
આ વાત પંચતંત્રની છે . હું જાતિનું નામ આપ્યા વગર અને થોડો મારો આઈડિયા ભેળવીને વાત માંડું છું .
એક ભગવા વેશધારી કપાળમાં તિલક કરેલું ડોકમાં માળા પહેરેલી એ સાધુ સૌરાષ્ટ્ર ના ગીરના જન્ગલ મા આવેલા ભેરિયા નેસડામાં એક રબારીના નેસમાં ગયો . રબારીએ એને એક બકરીનું બચ્ચું દાનમાં આપ્યું . આ બચ્ચું ખભે ઉપાડીને આ સાધુ હાલ્યો જતો હતો . તેને જોઈને ઠગોની ટુકડીએ વિચાર કર્યો કે આપણે ભલ ભલાને છેતરીએ છીએ . આજે આ બાવાનું કરી નાખીએ . વચ્ચે એક વાત કહી દઉં આ પણ આપને ગમશે . ચંબલ ખીણ ના ડાકુઓને વિચાર આવ્યો કે આ મથુરાના ચોબા લોકોને આડું અવળું સમજાવીને પિતૃઓને નર્કમાંથી સ્વર્ગમાં મોકલવાની લાલચો આપીને પૈસા પડાવે છે એની પાસેથી આપણે પૈસા પડાવીએ એક ડાકુના સભ્યે ગોકુલ મથુરા જઈને ચોબાઓને વાત કરીકે ચંબલ ખીણમાં ડાકુઓ યજ્ઞ કરાવવાના છે માટે તેઓને તમારી જરૂર છે . આપને પુષ્કળ દાન દક્ષિણા મળશે . આ વાત બહુજ ગુપ્ત રાખવાની છે . નક્કી કરેલા દિવસે ચોબાઓની ટોળી ચંબલ ખીણમાં પહોંચ ગઈ . અને ડાકુઓને મળી ડાકુઓએ બંદૂકની અણીએ ચોબાઓને લાઈન સર બેસાડી દીધા . અને ચોબાઓના સગાઓને ખાસ કરીને એમની પત્નીઓને ખબર પહોંચાડ્યા કે અમુક રકમ ડાકુઓને પહોંચાડી દ્યો . એટલે તમારા પતિ દેવો તમને જીવતા મળશે જો પૈસા ડાકુઓને નહીં મળે તો તમને તેમની લાશો પહોંચાડવામાં આવશે . કે જેથી કરીને તમારે સતી થવું . હોય તો અનુકૂળતા રહે .
હવે મુખ્ય વાત સાધુ બકરું ખંભે ઉપાડીને જતો હતો . ત્યારે ઠગોએ ગોઠવણ કર્યા પ્રમાણે એક ઠગ સાધુને મળ્યો સાધુને પ્રણામ કર્યા . સાધુએ આશીર્વાદ આપ્યા . પછી ઠગ બોલ્યો .મહારાજ આ કૂતરાને ખભે ઉપાડીને ક્યાં લઈ જાઓ છો ? સાધુ બોલ્યો .તારે આંખો છેકે નથી ? આ કૂતરું છે ? ઠગ ઠાવકું મોં રાખીને બોલ્યો . તમને બકરું લાગતું હશે પણ છે આ કૂતરું . સાધુએ કશું ઠગની વાત ઉપર ધ્યાન નઆપ્યું અને ચાલવા માંડ્યું . થોડે દુર જતા એને બીજો ઠગ મળ્યો . એણે પણ પહેલા ઠગની જેમ પ્રણામ કર્યા અને બીજી મીઠી વાતો કરી પછી ધીમે રહીને કીધું . ગુરુ આ કૂતરાને ખભે કેમ ઉપાડ્યું છે .? સાધુ બોલ્યો જોતો નથી આ કૂતરું છે કે બકરું .? ઠગ કહે તમને બકરું લાગતું હશે . પણ છે આ કૂતરું . સાધુ થોડો વિચારે તો ચડી ગયો પણ ચાલવા માંડ્યો .આગળ જતા એને ત્રીજો ઠગ મળ્યો તેણે તો સાધુને સાષ્ટાંગ દંડવત કર્યા . અને સાધુના પગમાં પડ્યો . અને પછી સાધુ સામે જોઈને બોલ્યો . બાપુ આ કૂતરાને ખભા ઉપર બેસાડીને ક્યાં ચાલ્યા? હવે સાધુ ચિત્ત ભ્રમ થઈ ગયો . એને નક્કી થઈ ગયું કે ખરે ખર આ બકરું નથી પણ કૂતરુંજ છે . અને પછી બકરાંને પડતું મૂકી ચાલતો થયો . અને ઠગે બકરું લઈ લીધું અને પછી બધા ઠગોએ ભેગા મળી બકરાંને શેકી ખાધું .
એક ઠગ વિદ્યાની ભેગા ભેગી બીજી વાત કહું . એક વખત ઠગોએ વિચાર કર્યોકે આપણે આજે હેર કટિંગ સલૂન વાળાને શીશામાં ઉતારીએ બે ઠગ અમદાવાદના ગાંધી રોડ ઉપર ફરી રહયા હતા . ત્યાં એને સાતેક વરસનો એક છોકરો મળ્યો . આ છોકરાના વાળ કાનઢંકાય એટલા લાંબા હતા . . એ છોકરાને પીપર મેટની ગોળી આપી પછી પૂછ્યું . તારે વાળ કપાવવા છે ? છોકરો કહે હા એટલે છોકરાને હેર કટિંગ સલૂનમાં લઈ ગયા . અને સલૂનમાં ખુરસી ઉપર બેસાડ્યો . અને છોકરા સાથે થોડીક પોતાનો દીકરો હોય એવી વાતો કરી ; .એ આજેતો મમી પૂર્ણ પોળી બનાવવાની છે . હમણાં અમારા વાળ કપાય એટલે તારા વાળ કાપી આવશે ઓકે ? પોતાના વાળ હજામે કાપી આપ્યા પછી ઠગે હજામને કીધું . આ બાળકના વાળ કાપો એટલામાં અમે ચંદ્ર વિલાસ માંથી જમવાનું લઈ આવીએ છએ પછી આપણે સહુ સાથેજમીએ એમ કહી ઠગ પોબારા ગણી ગયા .
એક સાંજે હું એક મંદિરમાં ગયેલો આ વખતે બહાર ગામથી સાધુ આવેલા આ સાધુને પગે લાગીને તેમના ચરણ સ્પર્શ કરીને જમવા જવાનું એવો કાયદો આ વખતે મેં ઠળિયાની માળા પહેરેલી
એનું ચગદુ બાવળમાંથી બનાવેલું આ ચગદાને સાધુને બતાવ્યું અને પૂછ્યું . આ ચગદા ઉપર ભગવાનનું ચિત્ર મૂકી શકાય ખરું ? એમ કહીને આ ચગદાને ફેરવીને બંને બાજુ કોઈ ચિત્ર વગર ખાલી દેખાડ્યું . ચિત્ર મુકવાની મહારાજે હા પાડી એટલે મેં મહારાજના હથેલીમાં ચગ દુ મૂક્યું અને ઉપર મારી હથેળી મૂકી અને પછી મહારાજને કીધું હવે તમારા બીજા હાથની ટચલી થી ટકોરો મારો મહારાજે ટકોરો માર્યો મેં હથેળી ઊંચી કરી કે ભગવાનનું ચિત્ર દેખાણું . મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા . અને ચિત્રને આંખે અડાડ્યું . સત્ય સાઈબાબા મોઢામાંથી શિવલિંગ કાઢે છે એ કેવીરીતે કાઢે છે . એ તમને ખબર પડી જાય એમ છે . અને હું મારા મોઢામાંથી અકિકનું શિવ લિંગ કાઢી બતાવું એ તમને ખબર પડીજાય . તરીકે તમે પકડી પાડો તો તમે ખરા .
Like this:
Like Loading...
Related
અમારા સુરટી ટો ટરટ ખબર પડૅ – કિશોર મોદીની વાત મઝાની
હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.
હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.
ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.
અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.
છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.
(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)
*
વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!
આ કિશોર મોદીએ મને મારી “આતાઈનાં આપ જોડિયાં” બુકમાં પ્રસ્તાવના લખી આપી છે ., આ બુક મને સુરેશ જાની મળવા આવેલા ત્યારે મેં તેમને ભેટ આપી છે . કિશોર ભાઈના પત્ની ધૃતિ બેન મારા લેખો હું જ્યારે ગુજરાત ટાઈમ્સ માં લખતો ત્યારે તે અવશ્ય વાંચતાં .