બધાજ કવિઓ સત્યવાદી હોય છે ખરા ?

IMG_1189
 જુના વખતમાં  જેસોજી અને વેજોજી  સરવૈયા  નામના બે બહારવટીયા  થઇ ગયા  . આ વાત મહમદ બેગડાના  સમયની કહેવાય છે   . જેસાજીના બાપનું નામ ક્વ્ટોજી હતું   . એના દુહા  છે  ,  દુહા બનાવવા માટેના નિયમ હોય છે  . દુહો  ચાર ભાગમાં હોય છે , દરેક ભાગમાં એક અક્ષરનો ઉચ્ચાર  સરખો  હોવો જરૂરી છે    , અને આ કારણે દુહામાં મીઠાશ આવતી હોય છે  .  દુહામાં  છેલ્લો પ્રાસ મળવો જરૂરી નથી   ,
 તેં માર્યા દળ મામદના  . ખૂટવયા  ખાગે
જેસા  લોબાન જે   , કીધો  મોંઘો  કવટા   ઉત (સુત  , પુત્ર )
એનો અર્થ એ છે કે  હે  કવટાજી ના   દીકરા  જેસા તેં મામદના  લશ્કરના  સિપાઈઓને    એટલા બધા મારી નાખ્યા છે કે  તેની કબરો ઉપર  ધૂપ  કરવા  માટેનો લોબાન  મોંઘો  થઇ ગયો છે  . લોબાન   ની માગ  વધી  ગઈ   , એટલે એના ભાવ વધી ગયા   .
તેં માર્યા દળ   મામદના  . ત્રણ્સેને   ઉપર  ત્રીસ  
પછી વધારી વિઘાવીસ   , કબ્રસ્તાનું કવટા   ઉત
  હવે  હિન્દી ભાષી કવિ  નો છંદ  આપને વાંચવા આપું છું   .
जदन  बाण राम गृह्यो तब ध्यान  छूट गया मुनियन को
खग पशु भे भए  अरु  जिव अकलायो जलको
तज गई  सननरि सेज  तेज भानन  में न रह्यो
इतनो काम रामे कर्यो  जदन बाण   रामे  ग्रह्यो
 સીતાના સ્વયમવર  વખતે  રામે શિવ ધનુષ્ય  જ્યારે ઉચક્યું  . ત્યારે  સૃષ્ટિમાં  કેવો ઉલ્કાપાત  મચી ગએલો  . તેનું વર્ણન  કવિએ કર્યું છે  . કે   ત્યારે  ઋષિ મુનિઓની  સમાધી તૂટી ગએલી  .અને પશુ પંખીઓ  ભયભીત થઇ ગએલા  એટલુંજ નહી    પાણીના જીવ જંતુઓ માછલા  વગેરે અકળાય ગએલા  ;.અને પોતાના પતિ  સાથે  સુતેલી   સ્ત્રી  પથારી  છોડીને ભાગી નીકળેલી     , અને સૂર્ય  નારાયણ  તેજો હીન થઇ  ગએલા ઝાંખા પડી ગએલા  .     આ કવિ જ્યાં ન પુગે રવી  ત્યાં  પુગે કવિ  .
અને  મહાભારતની  ચોપડા  વાળી  મુવી ઈંગ્લીશ title    ને    લીધે વિશ્વમાં  વધુ જોવાય છે  ,અને આ  લખનાર  કવિ વ્યાસ મુની છે  . કે જે  માછી મારની  કુંવારી દીકરી અને   પરાશર  ઋષિ નું   વર્ણ સંકર  સંતાન છે  .   હવે થોડું ટીખળ
દારુ પીધે દુ :ખ  ઘટે  સુખના ઉઘડે દ્વાર
 “આતા ” ક્યે એક બાટલો  પીજો સાંજ સવાર
આતાનું કહ્યું માનતા નહિ   ,  એની બુદ્ધિ  તેઓ 60  વરસના હતા  ત્યારથી  વૈ ગઈ  છે  . પણ   આ ડાહ્યા માણસ  નું  સાંભળજો
ग़लत  है  जाम दिलोंको  करार देता है
 वोतो  पिने वालोको   बे मोत मार देता है 
Advertisements

4 responses to “બધાજ કવિઓ સત્યવાદી હોય છે ખરા ?

 1. સુરેશ June 3, 2016 at 5:20 am

  આ દીકરી કોની? એનું નામ લખો તો અમે પણ એને અંગેજીમાં બ્લેસિંગ આપીએ ને?

  • aataawaani June 3, 2016 at 6:01 am

   પ્રિય સુરેશ ભાઈ
   આ દીકરી મારા મોટા દીકરા દેવના દીકરા ડેવિડ ની છે , મારી પ્રપૌત્રી giaana જેને હું ज़िया નાં ટૂંકા નામે બોલવું છું .જે મૂળ અરબી શબ્દ છે , જેનો અર્થ સૂર્યનો પ્રકાશ થાય છે . આ રણચંડી ज़िया એના મોટા ભાઈને મારી ભગાડે છે .મને બહુજ વ્હાલી લાગે છે . એનો મોટોભાઈ બહુ ડાયો દીકરો છે મારું કામ એ દોડીને કરે છે . જ્યારે जिया મનમાં આવે તો કામ કરે નહિતર જવાબ પણ નો આપે .
   મેં એક દિવસ એને દેખતાં ફૂલ ઉપરથી લઈને ભમરો મારા મોઢામાં મુક્યો . અને રણચંડીની રાડ ફાટી ગઈ અને તે ધ્રુજી ગઈ .

 2. pravinshastri June 4, 2016 at 7:22 am

  બધા કવિઓની વાત તો ખબર નથી પણ હિમ્મતલાલ જોશી નામના એક કવિને હું ઓળખું છુ. એઓશ્રી પરમ સત્યવાદી છે. હરિશચંદ્રને પણ અસત્યવાદી છે એવા જ્ઞાની પણ છે. વારંવાર અસત્ય કહીને સત્ય ઠરાવી શકે એવા ચતુર પણ છે. એઓશ્રીની ઉમ્મર, દાઢી, મહિલાઓ પ્રત્યેની માયા બધું જ સત્ય છે. એઓ માત્ર એક જ અસત્ય ઉચ્ચારે છે. કોઈ શાસ્ત્રીની વારતાઓના ખોટા વખાણ કરવાની કુટેવ પડી છે. બાકી એ કવિરાજ સત્યવાદી જ છે.

  • aataawaani June 4, 2016 at 10:41 am

   પ્રવીન્કાંત શાસ્ત્રીની વાર્તાઓના ખોટા વખાણ કરવાની ટેવ પડી હશે . તો મારે કાઢી નાખવા માટે હિંમતલાલ જોશીને કહેવું પડશે . .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: