આણદક્યેપરમાણદા ભેદી કિં ભુલંત દિઉઠે દશફરે તયેં અવળાખોફ કરંત

lor2cc1h

રાવણ  સીતાનું અપ હરણ   કરીને  લંકા લઇ આવ્યો   . અને  અભિમાનથી  પોતાના સાથી મિત્રોને કહેવા  લાગ્યો કે  જનકના   કહેવા પ્રમાણે  જે  શિવ ધનુષ ઉપર  પણછ ચડાવશે  તેનેજ મારી સીતા વરમાળા  આરોપશે   . એ વચનની ઐસી તૈસી  કરીને હું  સીતાને ઉપાડી લાવ્યો  . અને હવે એને હું  સીતાને મારી રાણી બનાવીશ   .
 આવી  ઉદ્ધત  વાણી એના   ભાઈઓ,  દીકરા  ,  રાણી  અને બીજા હેતુ મિત્રોને ન ગમી   . અને તેઓએ  રાવણ ને સમજાવ્યો કે  તું  સીતાને લઇ આવ્યો  .  એ રીતે તેં  તારી બહેન  સુપર્ણખા  નાં  અપમાનનું  વેર લીધું એ બરાબર  પણ હવે તું  રામને સીતા  સોંપી આવ  અને અયોધ્યાના રાજ કુમાર  રામની  સાથે મિત્રતા  નાં સબંધો બાંધ એમાં તારી  માનવતા અને મહાનતા છે  . અને તારું તારા કુટુંબનું હિત  પણ  છે  .  રામ સાથે  દુશ્મ્નાવટનાં  પરિણામો  ગંભીર  આવશે  . રાવણના  ભાઈ      કુંભકરણે ચેતવણી  આપી કે   રામ યુદ્ધ કરશે  . અને એમાં  તારો અને તારા  કુટુંબ પરિવાર  આપણાં  સહુનો વિનાશ થશે  . જોકે હું  તારો યુદ્ધ   માં સાથ મરતાં સુધી આપીશ   . આવું  જાણવા છતાં  ,   વિભીષણની પણ રાવણ ઉપર કોઈ અસર થઇ નહિ.રાવણનીૄ  રાણી મન્દોદરી ની  વિનંતી  ની પણ  અભિમાની રાવણ  ઉપર કોઈ અસર થઇ નહિ .રાવણે  મંદોદરીને    મગરૂરી   ભરી  ભાષામાં    જવાબ આપ્યો     .  જે મતલબની કવિતા વાંચો   .

તું  તારે દલ   સાચું  માને  વાત કહું  મંદોદરી
તું તારે દલ  સાચું માને
ઇન્દ્રજીત જેવા  દીકરા મારા  કુંભકર્ણ   જેવા ભાઈ   રે  
ગઢ સોનાની લંકામારી ફરતી સમદરખાઈ  રે…   તું તારેદલ   
 નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા   વાયુ  વાસીંદા કરતારે  ( હવે આ આતા જેવા  ગપોડી  કવિએ રાવણ  નાં આંગણામાં  ઢોર  બંધાવ્યા )  નાગ દેવતા ઈની  છાશું  વલોવે   .વરુણ પાણી ભરતારે  …તું તારે દલ   ગણેશજી મારી ગાયું ચરાવે    શંકર ખેતી કરતા રે (બાપડો નંદી  હળ હાંકી હાંકીને મરીજ જાય ને ?) અપ્સર (અપ્સરા ) મારે આંગણે નાચે   ગાંધર્વ  ગીતો ગાતારે   મેરુ પર્વતમાંથી  નદીયું  આવે  ઇન્દર મે વરસાવે રે  . ,,તું તારે દલ  
મારા પ્રાણશંકર બાપા  નાં  ગોવા ભગત   જેતા બાપા  અને કાંથળ  સાગરીતો  નવરા પડે એટલે  પ્રાણશંકર  બાપા પાસે   ધાર્મિક  વાતું સાંભળવા આવે   . પ્રાણશંકર  બાપા   જામનગરની પાઠશાળામાં  સંસ્કૃત ભણેલા  પણ એમના દાદા કાનજી બાપાની જેમ  યજમાન વૃત્તિ  કરેલી નહિ   . ઈ મેમણ  વેપારીયુંનું  નામું માંડે   . ગોવા ભગત  ની યાદ શક્તિ ગજબની  એ પુરાણોની  ઘણી વાતો જાણે   , જેતાબાપા  વાતું સાંભળે અને  અને પછી લૂગડાં ખંખેરીને  ઉભા થાય    તયે સાભળેલું  બધુય  ખંખેરાય જાય   . કાંથળ  કેટલાક  શ્લોક  પણ ભૂલો વગર બોલી જાણે  પણ તેનો અર્થ  મન ઘડત  ઠબકારે   એક શ્લોક છે   . ઈ ને મોઢે  પણ ઈનો અર્થ  તયે  આપણને  હસવું આવે   .
 आदौ  राम तपोवनादि गमनं   , हत्वा मृगं   कांचनम्
वैदेही हरणम् जटायु मरणं  सुग्रीव  सम्भाषणं
 वाली निग्रहनम  समुद्र  तरणम् लंका पूरी दाहनम
पश्चात  रावण कुम्भ कर्ण हननम्
 इ ततद्भि रामायणम
હવે  કાંથલ   આ શ્લોકનો અર્થ આમ કરે  આદુ  લઈને રામ  વનમાં ગયા  .  સીતાને સુવાવડ આવવાની હતી  . એટલે ઈને ખવડાવવા

 ત્યાં એક સોનાનો હરણ  હતો   . ત્યાં વિદેશી લોકો હરણ  થઇ ગયા   . અને જટાયુને  માર્યો  . અને સુગ્રીવે ભાષણ  આપ્યું   . પછી વાલિને  નીધ્રોતો લમધાર્યો  મુંઢ માર માર્યો   . પછી  સમુદ્ર   માં તર્યા  .  પછી લંકાને સળગાવી  . અને પછી  રાવણ અને કુંભ ક ર્ણ  પશ્ચાતાપ  કરવા બેઠા   . લ્યો આ રામાયણ  આખી તમને સંભળાવી   દીધી  .

7 responses to “આણદક્યેપરમાણદા ભેદી કિં ભુલંત દિઉઠે દશફરે તયેં અવળાખોફ કરંત

  1. pragnaju જૂન 10, 2016 પર 4:44 એ એમ (am)

    પહેલાના વખતમા રામાયણ નું અર્થગઠન જાણ્યું…બીજા દેશોમા તો અન્ય પંથવાળાએ રામાયણ ધાર્મિક લાગણી દુભાય તેવી લખી ! આધ્યાત્મિક રામાયણ ખૂબ સુંદર પણ સામાન્ય જનને સમજવામા અઘરી પડે
    અને સાંપ્રતસમયે તો પ્રચાર માધ્યમમા ગમે તે પ્રચાર થઇ શકે ત્યારે જાગ્રત સમાજે પ્રેરણા મળે અને શ્રધ્ધાપૂર્વક જીવનનો આધાર બને તેમ પ્રયાસ કરવો જોઇએ
    કાલ જારણમ સ્નેહ સાધનમ
    ક્ટુકવર્જનમ ગુણનિવેદનમ
    પધ્ધતિ અમને સારી લાગે છે

    • aataawaani જૂન 10, 2016 પર 5:04 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      હજારો વર્ષ પૂર્વે લખેલી રામાયણ આજની ઘડી સુધી લોકોને વાંચવી , સાંભળવી ગમેછે . એજ રામાયણનો ચમત્કાર છે .

    • aataawaani જૂન 11, 2016 પર 7:05 એ એમ (am)

      આ ગામથી ગીતાની કવિતા લખનાર હરિહર ભટ્ટ છે , જેને હું સારીરીતે ઓળખતો એટલુંજ નહિ . એના દીકરા દીકરી જમાઈ બધાને હું સારી રીતે ઓળખતો તેની પાઠ્ય પુસ્તકમાં પ્રસિદ્ધ થએલી કવિતા “એકજ દે ચિનગારી મહાનલ ” તમે વાંચી હશે . તેના બે દીકરા અમેરિકામાં છે .દીકરીની દીકરી અમેરિકા છે .

  2. સુરેશ જૂન 10, 2016 પર 12:40 પી એમ(pm)

    આવી રામાયણ કદી નો’તી વાંચી.મજા આવી ગઈ. આવી જ અરજણ ગીતા ( ગામઠી ભાષામાં ) પણ કોઈકે લખી છે.

    • pragnaju જૂન 10, 2016 પર 12:57 પી એમ(pm)

      અરજણ ગીતા
      ધરતયડો કે’ છે :
      ’ધરમછેતરમાં ને કરુછેતરમાં
      ઇ ઘડીકમાં બાઝી મરે,
      હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
      (એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
      ભેળાં થઇને સું કરે –
      હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’
      અરજણીયો કે’ છે :
      નાનાએ મારવા ને મોટાએ મારવા,
      ને મારવાનો ના મળે આરો,
      કરહણિયા ! મારવાનો ના મળે આરો,
      એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
      ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
      કરહણિયા ! હું તો નથી લડવાનો…
      કરહણિયો કે’ છે :
      અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
      ને માર્યો ના કો’થી મરાય ;
      અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
      એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
      તારા બાપનું સું જાય ?
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      મલક હંધોય તારી કરવાનો ઠેકડી
      ને હું તો કહી કહીને થાક્યો
      આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
      ઊંધા તે પાનિયાનો પાક્યો
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
      મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
      અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
      અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
      આવો તે લાગ શીદ ચૂકે ?
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
      જીણે વાસનામાં મેલ્યો પૂળો
      અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
      અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
      પસે તું તે કઇ વાડીનો મૂળો ?
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      કરમની વાત હંઘી આપડા હાથમાં
      ને ફળની નઇં એકે કણી,
      અરજણિયા ફળની નઇં એકે કણી.
      ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
      ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
      ફળની તું કર્ય મા ફકર્ય
      અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
      ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
      ઇ નથ્થ તારા બાપનો નોકર
      અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
      અરજણિયો કે છે :
      ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
      ને ગન્યાંન લાદયું મને હાચું ;
      કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
      તું મારો મદારી ને હું તારો માંકડો
      તું નચાવે ત્યમ હું નાચું
      કરહણિયા ! હું તો હવે લડવાનો…
      હંજયડો કે’ છે :
      જોગી કરહણિયો ને ભડ અરજણિયો
      ઇ બેઉ જ્યાં થાયે ભેળા
      ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
      મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
      તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
      ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !

      • aataawaani જૂન 11, 2016 પર 7:06 એ એમ (am)

        આ ગામથી ગીતાની કવિતા લખનાર હરિહર ભટ્ટ છે , જેને હું સારીરીતે ઓળખતો એટલુંજ નહિ . એના દીકરા દીકરી જમાઈ બધાને હું સારી રીતે ઓળખતો તેની પાઠ્ય પુસ્તકમાં પ્રસિદ્ધ થએલી કવિતા “એકજ દે ચિનગારી મહાનલ ” તમે વાંચી હશે . તેના બે દીકરા અમેરિકામાં છે .દીકરીની દીકરી અમેરિકા છે .

  3. pravinshastri જૂન 10, 2016 પર 7:27 પી એમ(pm)

    આજે મારે એક સિરીયસ વાત કરવાની છે. આપણા આ આતાજી પોલીસની નોકરીને રામ રામ કરીને અમેરિકામાં ભરાણાં. આવીને પ્રિન્ટિંગ પ્રેસમાં મજૂરી કરી; અને નિવૃત થઈને કોડીની કમાણી વગરનો બ્લોગ શરૂ કર્યો.

    હવે જ્યારે એઓ શ્રી એ જ્યારે અમેરિકામાં પગલાં પાડ્યા તે વખતે એમને જો માર્કેટિંગ માઈન્ડનો એકાદ ભગત મળી ગયો હોત અને સપ્તાહો કરવા માંડી હોત તો ટંકશાળ પડી હોત. એઓ પણ વિમાન અને ક્રુઝમાં જ્ઞાનયજ્ઞો કરતા હોત.

    આનું નામજ નસીબ. તમને કેવા માણસો મળે અને તમને ક્યાં પહોંચાડે એ પણ પ્રારબ્ધની વાત કહેવાય.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: