Daily Archives: ઓગસ્ટ 1, 2016

મારી પત્ની ભાનુમતી પરલોક ગઈ એને ઓગસ્ટ2 2007 ના દિવસે 9 વર્ષ પૂરાં થયાં .

This slideshow requires JavaScript.

ભાનુમતીનો વિયોગ સહન કરતાં મને  મહિનાઓ લાગી ગયેલા  . પછી હું દુ :ખ ભૂલવા માટે  હું એના રમુજી સુખદ  પ્રસંગો  યાદ કરીને આનંદ મેળવતો
અમે મારા ભાઈ સાથે રહેતાં ત્યારે   મારા ભાઈની અમેરિકન વાઈફ   એલિઝાબેથ  ભાનુમતીની સ્વચ્છતાની ટેવ કામ શીખવાની અને  કામ કરવાની ધગશ ઉપર ફિદા ફિદા હતી   . અમે એરિઝોના રહેવા આવ્યા ત્યારે  લાગતની શીલ એલિઝાબેથ  ચોધાર આંસુએ રડી હતી   ખાસતો  ભાનુમતીની  જુદાઈના કારણે   ; અમારા બન્ને બચ્ચે ઝઘડો થતો   . ગરીબીમાં  કરકસર કરવાના કારણે  અમારા ઘરમાં ચા પીવાની ટેવ ફક્ત   ભાનુમતીને હતી  . જોકે પછી વહુને સારું લગાડવા  મારા બાપા  ચા પીવાના બંધાણી થઇ  ગયેલા    ..
અમો અમદાવાદ રહેતા ત્યારે મારી પાસે ભૂતિયા કાર્ડ હતા  એટલે મારી પાસે ખાંડ અને ચોખાનો જથ્થો  ભેગો  થઈ જતો  . આ ખાંડ અને ચોખાને હું વેચતો અને એ પૈસાનો ઉપયોગ હું  ઘરના બીજા ખર્ચાઓમાં કરતો   .  ભાનુમતી ક્યારેક એની ચાલાક બેન પણીઓને મફતમાં  ખાંડ આપી દ્યે   . આ મને જરાય ન ગમે  . અને આ કારણે અમારા બન્ને વચ્ચે ઝઘડો  થઇ પડતો  . અમો અમેરિકા આવ્યા પછી હું કમાતો  અને આ છત વાળા દેશમખાધા   ખોરાકી   બાબતના ખર્ચ બાબત  ઝઘડાનો કોઈ સવાલજ ઉભો ન થતો  . એક વખત એક છોકરાએ મને પૂછ્યું  કાકા તમે કોઈદી ઝઘડો કરો છોકે નહિ  . હું એને જવાબ આપતોકે અમારા વચ્ચે ઝઘડો થાય છે પણ ખોટે ખોટો   સાચો  ઝઘડો  ન થાય   . એના માટે  ખોટો  ઝઘડો  કરીને સંતોષ માનીએ છીએ   . કોઈ વખત ખાસ કામ  ન હોય તો અમે ઝઘડો કરીએ અમારો ઝઘડો  પાંચેક   મિનિટ   ચાલે    . ભાનુમતી  ઘડિયાળ સામે જોતી જાય  . ટાઈમ પૂરો થાય એટલે કહે   ટાઈમ પૂરો થઇ ગયો  . હવે ચાંપ દબાવી દ્યો  . ઝઘડો પૂરો થાય એટલે ભાનુમતી બોલે  આજતો તમે હું નવાનવા શબ્દો બોલતા  હતા   . આવું બધું તમે ક્યાંથી  શીખી લાવો છો   ? ભાનુમતીને  કોઈને ખવડાવવાનું બહુ ગમે અને પછી પોતાની  રસોઈના વખાણ થાય એ ગમે   . કોઈને કશું આપવાનું પણ એને બહુ ગમે   .  અને માણસ  લેવાની ના પાડે તો એને ન ગમે   કોઈ મિત્ર ઘરે આવે તો એને ચા પીવડાવે  ચા ન પીએતો કોફી  અને છેલ્લી બાકી રસ  આગ્રહ  મકરીને  પીવડાવે  અને એ પણ મોટા પ્યાલા ભરી ભરીને  એક તરુણા  બેનેતો  મોઢે ચડીને કીધું કે    આ ઘરે તો આવવા જેવું નથી  . માસી ધરાર ખવડાવે છે   . હું એરિઝોનામાં  રહેવા આવ્યા પછી   પુષ્કળ  શાકભાજી વાવતો એક વખત  મને એક પટેલે રવૈયા  રીંગણાં  ના છોડ આપ્યા પુષક્ળ રીંગણા થતાં અમે બે જણા કેટલુંક ખાઈએ  મિત્રોને આપીએ   . તીખાં મરચા પણ ખુબ થતાં હું તીખું ખાઉં નહીં  ભાનુમતી ખાય એ કેટલુંક ખાય   અમે મિત્રોને આપીયે એક વખત ભક્તિ અને તેનો પતિ અમારે ઘરે આવ્યા  અને ભાનુમતીએ મરચાનો ઢગલોaapyo કુલ કહે અમારે નથી જોતાં   સાંભળીને   ભાનુમતીનું      મોઢું બગડી ગયું  .  આ જોઈને ભક્તિ   બોલી  લઈલે   નહિતર માસીને નહીં ગમે  . .
ભાનુમતીને પ્રાણીઓ પક્ષીઓ  બાળકો મેમાનો બહુ વહાલાં  અમે સરદારનગરમાં અમદાવાદ રહેતા હતા ત્યારે  ઇંડામાંથી નીકળેલું મોરનું   બચ્ચું પાળેલું  તેને મોટો મોર કરવા સુધી  ભાનુમતીએ ખુબ કાળજી રાખેલી   .આ  બચ્ચાં  ને નાનું હતું  ત્યારે  એને ઉધય અને એવાં  જીવજંતુ ખવડાવવા  પડતાં  ભાનુમતી  આ કાર્ય કરતી એમાં એને   પાપ  લાગતું નહિ   . અચૂક સ્નાન કરીંને ભગવાનની સેવા પૂજા કરે ગીતાનો એક અધ્યાય વાંચે દેવ દેવસ્થ ની  માનતા પણ બહુ માને  અને એપણ જોડ શ્રીફળ અને જોડ દીવાની  નજીવી વસ્તુ માટે  માનતા માને    અમે સિત્તેર સાથે રહયાં એમના વિષે લખું  તો મહાભારત  કરતાં  મોટું પુસ્તક  લખાય  એમ છે પણ  એને   બાળકો  પ્રત્યેના  પ્રેમની વાત કરું તો  મારો ભત્રીજો વિક્રમ એની માં કરતા  ભાનુમતી પાસે વધુ સમય ગાળે  આ કારણે વિક્રમ અમારી દેશીંગા ની બોલી શીખી  ગયેલો  થોડો વખત  એને  અમેરિકામાં મારા મોટા દીકરાના મિત્રને  બેબી સીટરની જરૂર પડી  .  . ભાનુમતી એના દીકરાનું બેબી સીટિંગ કરતી  દીકરો તો ભાનુમતીનો એવો હેવાયો  થઇ ગહેલોકે  એની મા નોકરી ઉપરથી આવે એટલે  દીકરાને   તેડવા જાય તો દીકરો એની માં પાસે ન જતાં ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય  એની માં કહે ભાનુબેન   એને ખોળા માંથી ઉઠાડી મુકો   . ભાનુમતી કહે હું    ઉઠાડું નહીં  મુકું તું ખેંચીને લઈજા એક વખતતો  દીકરાની મા પદ્મા બેનને  કહેવું પડેલું કે  હવેતો દીકરાને મારો  રહેવા દો? વખત જતા આ દીકરો મોટો થઇ ગયો ડોક્ટર બની ગયો અને પરણ્યો ત્યારે  એના બાપ રમેશે4 કન્કોત્રી લખી કે આ તમારો દીકરો પરણે છે  .  દેખાવમાં ભાનુમતી  સીધી સાદી ભલી ભોળી લાગે પણ    .  પણ વધારે  પરિચયથી  ખબર પડેકે આતો  જબરી    બાધોળકી છે  . કોઈ માણસને  થોડાક પરિચયથી  એના સ્વભાવની એ કેવો છે એની ખબર નો પડે  . ભાનુમતી પરલોક ગયી એના વિયોગમાં હું ઘણા વખત સુધી   અર્ધ ગાંડા જેવો થઇ ગયેલો   .પણ સ્ત્રી શક્તિએ મને બચાવી લીધો  .  खल्वतमे मिल माशूक़ने ऐसा  जादू किया   .   बीबी गुजरजानेका जो ग़म  था भुला दिया   .
भानु भानु पुकारू में  मनसे भानु   आ  नही सकती जन्नतसे

तेरी है ज़िद्दी आदत फिर  फ़िदा होती है जान अपनी अगर तुझमे न ज़िद्द होती खुदा जाने   तो क्या  होता

तू  है  कम ज़ोर   फिरभी काम मर्दानास करती  हो तू ज़ोरावर अगर होती खुदा जाने  तो मकया होता  .