્યો  તે ના  મુત્યુની વાત સાંભળી  હું પોકે પોકે રોયો હતો  .અમે એરિઝોના રહેવા આવ્યા ત્યારે  અમારો વિયોગ ન સહન કરવાના કારણે    ખુબ રોઈ  હતી  . એરિઝોનામાં  જયારે ભાનુમતી  ખુબ અશક્ત થઇ ગઈ  ત્યારે તે ઉભી થઇ શક્તિ નોતી   બેઠી બેઠી  ઘરમાં હરતિ   ફરતી   આવી દશામાં તે મને તેની સેવાની તકલીફ આપવા માગતી નોતી  તે નીચે ઊંઘતી કોઈ વખત  તે ગાદલા ઉપરથી નીચે ઉતરી પડે  , અને હું તેને  પથારીમાં મુકવા જાઉં તો તે બોલે  તમે મહેનત કરો માં  હું મારી મેળે  ગાદલા ઉપર  જેમ તેમ કરીને ચડી જઈશ  તમારી કેડમાં કૈંક  થઇ જશે મને મૂઈ ભાળો જો મને  તમે  ગાદલા ઉપર મુકો તો  .  હું જવાબ આપું કે  ભલે તુને મૂઈ ભાળું પણ હુંજ  તુને ગાદલા ઉપર ચડાવીશ  તોજ તું જઈ શકીશ   પછી હું ધરાર  એને પથારીમાં મુકું   . એને નાવા  માં મદદ  ભગવાનને દીવો બત્તી કરવામાં  મદદ  કર્યા પછી એ બોલે  હવે મારી પૂજા કર્યા કરતા  સિનિયર સેન્ટરમાં જાઓ  ત્યાં તમારી પૂજા કરવા માટે  રંડકિયું વાટ જુવે છે  .  .  ભાનુ મતિના મૃત્યુ પછી  એકાદ વરસ સુધી    મારું  ચિત્ત ભ્રમ જેવું થઇ ગયેલું પછી હાલ જેની સાથે રહુ છું  એ ડેવિડે મને ટિકિટ મોકલીને  પોતાને ઘરે તેડાવ્યો   . પછી  મારા કહેવાથી  મને  કરુઝમાં લઇ ગયો   . અહીં મને બે બેન પણીઓ મળી   . એમાંની  એક બેન પણીએ મારા ઉપર બહુ જાદુઈ  અસર કરી  .
करूज़मे मिल माशूक़ने ऐसा जादू किया
बी बी गुज़रजानेका जो ग़म  था भुला दिया
भानुमति जब स्वर्ग गई तब  उदासीनता छाई
गोरी लड़की आन मिली  जब मायूसी चली जाई  ….संतो भाई  समय बड़ा हरजाई  .
फिर मुझे   . एक और लड़की मिली  उसने
जलवा दिखाने आई  मुझे हुरकी  तरह  माशूक़ने क़त्ल करदिया तलवारकी तरह