જાણી અજાણી કહેવતો તેનો ઉદ્ભવ + બીજું બીજું

arizona

જિનીએ બાપના  વાળ્યાં નઈ ઈ બાવાનાં શું  વાળશે
બે જુવાનો  દેશીંગા થી  કુતિયાણા  જઈ રહયા હતા   . ભાદર  ને  ઓલે કાંઠે  પાદરીયા  પીપરા નીચે  ભેંસો બેઠી હતી  . તે ઉભી  થઈને  નજીકના જેતા બાપાના  ખેતરમાં  ઘૂસવાની તૈયારી  કરતી હતી  .  બે જુવાનો જે કુતિયાણે  જતા હતા  તેમાના એકના બાપની એ ભેંસો હતી   .    બાપે  ઘાંટો  પાડીને   દીકરાને કીધું કે   દીકરા એ ભેંસોને પાછી વાળ  નહીં તર એ  જેતા બાપાના ખેતરમાં  ઘુસી જશે  . અને  પાકને ઘણું નુકસાન કરશે  . દીકરાએ જવાબ પણ  નદીધો   . અને જેમ ચાલ્યો જતો હતો  એમ ચાલવા માંડેલો   ,પણ એની સાથે ચાલતો  જતો હતો એ સજ્જને  ભેંસો પાછી  વાળી  અને પાદરીયા પીપરા ભેગી કરી  . બન્ને જણા થોડા આગળ ગયા  ત્યાં એક બાવો બેઠો હતો  , એની ગાયો કોકના ખેતરમા  જવાની તૈયારી  કરી  રહી હતી  બાવાએ  ઓલા છોકરાને     બુમ મારીને કીધું  बेटा मेरी गइयाँ   पिच्छि वाल  બાવાનો અવાજ સાંભળી   સજ્જન બોલ્યો   .
જિનીએ  બાપનાં વાર્યાં  નઈ ઈ બાવાના શું વાળશે  ‘
काली कुत्ती मर गई  मेरी खिचड़ी मेसे स्वाद गया  .
દેશીંગામાં એક મકરાણી  રહેતો હતો  . એની બીબી જન્નત નશીન થયા પછી  એ  રાતના ખીચડિ રાંધે  અને  વાળું  કર   જેમાં ખીચડી  રાંધી હોય એ તોલીયામાંજ  ખાય લ્યે  .   અને  પછી  તોલીયાને   ભાર મૂકી દ્યે એ કાળી કુતરી આવીને  ચાટી જાય અને પછી બીજે દિવસે સાંજે   તોલીયાને સાફ કર્યા વિના  એમાંજ ખીચડી રાંધે  એક  દિવસ   કુતરી મરી ગઈ  .   એટલે તોલીયો સાફ થાય નહીં   . એટલે  એમાં રાંધેલી ખીચડી  ભાવે નહીં એટલે કહેવત   પડી કે
काली कुत्ती मर गई मेरी खिचड़ीमें से स्वाद गया   .
એક  મુંબઈ માં જન્મેલા એનો બાપ પણ મુંબઈમાં  જન્મેલા   એવા એક સોરઠી જવાને મને  મારી પરીક્ષા કરવા સવાલ કર્યો  . ઊંટડો એટલે શું।  ? મેં એનો જવાબ ધડ દઈને આપી દીધો  .  મેં એને કીધું ભાઈ  તું તારી દાદીમા પાસેથી  સોરઠના  તળપદી  શબ્દો શીખ્યો હોય   , જ્યારે હું  મારી 20 વરસની ઉંમર સુધી  સોરઠના  ગામડામાં રહેલો છું  મને જેટલા  સોરઠી શબ્દો આવડે એટલા તારી દાદી માને પણ નહીં આવડતા હોય   . પછી મેં એને પૂછ્યું વેળુમાં  નાડા છોડ  એ કહેવત  ક્યારે વપરાય   .?એનો જવાબ  વર્ષો થયા  હજી મને આપ્યો નથી  . હવે હું આપને કહું છું  .કોઈ નકદરા માણસ માટે  આપણે કશું કરીએ  અને એ માણસને એની કોઈ કિંમત નહીં  ત્યારે આપણે  કહીએ કે આ માણસને  આપ્યું એ વેળુમાં  નાડા છોડ  બરાબર  છે  .  નાડા છોડ કરવી એટલે પેશાબ કરવો   .  વેળુ  એટલે રેતી આપણા સુરેશ જાનિ  સાબરમતી નદીમાં પેશાબ કરે એ દેખાય ખરો? રેતી શોષી  જાય   .

9 responses to “જાણી અજાણી કહેવતો તેનો ઉદ્ભવ + બીજું બીજું

  1. pravinshastri ઓગસ્ટ 15, 2016 પર 7:56 એ એમ (am)

    મારા તો છોત્તેર વર્ષ નક્કામા ગયા. આ બધી કહેવતો આજ સૂધી સાંભળી જ ન હતી. આતાજી થેનક્યુ.
    આ તમારો સુરેશ જાની સાબરમતીમાં ______કરતો પકડાયો હતો. એને અમદાવાદથી તડીપાર કરીને અમેરિકા મોકલી અપાયો છે એવી અફવા સાંભળી છે. આ વાત સાચી છે?

    • aataawaani ઓગસ્ટ 15, 2016 પર 8:49 એ એમ (am)

      હા ઈ વાત તમારી સાચી છે . ઓલ્યો હિમ્મતલાલ પોલીસ એને સાબરમતી નદીની રેતમાં ઉભા ઉભા મુતરતાં સુરેશ જાની ને જોયો . એટલે પોલીસે એને દમ માર્યો . ઈ પોલીસનો ચા પીય જાય એવો સુરેશ જાની કંઈ પોલીસના દમ માં આવતો હશે . કે કાવડિયું પરખાવતો હશે ? એટલે પોલીસે દારૂની હેરા ફેરી કરનાર તરીકે ખોટો કેસ કરીને તડીપાર કરીને ઠેઠ અમેરિકા સુધી મોકલી આપ્યો .

  2. સુરેશ ઓગસ્ટ 15, 2016 પર 8:40 એ એમ (am)

    પણ અમને કાઠિયાવાડી ક્યાં આવડે છે? હવે ‘ઊંટડો’ શીખવો.
    ————
    સુરેશ જાનીએ ખરેખર અમદાવાદી ઈસ્ટાઈલ પ્રમાણે કોઈ ના જુએ એમ જાહેરમાં પેશાબ કરેલો જ છે

    ( અહીં પણ – ના રે’વાય તો શું કરવું??!!!!!!)

    • aataawaani ઓગસ્ટ 15, 2016 પર 9:04 એ એમ (am)

      ઊંટડો એટલે ગામડામાં ખેડૂતો બળદ ગાડું પાર્ક કરે ત્યારે ગાડાની નીચે ઊંટની ડોક આકારનો લાકડાનો જોડેલો જાડો ડંડો હોય કે ગાડું એના આધારે સ્થિર રહે . જે ગાડાના આગળના ભાગે હોય છે .

    • aataawaani ઓગસ્ટ 15, 2016 પર 9:15 એ એમ (am)

      એક વખત મને કચ્છી કારવાળાએ રાઈડ આપી . જન્ગલ વચ્ચે માર્ગ પસાર થતો ઉજ્જડ માર્ગ હતો તે એ ની કાર ઉભી રાખીને બોલ્યો . આઉં મુતણી કરે અચાં . અને એણે ધારાવાળી કરી લીધી .

  3. pragnaju ઓગસ્ટ 15, 2016 પર 11:34 એ એમ (am)

    હિમ્મતલાલ પોલીસને
    ઉપરસે દેખા નીચેસે દેખા
    બોલા યે ક્યા કર બેઠા ગોટાલા ?
    યેતો હૈ થાનેદારકા સાલા !!!
    પરથી મન્ના ડે એ ગાયું સાંભળો
    Dil Ka Haal Sune Dilwala – Raj Kapoor – Shree 420 … – YouTube
    Video for youtube dil ka haal sune dilwala▶ 4:50

    Jul 15, 2010 – Uploaded by Filmi Gaane
    Movie : Shree 420 Music Director: Shankar-Jaikishan Singers: Manna Dey Director: Raj Kapoor Lyrics …
    ……………………………………………..
    બાપનાં વાર્યાં નઈ ઈ …જે વાર્યા ન વરે તે હાર્યા વરે
    અમેરીકા મોકલી આપો
    …………………………………………………………….
    अलग होगा इस ‘खिचड़ी’ का स्वाद…………….
    ………………………………………….
    વેળુ આ ગીત યાદ આવ્યું
    નાનપણથી લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દિકરીને મોટી થતા જ કાયમ માટે વિદાય આપી દેવી તે પ્રસંગ દરેક આંખોને રડાવી જાય છે,છતા સમાજનો આજ સિરસ્તો છે.આ ગીતમાં દિકરી વિદાયનો પ્રસંગા રડાવી જાય છે.

    કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
    મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

    છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
    ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

    બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
    રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

    આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
    અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

    ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
    ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

    લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
    જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

    • aataawaani ઓગસ્ટ 15, 2016 પર 7:58 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞા બેન
      હું બે વર્ષ પહેલા ઇન્ડિયા ગેલો ત્યારે જે ભાઈએ અને એની વાઇફે મને ધરાર પોતાને ઘરે રોકેલો એ રાજસી આયર એની દીકરી સાસરે ગઈ ત્યારે જરાય નો તો રોયો .
      આ તમે મને વાંચવા આપ્યું એ રાગનું મેં ગીત બનાવ્યું છે .ઘરડા થયા કે દુનિયામાં કોઈનાય નો રહયા
      પુત્રોના પરિવારમાં બાપો આંખે ચડી ગયા .
      આતા બાપુ ફિનિક્સ શેરમાં રેવા જાતા રહયા
      બ્લોગમાં ગપ્પા મારી મારીને જલસા કરવા મન્ડીઆ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: