એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી”

image1

 એકજ દે ચિનગારી મહાનલ એકજ દે  દે ચિનગારી
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભઅટારી
એક ન સળગી સગડી મારી  વાત વિપતની ભારી
મહાનલ એકજ દે ચિનગારી   …1
ચકમક  લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો  વ્યર્થ ગઈ મેહનત મારી
મહાનલ એકજ દે  ચિનગારી  …2
ઠંડીથી મુજ કાયા થથરે    ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ  હું અધિક ન માગું  માગું એક ચિનગારી
મહાનલ એકજ દે  ચિનગારી   .  …3
 આ કવિતા બનાવનાર શ્રી હરિહર  ભટ્ટ  અમદાવાદમાં રહેતા હતા   . હાલ ઘણા વખતથી  સ્વર્ગમાં વસે છે  .  તેઓ જ્યારે ભાવનગર  સૌરાષ્ટ્ર મા રહેતા હતા   . ત્યારે  તેઓ  ભાવનગરમાં તખ્તેશ્વર  મહાદેવના મઁદિરે સાંજના  જતા  એક વખત  તેઓને  રાતના ઝગમગતા  તારા જોઈ એક કવિતા બનાવવાની સ્ફુરણા થઈ   . જે  મેં ઉપર લખી છે   .  આ સ્વ  , હરિહર   ભટ્ટને    તો હું ઓળખતો પણ એના દિકરા શ્રી સુબોધ ભટ્ટ અને શ્રી સુધાકર ભટ્ટ  અને  દીકરી મધુ બેન અને જમાઈ શ્રી જયંત વ્યાસને પણ  હું  સારીરીતે ઓળખું છું  . હરિહર ભટ્ટ  બહુ ઓછા બોલા માણસ હતા   .  પણ હું તેઓ એકલા હોય ત્યારે  થોડીક રમૂજ થોડીક કરી લેતો  પણ તેઓ હસ્ત તો નહીં  પણ કશો પ્રત્યત્તર  પણ આપ તા  નહીં   .   આજે તેઓ મને થોડાક યાદ આવ્યા છે  . તો તેઓની થોડીક રમુજી વાત કરી લઉં    .  મારાદાદા 125 કરતા વધુ સમય થી સ્વર્ગમાં રહે છે  .  તેઓ મને  થોડા દિવસ પહેલા મને મળવા  આવ્યા હતા  . તે મને  વાત કરતા હતા કે હવે સ્વર્ગમાં પણ  કોમ્પ્યુટર  વપરાય છે અને એવી સગવડ પણ થઈ છે કે  હવે કોઈનો જીવ લેવા માટે યમદેવને  પૃથ્વી લોક સુધી ધક્કો નહીં ખાવો પડે   . ચિત્ર ગુપ્ત ત્યાં બેઠાં બેઠાં જ  યમદેવ પાસે જીવ ખેંચાવી લેશે  . શ્રી હરિહર ભટ્ટ હું એના વિશે લખીશ તો એ  મને પોતાનો ગમો અણગમો  મારા ઈ મેલ ઉપર મોકલી આપશે  , તો એના વિશે થોડીક વાત કરું છું  . જ્યારે તેઓએ  તખ્તેશ્વર  પાસે  એક ચિનગારી માગવાની વાત કરી કે  મને એક નાનકી અમથી ચિનગારી આપો   , ત્યારે  મહાદેવે તેમને એવું કીધું કે તું  સીધી અગ્નિ દેવ પાસે મહાનલ  પાસે માગણી કર  હારી હરભટ્ટ સીધા અગ્નિ દેવ પાસે ગયા અને તેની પ્રશંશાનો શ્લોક  બોલ્યા   .
चत्वारि श्रृंगा  त्रयो अस्य पादा  द्वे शीर्षे  सप्त हस्ता   હરિહરભટ્ટની  સ્તુતિ સાંભળી  તેમના ઉપર અતિ પ્રસન્ન થયા  , અને બોલ્યા  તારે શું જોઈએ છીએ ત્યારે  હરિહર ભટ્ટ  બહુ નમૃતાથી હાથ જોડીને બોલ્યા  પ્રભુ  મારે એક જરાક જેટલી ચિનગારી  જોઈએ છીએ મારે બીજું  કંઈ  અધિક   .  નથી જોતું   . આ વખતે  અગ્નિ દેવતાને  શંકર  દાદાને કુંવારો ગરીબ  આંધળો  વાણિયો  છેતરી ગયો હતો તે વાત યાદ આવી  .  એટલે તેઓ  બોલ્યાકે  એકજ ચિનગારીમાંતો  આખું જગત સળગી જાય  હું  એવું   વરદાન નહીં આપું પણ  તારા બે દીકરા એનો પરિવાર દીકરીનો  પરિવાર બધાને હું   અમેરિકા મોકલી આપું છું  . એવું કહી અગ્નિદેવ અદૃશ્ય  થઈ ગયા   .

8 responses to “એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી”

  1. રીતેશ મોકાસણા જુલાઇ 20, 2016 પર 2:28 એ એમ (am)

    બહુ સુંદર, જૂની અને મીઠી વાતો

    • aataawaani જુલાઇ 20, 2016 પર 6:07 એ એમ (am)

      પ્રિય રિતેશ
      તને નહીં ગમે પણ મારે બે ભાષામાં અને બે રીતની વસિયત નામા જેવી ગઝલો લખવી પડશે . ફક્ત મારા મનો રંજન માટે
      इतना तो करना यारब जब रूह बदनसे निकले
      साक़ी हो मय पिलाती जब रूह बदनसे निकले અને બીજું આ રીતે
      इतना तो करना यारब जब रूह बदनसे निकले
      गीताका शब्द लबोपर जब रूह बदनसे निकले

  2. pragnaju જુલાઇ 20, 2016 પર 4:18 એ એમ (am)

    ઘણી જાણીતી,કેટલીક અણજાણી તો કેટલીક તમારા સ રસ વ્યંગની વાતો વાંચી મઝા આવી
    સાથે વિનંતિ કે વેબ ગુર્જરી પર અમારા ન.પ્ર.બુચજી (સ્વ નથી લખતા-તેઓ અમારા હ્રુદયમા જીવે છે) માટે વિસ્તારપૂર્વક લખશો.
    મારો પ્રતિભાવ
    સુંદર વ્યંગકાવ્યો
    હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટ્યું છે. લેખકનો નર્મમર્મ પાછળનો ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિન સુધી અપૂર્વ છે.એમણે પોતાના વિષે રમુજમાં ઘણું લખ્યું છે. તેમનો પોતાનો પરીચય…
    [અનુષ્ટુપ] —ન.પ્ર.બુચ.

    પ્રભુનો પુત્ર એ પામ્યો ક્રોસ અંત્ય કસોટીએ
    ગણાઈ પૂર્ણ ઉત્તીર્ણ, ગયો શાશ્વત સ્વર્ગમાં;
    પ્રભુનો પુત્ર હું પામ્યો ક્રોસ અંત્ય કસોટીએ
    ગણાઈને અનુત્તીર્ણ રખાયો એ જ વર્ગમાં !
    આવી જ સંગીત સમારંભને અંતે ગવાતી ભૈરવીમા આનંદથી છૂટા પડતા ગેય રચના-
    યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

    ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
    કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

    ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
    કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

    ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
    બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.મેં ગાઇ છે.

    આવા મુઠ્ઠી ઉંચેરા શિક્ષકો હોય તો પાયાની કેળવણીનો પાયો મજબુત બને.

    તેમને કોટી વંદન

  3. aataawaani જુલાઇ 20, 2016 પર 6:42 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન
    સ્વ . ન . પ્ર બુચજીનનો ભેરવી છંદ મને ગમ્યો અને તેની કાવ્ય લખવાની શૈલી પણ ગમી . એના જવાબમાં લખવાનું કે
    માગી માગીને ચીનગારી માગી એમાં શું કરી તેં કમાઈ
    શિવ શંકર જેવો ભોળો નથી હું સ્તુતિથી જાઉં ફુલાઈ …સંતો ભાઈ સમય બાદ હરજાઈ …104

  4. Vimala Gohil જુલાઇ 20, 2016 પર 1:43 પી એમ(pm)

    વાહ, આતાજી, મહાનલ પાસે માંગેલ એક નાનીસી ચિનગારીનૂં તત્વગ્નાન વ્યંગ-હાસ્યમા આપે સરળતાથી સમજાવી આપ્યું!!!

    • aataawaani જુલાઇ 20, 2016 પર 2:31 પી એમ(pm)

      પ્રિય વિમળા બેન
      થોડા વખતમાં એક ગઝલ તમારા માટે અને થોડાક બીજા મિત્રો માટે મોકલીશ જે હું મારી પ્રેકટીશ માટે બે લિપિમાં લખીશ .
      તમારી કોમેન્ટ ઉત્સાહ વર્ધક હોય છે મને બહુ ગમે છે .તમે મને આનંદથી મારી વૃદ્ધા અવસ્થા પાર કરાવશો એવું લાગે છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: