
એક અમેરિકન સિટીજન ગુજરાતી 72 વરસનો માણસ છતી બાયડીએ વાંઢો હતો કેમકે તેની બાયડી તેનું ઘર હલાવતી નોતી તે ઘણું કમાતી હતી અને સરસ મકાનમાં રહેતી હતી . આ માણસ મારો મિત્ર છે . મિત્રો અનેક પ્રકારના હોય છે . એમાંના એક પ્રકારનો એ મારો મિત્ર હતો . મિત્ર ઘણું કમાઈ બેઠેલો એની પાસે ખુબ પૈસા હતા , અને આ પૈસા એ બહુ છૂટથી વાપરતો હતો .પ્રવાસનો અને કિંમતી વસ્તુ ખરીદવાનો એ શોખીન હતો તેને વિશ્વના ઘણા દેશોમાં પ્રવાસ કરેલો છે . એક વખત એ ઈરાન ફરવા ગયો . ઈરાન સાથે અમેરિકાના સારા સબંધો નહોવાથી ઈરાનનો વિસા મહા મુશ્કેલીએ મળ્યો ઈરાન નજવા માટે એને ઘણાએ સમજાવેલો ફક્ત મેં કીધું કે જે થવાનું છે એ થવાનુંજ છે . માટે તું પરમશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઈરાન ફરવા જરૂર જા
मुद्दई लाख बुरा चाहे तो क्या होता है
वोही होताहै जो मंजूरे खुदा होता है
એ ઈરાન પહોંચી ગયો . અહીં એણે ટેક્ષી ભાડે કરીને ઈરાનમાં ઘણે જોવા લાયક સ્થળોએ ફર્યો ઈરાનમાં સાઉદી અરેબિયા કુવૈત વગેરે અરબ દેશો કરતા સ્ત્રીઓને થોડી છૂટ છાટ હોય છે ઈરાનમાં સ્ત્રીઓ બુરખો નથી પહેરતી પણ માથું કાન ગળું ઢાંકેલું રાખવું પડે છે .અહીં સ્ત્રી મોટર કાર ચલાવી શકે છે . પણ મોટર સાઇકલ નથી . ચલાવી શક્તિ ‘સરકારના કહેવા પ્રમાણે સ્ત્રી મોટર સાઇકલ ચલાવે ત્યારે એના નિતંબ ઉભરેલા દેખાય છે જે પુરૂષોનું આકર્ષણ કરે છે અને આ કારણે અનર્થો સર્જાય છે . ઈરાનમાં કોઈ મુસલમાન પોતાનો ધર્મ છોડે તો તેને મૃત્યુ દંડની સજા થાય છે . એવીરીતે કુંવારી ગર્ભવતી થાય તો એને પણ મૃત્યુ દંડની સજા કરવામાં આવે છે . વૈશ્યા વૃત્તિ સદંતર બંધ છે .પણ છુપી રીતે બધું ચાલતું હોય છે .
ટેક્ષી ડ્રાયવરને કારણે મિત્રને ઘણી યુવતીઓ સાથે વાત ચિત કરવાનો મોકો મળેલો કેટલીક યુવતીઓ સરસ ઈંગ્લીશ પણ બોલતી હતી . ઈંગ્લીશ ન જાણતી યુવતીઓ સાથે વાતો કરવામાં ડ્રાયવર દુભાષિયાનું કામ કરતો . મિત્રને બે બેનપણીઓ મળી જે બેન પણીઓના શરીર જુdaa હતા પણ મન એક હતાં . નાની હતી એ ઈંગ્લીશ સારું જાણતી હતી . તેને પોતાનો ઈ મેલ પણ હતો . બન્ને છોકરીયું ગમેતે ભોગે અમેરિકા આવવા . માંગતી હતી મોટી છોકરીએ નાની બેન પણી પહેલાં અમેરિકા જાય એમ ઇચ્છતી હતી એટલે , મિત્ર સાથે નાનીનો પરિચય વધારે રાખવા દીધો પણ ઈરાનમાં વધુ પડતું છૂટ છાટથી હલી ભળી ન શકાય એટલે દુબઇ બંને બેન પણીઓ અને મિત્ર ગયાં . દુબઈ ખુબ મોંઘુ શહેર છે મિત્રે હોટલમાં બે રૂમો ભાડે રાખી એક પોતાના અને પોતાની યુવતી માટે અને બીજી બેનપણી માટે એક મહિનો આવી રીતે મિત્રે દુબઈ માં જલસો કર્યો અને અમેરિકા આવ્યો અને મને વાત કરીકે હું એક ઈરાની છોકરીને મારા માટે અમેરિકા લાવવા માગું છું .અને એમાં તમારા સહકારની જરૂર છે .મિત્ર પોતે પરણેલો હોય લગ્ન ન કરી શકે એટલે મિત્ર માટે મારો પૌત્ર લગ્ન કરે તો તે છોકરી અહીં આવી શકે લગ્ન કરીને અહીં આવ્યા પછી પ્લેનમાંથી ઉતર્યા પછી મિત્ર યુવતીને પોતાને ઘરે એ લઇ જાય . એવું નક્કી કર્યું .મિત્ર પાસેથી છોકરીયુંના સેવા ભાવના બહુ વખાણ સાંભળીયા . એટલે મારો વિચાર થયોકે મોટી છોકરી છે એને મારો મોટો પૌત્ર પરણીને અહીં લઇ આવે . તો બે છૉકરીયુંને સ્ત્રીઓને સ્વતંત્રતા વાળા આ દૅઢમાં લાવવાનું પુણ્ય મળે ; મોટો મારો પૌત્ર પરણ્યો નથી . પણ એને પ્રેમિકા છે અને તે બે છોકરાં નો બાપ છે . મારો વિચાર એવો થયો કે એ મોટી છોકરીને મારો મોટો પૌત્ર રીત સાર પત્ની તરીકે રાખે પણ બહુ છૂપું રાખવું પડે નહિતર પ્રેમિકા જબરો ઝઘડો કરે હવે ઈરાની છોકરીનો વિચાર પણ જાણવો જોઈએ કેમકે પૌત્ર બે છોકરાનો બાપ છે અને એને પ્રેમિકા છે એ બધું ઈરાની છોકરી નિભાવી શકશે ? એ છોકરીને ઈંગ્લીશ નથી આવડતું એટલે એનો સંપર્ક કેવી રીતે કરવો .
મારો એક બહાઈ ધર્મી ઈરાની મિત્ર છે તેની પાસે ફારસી ભાષામાં લખાવીને ઈમૈલ એની બેનપણી ઉપર મોકલવો અને રીતે પત્ર વહેવાર કરીને સંપર્ક સાધવો . મેં બહાઈ મિત્રને કીધું કે તુ મને હું કહું એ રીતે મને ઈંગ્લીશ લિપિમાં ફારસી ભાષામાં લખી દે
ઉર્દુ લિપિ અને ફારસી લિપિ સરખી હોય છે અને હું ઉર્દુ થોડું ઘણું જાણું છું .બસ પછી પત્ર વહેવાર ચાલુ થયો . મેં છોકરીને બધી વાતથી વાકેફ કરી . તેને જવાબ દીધો કે હું મુસ્લિમ સ્ત્રી છું વફાદારીથી હું તમારા પૌત્રની વાઈફ તરીકે હું રહીશ અમારામાં પતિને બીજી પત્ની હોય છે . એટલે હું એ રીતે ટેવાયેલી છું . અને હું મારા બાપની જેમ તમારી સેવા કરીશ . અને હું બરાબર તમારા પૌત્રની પ્રેમિકા પાસે ગુપ્તતા જાળવીશ અને એના સંતાનોને મારા સંતાનો ગણીશ અને બધું ગોઠવાઈ ગયું . મેં મિત્રને વાત કરીકે મોટી છોકરી પણ આ રીતે અમેરિકા આવી શકશે . અને પ્લેનમાંથી તમે એકાદી રાત માટે મારે ઘરે ભલે રહે મારો પૌત્ર છાની રીતે એકાદી નરાત એની સાથે ગાળે પછી એની ઈચ્છા પ્રમાણે જેટલું રહેવું હોય એટલું રહે એની બેનપણી સાથે તમારે ઘરે જેટલું રહેવું હોય એટલું રહે મિત્ર બોલ્યો . એને તમારા પૌત્ર થી હાથ પણ નો લગાડાય હજીતો મેં એને પૂરું કીધેલું પણ નહીં કે એ મારા પૌત્રની વાઈફ તરીકે કાયમ મારા પૌત્ર સાથે રહેશે . અને પછી મારે કહેવું પડયુંકે તો હું તમને મદદ ન કરી શકું .