બંગાળી બાબુ જતીન અને શ્રીલંકાની જેસિકા સાથેનો પરિચય થયો .પ્રેમ થયો .

2C206D6900000578-3228510-image-a-14_1441840863378

જતીન અને જેસિકા અમેરિકામાં સાથે નોકરી કરતા હતાં . બંને વચ્ચે પરિચય થયો ,ગાઢ પરિચય થયો .અને બન્ને એ લગ્ન કર્યાં . જતીન ઘણો દુબળો પાતળો અને નીચા કદનો યુવક જ્યારે જેસિકા ખુબ જાડી અને ઉંચી હતી . એને કદાવર કહી શકાય . પણ પંજાબી એક ગીત છે જે હિન્દી મુવી માં છે . प्रेमन पूछे दिन धर्मनु प्रेम न पूछे जातां ऐ दे हथ्थुं , गरम लहू विच दुबियाँ लख बराता .એવી રીતે પ્રેમને જાતી ઉમર ભાષા રૂપ રંગ દેશ પરદેશ કશું નડતું નથી કેમકે પ્રેમ અનુપમ છે .એને બધું પોતાનું આગવું છે .
વખત જતાં જતીન અને જેસિકા બે દીકરાના માબાપ બન્યાં . દીકરા એની માં જેવા જાડા અને ઊંચા હતા . તે ચાર વરસના હતા ત્યારે જતીનના ખોળામાં બેસે તો જ્તીનનું માથું ઢંકાય જાય . જતીન અને જેસિકા વચ્ચેના લગ્ન સબંધમાં વીસેક વર્ષ પછી તિરાડ પડી . બન્ને સાથે રહે એક ઘરમાં પણ બન્ને વચ્ચે અબોલા એક વખત મને પોતાને ઘરે જમવા બોલાવ્યો હું તેને ઘરે ગયો . જેસીકાએ ઘણી ખાવાની વાનગીઓ બનાવી એમાં એક ફુલાવરના પાંદડાનું શાક હતું જે મને હજી યાદ રહી ગયું છે . બહુ સ્વાદિષ્ટ હતું . જતીન ઘરમાં આંટા મારતો હતો . જતિન અને જેસિકા બન્ને મારાં મિત્ર હતાં। મેં ઉદાસ ચહેરે ઘરમાં આંટા મારતા જતીનને પૂછ્યું તું કેમ ખાવા બેસતો નથી .? જેસિકા બોલી એને બોલાવવાની જરૂર નથી . જેસીકાનું વાક્ય સાંભળી મને ઘણું દુ :ખ થયું . હું મૂંગો રહ્યો . પણ ઓલ્યું પંજાબી ગીત છે કે
सदा न बोलण बुल बुल बागी , सदा न बाग़ बहारां
सदा न हुसण जवानी रेंदी सदा न सोबत यारां
એમ બન્નેના કટુ સબંધે મઝા મૂકી
અને એક દિવસ જેસીકાએ જતીનને કીધું .
હવે તું આ ઘરેથી તારી મેળે નીકળી જઈશ કે તુને મારે પોલીસ દ્વારા કઢાવવોપડશે
જતીન થોડોક પોતાને ઉપયોગી સમાન લઇ મારે ઘરે આવતો રહ્યો . મારે ઘરે આવતા પહેલાં જતીને મને પૂછ્યું . હાલ હું હોમલેસ થઇ ગયો છું . મારી વાઈફે મને ઘરમાંથી કાઢી મુક્યો છે . તું મને આશરો આપીશ ?હું તારો ઉપકાર જિંદગી ભર નહીભૂલું.મેતેને પ્રેમસભર આવકાર્યો આ વાતને થોડા દિવસ થયા . ત્યારે જતીનના મોટા દીકરાએ તેની માને ધમકી ભર્યા શબ્દોમાં કીધું કે જો તું મારા બાપને હાથ જોડીને પગે લાગીને . માફી માગીને ઘરે નહી લઇ આવ્ય તો હું મારા શરીરે પેટ્રોલ ( ગેસ ) છાંટીને બળી મરીશ . જેસિકા ઘાંઘી વાંઘી થઇ ગઈ . એ મારે ઘરે આવી , અને મારા રૂબરુ જતીન આગળ રોઈ પડી . અને જતીનના બે પગ પકડી લીધા . અને પાછો ઘરે આવી જવા વિનંતી કરી .
दरखतके रंग बदल जाते है जबकि पतजड आई
समय आने पर िंसनोके क्याल बदलते जाई
संतो भाई समय बड़ा हरजाई
થોડા મહિના થયા હશે . અને જેસિકા માંદી પડી . ડોકટરે તેને લોહીનું કેન્સર છે . એવું કીધું .અને તે કોઈ સંજોગોમાં બચી શકે એમ નથી . જતીને ઉભે પગે જેસિકાની સેવા કરી . પણ મૃત્યુ ની કોઈ દવા નથી . અને એક દિવસ પોતાના પતિ અને બે દીકરાને આ લોકમાં રડતા મૂકી જેસિકા પોતે પરલોક જતી રહી . અને પછીતો
દિન ગણાંતા માસ ગયા , વરસેન આંતરિયા
સુરત ભૂલી સાયબા હવે નામે વિસરીયા
વખત જતાં મોટા દીકરાના લગ્ન થયાં લંકાનો ઢોલી એ પોતાના વડ્વાઓનો વેશ ધારણ કર્યો આમતો તે એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો પણ જરૂર પડ્યે લગ્ન પ્રસંગે ઢોલ પણ વગાડતો અને ઢોલ વગાડતા વગાડતા શંખ પણ વગાડી લેતો શ્રીલંકાના રીવાજ મુજબ ઢોલીના વેશમાં એકજ ધોતી જોટામાં ધોતી પણ પહેરીલેતો અને તેના વધારાના ભાગની પાઘડી પણ પહેરી લેતો . આ ઢોલ સરઠ નાં જેવો નહિ હો ; કે સાંભળે તો શુરવીરનો પાળિયો ફાટી જાય અને શુરવીર પ્રગટ થઈને તલવાર હાથમાં લઈને રણે ચડ્યો હોય એમ કૂદવા માંડે . ઢોલ પણ ઇવો વાગે કે ઢિંગ નો પટોને ઢોલની દાંડી , હેજ્કી પરણે ને પુન્કી ગાંડી . ઘેન્સના પાપડ ઘેન્સના પાપડ ઇવો રાધનપુરી ઢોલ નહી .

લ્યો હવે આતાના રામ જુહાર સલામ અને जो बोले वो निहाल
सत श्री अकाल

6 responses to “બંગાળી બાબુ જતીન અને શ્રીલંકાની જેસિકા સાથેનો પરિચય થયો .પ્રેમ થયો .

  1. pragnaju જૂન 14, 2016 પર 4:31 એ એમ (am)

    “I LOVE YOU”

    અહીં “હું તેને પ્રેમ કરું છું” માં થી જો “I” એટલે કે “હું” ને અને “YOU” એટલે કે “તું” ને કાઢી નાખીએ તો માત્ર “LOVE” એટલે કે“પ્રેમ” જ રહે. અહી પ્રશ્ન ફક્ત હું અને તું નો જ છે; પ્રેમમાં હું અને તું હોય જ નહિં; ફક્ત પ્રેમ જ હોય.

    ……………..પુજ્ય મોરારી બાપુની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલું સુત્ર.

    * * * * * *

    ઓશો રજનીશના પુસ્તકમાંથી એક ઓશો સંન્યાસીએ પ્રેમ વિષે સંકલિત કરેલા કેટલાક અંશ નીચે મુજબ છે.

    હ્નદય જ્યારે પ્રેમ પૂર્ણ બને છે ત્યારે જ વ્યક્તિત્વમાં એક તૃપ્તિનો ભાવ-એક રસ પૂર્ણ તૃપ્તિનો ભાવ જન્મે છે. જ્યારે તમે કોઈના માટે જરા પણ પ્રેમ પૂર્ણ થાઓ છે એ જ તૃપ્તિની ક્ષણો હોય છે. ત્યારે પ્રેમની કોઈ શર્ત હોતી નથી.

    આપણો પ્રેમ જેમ જેમ વધતો રહે તેમ તેમ જીવનમાં કામની સંભાવના ઘટતી જાય છે.

    પ્રેમ અને ધ્યાન બંને મળીને ઈશ્વરનું દ્વાર ખોલી નાખે છે.

    પ્રેમ + ધ્યાન = પરમાત્મા

    પ્રેમને ધ્યાનનો સંયોગ થાય છે ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે અને આ ઉપલબ્ધિ જ બ્રહ્મચર્ય રુપે ફળે છે

    • aataawaani જૂન 14, 2016 પર 4:55 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞાબેન તમે વાંચવા આપેલી મોરારી બાપુની અને ઓશોની પ્રેમ વિશેની વાત વાંચી .
      મારો પૌત્ર રશિયા ફરવા ગયો . ત્યાં એને મોસ્કોમાં રશિયન યુવતી મળી એને ઈંગ્લીશ આવડતું નોતું પૌત્રને રશિયન ભાષા આવડતી નોતી . પણ એકબીજા વચ્ચે એટલો બધો પ્રેમ થઇ ગયો કે એક બીજાને પકડેલા હાથ છુટા પાડવાનું મન નોતું થાતું . વખત જતાં છોકરી અમેરિકા આવી , ચાર મહિના પછી લગ્ન કર્યાં હાલ તેઓ એક 8 વરસના દીકરાના માબાપ છે . દીકરો જયારે ગર્ભમાં હતો ત્યારે સૌ પ્રથમ તેઓએ મને ખબર આપી કે દાદા અમે તમને પર દાદા બનાવવાના છીએ .આઅ પણ પ્રેમ

  2. pravinshastri જૂન 14, 2016 પર 6:29 એ એમ (am)

    આતાજી તમે પ્રેમ કરીને લગ્ન કરેલા કે લગ્ન કર્યા પછી પ્રેમ કરેલો? કેટલી ઉમ્મરે લગ્ન કરેલા? તમને પ્રેમ કરતાં કેવી રીતે આવડેલું? તમે ભાનુબા સાથે કઈ પહેલી સિનેમા જોયલી?

    • aataawaani જૂન 14, 2016 પર 11:53 એ એમ (am)

      શાસ્ત્રી ભાઈ
      મારા લગ્ન હું 16 વરસ કરતા થોડી વધુ ઉમરનો હતો ત્યારે મારા લગ્ન થઇ ગએલા। મને મુવી જોવાનો બહુ શોખ નોતો એટલે બહુ મુવી જોએલી નહિ ટી વી પણ હું બહુ જોતો નથી . તમારાં ભાનુબના મૃત્યુ પછી સોહામણી યુવતીઓ જોવાનો શોખ જાગેલો અને યુવતીઓ પણ મને બહુ ખુશ રાખતી . અને એ કારણે હું પ્રફુલ્લિત પણ રહેતો . મારી હરી ભરી તંદુરસ્તીનું આ એક રહસ્ય પણ છે . તે છતાં આ ઉમરે આવું શોભે નહિ માટે એ પણ મેં પડતું મુક્યું . લોક લજ્જાનું પણ ધ્યાન રાખવું પડે છે .
      એક વાત તમને પૂછવાની છેકે કઈ ક્રુઝમાં મુસાફરી કરવી સારી છે .?

  3. સુરેશ જૂન 14, 2016 પર 9:06 એ એમ (am)

    कभी रूठते हैं, कभी मान जाते है!
    ऐसा भी होता है ।

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: