Daily Archives: જુલાઇ 27, 2016

સ્વાશ્રયી 93 વરસના ભલી આઈ કેવળ એક દિવસની અશક્તિ ભોગવી ગીતા શબ્દ બોલતાં સ્વર્ગે ગયાં .

toda-buffalo fp-01
 દેશીંગા  જેવડા નાના ગામડામાં   એક ખેત મજુર  વિધવા  ભણેલાં નહિ પણ ગણેલાં સાધ્વી જેવાં માજી  રહેતા હતાં  . તેણે એક  દેવના ચક્ર જેવા દીકરાને  જન્મ આપ્યા પછી ભર જુવાનીએ  વધવા બન્યાં   .આ તેર તાંસળીયા  વરણમાં ફરીથી લગ્ન કરવાની છૂટ હોય છે  .પણ આઈ  એ બીજાં લગ્ન કરેલાં  નહીં આઈ એ એવો વિચાર કરીને ફરીથી લગ્ન નહીં કરેલા કે  ભગવાને મને  મારું તર્પણ  કરવા વાળો દિકરો આપ્યો છે  . એ ઘણું છે   . હવે બીજા લગ્ન કરું ઈ તો મોજ શોખ માટે કહેવાય   . વખતે જાતા વાર નથી લગતી  આઈ એ દિકરાને ધામ ધૂમ થી પરણાવ્યો  સારા કુટુંબની સંસ્કારી  વહુ આવી  .  આ વાતને પણ વર્ષો વીતી ગયાં  .
દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો   . ગામ ગોર રેવાશંકર  મહારાજે  દિકરાનું નામ ઉગો પાડ્યું  .  કારણ ગમે તે હોય પણ અનાદિ કાળથી  સાસુ વહુને બહુ ભળતું નથી    હોતું ઇનો દાખલો  રામે રાવણ  સાથે યુદ્ધ કરી  રાવણ  કુળનો નાશ કરીને  સીતાને છોડાવીને રામ અયોધ્યા પધાર્યા  .  એક વખત  સીતા કૌશલ્યા માતાને .  પ્રણામ કરવા ગયા ત્યારે  કૌશલ્યા માતાએ સીતાને પૂછ્યું કે  રાવણ દેખાવમાં કેવો હતો   ? સીતાએ જવાબ આપ્યોકે રાવણ મને વિનવણી  કરવા મને મળવા  અશોક વાટિકામાં આવતો  અને પોતાની પટરાણી
બનાવવા માટે બોલ બોલ કરતો પણ  હું મારી આંખો ઢાળી  નીચું માથું કરી  સાંભળ્યા કરતી  કરતી એટલે મેં એને જોયો નથી  . મારુ ધ્યાન એના પગ ઉપર  રહેતું  સાંભળીને  કૌશલ્યા માતા બોલ્યાં  તો તું એના પગ કેવા હતા એ ચીતરી બતાવ  સીતાએ રાવણના પગ   ચિતરી બતાવ્યા   . આ સીતાએ દોરેલું  રાવણ ના પગનું ચિત્ર  લઇ  કૌશલ્યા  માતાએ  પગના ચિત્ર ઉપર  આખો રાવણ  ચીતર્યો  . અને સૌ લોકોને કીધું કે આ ચિત્ર  સીતાએ દોરેલું છે  એવું  કહી સીતાની વગોવણી કરી  .
એક વખત ભલી આઇએ દીકરા વહુને કીધું કે  આજથી હું  તમને સ્વતંત્રતા આપીને હું બાજુના ઘરમાં જુદી રવેવા જાઉં છું  . જુદા રહેવાથી  લમ્બો સમય પ્રેમ જળવાઈ  રહેશે  .  ભલી આઈ એ  મહેનત મજૂરી કરી પૈસા બચાવેલા  એમાંથી એક ભેંસ ખરીદી  અને આ ભેંસની પૂરતી કાળજી લ્યે એના માટે ચોમાસાની સીઝનમાં   ઘાસ લાવે એને પાણી પીવા લઇ જાય  , નદીમાં નવડાવવા લઇ જાય   .  ભેંસને દોવે છાશ વલોવે માખણ કાઢે   ગામ લોકોને જેને  કોઈ વખત અનાજ દળવાનું આળસ થાય એવા લોકોને  ભલી આઈ  અનાજ પણ ડાલી આપે અને રીતે  ભલી  આઈ બે પૈસા પણ કમાય લ્યે  .  એક દિવસ ભલી  આઇએ દીકરા વહુને કીધું કે  તમે ભેંસને  દોતાં જાજો અને તેનું દૂધ તમે રાખજો મને તમારે  સાંજ સ્વર અકેક શેર દૂધ  આપવું અને થોડું માખણ આપવું  .    આઈ  પાસે જો થોડું ઘી ભેગું થઇ જાય તો  શિવ મન્દિરે દીપમાળા   પ્રગટાવી આવે   .   થોડાં કાવડિયાં ભેગાં  થઇ જાય તો   નિશાળનાં છોકરાંઉને અને ગામના  છોકરાંઉને  ખારેકની અને સાકરની  લાણ વહેંચી આવે  . માસ્ટર  કોઈ છોકરા વિષે કહે કે આઈ  આ છોકરો  પહેલે નમ્બરે  પાસ થયો છે તો આઈ એને બે સાકરના ગાંગડા વધુ આપે  . આઈ એ પોતે  ઘરમાં ફાડા લાપસી  કે શિરો બનાવ્યો હોય તો  થાળી ભરીને દીકરાને ઘરે મોકલાવે  .દરરોજ વહેલી સવારે આઈ  સ્નાન  કરે પછી ભગવાનને દીવો બત્તી કરે   . શિયાળામાં  આઈ  ગરમ પાણીએ નાય  આસિવાય હમ્મેશા  ઠંડા પાણી થી સ્નાન કરે
એક ડી આઈ સ્નાન કર્યા પછી બેઠાં થઇ નોતાં શકતા એટલે એણે પોતાના અતિ વ્હાલા પૌત્ર  ઉગાને બોલાવ્યો  . અને ઉગાને કીધું કે તારા બાપને બરક એ મને બેઠી  કરે આજ હું પાટલા ઉપરથી ઉભી થઇ નથી  સગતી  . હું હવે મરવાની થઇ છું   આવી નબળાય મને કોઈ દિ આવી નથી  .   ઉગાને છાતી સરખો  દબાવીને વ્હાલો કરીને  કીધું ઉગા  હું મરી જાઉં ત્યારે રોતો નહિ   . યુગો કહે આઈ મારાથી બહુ  રોવાઇ જવાશે  . થોડી વારમાં ઉગાનો  બાપ આવ્યો  આઈને પાટલા ઉભા કર્યા  અને પથારી ભેગા કર્યા  રેવાશંકર ગોરને બોલાવ્યો  એ ગીતા વાંચવા માંડ્યો આઈ ગીતા એવો શબ્દ  બોલ્યાં અને બોલવાની સાથે  આઇનું પ્રાણ પંખેરું  ઉડી ગયું  ગામની બાયડીઓઍ    મરસીયા  ગાયા   અને ભલ  ભલા  વજ્જર  જેવી છાતી વાળાઓના  આંખોમાંથી  આંસુઓની ધારાઓ  વહેવા  માંડી
 શિયાળે ઉનાળે  આઈ  ઢોર ચરવા જાય ત્યારે  એની પાછળ રખડીને છાણ ભેગું કરે અને આ છાણમાં  ધૂળ  ભેળવે અને ઢગલો મોટો કરે અને   આ ઢગલો  આઈ  ને પૈસા આપી  ખેડૂતો પોતાના ખેતરમાં નાખવા લઇ જાય   . છાણમાં  માટી ભેળવતાં એ આઈને પોતે   છાણમાં ભેળ સેળ  કરીને   . અને આ બાબત    પોતે  દગો કરે છે એવું લાગતું   . અને આ કારણે  તેઓનું હૃદય   દુઃખાતું  એક વખત  ગાંગો  ખેડૂત આઈ પાસે છં ખરીદવા આવ્યો ત્યારે આઇએ   ગાંગા આગળ   વાત કરીકે ગાંગા મને તું થોડાં ઓછાં  કાવડિયાં દેજે કેમકે  આ  ખાતરનો ઢગલો  એકલા છાણનો નથી ઈમા મેં  ધૂળ ભેળવી છે  . ગાંગો બોલ્યો  આઈ આતો તમે  છાણમાં નદીનો   કાઁમ્પ ભેળવીને  સરસ ગળતિયું ખાતર બનાવ્યું છે  , એટલે ખરેખર તો તમને વધારે પૈસા આપવા જોઈએ  . આવાં હતાં નિખાલસ ભલી આઈ  * ***