મારા પૌત્ર ડેવિડ એની વાઈફ ,એનાં દીકરો દીકરી એની બેન તાન્યા અને એનો ખખડ ધજ દાઢીયારો આયુષ્યનાં 95 વરસ વાપરી ચુકેલો આતા .અમે સૌ સાઉથ કેરોલાયનાના બંદરેથી કાર્નિવલ ક્રુઝ દ્વારા કેરેબિયન સમુદ્રમાં આવેલ બહામા ટાપુ ની યાત્રાએ જવા રવાના થયા મેં મહિનાની 19 તારીખ 2016 નાં દિવસે રવાના થયાં , બહામા ટાપુમાં કાળા લોકોની વસ્તી છે , કે જેને વરસો પહેલાં બ્રિટીશરો આફ્રિકાથી ગુલામ તરીકે લાવેલા આ ટાપુને 1970ની સાલમાં બ્રિટીશ લોકોએ આઝાદી આપી . આ ટાપુમાં અમોએ ટેક્ષી કરીને ચક્કર લગાવી અને બીચ સુધી ગયા . મને વ્હીલ ચેર વાળાને મહા મુશીબતે પાણી સુધી પુગાડ્યો . મેં મારા પગ તળીયે સોય પડી હોય ઈ દેખાય એવા સ્વચ્છ પાણીમાં ગોઠણ સુધી પાણીમાં બોળ્યા ડેવિડ અને તાન્યાએ બોટ દ્વારા સમુદ્રમાં થોડી સહેલાણી કરી અને ડેવિડની દીકરી જીયાના એ બરાબર સમુદ્ર સ્નાન કર્યું . બીજાં ઓએ ફક્ત પાણીમાં પગ બોળ્યા .અને ધન્યતા અનુભવી એક આવાકાડોનું ઝાડ માં બે નાનાં આવાકાડોના નાનાં ફળો અમારા ટેક્ષી ડ્રાયવરે ટેક્ષી ઉભી રાખી પોતે નીચે ઉતર્યો અને પોતાના હાથે પકડીને ફળો દેખાડ્યાં સરગવાના ઝાડ જોયા જેમાં ફક્ત થોડાં પાંદડાં હતાં એવીરીતે ગુલમોરના ઝાડ હતાં મેં એક સીતાફળ નું ઝાડ જોયું જેમાં બે નાનાં સીતાફળ લટકતાં હતાં . મેં બહામા ટાપુમાં મુસાફરી કરી પણ એમાં મને કશું જોવા જેવું લાગ્યું નહિ . એકદમ સફેદ લાઈમ સ્ટોનનો આ ટાપુ છે। પણ તેને ભાંગો ત્યારે સફેદાય દેખાય છે . ઘણા
લોકોને આ ટાપુ ખુબ ગમતો હશે પણ મને નો ગમ્યો . આ તમને દિલની વાત કરી દીધી .
એક નીખીલ ખન્ના નામના ધનાઢય માણસે મને વી , આઈ। .પી ગણીને $200 નું ગીફ્ટ સર્ટિ ફિકેટ આપ્યું . પણ એમાં શરત એ હતીકે કૃઝ્માંથી પ્રસિદ્ધ ચિત્રકારોના ચિત્રો ખરીદો તો તમને આ $200 ઓછા આપવા પડે . અમે હળી કાઢીને હસ્ત કલાના ચિત્રો ખરીદવા ગયા। . તો તેની કિમત હજાર ડોલરની આજુ બાજુ આ ઉપરથી મને એક જૂની વાત યાદ આવી . જે આપને વાંચવા આપું છું .
એક માણસે પોતાના ડેલા ઉપર મોટા અક્ષરે બોડ મારેલું કે નવ ચાંદરિ ભેંસ કે જે ભેંસને નવચાંદારી તુર્તની જન્મેલી પાડી છે . આ ભેંસ એક ટંકનું પોણો મણ દૂધ આપે છે . એ ભેંસ પાડી સાથે મફતમાં આપવાની છે. એક ભાઈ ભાડાની ટેક્ષી કરીને પૂગ્યો . કોઈ ભેંસ લઇ જાય એ પહેલાં પોતાને મળે એ માટે , જઈને એણે ભેંસ જોઈ બહુ રૂપાળી હતી અને ઈની પાડી પણ રૂપાળી હતી . આ ઉતાવળા અને અક્કલના બારદાન અને લોભિયા ભાઈએ ભેંસના માલિકને કીધું લાવો હું ભેંસ લઇ જાઉં ., ત્યારે ભેંસનો માલિક એક ખૂણામાં માંદલી બિલાડી પડી તી એ દેખાડીને બોલ્યો ઓલી બિલાડી છે ઈ કોઈ $11 હજાર માં ખરીદે તો ઈને આ મફત ભેંસ હું મફત આપું છું . માલિકની વાત સાંભળી ટેક્ષી કરીને આવેલો માણસ હાલીને ઘર ભેગો થઇ ગયો .
અમો ક્રુઝમાં બેસવા માટે ગયા ત્યારે અમારી કાર પાર્ક કરવા માટે કાર્નિવલ કૃઝ્નું પાર્કિંગ સ્થળ હતું જે એક છાપરા વાળું હતું બહુજ રક્ષીત હતું જેની પાર્કિંગ ફી રોજની $68 હતી પણ હું વ્હીલ ચેર વાળો વી આઈ પી હોવાથી મફતમાં પાર્કિંગ કરવા મળેલું બીજી પણ ઘણી સગવડો મારા વ્હીલ ચેર હોવાના કારણે હતી .
ક્રીઝમાં 40 દેશના માણસો હતા અને 53 ભાષા બોલનારા હતા . અનેક પ્રકારનું ભોજન મળતું હતું . એક વખત મેં ગુજરાતી ભોજન મંગાવ્યું . તીખી તુવેદ દાળ જેમાં ભીંડા નાખેલા હતા .નાની ચોળીનું શાક કેરીનું અથાણું પાપડ વગેરે હતું હું મીઠું મરચું ન્ખાનારો માણસ પણ મેં કોઈ પ્રતિજ્ઞા ન લીધેલી હોવાથી આંખો વિન્ચીને સિસકારા બોલાવતો એક કોળીયો કાઈ લેતો હતો મારા ગુજરાતી ભોજનનું માં રાખીને બાકી ક્રુઝમાં અનેક જાતના ફળો રસ પીનટ બટર મધ હોલ વ્હીટ બ્રેડ વગેરે હું ખાઈ લેતો હતો . રૂપાળી સુંદરીઓ ઘણી હતી . પણ મેં મારી સાથે ફોટો પડાવવા સામે અણગમો વ્યક્ત કરેલો એક અતિ ખુબ સુરત છોકરીએ મને હાઈ સ્વીડી કહ્યો . એક જમૈકાના જુવાન નો મારી સાથે ફોટો છે . બે રૂપાળીઓ નેપાળની યુવતીઓ પણ હતી . મને કૃજ્માં બહુ મઝા આવેલી . મારે મીઠું મરચું પણ ખાવું પડેલું ફક્ત કોઈના માંન ખાતર . મેં કોઈ પ્રતિજ્ઞા લીધી નથી કે મારે તોડવી પડે .
Like this:
Like Loading...
Related
પણ હું વ્હીલ ચેર વાળો વી આઈ પી હોવાથી મફતમાં પાર્કિંગ કરવા મળેલું
પ્રિય સુરેશભાઈ
તમને હું પાકા અમદાવાદીને મફતમાં ક્રુઝમાં તો હું બેસાડું પણ તમારી પાસે મારી વ્હીલ ચેર ચલાવવાનું પાકું લાયસન્સ હોવું જરૂરી છે . અને તમારાં બાવડાં મજબુત હોવાં એ પણ એટલાંજ જરૂરી છે . અમે બહામાનાં બીચ ઉપર જતા હતા ટેક્ષી વાળાએ ટેક્ષી રોડ ઉપર
ઉભી રાખી અમને ઉતારી દીધા . અહીંથી બીચ ઉપર જવા માટે કદાવર અને સશક્ત ડેવિડે વ્હીલ ચેર ચલાવવી શરુ કરી પણ બહુ ઉન્ચાય હતી આ પછી નીચાણ હતું વ્હીલ ચેર ચલાવવી અઘરી હતી . ત્યાં ડેવિડે શ્રવણ પિતૃ ભક્તની જેમ કાવડ પડતી મૂકી . પછી એક કાળા જવાને વ્હીલ ચેર ઉંચાઈ ઉપર લઇ જઈને કઠણ જગ્યા સુધીનો ઢાળ ઉતાર્યો ડેવિડે તેને વીસ ડોલર આપ્યા . પણ પછી સાબરમતીની રેતી જેવી પણ વધુ ઉજળી રેતીમાં વ્હીલ ચેર ચાલી ન શકે . ડેવીડથી કે ડેવિડના બાપથી પણ , અને અહીંથી પાણી લગ પુગ્વા માટે ડેવિડના દાદા તમારા આતાને કમર કસવી પડી . અને ડેવિડનો હાથ પકડી ગોઠણ સુધી પાણીના મોજા આવે ત્યાં સુધી પહોંચ્યા . અને પાછા ડેવિડ નો હાથ પકડી ચાલીને વ્હીલચેર સુધી પહોંચ્યા , ત્યાતો આતા થાકીને લોથ પોથ થઇ ગયા . અહીંથી હિલ ચડાવી ઉતારી ડેવિડે ટેક્ષી સુધી પહોંચાડ્યા . આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત હોય તો વાત કરજો ક્રુઝની ટીકીટ તો તમારે નહી ખર્ચવી પડે પણ બાકીનો ખર્ચો તમારે આપવો પડે . કેમકે હું પણ અમદાવાદી છું ભલે તમારી જેમ સો ટકા નહી તો 80 ટકાતો ખરોજ વિચાર હોયતો કહેજો ડીસેમ્બરમાં દસ દિવસની ક્રુઝ યાત્રા કરવાનું ડેવિડ કહે છે .
બહા પણ ‘મા’ છે
એકલ પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા ઘણા દેશોમા એકલા જ પ્રવાસે નીકળી જાય તેમને ખોરાક અંગે પૂછતા જણાવ્યુ હતું કે તે સંભાર સાથે રાખે અને કોઇ પણ દેશના ફીક્કા ખોરાક સાથે મેળવે એટલે સ્વાદીષ્ટ થ ઇ જાય !
અમે ચાલી શકીએ છીએ પણ મુસાફરીમા વ્હીલ ચેર લખાવીએ અને ગમે તે મોસમમા બધા જ એરપોર્ટ કે ક્રુઝમા સડસડાટ પહોંચીએ! કોઈ સ્ટુડન્ટ સેવા આપતો હોય તો ડબલ ટીપ આપીએ!
એક વાર તો એક અશક્ત ભાઇને મારી જગ્યા પર બેસાડી વ્હીલ ચેરને ધકેલી હતી અને ડબલટીપ આપતા તેના ભાવવાહી પ્રાર્થના ‘મૅ ગૉડ બ્લેસ યુ’ની અસર અનુભવી હતી !
દાન કરવા ઉતમ કાર્ય છે પણ સહજતાથી કોઇ પણ દાનની ભાવના વગર આવી સેવાની કદર કરી જુઓ!
પ્રિય પ્રજ્ઞાબેન
પ્રીતિ સેનગુપ્તાના એક લેખમાં મેં વાંચેલું કે કઝાકસ્તાનના કે ઉજ્બેગીસ્તાનના લોકો મુસલમાન હોવા છતાં સુવરનું માંસ ખાય છે . આ બાબત વધુ વિગત માટે મેં પ્રીતિ સેન ગુપ્તાને ઈ મેલ લખેલો પણ તેઓએ મને જવાબ આપ્યો નહિ .આમતો પાકિસ્તાનનું સર્જન કરનાર ઝીણા સાહેબ સુવરનું માંસ ખાતા હતા . અહી મેં ઘણા મુસલમાન બિરાદરોને બેકન ખાતા જોયા છે . મને એક કચ્છી ખોજા ભાઈ કે જેઓ ખોજા ધર્મ છોડીને સુન્ની થઈને પાકિસ્તાન ગએલા તે મારી જેમ સીનીયર સેન્ટરમાં આવતા આ સેન્ટર સુરેશ જાનીએ જોયું છે . એ ખાવાની વસ્તુ આવે ત્યારે મને પૂછે ભાઈ સાહબ આમાં સુવરનું માંસ છે ? હું તમને કહું કે હલાલ કર્યા વગરનું માંસ કોઇપણ પ્રાણીનું હોય એ મુસલમાનો માટે સુવરના માંસ બરાબર છે . આ સેન્ટરમાં રાજેન્દ્ર સાયગલ નામનો પંજાબી આવતો તે ડીશમાં જોઇને મને પૂછે એ કીસેદા માંસ હૈ હું એને કહું એ સુરદા માંસ હૈ તો એ મને જવાબ આપે સુર તો અસીં ખાંદે આં .
વાહ આતાજી બહામાની ક્રુઝમાં મજા કરો છો એ જાણીને આનંદ.
૨૦૦ ડોલર ની ગીફ્ટ કુપન માટે ભેંસ અને પાડી નું ઉદાહરણ તમે આપ્યું એ આ પટેલને બહુ ગમી ગયું. ભેંસ, બળદ અને પાડી લગભગ દરેક પટેલના આંગણે જોવા મળે. જીવની જેમ એની દરકાર કરતા હોય એ ઘર આંગણે જોએલી યાદોનું સ્મરણ થયું.
પ્રિય વિનોદ ભાઈ
અમારી બાજુ લોકો બીજનો ચંદ્ર જુવે ત્યારે એવી માંગણી કરે કે
બીજ માવડી ચૂલે તાવડી
બે બળદ અને એકજ ગાવડી
કેટલા સરળ નીર્લોભી ઉદાર દિલના માણસો હતા . જુના વખતના ફ્લોરીડા વાળા મુરજી ભાઈ પટેલ અને એના કુટુંબના સભ્યોએ મહેમાન ગતિની એવીતો સરસ છાપ પાડી કે મારે એક છંદ બનાવવો પડ્યો કે
ત્યાગ કરશો નહી પટેલ મિતર તણો
કડવી પણ હિતની વાત કેશે
માન જાળવશે એ સજ્જન મિતર તણું
કોઈદી મિત્રને દગોન દેશે
મેં આ વાત આતાવાણી માં લખી છે .
ટૂંકમાં ફરીથી કહું છું કે હું તેમને ત્યાં 16 દિવસ રોકાણો તો પણ એ મારા રોકાણથી ધરાણા નહી . મારે રોકાઈને ધરાઈ જવું પડ્યું . અને મારે ધરાર ભાગવું પડ્યું . એક રાત રોકાવાનું કહીને મને 16 દિવસ રોક્યો .
જતી વખતે હું થોડા પૈસા આપવા ગયો તો મુરજીભાઈના દીકરાની વહુ રૂપલ બોલી કાકા આ અમે જે ભાવ ભર્યું તમારું સ્વાગત કર્યું એ તમારે પૈસા આપીને ધોઈ નાખવું છે ,? દીકરી દીકરો પણ એવાંજ
મારા પૈસાને હાથ લગાડ્યો નહિ .
આતાજી હું ઓછામાં ઓછો દશેક વાર ક્રૂઝમાં ગયો હોઈશ પણ તમારા જેવું તો મારાથી લખી જ ન શકાય. મારે તો આખો દિવસ ખાવું, અને પૂલ પાસે પડી રહેવું. રાત્રે શો જોવા અને જૂદા જૂદા ક્રુ મેમ્બર સાથે દોસ્તી પાડી એમની અંગત લાઈફની વાત કઢાવવી. તમે મારી “મામા વાઈફ” વાર્તા વાંચી છે? ૯૦% વાત સાચી છે. ન વાંચી હોય તો આ એક ઈન્ડિયન વેઈટરની વાત છે. https://pravinshastri.wordpress.com/2014/02/11/%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%88%e0%aa%ab/
ક્લિક કરીને વાંચજો . તમને ગમશે.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
માલતીની બે વફાઇ ઉદ્ધાતાઈની વાત જાણી સ્ટેલા રાજુની વાતો વાંચી બહુ સરસ દાસ્તાન છે . વાંચવાની બહુ મજા આવી ..
ક્રુઝમાં ફરવાની મજાજ કઈ ઓર છે, બાકી બહામા હોય કે બીજે, બહુ જોવાનું હોતું નથી અને સમય પણ બહુ થોડો મલે છે. ક્રુઝમાં તો પ્રવીણભાઈની જેમ આખો દિવસ મિત્રો સાથે હળવામળાનો, જાતજાતનું ખાવાપીવાનો, શો જોવાનો અને ફોન કે ઈંન્ટરનેટ વગર ૪-૫ દિવસ રહેવાનો અનુભવ કરવાનો હોય છે…હા, વ્હીલચેરવાળાને તકલીફ જરૂર થાય…
પ્રિય મનસુખ ભાઈ
મને વર્ષો પહેલા કરેલી ક્રુઝ યાત્રા ભુલાતી નથી . એમાં સેન્ટ માર્ટીન ટાપુ બહુ યાદ રહી ગયો છે . એનોતો મેં રાસડો બનાવ્યો છે .
વાહ, આનંદમાં ઉમંગ ભળ્યો !
હાસ્ય ની મોજ કરાવતી યાત્રા સારી રહી.
મનેતો બહામાના ટાપુમાં કોઈ આકર્ષિત વસ્તુ દેખાણી નહી પણ ક્રુઝની અંદર મજા આવી .