Daily Archives: ઓગસ્ટ 15, 2016

જાણી અજાણી કહેવતો તેનો ઉદ્ભવ + બીજું બીજું

arizona

જિનીએ બાપના  વાળ્યાં નઈ ઈ બાવાનાં શું  વાળશે
બે જુવાનો  દેશીંગા થી  કુતિયાણા  જઈ રહયા હતા   . ભાદર  ને  ઓલે કાંઠે  પાદરીયા  પીપરા નીચે  ભેંસો બેઠી હતી  . તે ઉભી  થઈને  નજીકના જેતા બાપાના  ખેતરમાં  ઘૂસવાની તૈયારી  કરતી હતી  .  બે જુવાનો જે કુતિયાણે  જતા હતા  તેમાના એકના બાપની એ ભેંસો હતી   .    બાપે  ઘાંટો  પાડીને   દીકરાને કીધું કે   દીકરા એ ભેંસોને પાછી વાળ  નહીં તર એ  જેતા બાપાના ખેતરમાં  ઘુસી જશે  . અને  પાકને ઘણું નુકસાન કરશે  . દીકરાએ જવાબ પણ  નદીધો   . અને જેમ ચાલ્યો જતો હતો  એમ ચાલવા માંડેલો   ,પણ એની સાથે ચાલતો  જતો હતો એ સજ્જને  ભેંસો પાછી  વાળી  અને પાદરીયા પીપરા ભેગી કરી  . બન્ને જણા થોડા આગળ ગયા  ત્યાં એક બાવો બેઠો હતો  , એની ગાયો કોકના ખેતરમા  જવાની તૈયારી  કરી  રહી હતી  બાવાએ  ઓલા છોકરાને     બુમ મારીને કીધું  बेटा मेरी गइयाँ   पिच्छि वाल  બાવાનો અવાજ સાંભળી   સજ્જન બોલ્યો   .
જિનીએ  બાપનાં વાર્યાં  નઈ ઈ બાવાના શું વાળશે  ‘
काली कुत्ती मर गई  मेरी खिचड़ी मेसे स्वाद गया  .
દેશીંગામાં એક મકરાણી  રહેતો હતો  . એની બીબી જન્નત નશીન થયા પછી  એ  રાતના ખીચડિ રાંધે  અને  વાળું  કર   જેમાં ખીચડી  રાંધી હોય એ તોલીયામાંજ  ખાય લ્યે  .   અને  પછી  તોલીયાને   ભાર મૂકી દ્યે એ કાળી કુતરી આવીને  ચાટી જાય અને પછી બીજે દિવસે સાંજે   તોલીયાને સાફ કર્યા વિના  એમાંજ ખીચડી રાંધે  એક  દિવસ   કુતરી મરી ગઈ  .   એટલે તોલીયો સાફ થાય નહીં   . એટલે  એમાં રાંધેલી ખીચડી  ભાવે નહીં એટલે કહેવત   પડી કે
काली कुत्ती मर गई मेरी खिचड़ीमें से स्वाद गया   .
એક  મુંબઈ માં જન્મેલા એનો બાપ પણ મુંબઈમાં  જન્મેલા   એવા એક સોરઠી જવાને મને  મારી પરીક્ષા કરવા સવાલ કર્યો  . ઊંટડો એટલે શું।  ? મેં એનો જવાબ ધડ દઈને આપી દીધો  .  મેં એને કીધું ભાઈ  તું તારી દાદીમા પાસેથી  સોરઠના  તળપદી  શબ્દો શીખ્યો હોય   , જ્યારે હું  મારી 20 વરસની ઉંમર સુધી  સોરઠના  ગામડામાં રહેલો છું  મને જેટલા  સોરઠી શબ્દો આવડે એટલા તારી દાદી માને પણ નહીં આવડતા હોય   . પછી મેં એને પૂછ્યું વેળુમાં  નાડા છોડ  એ કહેવત  ક્યારે વપરાય   .?એનો જવાબ  વર્ષો થયા  હજી મને આપ્યો નથી  . હવે હું આપને કહું છું  .કોઈ નકદરા માણસ માટે  આપણે કશું કરીએ  અને એ માણસને એની કોઈ કિંમત નહીં  ત્યારે આપણે  કહીએ કે આ માણસને  આપ્યું એ વેળુમાં  નાડા છોડ  બરાબર  છે  .  નાડા છોડ કરવી એટલે પેશાબ કરવો   .  વેળુ  એટલે રેતી આપણા સુરેશ જાનિ  સાબરમતી નદીમાં પેશાબ કરે એ દેખાય ખરો? રેતી શોષી  જાય   .