વિશ્વની માતાઓને હેપી મધર ડે ની હાર્દિક શુભેચ્છાઓ

મા આ  રવિવારે  અમેરિકામાં  મધર ડે તરીકે ઉજવાશે  તું અને મારા દીકરાઓની મા ભાનુમતી સ્વર્ગમાં  છો  .પણ તમે મને ખુબ યાદ આવો છો  . કેમકે તમે મને બહુ પ્રેમ આપ્યો છે  . જો કે સ્વર્ગ કે નર્ક જેવું  આકાશમાં છે  .  એવું હું માનતો નથી  . એટલે તમને મારી પ્રશંશા   તમે સાંભળશો  એવી મને જરાય   શ્રદ્ધા  નથી  . પણ મારું મન મનાવવા  હું લખું છું  . અને મારાં
બ્લોગર ભાઈઓ બહેનોને  મારી મા અને મારા દીકરાઓની  મા ની ઓળખાણ  થાય એટલા માટે હું  મારા બ્લોગ  “આતાવાણી ”  માં  લખું છું   . સ્વર્ગ નર્ક બાબતમાં ગાલિબનો એક શેઅર  આ પ્રમાણે છે  .
हमको  मालुम है जन्नतकि हक़ीक़त  लेकिन
दिलको खुश करनेको ग़ालिब ये ख्याल  अच्छा है   .
ગાલીબ કહે છે  .   કે    જન્નત (સ્વર્ગ ) ખરેખર  શું છે એની મને ખબર છે  . પણ  મન મનાવવા  માટે સ્વર્ગ નરકની માન્યતા કંઈ  ખોટી નથી   .
મા તારા માટે મેં  મારી એક લાંબી કવિતામાં  તારી બાબત એક કડી લખી છે   .
तान्याकि ग्रेट ग्राण्ड मधरथी नामकी जवरबाई
हज़ारो नग़मे  उसकी जुबाँ पर  कैसे हो हरिफाई  …सन्तोभाई
 મા હજારો ગીતો  ભજનો  તારે મોઢે  તારે ગાવા માટે   નોંધ  કરેલી  ચોપડી ઉઘાડવી નો પડે   . નવાઈની વાત તો એ છે કે  તુને કોઈ કોઈ ઉર્દુ ભજનો પણ  આવડતાં
आगाह अपनी मौतसे  कोई बशर नहीं
सामान  सो बरसका  कल्कि खबर नहीं   પણ તું કલ્કી ને બદલે પલકી બોલતી  અને ગજલ તું
अजब हैरान हुँ भगवन तुझे  क्यों कर रिजावु मैं  એ આખી ગજલ તું ગાતી  પણ હું નથી માનતો કે તું એનો અર્થ સમજતી હો  .
મા તે મને જે   લાડ  લડાવ્યાં એનું તો વર્ણન  થાય એમ નથી  . તે મને  કદી ટાપલી પણ મારી નથી એટલુંજ નહી તે મને  પીટીયો પણ કહેલો નહિ  .   . પણ તારા લાડનું પરિણામ એ આવ્યું કે હું જરાક તોફાની થઇ ગયેલો અને તારી ધાર્મિક વાતોએ મને હું 8 વરસનો હતો ત્યારે પોષ મહિનાની  કડકડતી  ઠંડીમાં   . ઉઘાડે ડીલે અને  ઉઘાડેપગે   બાવળની  ઘાટી  ઝાડી માં  ધ્રુવ ની જેમ તપ કરવા  હાલી નીકળેલો   . પણ  તારા  શુભ  ઉપદેશે  મને  આર્મી માં પણ હું  કોઈ સ્ત્રી ઉપર   કુદૃષ્ટિ  કરતો નહિ  . કે ચા કોફી  જેવું પીણું પણ પીધેલું નહિ  . મારા તોફાની વેળાની વાત કરું તો  હું જ્યારે ત્રણેક વરસની ઉમરનો હતો ત્યારે  તું એક મોટું મોતીનું  તોરણ  બનાવતી હતી ત્યારે  મેં મોતી ભરેલી થાળી  મેં લાત મારીને ઉડાડી  દીધેલી  . આવખતે મોટીબેને તુને કીધું કે  તે  આને બહુ ચાગલો કર્યો છે  .  એક થપ્પડ  ઠોકી દેને  કે એ તોફાની વેળા ભૂલી જાય।  મા કહ્યેતીકે એ મારો કનૈયો  છે બાળ લીલા કરે છે   . આ પ્રસંગ મને યાદ નથી  . પણ  મેં સાંભળેલું  . આ તોરણ  મેં મારા ગ્રાન્ડ સન  જોનાથનને   ગયે વરસે  આપી દીધું  .  હવે મારા દીકરાઓની મા ને મધર ડે નિમિત્તે યાદ કરું  છું  એપણ 7 વરસ પહેલા સ્વર્ગે ગઈ છે  . કેશોદ ગામમાં  જન્મેલી છોકરી    દેશીંગા જેવા ગામડામાં  ઢોર ઢાંખર રાખવા વાળા ઘરે પરણીને આવી  પણ મારી માને  પોતે ઢોરને દોહવા એના છાણ મૂત્ર સાફ કરવાં છાશ વલોવવી  ઘાસ લેવા જવું   વગેરે  શીખવા માગે છે   .  માટે મને શીખવો   અને માએ   બધી કેળવણી આપી  ઘાસ લેવા  ખેતરોમાં જવું  કયું ઘાસ ઢોરને ખાવા યોગ્ય છે  .અને ઘાસ ભેગું કરવા કાંપો વાળવા  પરબત ભાઈની પત્ની રાણી બેને શીખવ્યું  . અને થોડા વખતમાં  બધી બાબતોમાં પાવરધી થઇ ગઈ  પછી  અમેરિકા આવી અહી પણ એણે  પોતાની ગોરી  દેરાણીનું દિલ જીતી લીધું  . દેશમાં અમો હતાં ત્યારે  અમારી ગરીબીને કારણે  કરકસર  કરવા બાબત  અમારા વચ્ચે  હળવો ઝઘડો થતો  ખરો  આમને આમ 70 વરસનો અમારો સાથ રહ્યો   . સિત્તેર વરસનો સાથ  ભાવમાંય  ભુલાશે નહિ

                    સાચો હતો સંઘાત  માણક વેર્યે નઈ મળે 

13 responses to “વિશ્વની માતાઓને હેપી મધર ડે ની હાર્દિક શુભેચ્છાઓ

  1. pravinshastri મે 4, 2016 પર 6:04 પી એમ(pm)

    માતૃવંદના અને સરસ ભાવભીની સ્નેહાંજલી.

    • aataawaani મે 5, 2016 પર 12:17 એ એમ (am)

      પ્રિય પ્રવીણકાન્તશાસ્ત્રી ભાઈ
      તમારી માતૃ વંદના બાબત હું બહુ ખુશી થયો છું કેમકે મારું લખાણ તમને ગમ્યું .
      હું મારી પૌત્રી તાન્યાના ગ્રેજ્યુએશન્મા 15 રવિવારે સાડા બારથી અઢી સુધી હાજર રહીશ .
      કૌશિક અમીન ના ઈ મિલથી જાણવા મળ્યું કે ગુજરાત દર્પણની ઓફિસમાં આ દિવસે બધા ભેગા થવાના છે . ત્યારે મારાથી જો પહોંચી શકાય એમ હોય તો હું પણ સૌ ને મળી શકું .
      એબાબત તમે તમારા પ્લેનમાં મને લઇ જઈ શકો ખરા ? સમય અનુકુળ પડે ?

  2. Vinod R. Patel મે 4, 2016 પર 6:38 પી એમ(pm)

    બન્ને સ્વર્ગસ્થ પ્રેમાળ માતાઓને હાર્દિક વંદન

    આતાજી તમે માતૃ દિને બન્ને માતાઓને સરસ સ્મરણ અંજલિ આપી હૃદયની લાગણીઓ વ્યક્ત કરી છે

    • aataawaani મે 5, 2016 પર 12:27 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ
      બન્ને માતાઓને તમારા વંદન હું તેમને ઈ મેલથી સ્વર્ગમાં મોકલી આપીશ હવેતો સ્વર્ગમાં પણ દરેક સ્વર્ગસ્થ આત્માઓને ચિત્ર ગુપ્તે કમ્પ્યુટર આપી રાખ્યા છે . એવું સ્વર્ગની શોધ કરનાર તરફથી જાણવા મળ્યું છે .

  3. dave joshi મે 4, 2016 પર 7:47 પી એમ(pm)

    Bahu j saras ane lagani bharel a lakhan chhe. Thank you Bhai !

    Date: Thu, 5 May 2016 00:56:49 +0000
    To: bharatdarshan@hotmail.com

    • aataawaani મે 5, 2016 પર 12:28 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ
      બન્ને માતાઓને તમારા વંદન હું તેમને ઈ મેલથી સ્વર્ગમાં મોકલી આપીશ હવેતો સ્વર્ગમાં પણ દરેક સ્વર્ગસ્થ આત્માઓને ચિત્ર ગુપ્તે કમ્પ્યુટર આપી રાખ્યા છે . એવું સ્વર્ગની શોધ કરનાર તરફથી જાણવા મળ્યું છે .

  4. Vimala Gohil મે 5, 2016 પર 2:38 પી એમ(pm)

    બન્ને મતાઓને તેમજ સર્વ માતાઓને વંદન.
    સુંદર ભાવપુર્ણ સ્નેહાંજલી આપતા આતાજીને પ્રણામ.
    પ્રવિણભાઈના વંદન ભેગા અમારા વંદન પણ સ્વર્ગ સુધી ઇ-મેલથી પહોંચાડી દેશો .

    ચિત્રગુપ્તે સ્વર્ગસ્થને કોમ્પ્યુટર આપીને ભલે પ્રગતિ કરી,પણ આપે તો એથી મોટી પ્રગતિ કરી કે સ્વર્ગ સુધી ઇ-મેલ મોકલી શકો છો!!!!!
    વાહ!, આતો ગુરૂ (સુ.જા.)કરતા ચેલા (આતાજી) સવાયા નીકળ્યા!!!!!!

    • aataawaani મે 6, 2016 પર 5:46 એ એમ (am)

      પ્રિય વિમલાબેન અને પ્રિય રમેશ ભાઈ
      તમે મારી પત્ની ભાનુમતી જીવતી હતી ત્યારે તમે મારે ઘરે આવ્યા હોત તો તમારી જે મેમાન ગતિ કરત જમાડત આગ્રહ કરી કરીને એ તમે કદી ભૂલી નો શકત . સમ દઈ દઈને રોકી રાખત .
      અને આવી પ્રેમાળ પત્ની મૃત્યુ પામી ત્યારે એક દિવસ ભૂખ તરસ હું ભૂલી ગએલો ઘરમાં એકલો મારું મનોબળ મજબુત થતાં એકાદ વરસ લાગ્યું હશે .
      બાયડિયું મળિયું બૌ લખપતિ અને રાંક
      (પણ)તુંથીઆડો આંક ભાવેણી મારી ભાનુમતી
      મારી સગાઇ માટે ગરીબ અને પૈસા પાત્ર લોકો પોતાની દિકરીયો સાથે સગાઈ કરવા આતુર હતા .પણ ભાનુંમતીએ અમારા આખા ઘરના સભ્યોનું દિલ જીતી લીધું હતું

  5. રીતેશ મોકાસણા મે 7, 2016 પર 4:20 એ એમ (am)

    સ્નેહાંજલી સાથે શ્રધાંજલિ આપતો લેખ સરસ છે. માં જે સહન કરે તે કોઈ ના કરી શકે ! એટલે જે તે માં છે.

  6. સુરેશ મે 7, 2016 પર 8:01 એ એમ (am)

    બધી માતાઓને દિલથી પ્રણામ.

  7. સુરેશ મે 7, 2016 પર 8:04 એ એમ (am)

    કેશોદ ગામમાં જન્મેલી છોકરી દેશીંગા જેવા ગામડામાં ઢોર ઢાંખર રાખવા વાળા ઘરે પરણીને આવી પણ મારી માને પોતે ઢોરને દોહવા એના છાણ મૂત્ર સાફ કરવાં છાશ વલોવવી ઘાસ લેવા જવું વગેરે શીખવા માગે છે . માટે મને શીખવો અને માએ બધી કેળવણી આપી ઘાસ લેવા ખેતરોમાં જવું કયું ઘાસ ઢોરને ખાવા યોગ્ય છે .અને ઘાસ ભેગું કરવા કાંપો વાળવા પરબત ભાઈની પત્ની રાણી બેને શીખવ્યું . અને થોડા વખતમાં બધી બાબતોમાં પાવરધી થઇ ગઈ પછી અમેરિકા આવી અહી પણ એણે પોતાની ગોરી દેરાણીનું દિલ જીતી લીધું . દેશમાં અમો હતાં ત્યારે અમારી ગરીબીને કારણે કરકસર કરવા બાબત અમારા વચ્ચે હળવો ઝઘડો થતો ખરો આમને આમ 70 વરસનો અમારો સાથ રહ્યો . સિત્તેર વરસનો સાથ ભાવમાંય ભુલાશે નહિ.
    ————-
    અદભૂત વ્યક્તિ . એમના માટે માન હજાર ગણું વધી ગયું.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: