Daily Archives: જૂન 9, 2016

આણદક્યેપરમાણદા ભેદી કિં ભુલંત દિઉઠે દશફરે તયેં અવળાખોફ કરંત

lor2cc1h

રાવણ  સીતાનું અપ હરણ   કરીને  લંકા લઇ આવ્યો   . અને  અભિમાનથી  પોતાના સાથી મિત્રોને કહેવા  લાગ્યો કે  જનકના   કહેવા પ્રમાણે  જે  શિવ ધનુષ ઉપર  પણછ ચડાવશે  તેનેજ મારી સીતા વરમાળા  આરોપશે   . એ વચનની ઐસી તૈસી  કરીને હું  સીતાને ઉપાડી લાવ્યો  . અને હવે એને હું  સીતાને મારી રાણી બનાવીશ   .
 આવી  ઉદ્ધત  વાણી એના   ભાઈઓ,  દીકરા  ,  રાણી  અને બીજા હેતુ મિત્રોને ન ગમી   . અને તેઓએ  રાવણ ને સમજાવ્યો કે  તું  સીતાને લઇ આવ્યો  .  એ રીતે તેં  તારી બહેન  સુપર્ણખા  નાં  અપમાનનું  વેર લીધું એ બરાબર  પણ હવે તું  રામને સીતા  સોંપી આવ  અને અયોધ્યાના રાજ કુમાર  રામની  સાથે મિત્રતા  નાં સબંધો બાંધ એમાં તારી  માનવતા અને મહાનતા છે  . અને તારું તારા કુટુંબનું હિત  પણ  છે  .  રામ સાથે  દુશ્મ્નાવટનાં  પરિણામો  ગંભીર  આવશે  . રાવણના  ભાઈ      કુંભકરણે ચેતવણી  આપી કે   રામ યુદ્ધ કરશે  . અને એમાં  તારો અને તારા  કુટુંબ પરિવાર  આપણાં  સહુનો વિનાશ થશે  . જોકે હું  તારો યુદ્ધ   માં સાથ મરતાં સુધી આપીશ   . આવું  જાણવા છતાં  ,   વિભીષણની પણ રાવણ ઉપર કોઈ અસર થઇ નહિ.રાવણનીૄ  રાણી મન્દોદરી ની  વિનંતી  ની પણ  અભિમાની રાવણ  ઉપર કોઈ અસર થઇ નહિ .રાવણે  મંદોદરીને    મગરૂરી   ભરી  ભાષામાં    જવાબ આપ્યો     .  જે મતલબની કવિતા વાંચો   .

તું  તારે દલ   સાચું  માને  વાત કહું  મંદોદરી
તું તારે દલ  સાચું માને
ઇન્દ્રજીત જેવા  દીકરા મારા  કુંભકર્ણ   જેવા ભાઈ   રે  
ગઢ સોનાની લંકામારી ફરતી સમદરખાઈ  રે…   તું તારેદલ   
 નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા   વાયુ  વાસીંદા કરતારે  ( હવે આ આતા જેવા  ગપોડી  કવિએ રાવણ  નાં આંગણામાં  ઢોર  બંધાવ્યા )  નાગ દેવતા ઈની  છાશું  વલોવે   .વરુણ પાણી ભરતારે  …તું તારે દલ   ગણેશજી મારી ગાયું ચરાવે    શંકર ખેતી કરતા રે (બાપડો નંદી  હળ હાંકી હાંકીને મરીજ જાય ને ?) અપ્સર (અપ્સરા ) મારે આંગણે નાચે   ગાંધર્વ  ગીતો ગાતારે   મેરુ પર્વતમાંથી  નદીયું  આવે  ઇન્દર મે વરસાવે રે  . ,,તું તારે દલ  
મારા પ્રાણશંકર બાપા  નાં  ગોવા ભગત   જેતા બાપા  અને કાંથળ  સાગરીતો  નવરા પડે એટલે  પ્રાણશંકર  બાપા પાસે   ધાર્મિક  વાતું સાંભળવા આવે   . પ્રાણશંકર  બાપા   જામનગરની પાઠશાળામાં  સંસ્કૃત ભણેલા  પણ એમના દાદા કાનજી બાપાની જેમ  યજમાન વૃત્તિ  કરેલી નહિ   . ઈ મેમણ  વેપારીયુંનું  નામું માંડે   . ગોવા ભગત  ની યાદ શક્તિ ગજબની  એ પુરાણોની  ઘણી વાતો જાણે   , જેતાબાપા  વાતું સાંભળે અને  અને પછી લૂગડાં ખંખેરીને  ઉભા થાય    તયે સાભળેલું  બધુય  ખંખેરાય જાય   . કાંથળ  કેટલાક  શ્લોક  પણ ભૂલો વગર બોલી જાણે  પણ તેનો અર્થ  મન ઘડત  ઠબકારે   એક શ્લોક છે   . ઈ ને મોઢે  પણ ઈનો અર્થ  તયે  આપણને  હસવું આવે   .
 आदौ  राम तपोवनादि गमनं   , हत्वा मृगं   कांचनम्
वैदेही हरणम् जटायु मरणं  सुग्रीव  सम्भाषणं
 वाली निग्रहनम  समुद्र  तरणम् लंका पूरी दाहनम
पश्चात  रावण कुम्भ कर्ण हननम्
 इ ततद्भि रामायणम
હવે  કાંથલ   આ શ્લોકનો અર્થ આમ કરે  આદુ  લઈને રામ  વનમાં ગયા  .  સીતાને સુવાવડ આવવાની હતી  . એટલે ઈને ખવડાવવા

 ત્યાં એક સોનાનો હરણ  હતો   . ત્યાં વિદેશી લોકો હરણ  થઇ ગયા   . અને જટાયુને  માર્યો  . અને સુગ્રીવે ભાષણ  આપ્યું   . પછી વાલિને  નીધ્રોતો લમધાર્યો  મુંઢ માર માર્યો   . પછી  સમુદ્ર   માં તર્યા  .  પછી લંકાને સળગાવી  . અને પછી  રાવણ અને કુંભ ક ર્ણ  પશ્ચાતાપ  કરવા બેઠા   . લ્યો આ રામાયણ  આખી તમને સંભળાવી   દીધી  .