Daily Archives: જૂન 13, 2016

બંગાળી બાબુ જતીન અને શ્રીલંકાની જેસિકા સાથેનો પરિચય થયો .પ્રેમ થયો .

2C206D6900000578-3228510-image-a-14_1441840863378

જતીન અને જેસિકા અમેરિકામાં સાથે નોકરી કરતા હતાં . બંને વચ્ચે પરિચય થયો ,ગાઢ પરિચય થયો .અને બન્ને એ લગ્ન કર્યાં . જતીન ઘણો દુબળો પાતળો અને નીચા કદનો યુવક જ્યારે જેસિકા ખુબ જાડી અને ઉંચી હતી . એને કદાવર કહી શકાય . પણ પંજાબી એક ગીત છે જે હિન્દી મુવી માં છે . प्रेमन पूछे दिन धर्मनु प्रेम न पूछे जातां ऐ दे हथ्थुं , गरम लहू विच दुबियाँ लख बराता .એવી રીતે પ્રેમને જાતી ઉમર ભાષા રૂપ રંગ દેશ પરદેશ કશું નડતું નથી કેમકે પ્રેમ અનુપમ છે .એને બધું પોતાનું આગવું છે .
વખત જતાં જતીન અને જેસિકા બે દીકરાના માબાપ બન્યાં . દીકરા એની માં જેવા જાડા અને ઊંચા હતા . તે ચાર વરસના હતા ત્યારે જતીનના ખોળામાં બેસે તો જ્તીનનું માથું ઢંકાય જાય . જતીન અને જેસિકા વચ્ચેના લગ્ન સબંધમાં વીસેક વર્ષ પછી તિરાડ પડી . બન્ને સાથે રહે એક ઘરમાં પણ બન્ને વચ્ચે અબોલા એક વખત મને પોતાને ઘરે જમવા બોલાવ્યો હું તેને ઘરે ગયો . જેસીકાએ ઘણી ખાવાની વાનગીઓ બનાવી એમાં એક ફુલાવરના પાંદડાનું શાક હતું જે મને હજી યાદ રહી ગયું છે . બહુ સ્વાદિષ્ટ હતું . જતીન ઘરમાં આંટા મારતો હતો . જતિન અને જેસિકા બન્ને મારાં મિત્ર હતાં। મેં ઉદાસ ચહેરે ઘરમાં આંટા મારતા જતીનને પૂછ્યું તું કેમ ખાવા બેસતો નથી .? જેસિકા બોલી એને બોલાવવાની જરૂર નથી . જેસીકાનું વાક્ય સાંભળી મને ઘણું દુ :ખ થયું . હું મૂંગો રહ્યો . પણ ઓલ્યું પંજાબી ગીત છે કે
सदा न बोलण बुल बुल बागी , सदा न बाग़ बहारां
सदा न हुसण जवानी रेंदी सदा न सोबत यारां
એમ બન્નેના કટુ સબંધે મઝા મૂકી
અને એક દિવસ જેસીકાએ જતીનને કીધું .
હવે તું આ ઘરેથી તારી મેળે નીકળી જઈશ કે તુને મારે પોલીસ દ્વારા કઢાવવોપડશે
જતીન થોડોક પોતાને ઉપયોગી સમાન લઇ મારે ઘરે આવતો રહ્યો . મારે ઘરે આવતા પહેલાં જતીને મને પૂછ્યું . હાલ હું હોમલેસ થઇ ગયો છું . મારી વાઈફે મને ઘરમાંથી કાઢી મુક્યો છે . તું મને આશરો આપીશ ?હું તારો ઉપકાર જિંદગી ભર નહીભૂલું.મેતેને પ્રેમસભર આવકાર્યો આ વાતને થોડા દિવસ થયા . ત્યારે જતીનના મોટા દીકરાએ તેની માને ધમકી ભર્યા શબ્દોમાં કીધું કે જો તું મારા બાપને હાથ જોડીને પગે લાગીને . માફી માગીને ઘરે નહી લઇ આવ્ય તો હું મારા શરીરે પેટ્રોલ ( ગેસ ) છાંટીને બળી મરીશ . જેસિકા ઘાંઘી વાંઘી થઇ ગઈ . એ મારે ઘરે આવી , અને મારા રૂબરુ જતીન આગળ રોઈ પડી . અને જતીનના બે પગ પકડી લીધા . અને પાછો ઘરે આવી જવા વિનંતી કરી .
दरखतके रंग बदल जाते है जबकि पतजड आई
समय आने पर िंसनोके क्याल बदलते जाई
संतो भाई समय बड़ा हरजाई
થોડા મહિના થયા હશે . અને જેસિકા માંદી પડી . ડોકટરે તેને લોહીનું કેન્સર છે . એવું કીધું .અને તે કોઈ સંજોગોમાં બચી શકે એમ નથી . જતીને ઉભે પગે જેસિકાની સેવા કરી . પણ મૃત્યુ ની કોઈ દવા નથી . અને એક દિવસ પોતાના પતિ અને બે દીકરાને આ લોકમાં રડતા મૂકી જેસિકા પોતે પરલોક જતી રહી . અને પછીતો
દિન ગણાંતા માસ ગયા , વરસેન આંતરિયા
સુરત ભૂલી સાયબા હવે નામે વિસરીયા
વખત જતાં મોટા દીકરાના લગ્ન થયાં લંકાનો ઢોલી એ પોતાના વડ્વાઓનો વેશ ધારણ કર્યો આમતો તે એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો પણ જરૂર પડ્યે લગ્ન પ્રસંગે ઢોલ પણ વગાડતો અને ઢોલ વગાડતા વગાડતા શંખ પણ વગાડી લેતો શ્રીલંકાના રીવાજ મુજબ ઢોલીના વેશમાં એકજ ધોતી જોટામાં ધોતી પણ પહેરીલેતો અને તેના વધારાના ભાગની પાઘડી પણ પહેરી લેતો . આ ઢોલ સરઠ નાં જેવો નહિ હો ; કે સાંભળે તો શુરવીરનો પાળિયો ફાટી જાય અને શુરવીર પ્રગટ થઈને તલવાર હાથમાં લઈને રણે ચડ્યો હોય એમ કૂદવા માંડે . ઢોલ પણ ઇવો વાગે કે ઢિંગ નો પટોને ઢોલની દાંડી , હેજ્કી પરણે ને પુન્કી ગાંડી . ઘેન્સના પાપડ ઘેન્સના પાપડ ઇવો રાધનપુરી ઢોલ નહી .

લ્યો હવે આતાના રામ જુહાર સલામ અને जो बोले वो निहाल
सत श्री अकाल