સ્વાશ્રયી 93 વરસના ભલી આઈ કેવળ એક દિવસની અશક્તિ ભોગવી ગીતા શબ્દ બોલતાં સ્વર્ગે ગયાં .

toda-buffalo fp-01
 દેશીંગા  જેવડા નાના ગામડામાં   એક ખેત મજુર  વિધવા  ભણેલાં નહિ પણ ગણેલાં સાધ્વી જેવાં માજી  રહેતા હતાં  . તેણે એક  દેવના ચક્ર જેવા દીકરાને  જન્મ આપ્યા પછી ભર જુવાનીએ  વધવા બન્યાં   .આ તેર તાંસળીયા  વરણમાં ફરીથી લગ્ન કરવાની છૂટ હોય છે  .પણ આઈ  એ બીજાં લગ્ન કરેલાં  નહીં આઈ એ એવો વિચાર કરીને ફરીથી લગ્ન નહીં કરેલા કે  ભગવાને મને  મારું તર્પણ  કરવા વાળો દિકરો આપ્યો છે  . એ ઘણું છે   . હવે બીજા લગ્ન કરું ઈ તો મોજ શોખ માટે કહેવાય   . વખતે જાતા વાર નથી લગતી  આઈ એ દિકરાને ધામ ધૂમ થી પરણાવ્યો  સારા કુટુંબની સંસ્કારી  વહુ આવી  .  આ વાતને પણ વર્ષો વીતી ગયાં  .
દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો   . ગામ ગોર રેવાશંકર  મહારાજે  દિકરાનું નામ ઉગો પાડ્યું  .  કારણ ગમે તે હોય પણ અનાદિ કાળથી  સાસુ વહુને બહુ ભળતું નથી    હોતું ઇનો દાખલો  રામે રાવણ  સાથે યુદ્ધ કરી  રાવણ  કુળનો નાશ કરીને  સીતાને છોડાવીને રામ અયોધ્યા પધાર્યા  .  એક વખત  સીતા કૌશલ્યા માતાને .  પ્રણામ કરવા ગયા ત્યારે  કૌશલ્યા માતાએ સીતાને પૂછ્યું કે  રાવણ દેખાવમાં કેવો હતો   ? સીતાએ જવાબ આપ્યોકે રાવણ મને વિનવણી  કરવા મને મળવા  અશોક વાટિકામાં આવતો  અને પોતાની પટરાણી
બનાવવા માટે બોલ બોલ કરતો પણ  હું મારી આંખો ઢાળી  નીચું માથું કરી  સાંભળ્યા કરતી  કરતી એટલે મેં એને જોયો નથી  . મારુ ધ્યાન એના પગ ઉપર  રહેતું  સાંભળીને  કૌશલ્યા માતા બોલ્યાં  તો તું એના પગ કેવા હતા એ ચીતરી બતાવ  સીતાએ રાવણના પગ   ચિતરી બતાવ્યા   . આ સીતાએ દોરેલું  રાવણ ના પગનું ચિત્ર  લઇ  કૌશલ્યા  માતાએ  પગના ચિત્ર ઉપર  આખો રાવણ  ચીતર્યો  . અને સૌ લોકોને કીધું કે આ ચિત્ર  સીતાએ દોરેલું છે  એવું  કહી સીતાની વગોવણી કરી  .
એક વખત ભલી આઇએ દીકરા વહુને કીધું કે  આજથી હું  તમને સ્વતંત્રતા આપીને હું બાજુના ઘરમાં જુદી રવેવા જાઉં છું  . જુદા રહેવાથી  લમ્બો સમય પ્રેમ જળવાઈ  રહેશે  .  ભલી આઈ એ  મહેનત મજૂરી કરી પૈસા બચાવેલા  એમાંથી એક ભેંસ ખરીદી  અને આ ભેંસની પૂરતી કાળજી લ્યે એના માટે ચોમાસાની સીઝનમાં   ઘાસ લાવે એને પાણી પીવા લઇ જાય  , નદીમાં નવડાવવા લઇ જાય   .  ભેંસને દોવે છાશ વલોવે માખણ કાઢે   ગામ લોકોને જેને  કોઈ વખત અનાજ દળવાનું આળસ થાય એવા લોકોને  ભલી આઈ  અનાજ પણ ડાલી આપે અને રીતે  ભલી  આઈ બે પૈસા પણ કમાય લ્યે  .  એક દિવસ ભલી  આઇએ દીકરા વહુને કીધું કે  તમે ભેંસને  દોતાં જાજો અને તેનું દૂધ તમે રાખજો મને તમારે  સાંજ સ્વર અકેક શેર દૂધ  આપવું અને થોડું માખણ આપવું  .    આઈ  પાસે જો થોડું ઘી ભેગું થઇ જાય તો  શિવ મન્દિરે દીપમાળા   પ્રગટાવી આવે   .   થોડાં કાવડિયાં ભેગાં  થઇ જાય તો   નિશાળનાં છોકરાંઉને અને ગામના  છોકરાંઉને  ખારેકની અને સાકરની  લાણ વહેંચી આવે  . માસ્ટર  કોઈ છોકરા વિષે કહે કે આઈ  આ છોકરો  પહેલે નમ્બરે  પાસ થયો છે તો આઈ એને બે સાકરના ગાંગડા વધુ આપે  . આઈ એ પોતે  ઘરમાં ફાડા લાપસી  કે શિરો બનાવ્યો હોય તો  થાળી ભરીને દીકરાને ઘરે મોકલાવે  .દરરોજ વહેલી સવારે આઈ  સ્નાન  કરે પછી ભગવાનને દીવો બત્તી કરે   . શિયાળામાં  આઈ  ગરમ પાણીએ નાય  આસિવાય હમ્મેશા  ઠંડા પાણી થી સ્નાન કરે
એક ડી આઈ સ્નાન કર્યા પછી બેઠાં થઇ નોતાં શકતા એટલે એણે પોતાના અતિ વ્હાલા પૌત્ર  ઉગાને બોલાવ્યો  . અને ઉગાને કીધું કે તારા બાપને બરક એ મને બેઠી  કરે આજ હું પાટલા ઉપરથી ઉભી થઇ નથી  સગતી  . હું હવે મરવાની થઇ છું   આવી નબળાય મને કોઈ દિ આવી નથી  .   ઉગાને છાતી સરખો  દબાવીને વ્હાલો કરીને  કીધું ઉગા  હું મરી જાઉં ત્યારે રોતો નહિ   . યુગો કહે આઈ મારાથી બહુ  રોવાઇ જવાશે  . થોડી વારમાં ઉગાનો  બાપ આવ્યો  આઈને પાટલા ઉભા કર્યા  અને પથારી ભેગા કર્યા  રેવાશંકર ગોરને બોલાવ્યો  એ ગીતા વાંચવા માંડ્યો આઈ ગીતા એવો શબ્દ  બોલ્યાં અને બોલવાની સાથે  આઇનું પ્રાણ પંખેરું  ઉડી ગયું  ગામની બાયડીઓઍ    મરસીયા  ગાયા   અને ભલ  ભલા  વજ્જર  જેવી છાતી વાળાઓના  આંખોમાંથી  આંસુઓની ધારાઓ  વહેવા  માંડી
 શિયાળે ઉનાળે  આઈ  ઢોર ચરવા જાય ત્યારે  એની પાછળ રખડીને છાણ ભેગું કરે અને આ છાણમાં  ધૂળ  ભેળવે અને ઢગલો મોટો કરે અને   આ ઢગલો  આઈ  ને પૈસા આપી  ખેડૂતો પોતાના ખેતરમાં નાખવા લઇ જાય   . છાણમાં  માટી ભેળવતાં એ આઈને પોતે   છાણમાં ભેળ સેળ  કરીને   . અને આ બાબત    પોતે  દગો કરે છે એવું લાગતું   . અને આ કારણે  તેઓનું હૃદય   દુઃખાતું  એક વખત  ગાંગો  ખેડૂત આઈ પાસે છં ખરીદવા આવ્યો ત્યારે આઇએ   ગાંગા આગળ   વાત કરીકે ગાંગા મને તું થોડાં ઓછાં  કાવડિયાં દેજે કેમકે  આ  ખાતરનો ઢગલો  એકલા છાણનો નથી ઈમા મેં  ધૂળ ભેળવી છે  . ગાંગો બોલ્યો  આઈ આતો તમે  છાણમાં નદીનો   કાઁમ્પ ભેળવીને  સરસ ગળતિયું ખાતર બનાવ્યું છે  , એટલે ખરેખર તો તમને વધારે પૈસા આપવા જોઈએ  . આવાં હતાં નિખાલસ ભલી આઈ  * ***
Advertisements

11 responses to “સ્વાશ્રયી 93 વરસના ભલી આઈ કેવળ એક દિવસની અશક્તિ ભોગવી ગીતા શબ્દ બોલતાં સ્વર્ગે ગયાં .

 1. pravinshastri July 27, 2016 at 6:42 pm

  ખૂબ સરસ વાત જાણવા મળી આતાજી. લખતા રહો જ્ઞાનગંગા વહાવતા રહો.

  • aataawaani July 28, 2016 at 2:11 am

   પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
   જયાં સુધી તમારા જેવાંનો ઉત્સાહ મળતો રહેશે . ત્યાંસુધી લખતો રહીશ , અનેક પ્રકારની પરિસ્થિતિઓ પાર કરવામાં ઘણા અનુભવો થયા છે .

 2. મનસુખલાલ ગાંધી, U.S.A. July 27, 2016 at 6:48 pm

  સરસ વર્ણન કર્યું છે.

 3. pragnaju July 27, 2016 at 7:20 pm

  ખૂબ સુંદર જીવન દર્શન
  આઇને અમારી પ્રેમભરી સ્મરણાંજલી

  • aataawaani July 28, 2016 at 2:02 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   હજી ગામડામાં મોટી ઉંમરના વડીલો ભલી આઈ જેવા મળી આવે ખરા .
   જે ને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે પ્રેમ ભાવ
   કૂબાઓમાં હશે પણ પાકા મકાનો માં નથી
   जिसको कहते है मुहब्बत जिसको कहते है खलूस
   झोपडोमे है तो है पुख्ता मकानोंमे नहीं

 4. સુરેશ July 28, 2016 at 6:01 am

  એ પેઢી વિદાય થઈ ગઈ. આઈને પ્રણામ.

  • aataawaani July 28, 2016 at 8:00 am

   હું ચૌદેક વર્ષની ઉંમરનો હઈશ ત્યારની આ વાત છે . દેશીંગામાં એક જેઠી ફુઈ નામે ભલી આઈના સારથિયાં માજી હતાં એક વખત હું ગોવિંદો અને બીજા કેટલાક છોકરા જેઠી ફુઈના ફળિયામાં ભમકરડેથી રમતા હતા . જેઠી ફુઈ આ વખતે વાસિંદુ વાળતાં હતાં ગોવિંદો અમારા કરતાં થોડી મોટી ઉંમરનો તેણે જેઠી ફુઈને કીધું . ફુઈ ઘરમાં વહુ દીકરીયું ઘણીયુંય છે . એ વાસિંદુ વાળી નાખશે . તમે પોરો ખાવને ? જેઠી ફુઈ બોલ્યા ગગા જયાં સુધી જીવીએ ત્યાં સુધી બને એટલું કામ કરવું જોઈએ . નહિતર મર્યા પછી નર્કમાં જાઈએ ત્યારે જમના માર ખાતાં ખાતાં કામ કરવું પડે . જેઠી ફુઈ બહુ સાચક માણસ હતાં . આ જેઠી ફુઈએ જુવાન પ્રભાશંકરના મૃત્યુના સમાચાર સાંભળ્યા . જેઠી ફુઈને આઘાત થયો . એ ને થયું કે પ્રભાશંકરની બાયડી ભામણ ની દીકરીનો રંડાપો શી રીતે પાર પડશે . અને જેઠી ફુઈને હાર્ટ એટેક આવ્યો અને સ્વર્ગ ભેગાં થઇ ગયાં . આ જેઠી ફુઈના વાક્ય ” જ્યા સુધી કાયા હાલે ત્યાં સુધી બની શકે એટલું કામ કરવું જોઈએ ” ઉપરથી મેં શેર બનાવ્યો છેકે .
   जब तक रहे तू ज़िंदा: कुछ काम करते रहना
   काम तुझको मार डाले इतना ज्यादा : न करना

 5. Vimala Gohil July 28, 2016 at 1:54 pm

  “આવાં હતાં નિખાલસ ભલી આઈ * ***”ને એવા જ નિખાલસ હતા ગાંગા જેવા ગામમાં વસ્તા લોક.
  આતાજી,
  દેશીંગા પુરાણ કથતા રહો જે સાંભળી-વાંચી આવી સારપ આચરતા થઈ શકીએ.

  • aataawaani July 28, 2016 at 3:54 pm

   પ્રિય વિમળાબેન ગોહિલ પ્રિય વિમળાબેન ગોહિલ
   એક જેઠી ફુઈ હતાં એ લગભગ ભલીઆઈના સારથિયા ગામ સગપણે એ મારાં ફુઈ થાય . દેશીંગાથી લગભગ આઠેક માઈલ દૂર તરખાઈ નામનું દેશીંગાથી પણ નાનું ગામડું આખા ગામમાં મેર ખેડૂતોની વસ્તી તમે “આતાવાણી” માં વાંચ્યું હશે કે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા ગરેજ ગામથી દેશીંગા રહેવા આવ્યા કાનજી બાપાનો સૌથી મોટો દીકરો દયારામ બાપા ,દયારામ બાપા દેશીંગાથી તરખાઈ રહેવા જતા રહેલા . દયારામ બાપાથી નાનો ભાઈ પ્રેમજી બાપા જે મારા દાદા તરખાઈના મેર મ્યાઝરે જેઠી ફુઈને બેન કરેલાં મ્યાઝર વારે તહેવારે જેઠી ફુઈને ભેટ મોકલતો રહે . જેઠી ફુઈ સતવાદી માણસ એક વખત હું મારો મિત્ર ગોવિંદો અને બીજા કેટલાક છોકરા જેઠી ફુઈના ફળિયામાં ભમરડેથી રમતા હતા . અમે બધા બાર બાર ચૌદ ચૌદ વરસની ઉંમરના ગોવિંદો અમારા કરતાં થોડી મોટી ઉંમરનો અમે રમતા હતા ત્યારે જેઠી ફુઈ વાસિંદુ વાળતાં હતાં . ગોવિંદે જેઠી ફુઈને કીધું . ફુઈ ઘરમાં વહુ દીકરીયું ઘણીયુંય છે . ઈ વાસિંદુ વાળી નાખશે તમે પોરો ખાવ , જેઠી ફુઈ બોલ્યાં ગગા જ્યા સુધી કાયા હાલે ત્યાં સુધી થાય એટલું કામ કરવું જોઈએ હરામનું નો ખવાય , જો મફતનું ખાઈએ તો મર્યા પછી નર્કમાં જાવું પડે અને ત્યાં જમ ધોકા મારીને કામ કરાવે .
   આ જેઠી ફુઈએ સમાચાર સાંભળીયા કે જુવાન પ્રભાશંકર મરી ગયો . જેઠી ફુઈને આઘાત લાગ્યો કે હવે પ્રભાશંકરની બાયડી બિચારી ભામણની દીકરીનો રંડાપો કેમ કરીને વીતશે ? અને આ આઘાતમાં તેનું હૃદય બન્ધ પડી ગયું . ઇંગ્લીશમાં કહેવું હોય તો હાર્ટ એટેક આવ્યો .અને જેઠી ફુઈ સ્વર્ગે જતાં રહયાં . જેઠી ફુઈએ ગોવિંદાને જવાબ આપેલો એ યાદ કરીને મેં મારા હરજાઈ ભજનમાં એક કડી ઉમેરી .
   जबतक रहो दुनियामे ज़िंदा काम करो मेरे भाई
   इतना ज्यादा : काम न करना काम तुझे खा जाई …संतो भाई समय बड़ा हरजाई .
   એક જેઠી ફુઈ હતાં એ લગભગ ભલીઆઈના સારથિયા ગામ સગપણે એ મારાં ફુઈ થાય . દેશીંગાથી લગભગ આઠેક માઈલ દૂર તરખાઈ નામનું દેશીંગાથી પણ નાનું ગામડું આખા ગામમાં મેર ખેડૂતોની વસ્તી તમે “આતાવાણી” માં વાંચ્યું હશે કે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા ગરેજ ગામથી દેશીંગા રહેવા આવ્યા કાનજી બાપાનો સૌથી મોટો દીકરો દયારામ બાપા ,દયારામ બાપા દેશીંગાથી તરખાઈ રહેવા જતા રહેલા . દયારામ બાપાથી નાનો ભાઈ પ્રેમજી બાપા જે મારા દાદા તરખાઈના મેર મ્યાઝરે જેઠી ફુઈને બેન કરેલાં મ્યાઝર વારે તહેવારે જેઠી ફુઈને ભેટ મોકલતો રહે . જેઠી ફુઈ સતવાદી માણસ એક વખત હું મારો મિત્ર ગોવિંદો અને બીજા કેટલાક છોકરા જેઠી ફુઈના ફળિયામાં ભમરડેથી રમતા હતા . અમે બધા બાર બાર ચૌદ ચૌદ વરસની ઉંમરના ગોવિંદો અમારા કરતાં થોડી મોટી ઉંમરનો અમે રમતા હતા ત્યારે જેઠી ફુઈ વાસિંદુ વાળતાં હતાં . ગોવિંદે જેઠી ફુઈને કીધું . ફુઈ ઘરમાં વહુ દીકરીયું ઘણીયુંય છે . ઈ વાસિંદુ વાળી નાખશે તમે પોરો ખાવ , જેઠી ફુઈ બોલ્યાં ગગા જ્યા સુધી કાયા હાલે ત્યાં સુધી થાય એટલું કામ કરવું જોઈએ હરામનું નો ખવાય , જો મફતનું ખાઈએ તો મર્યા પછી નર્કમાં જાવું પડે અને ત્યાં જમ ધોકા મારીને કામ કરાવે .
   આ જેઠી ફુઈએ સમાચાર સાંભળીયા કે જુવાન પ્રભાશંકર મરી ગયો . જેઠી ફુઈને આઘાત લાગ્યો કે હવે પ્રભાશંકરની બાયડી બિચારી ભામણની દીકરીનો રંડાપો કેમ કરીને વીતશે ? અને આ આઘાતમાં તેનું હૃદય બન્ધ પડી ગયું . ઇંગ્લીશમાં કહેવું હોય તો હાર્ટ એટેક આવ્યો .અને જેઠી ફુઈ સ્વર્ગે જતાં રહયાં . જેઠી ફુઈએ ગોવિંદાને જવાબ આપેલો એ યાદ કરીને મેં મારા હરજાઈ ભજનમાં એક કડી ઉમેરી .
   जबतक रहो दुनियामे ज़िंदा काम करो मेरे भाई
   इतना ज्यादा : काम न करना काम तुझे खा जाई …संतो भाई समय बड़ा हरजाई .

 6. રીતેશ મોકાસણા July 30, 2016 at 2:18 am

  આતા, દેશીંગા ગામ ટીમ્બા જેવડું ને એની વાતો ટોપલા ભરાય એટલી

  • aataawaani July 30, 2016 at 4:36 am

   પ્રિય રિતેશ
   દેશીંગા ચોમાસામાં જ્યારે નદીઓમાં પૂર આવે ત્યારે ટાપુનું રૂપ ધારણ કરે છે . એટલે ગામ માં મકાનોને ઊંચા બનાવવા પડે છે . એટલે મારો કેહરો ભાઈ કેતો કે હવે દેશીંગું મુંબઈનું બચલું થઇ ગયું છે . હવે બીજા ગામોની માફક દેશીંગામાં ભણતર , ચણતર ,અને જણતર વધી ગઈ છે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: