Daily Archives: જૂન 28, 2016

એક અભણ ગામડિયા કવિએ રચેલો ચંદ્રાવળા છંદ

64164276_835449ce2b

અમારી બાજુના એક સિંધી મુસલમાન  તમાચી  સૂમરાએ  એક છંદ  બનાવ્યો છે  .  જે આપણે વાંચવા આપું છું  . બહુ વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર  ના રાજાઓને ત્યાં નોકરી કરવાના હેતુથી  સિંધી  મુસલમાનો આવેલા  અત્યારે હાલ તેઓ  કચ્છી મિશ્રિત જેવી  સિંધી ભાષા  બોલે છે જોકે  ભાવનગર બાજુના સિંધીઓ  આપણા જેવી ભાષા બોલવા મંડયા છે   ,સિંધી સ્ત્રીઓ  ઘાઘરા  પહેરે છે  અને  ખેતી કામ કરનારા સિંધી  આંગડી ચોરણો અને માથે પાઘડી બાંધતા હોય છે  ભાવનગર બાજુ આંગડીને  કેડિયું  કહે છે   . આંગળીની આગળ  જે કસો બાંધવાની હોય છે એ કસો હિન્દુ  ખેડૂતો  જમણેથી  ડાબે બાંધવાની હોય છે જ્યારે  સિંધી  ,  જત   , વગેરે  મુસલમાન ખેડૂતો ની કસો ડાબેથી જમણે બાંધવાની હોય છે એટલે  આપણને ખબર પડી જાય કે આ મુસલમાન છે  . જોકે હવે બધું બદલાઈ ગયું છે  .   હવે  ચંદ્રાવળા  છંદ વાંચો  .
અહાડે  માંડી એલિયું  ગાજવીજ ઘન ઘોર
તોરી બાંધ્યા તરુવરે  અને મધુરા બોલે મોર
મધુરા  બોલે  મોર તે મીઠા
 ઘ  ણ મુલા સાજન  સપનામાં દીઠા
 ચ્યે તમાચી સૂમરો રીસાણી ઢેલને  મનાવે મોર
અહા ડે  માંડી  એલીયું  ગાજવીજ ઘન ઘોર
 અષાડ  મહિનામાં સતત  એક ધારો વરસાદ  વરસતો હોય ઈને  એલી  થઈ કહેવાય  અને આવે વખતે   વીજળી ચમકતી હોય  મેં ગાજતો હોય હડેડાટી બોલાવતો હોય   . તે વખતે  તોરી એટલે ઘોડો  એને માથે સવાર  થઈને  ક્યાંય  બહાર  નીકળાય  નહીં એટલે ઘોડાને ઝાડ નીચે બાંધી રાખ્યો હોય
અને મોરલાઓ    પોતાની ડોકને વાંકી ચૂંકિ વાળીને મેં આવ મેં આવ  એવા શબ્દોમાં ગહેકાટ  કરતા હોય  . અને આવે વખતે  જેનો પ્રીતમ  પરદેશ હોય  એવા મહામુલા  સાજન પોતાના સ્વપ્નમાં દૃશ્યમાન  થતા હોય  અને તમાચી નામનો અને સુમરા અટક ધરાવતો  સિંધી કહે છે કે  રિસાયેલ ઢેલ ને  નૃત્ય  કરીને મનાવતો  હોય  આવો દેખાવ  અષાડ મહિનાની એલી  વખતે થાય પણ આ  મલકમાં  મેં હડેડાટી  બોલાવીને ગાજતો હોય  પણ  મોરલો જરાય બોલે નહીં મેં મોરલા પાળ્યા  છે એટલે મને જાત અનુભવ  છે  . એકાદ કચ્છી  દોહરો  મોરલાના માનમાં આપણે વાંચવા આપું છું
એક ભાઈ  મોરલાની બોલી ન ગમતી હોવાથી  મોરલાને ઉડાડી  મુકેછે  . ત્યારે મોરલો જવાબ આપે છે કે 
અસીં  વનજા મોરલા  કણ કણ પેટ ભરા
રત આવે ન બૉલસા તોતો હઈડો  ફાટ મરા     .