ઓબામાના દુરથી દર્શન કર્યાં ,અને ઈના મોઢાની સાંભળ્યું પણ ખરી .

image1IMG_0800IMG_1086IMG_0797

 મારી પૌત્રી  તાન્યા નું  ગ્રેજ્યુએશન હોવાથી  અને આ વખતે  રટગર  યુનીવર્સીટી  એ  પ્રેસિડેન્ટ  ઓબામાને  આ પ્રસંગે  ખાસ તેડાવેલો હોવાથી  અમો સહુ  ત્યાં  ન્યુ જર્સી ગએલા  હજારોની સંખ્યામાં  વિદ્યાર્થીઓ અને  એના સગાં વ્હાલાં હોવાથી  જબરી ભીડ હતી  .  એટલે સ્થાન ઉપર  જવાની  સંખ્યામાં કાપ મુકેલો  , પણ હું વ્હીલ  ચેર વાળો હોવાથી  મારી સાથે  મારો પુત્ર દેવ અને એની પત્ની રેશ્મા  આવી શકેલાં અને અમને જગ્યા પણ સારી મળેલી   .  ડેવિડ અમને  સહુને  ટે ને સી થી  8 કલાકની રાઈડ કરીને  લઇ ગએલોપણ એમને      કોઈને સ્થળ  ઉપર  જગ્યા મળેલી નહિ   . એટલી બધી સિક્યુરીટી હતી કે કહેવાની વાત નહી   .  વ્યક્તિગત માણસોને પણ બહુ ચોકસાઈ થી ચેક કરતા હતા  . કારને પાર્ક કર્યા પછી  એ જગ્યાએથી  યુની  , ની બસ  સ્થળ  ઉપર લઇ જતી હતી  . અમો મારા માટે  નવી ખરીદેલી વ્હીલ ચેર  ની   જરૂર નહી પડે એમ સમજીને સાથે નહી  ગએલા  પણ  અમુક ઠેકાણે  ખાસ જરૂર હોવાથી  મારા દીકરા દેવને  મિત્રોએ વાપરવા માટે આપેલી  આવી વ્હીલ ચેર પણ  ચાર પાંચ ભેગી થઇ ગએલી એમાંની અમને ઠીક લાગેલી  એ વ્હીલ ચેર સાથે લઇ ગએલા  .
 પ્રેસિડેન્ટ  નું આખું નામ આ પ્રમાણે છે  . બર્રાક હુસેન  ઓબામા છે  .  અમાના બર્રાક અને હુસેન  અરબી ભાષાના શબ્દો છે  .  જેમાં બર્રાક માંથી બરાક  રાખ્યું  બર્રાક નો અર્થ થાય છે  .ચમકેલો  , ચાલાક  ,   હોશિયાર  ,  બહુજ સફેદ  .   તેજ રફતાર  , શીઘ્ર ગામી   . એવા અર્થો નીકળે છે   ,અને હુસેન  હજરત મહમદ  સાહેબના દૌહિત્ર  જે બે હતા  એમના એકનું નામ હુસેન  અને બીજાનું નામ  હસન  હતું  . આ બન્ને ભાઈઓ  ઈરાકના કરબલા  શહેરમાં  કાફીરો સાથેના  યુધ્ધમાં   શહીદ  થઈ ગએલા   ,  ઇસ્લામના શિયા  સંપ્રદાયના લોકો આ બન્ને  ભાઈઓને  ખુબજ શ્રદ્ધા પૂર્વક  મોહરમ  મહિનામાં  શોક વ્યક્ત કરે છે  .  એનો તાજીયો કાઢવામાં આવે છે   . અમદાવાદમાં   પહેલો  તાજીયો  આ શિયા  મુસ્લિમ ભાઈઓ કાઢે છે  , એ બહુ સુંદર કલામય હોય છે  .  આ તાજીયાના જુલ્સ વખતે શિયા ભાઈઓ  પોતાના બાવળામાં  લોહીના ટશિયા ફૂટી જાય ત્યાં સુધી જોર જોરથી કૂટે છે   . કેટલાક શહેરોમાં  લોખંડની  સાંકળોમાં ખુલ્લી છરીઓ બાંધી  અને પછી  પોતાની પીઠ ઉપર  મારે છે ત્યારે લોહીની ધારાઓ નીકળે છે  .  ભારતના બનારસ શહેરમાં  શિયાઓની ખુબ વસ્તી છે   .  શહનાઈ વાદક   બીસ્મીલ્લાખાન  શિયા સંપ્રદાયનો હતો   .  હમણાની મને ખબર નથી પણ જુના વખતમાં  બનારસમાં  તાજીયા આગળ ખુલ્લી તલવારો  સાથે  હિંદુ  તૈલી  એટલેકે ઘાંચી   ચાલતા
 અમદાવાદમાં  સહુ પ્રથમ તાજીયો  હિંદુ ધોબીનો નીકળતો જે હવે બંધ છે  .
કેટલાક  હિંદુઓ પોતાના બાળકોને  તાજીયા આગળ  લોટા   ળે છે  . એ એટલા માટે કે  પોતાનું બાળક સાજુ નરવું રહે  . એક  વાત મેં એવી સાંભળેલી કે  જ્યારે  હુસેન અને હસન બેય  ભાઈઓ ધર્મને  ખાતર   લડી રહ્યા હતા  . પછી દુશ્મનોથી બચવા  ઘાસની ગંજીમાં છુપાઈ ગએલા  . ત્યારે તેને શોધી રહેલા  દુશ્મનોને  કાચંડા  એ  ગંજી ઉપર ચઢીને પોતાનું  માથું હલાવીને  ઈશારો કરેલોકે તમે જેને શોધો છો એ અહીં  છુપાએલા  છે  .  અને પછી  હુસૈન અને હસન  બન્ને ભાઈઓને  દુશ્મનોએ શોધી કાઢ્યા   . અને મારી નાખેલા  . હા લ  કેટલાક ગામોમાં  તાજીયા આગળ કાચંડો મારીને લટકાવવામાં આવે છે  . દેશીંગા બાબી મુસલમાન દરબારના કુંવર   કાચિંડા ને જોતાની સાથેજ  મારી નાખતા મેં નજરે જોયા છે  .
સ્થળ ઉપર  ઓબામાનું આગમન થતા પહેલાં  સ્થાનિક પોલીસના  હેલી કોપ્ટર  પછી  આર્મીના હેલી જુદિ જુદી  દિશાઓથી આવી  સ્થળ   ઉપર  ચેકિંગ કરી ગયા  . એમાં ક્યાં હેલી કોપ્ટરમાં  ઓબામા આવી પહોંચ્યો એની કોઈને  (મારા જેવાને ) ખબરજ નો પડી પછી  ઓબામાએ  ભાષણ  આપ્યું  અને લોકોએ  હસીને વાહ વાહના પોકારો કરીને  તાળીઓ પાડીને સ્વાગત કર્યું  .  બસ પછી સમય પૂરો થયો અને  ઓબામાએ વિદાય લીધી અને આજ ઓબામા  જન્યુઅરિ 20017માં   “ઉતર્યો અમલદાર  કોડીનો ” થઇ જવાનો  એક દોહરો છે કે   ”
માગણ  મેંલે લુગડે વૈશ્યા  જોબન વેણ 
કામેથી ઉતર્યો   કામદાર ઈ લાગે દેખીતા દેણ   દેણ = અર્ધું પર્ધુ  બળેલ  મડદું

12 responses to “ઓબામાના દુરથી દર્શન કર્યાં ,અને ઈના મોઢાની સાંભળ્યું પણ ખરી .

 1. સુરેશ મે 18, 2016 પર 9:28 એ એમ (am)

  વાહ! આ અમદાવાદીને અમદાવાદી તાજિયા વિશે આજે જ આટલી બધી ખબર પડી.
  પણ… તમારું આટલું બધું ભાષણ આપ્યું અને ઓબામાના ભાષણ વિશે એક શબ્દ પણ નહીં?

  ધેટ ઈઝ નોટ ફેર, આતા!

 2. Vinod R. Patel મે 18, 2016 પર 9:39 એ એમ (am)

  આતાજી ,ચાલો અંબા મા ના નહી તો ઓબા-મા નાં દર્શન તો તમને અગવડ વેઠીને પણ થયાં એનો રાજીપો.

  આ પણ ગમ્યું ….

  ઓબામા જન્યુઅરિ 20017માં “ઉતર્યો અમલદાર કોડીનો ” થઇ જવાનો એક દોહરો છે કે ”
  માગણ મેંલે લુગડે વૈશ્યા જોબન વેણ
  કામેથી ઉતર્યો કામદાર ઈ લાગે દેખીતા દેણ દેણ = અર્ધું પર્ધુ બળેલ મડદું

  અમદાવાદના તાજીયા જોએલા છે પણ એની માહિતી તમારી પએથી જાણી.

 3. pragnaju મે 18, 2016 પર 11:21 એ એમ (am)

  અનંત આકાશમાં ઊડવાવાળાં પક્ષીઓ અલગ અલગ પ્રકારના હોય છે. પક્ષીઓની આ ભિન્નતા એના રૂપ અને રંગની બનાવટની જ નહીં, પરંતુ એના ઉડાનના સામર્થ્યમાં પણ થોડુંક અંતર હોય છે. આકાશમાં ગરૂડ પક્ષી પણ ઊડે છે અને પતંગિયુ પણ ઊડે છે, પરંતુ ગરુડની ઉડાન ઊંચી હોય છે. જ્યારે પતંગિયાની ઉડાન સાધારણ હોય છે જે જિન ભગવનના ગુણોની સ્તુતિ ગણધરોએ કરી છે અને કવિઓએ પણ કરી છે. પણ એમના અનંતાનંત ગુણોનો પાર ગણધર પણ નહીં પામી શકે છે. તો પછી સાધારણ માણસની તો વાત જ નથી. ભગવાનના ગુણ આપણી બુદ્ધિથી અગમ્ય છે. જે રીતે આકાશ અનંત છે, તે રીતે ભગવાનના ગુણ પણ અનંત છે. એને પાર પામવો કઠિન છે. મેરુ પર્વત પૂરો સ્યાહીનો ઢગ હોય, સમુદ્રને સમાન મોટી વાવ હોય, કલ્પવૃક્ષની કલમ હોય અને પૃથ્વી જેટલો કાગળ હોય તથા લખવાવાળી સરસ્વતી હોય તો તે પણ સાગરોપમ સુધી લખતા રહે ત્યારે પણ પરમાત્માના ગુણોનો અંત નહીં આવી શકે. હરિ અનંત હરિ કથા અનંતા. રામના ગુણગાન કરવા પહેલા તુલસીએ પણ કહ્યું છે કે રામનો ગુણવાદ કરવો મારા માટે એટલો જ અસંભવ છે જેટલો કિડીઓને નદી પાર કરવી. જ્યારે કોઇ રાજા નદી ઉપર પુલ બનાવી આપે તો કિડીઓે પણ શ્રમ વિના નદી પાર કરી શકે છે. ભગવાનની સ્તુતિ કેમ કરવામાં આવે છે? સૂર્યનાં કિરણો જ્યારે કમળ ઉપર પડે છે તો કમળ વિકસીત થઇ જાય છે. તે હસવા લાગે છે અને પોતાની મહેક ચારે બાજુ ફ્ેલાવી દે છે. આ જ રીતે અનંત-અનંત કાળથી આપણો આત્મા કર્મજાળથી બંધાયેલો છે. ભગવાનની સ્તુતિ કરવાથી આપણો આત્મા પોતાના ગુણોથી વિકસીત થવા માંડે છે. એના પર પડેલી કર્મ રજ સાફ થઇ જાય છે. આજે આ એક પ્રશ્ર્ન થઇ શકે છે કે કર્મ પહેલા હતું કે આત્મા પહેલા હતો. આત્મા અનાદિકાળથી કર્મબદ્ધ છે, જે રીતે તલમાં તેલ, પુષ્પોમાં ગંધ અને દૂધમાં ઘીનો સંબંધ છે. આ જ રીતે આત્માથી કર્મનો સંબંધ પણ અનાદિકાળથી જોડાયેલો છે. સાધક ક્યારેક વિચાર કરે છે કે ભગવાન જ અમને સ્વર્ગ કે નરકનો ભેદ બતાવીને સુખ અને દુખમાં નાખે છે. ઇશ્ર્વર અમને દુ:ખ આપે છે. પરિવાર અમને કષ્ટ પહોંચાડે છે. પડોશી અમને સુખી નહીં રહવા દે છે અને ક્યારે આ પણ વિચાર કરીએ છે કે કર્મ જ આપણને નચાવે છે, પરંતુ ભગવાન ફરમાવે છે કે સાધક તારા વિચાર જ તને દુખ આપે છે. સંસારમાં કોઇ એવી શકિત નથી કે જે તમને કષ્ટ આપી શકે છે. કવિ લખે છે: માણસ પોતાના વિચારોથી દુ:ખી અને સુખી થાય છે. જીવ પોતાના કરેલા કર્મની સજા ભોગવે છે. બીજાએ કરેલા કર્મનો સંબંધ આ આત્માથી નથી. કર્મનું સ્વરૂપ ઘણું જ ઉંડું છે. આજે અજ્ઞાન દશામાં જઇને વ્યક્તિ વિચારે છે કે કર્મોના પરમાણું એક બીજાથી ચિપકી જાય છે. પિતાના કર્મ પુત્રને લાગી જતા હશે. અને પત્નીના કર્મો પતિને લાગી જતા હશે. આ વિચાર ગડબડ આત્માના છે. આપણે એક વિચાર કરીએ કે પિતા ભોજન કરે છે તો શું પુત્રનું પેટ ભરાઇ જાય છે. નહીં જે જમશે એનું જ પેટ ભરાશે. આપણે શુભ-અશુભ કર્મ કરીશું તો આપણે જ ભોગવવા પડશે

  • aataawaani મે 18, 2016 પર 11:56 એ એમ (am)

   પમેશ્વર નો કોઈ પાર પામી શક્યું નથી .
   એક પરમેશ્વર વિષે સંસ્કૃત શ્લોક છે .
   य म ब्र्ह्मा वरुणें न रूद्र मरुत : स्तुन्वन्ति दिव्ये सतावै
   વગેરે મતલબનો શ્લોક છે . એ તમને આખો આવડતો હશે .

 4. Vinod R. Patel મે 18, 2016 પર 8:57 પી એમ(pm)

  President Obama Delivers the Rutgers University Commencement Address
  May 15, 2016

 5. રીતેશ મોકાસણા મે 19, 2016 પર 1:51 એ એમ (am)

  આતા, પૌત્રીની ખુશીમાં આપ સામેલ થયા એની ખુશી જરૂર દેખાય છે !

 6. aataawaani મે 24, 2016 પર 6:44 એ એમ (am)

  પ્રિય રીતેશ
  તાન્યાને તેની ગ્રેજ્યુએશન્ ખુશાલીમાં ડેવિડે ક્રુઝ યાત્રા પણ કરાવી બહામા અમો સૌ ગએલા .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: