Daily Archives: જૂન 7, 2016

રૂડો હતો રાવણ શાસ્ત્ર વેત્તા નવે ગ્રહો નિકટમાં રહેતા .

shutterstock_152674049

રાવણે પોતાના રાજ્યમાંથી એવા બધા લોકોને  હાંકી કાઢવાનું નક્કી કરેલું કે જે લોકો જનતાને ઉંધા ચીતું સમજાવીને  સ્વર્ગની લાલચ દેખાડીને  અને નરકનો ભય બતાવીને પોતાની આજીવિકા  રળી ખાતા હતા   .આવા આળસુ લોકોને કાઢી મુકતો હતો   .  ધક્કા મારીને નહી પણ મોટા કર વેરા  નાખ્યા  . એટલે લોકો કંટાળીને જતા રહે   .એક વખત આવા  બુદ્ધિ અને પુરુષાર્થ  વગરના આળસુ લોકોએ  પોતાના લોહીનો ઘડો ભરીને  કર વેરાના રૂપમાં રાવણને  આપ્યો  . અને એવું બોલ્યા કે  આ ઘડો  તારું નખ્ખોદ  કાઢશે   , રાવણ  થોડો  વહેમીલો પણ હતો   . એટલે આ ઘડાને  બહુ દુર  રાજા જનકની હદમાં  દાટી આવવાની વ્યવસ્થા કરી  ,
હવે જોજો  ભેજાબાજ  કવિઓની કલ્પના   એક વખત રાજા જનક  હળ ચલાવતા હતા   , ત્યારે ઘડો ફૂટી ગયો  .અને  અંદરથી . સૌન્દર્યવાન  યુવતી નીકળી  .  જનક રાજાએ  આ યુવતીને  પોતાની  પુત્રી તરીકે રાખી લીધી   . અને તેનું નામ સીતા રાખવામાં આવ્યું  ,
જનકરાજાના   મહેલના  આંગણામાં   શિવ ધનુષ્ય  હતું  .  તે   એટલું બધું વજન દાર હતું કે  કોઈ એને ઉચકી  શકતું નોતું   , એક દિવસ સીતા  વાસિંદુ વાળતાં હતાં . ( કવિ લોકો  રાજાના મહેલના  આંગણામાં  પણ ઢોર  રખાવે અને એના  છાણ મુતર   રાજકુમારીઓ પાસે સાફ કરાવે ) ત્યારે શિવ ધનુષને   ઉચકીને આધું  મુક્યું  , આ દૃશ્ય  રાજા જનકે જોયું .
 પછી  જનક  રાજાએ  નિશ્ચય  કર્યો કે  મારી સીતા  એવા નર બન્કાને પરણે કે  જે નર બંકો   આ શિવ ધનુષને  ઉચકીને  પણછ  ચડાવે   , અને એક દિવસ રાજા જનકે સીતાનો સ્વયંવર  રચ્યો   . અને શરત  મુકીકે  જે યુવક  આ ધનુષ્યની  પણછ ચડાવશે એના ગળામાં  કુમારી સીતા  વરમાળા  આરોપશે  . અને રાજા મહારાજાઓને  આવી જાણ કરીને  તેડાવ્યા   , રાવણને  પણ આમંત્રણ  પત્રિકા મોકલી  , આ અરસામાં  દશરથ રાજાના  દીકરા   રામ અને લક્ષમણ કે  જેઓ  ઋષિ વિશ્વામિત્રને ત્યાં  ધનુર્વિદ્યા શીખવા  ગએલા , તેઓ  ઋષિ  વિશ્વામિત્ર  સાથે  સ્વયંવર  જોવાના હેતુથી  આવેલા   ,   ભલ ભલા  રાજાઓએ  ધનુષ ઉચકવાની ટ્રાય કરી  પણ સફળતા મળી નહી  . રાવણ  પણ ધનુષ ઉચ્ક્વામાં નિષ્ફળ ગયો   , પછી  રામે ઋષિ વિશ્વામિત્રને  પૂછ્યું કે જો આપની આજ્ઞા  હોયતો  હું  શિવ ધનુષ્ય ઉચકવા  પ્રયત્ન  કરું  ઋષીએ આજ્ઞા આપી અને સાથે   સાથે  સફળતાના આશીર્વાદ પણ આપ્યા   . અને રામે ધનુષ્ય   ઉચક્યું   , અને પણછ ચડાવી ત્યાંતો ધનુષ્યના  ટુકડા થઇ ગયા  ,  આ વખતે  જગતમાં કેવો ઉલ્કાપાત  મચી ગએલો  એ મતલબનોછંદ  મેં આ પહેલા આતાવાણી  માં લખ્યો  છે  . અને રામના ગળામાં  સીતાએ  વરમાળા આરોપી  અને પછી  ધામ ધૂમથી   સીતાના  લગ્ન  થયા  અયોધ્યાથી  જાન આવી  અને સીતા સાસરે ગઈ   .લ
રામાયણ  હજારો સીતાનું  વરસ પહેલા લખાણી  છે  . પણ હજી સુધી એની કથાઓ વંચાય છે  ;  મારા ગામનો કાંથળ  આવળીયો પણ  મલાવી મલાવી ને   રામાયણ ની  વાત  માંડે  ત્યારે  માણસ  ચૂલે દાળ  રંધાતી હોય  એ પડતી મુકીને સાંભળવા ઉભું રહી જાય  .  પછી રામ વનમાં ગયા  . સીતા સાથે ગઈ   ,    રાવણ નું યુદ્ધ થયું  ,  એ બધી વાત આપ જાણો છો  . વિભીષણ  પોતાના ભાઈ રાવણને  મદદ કરવાને બદલે    ભાઈના દુશ્મન  રામ   સાથે  ભળી ગયો    . અને રામ વતી જાસુસી કરી  સીતાને  જ્યારે  રાવણ  અપહરણ  કરીને  લઇ ગયો   . એની  હનુમાને શોધ કરી   .    રામને  મદદ કરવા  હનુમાને  વાંદરાઓનું લશ્કર  ઉભું કરી દીધું   , અને હનુમાનના પ્રતાપમાં  રામ  રાવણ ઉપર વિજય કરી શક્યા   . વિભીષણે  પણ  યુદ્ધ માં  રામને   ખુબ મદદ કરી  જોકે  એનો બદલો રામે   લંકાનું રાજ આપીને વાળ્યો   , હનુમાને  ક્યા  ઓછી મદદ કરી છે પણ એને  તેલ ચોપડી ને દંડ   બેઠક  કર્યા કરે  અને કોઈને ભૂત વળગ્યું હોય તો  ભૂત ભગાડ્યા કરે   . इसीके  बारेमे कहावत है की
 कहा  करे किस्मतका खेल  विभीषण को  लंका मिली और हनुमानको तेल