એક અભણ ગામડિયા કવિએ રચેલો ચંદ્રાવળા છંદ

64164276_835449ce2b

અમારી બાજુના એક સિંધી મુસલમાન  તમાચી  સૂમરાએ  એક છંદ  બનાવ્યો છે  .  જે આપણે વાંચવા આપું છું  . બહુ વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર  ના રાજાઓને ત્યાં નોકરી કરવાના હેતુથી  સિંધી  મુસલમાનો આવેલા  અત્યારે હાલ તેઓ  કચ્છી મિશ્રિત જેવી  સિંધી ભાષા  બોલે છે જોકે  ભાવનગર બાજુના સિંધીઓ  આપણા જેવી ભાષા બોલવા મંડયા છે   ,સિંધી સ્ત્રીઓ  ઘાઘરા  પહેરે છે  અને  ખેતી કામ કરનારા સિંધી  આંગડી ચોરણો અને માથે પાઘડી બાંધતા હોય છે  ભાવનગર બાજુ આંગડીને  કેડિયું  કહે છે   . આંગળીની આગળ  જે કસો બાંધવાની હોય છે એ કસો હિન્દુ  ખેડૂતો  જમણેથી  ડાબે બાંધવાની હોય છે જ્યારે  સિંધી  ,  જત   , વગેરે  મુસલમાન ખેડૂતો ની કસો ડાબેથી જમણે બાંધવાની હોય છે એટલે  આપણને ખબર પડી જાય કે આ મુસલમાન છે  . જોકે હવે બધું બદલાઈ ગયું છે  .   હવે  ચંદ્રાવળા  છંદ વાંચો  .
અહાડે  માંડી એલિયું  ગાજવીજ ઘન ઘોર
તોરી બાંધ્યા તરુવરે  અને મધુરા બોલે મોર
મધુરા  બોલે  મોર તે મીઠા
 ઘ  ણ મુલા સાજન  સપનામાં દીઠા
 ચ્યે તમાચી સૂમરો રીસાણી ઢેલને  મનાવે મોર
અહા ડે  માંડી  એલીયું  ગાજવીજ ઘન ઘોર
 અષાડ  મહિનામાં સતત  એક ધારો વરસાદ  વરસતો હોય ઈને  એલી  થઈ કહેવાય  અને આવે વખતે   વીજળી ચમકતી હોય  મેં ગાજતો હોય હડેડાટી બોલાવતો હોય   . તે વખતે  તોરી એટલે ઘોડો  એને માથે સવાર  થઈને  ક્યાંય  બહાર  નીકળાય  નહીં એટલે ઘોડાને ઝાડ નીચે બાંધી રાખ્યો હોય
અને મોરલાઓ    પોતાની ડોકને વાંકી ચૂંકિ વાળીને મેં આવ મેં આવ  એવા શબ્દોમાં ગહેકાટ  કરતા હોય  . અને આવે વખતે  જેનો પ્રીતમ  પરદેશ હોય  એવા મહામુલા  સાજન પોતાના સ્વપ્નમાં દૃશ્યમાન  થતા હોય  અને તમાચી નામનો અને સુમરા અટક ધરાવતો  સિંધી કહે છે કે  રિસાયેલ ઢેલ ને  નૃત્ય  કરીને મનાવતો  હોય  આવો દેખાવ  અષાડ મહિનાની એલી  વખતે થાય પણ આ  મલકમાં  મેં હડેડાટી  બોલાવીને ગાજતો હોય  પણ  મોરલો જરાય બોલે નહીં મેં મોરલા પાળ્યા  છે એટલે મને જાત અનુભવ  છે  . એકાદ કચ્છી  દોહરો  મોરલાના માનમાં આપણે વાંચવા આપું છું
એક ભાઈ  મોરલાની બોલી ન ગમતી હોવાથી  મોરલાને ઉડાડી  મુકેછે  . ત્યારે મોરલો જવાબ આપે છે કે 
અસીં  વનજા મોરલા  કણ કણ પેટ ભરા
રત આવે ન બૉલસા તોતો હઈડો  ફાટ મરા     . 
  

7 responses to “એક અભણ ગામડિયા કવિએ રચેલો ચંદ્રાવળા છંદ

 1. સુરેશ જૂન 28, 2016 પર 6:27 એ એમ (am)

  સરસ બળૂકો છંદ. આમ જ મણિયારો અને સનેડો પણ સમજાવજો.

  • aataawaani જૂન 28, 2016 પર 8:37 એ એમ (am)

   પ્રિય સુરેશ ભાઈ
   ગુરુની આજ્ઞા માથે ચડાવીને મણીયારા વિશે લખું છું . સનેડો એ સ્નેહનું અભૃશ છે . આથી વધારે હું જાણતો નથી ‘મણિયારા વિશેની વાત મેં ગુર્જરી ડાયજેસ્ટ મા લખેલી છે . એટલે હવે તમારા માનને ખાતર લખું છું એ ગુર્જરી ડાયજેસ્ટ ના સૌજન્ય થી છે . ટૂંકાવીને લખવી પડશે .ખરો શબ્દ મણિયારો નથી ,પણ માણીયારો છે . માણીયારો એટલે માન વાળો સ્વમાની . એક વાત એવી છે કે જે શબ્દ આપણી જીભે વધુ વધુ શબ્દ ચડતો હોય એને ભળતો શબ્દ બીજો હોય તેને આપણે બોલીયે છીએ બોલાય જવાય છે . એક દાખલો , કિલોગ્રામનું નવું તોલમાપ નીકળ્યું , ત્યારે દેશીંગાના લુહાર રૂડીમાં દુકાને તેલ લેવા જાય ત્યારે દુકાનદારને કહે દીકરા ગોકળીયા મને એક ખીલો તેલ દે ,એવીરીતે મણિયારો શબ્દ આપણી જીભ ઉપર તુરત ચડે મણિયારો એટલે બંગડીયું વેચવા વાળો કે એવો કોઈ ફેરિયો હવે આપ બુદ્ધિથી વિચાર કરો કે કોઈ બંગડી વાળો બઁગડીઓ વેચીને બીજે ગામ જવા જઈ રહ્યો હોય ત્યારે એના વિયોગમાં કોઈ યુવતી ઉદાસ થઈને રડી નો પડે .
   મારી ઉંમર ચૌદેક વરસની હતી ત્યારે મરમઠની નિશાળેથી ભણી ને ઘરે આવી રહ્યો હતો . ત્યારે મરમઠ ગામની પછવાડેના મનજી આંબા ઝાલાવાડિયાના કુવા ઉપર ચાલતા કોસ ઉપર હાથ પગ ધોવા ગયો . ત્યાં એક સફેદ બગલાની પાંખ જેવા સફેદ કપડા પહેરેલો ઉઘાડ પગો ચારણ પણ હાથ પગ ધોતો હતો . એને મેં પૂછ્યું ગઢવી તમે સુંદર કપડા પહેર્યા છે . પણ પગરખા કેમ પહેરતા નથી ? તેણે જવાબ આપ્યો . શરીરનો સ્પર્શ પૃથ્વી માતા સાથે સીધો થતો હોય છે . અને એનાથી બુદ્ધિ અને યાદ શક્તિ ખીલતી હોય છે . જૈનાચાર્ય હેમચંદ્ર સુરી ઉઘાડ પગાજ હતા . વાતમાંથી વાત નીકળતાં
   ગઢવીએ માણીયારાની વાત માંડી . મનજી બાપાએ વડલાનીચે ખાટલો ઢાળી દીધો અને અમને વિદ્યાર્થીઓને ગઢવીએ પોતાની પાસે ખાટલા ઉપર બેસાડ્યા .અને આજુબાજુના ખેતર વાળા ખેડૂતો અને મજૂરો પણ જમીન ઉપર ગઢવીની વાતો સાંભળવા બેસી ગયા . અને ડાયરો જામ્યો . અને ગઢવીએ વાર્તા માંડી કે
   એક માળવાનો ફુટરો કુંવારો જવાન કચ્છી ગામડામાં એક કચ્છી જાડેજાને ઘેર મહેમાન બન્યો . બપોરા કરીને સૌ બેઠા છે . (બપોરા = લંચ ) અને ધ્રુબાંગ ધ્રુબાંગ બૂંગિયો વાગ્યો
   ગામના ઢોર કોઈ લૂંટારા લઈ જતા હતા . નાના મોટા સૌ હાથ ચડ્યું એ હથિયાર લઈ ઢોર લૂંટારાઓ પાસેથી છોડાવવા ધિંગાણે ચડ્યું . ઘરના ધીંગાને ચડે અને મેમાન થી કેમ બેસી રહેવાય એટલે માળવીયો જુવાન પણ ધીંગાણે ચડ્યો . ધોરણે પાછા વળી લાવ્યા કંઈક જુવાનો મરાણા કૈંક ઘાયલ થયા . એમાં આ માળવાનો જુવાન પણ સખત રીતે ઘવાણો જુવાન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે . ઘર ધણી ની જુવાન દીકરી આ માલવિયાં જુવાન ઉપર મોહિત થઈ ગએલી એના હ્ર્દયના ઉદગારો કેવા હોય એના વર્ણન વાળો રાસડો પિંગળ શાસ્ત્રના જ્ઞાન વગરના કવિએ બનાવ્યો છેકે માણીયારોતી હાલુ હાલું થઈ રહ્યો ને મુજા દલ ડા ઉદાસીન હોય રે ભેણ મુજો માલાવી માણીયારો
   પ્રફુલ્લ દવે હાલારી મણિયારો કહે છે પ્રફુલ્લ દવે પહેલા દિવાળી બેન ભીલે ગાયું છે એ માણિયારો બોલે છે અને માલાવી માણીયારો બોલે છે . ગાયક કલાકારોની ભૂલો નો કઢાય એના માટે તાળીયુંજ પડાય। અનુપજલોટા (જળ લોટા) ” મે નહીં માખણ ખાયો” ગીત ગાય છે એમાં મારા જેવાને સૂરદાસની કળાનો છેદ ઉડાડી નાખ્યો દેખાય . આતા ના જય ગુજરાત

 2. pragnaju જૂન 28, 2016 પર 12:13 પી એમ(pm)

  વાહ !
  આ કયો છંદ………..?
  ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
  ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ
  ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો કોપરાં
  ડોસીથી ચવાય નહીં ને ખાય છૈયાં-છોકરાં
  ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો ખજૂર
  ડોસીને તો ભાવે નહીં ને ને લખાઈ ગયાં મજૂર
  નાનું સરખું ગધેડું ને એનું લાંબું પૂંછ
  વગર વાંકે બાયડીને મારે એની વાઢો મૂછ
  નાનો સરખો રેંટિયો ને એની લાંબી ત્રાક
  બાયલો હોય ઈ બાયડીને મારે વાઢો ઈનું નાક
  ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
  ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ.

  • aataawaani જૂન 28, 2016 પર 2:03 પી એમ(pm)

   નબળો માટી બૈયર પર શુરો પાર્નેલનો કોઈ નહીં ધણી વાંઢાને બાયડીયું ઘણી બેન આવા બધા છંદોને અમારી બાજુ ઉખાણા છંદ કહે છે , બાયડીયું કાલાં ફોલતી વખતે કહેતીયું હોય છે
   બે થંભ થંભાવ્યા બે કર નમાવ્યા મોરલી વાગીને મણધરપધાર્યા . બોલો આનો અરથ શું ?
   કાંઠે હેમલો સેવિયો ચુને સેવી આગ સોપારીએ કરવત મેલાવીયા ઈ કઈ નારીને કાજ

 3. pragnaju જૂન 28, 2016 પર 12:17 પી એમ(pm)

  અને આ
  અમરેલીના ઊંચા ચૉરા, માથે મોટી ધજા;
  ખાવાપીવાના ખેરસલ્લા, પણ જૈસી કૃષ્ણની મજા

  • aataawaani જૂન 28, 2016 પર 2:19 પી એમ(pm)

   ધૂળ ગામ ધોલેરા બંદરને છે બારાં
   કાંઠા ઘઉંની રોટલી પાણી પીવાનાં ખારાં
   નાટ્ય કાર મધુ રોયનું ગામ જામ ખંભાળિયા એની ઉખાણું ખૂબ ગામ ખંભાળિયું જેને પાદર ઘી (નદીની નામ ઘી છે ) ખાવું પીવું ખેર સલા લાંબા લાંબા દિ
   એક નામના બે ગામ છે ઝાલાવાડમાં મોલડી પાણીની ખૂબ અછત એનો દુહો
   મોલડીએ મેમાન અહૂરો આવીશ નૈ
   ધરાઈને ખાજે ધાન પાણી માંગીશ નહીં

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: