આનંદ ક્યે પરમાણદા માણસે ને માણસે ફેર , એક લાખું દેતાં ન જડે બીજા ત્રાબીયા હુંદા તેર

bus40906458એક્વાત  .     આપના માટે  .
ઘણા વરસ પહેલા હું પોરબંદર ગએલો   , ત્યાંથી  આવતી વખતે કુતિયાણા જતી  બસમાં બેઠો  . કુતિયાણા થી  દેશીંગા ચારેક માઈલ દુર થાય  .એટલે પછી ચાલીને ઘરે  દેશીંગા જવાનું  હવેનીતો મને ખબર નથી  .   પણ જુના વખતમાં 
કોઈ પણ માણસ   સાથે  વાતો કરવાનું મન થાય ભલે એ નવો હોય  . કઈ  નાતના છો  ?  . ક્યા ગામના છો  ?  બાલબચ્ચા  શું છે  ? . શું ધંધો કરો છો  ? વગેરે  કેટલાય  પ્રશ્નો પૂછે   .અને સામો માણસ  પણ સવાલ જવાબ કરે  ,  .  હું બસમાં બેઠો ત્યારે મારી બાજુની સીટ ઉપર  એક ભાઈ બેઠા હતા   . એમણે પોતાના કપાળમાં  લાલ રંગનો  ઈંગ્લીશના U   આકારનો ચાંદલો  કરલો આથી સમજી શકાય કે આ માણસ વૈષ્ણવ  સમ્પ્રદાયનો હશે  ,  મેં એ ભાઈને જય શ્રી કૃષ્ણ  કહ્યા   . થોડી વાર લગાડ્યા  પછી  એ ભાઈએ મને જય શ્રી કૃષ્ણ  કહ્યા  . મેં તેમને ફરી  સવાલ કર્યો  ભાઈ તમારું નામ શું ? એ ભાઈ થોડી વાર લગાડ્યા પછી બોલ્યા  . મને સામે સવાલ કર્યો   , તમારું નામ શું ? જવાબમાં મેં મારું નામ તો આપ્યું પણ  મારા બાપનું નામ પણ આપ્યું   . અને હું શું કામ કરું છું  . અને મારા બાપ શું કામ કરતા   . એપણ કીધું  . મારું સાંભળ્યા પછી  એ ભાઈ ઠીક  એમ બોલીને  નીચું માંથું   કરીને  બેસી રહ્યા  . એટલે હું બોલ્યો ભાઈ તમેતો તમારું નામ નો કીધું  , તે બોલ્યા  મારા નામનું તમારે શું કામ છે  .? તમને બોલાવવા હોય તો કામ લાગેને।  ? તો તેભાઈ બોલ્યા    . મને તમે બોલાવો એમાં મને શો લાભ ?આ  લાભની  વાત સાંભળીયા  પછી મેં માન્યું કે આ ભાઈ  વાણીયા લાગે છે   . એટલે મેં  તેમને પૂછ્યું ભાઈ તમે વાણીયા છો ? તે ભાઈ બોલ્યા  , હા હું વાણીયો છું  .  પણ તમને કેમ ખબર પડી ગઈ કે હું વાણીયો છું  . ? મેં  કીધું હું  જોશી છું અને  કાશીની સંસ્કૃત યુનીવર્સીટી માં  પહેલે નંબરે  પાસ થએલો છું   . અને હું   ન્યાય , વ્યાકરણ  અને જ્યોતિષ શાસ્ત્રની   આચાર્ય  ડીગ્રી  ધરાવું છું  .  મારી વાત સાંભળ્યા પછી એણે  પોતાના જમણા હાથની હથેળી  મારા સામે ધરીને બોલ્યા મારો જોશ જુવો  મેં કીધું 59 રૂપિયા   મારા જોશ જોવાની ફી છે અને આ ફી હું  પ્રથમ લઉં  છું અને પછી  જોશ જોઉં છું    .  એ બોલ્યા એમ કેમ  કામ કર્યા પહેલા પૈસા લ્યો છો  . અમે ઘરાકને માલ આપ્યા પછી પૈસા  લઈએ છીએ   . આ  મુંબઈના  ઝવેરી કમલેશ સાકર ચંદ  હીરા જેવી કીમતી વસ્તુ પહેલા  આપીને પછી પૈસા લ્યે છે  .  મેં કીધું  હું જુના વખતના શરણાયા જેવી મારી દશા હું  થવા દેવા માગતો નથી  . પાછી એને તુર્ત 50 રૂપિયા  મને આપ્યા અને મેં જોશ જોવો શરુ કર્યો   . આ વખતે મારી સામેની સીટ ઉપર  બેઠેલો હરભમ નાગા  તરખાલા મેર બોલ્યો  .   ભાભા  ઈણો જોહ  જોયા પસી  મારો જોહ જોજે  . શેઠની  હસ્ત  રેખા જોયા પછી  હરભમ ની હસ્ત રેખા જોઈ  કામ પૂરું થયા પછી એણે પોતાના ખિસ્સામાં હાથ   નાખ્યો પણ એના પાસે પુરતા પૈસા નહી હોય  , એટલે તે કશું બોલ્યા વિના ચુપચાપ બેસી ગયો  . શેઠે ધીમેથી મને કીધું  તમે એનાથી ડરી ગયા એટલે પૈસાની માગણી પણ ન કરી  . મેં શેઠને કીધું અમને એ લોકો દ્રવે નહી પણ અમને ડરાવવા વાળા  લોકોને ડરાવે ,  એના પાસે પૈસા નહી હોય એટલે એ ચુપ ચાપ  બેસી  ગયો પણ એ મારા પૈસા  હજમ નહી કરીજાય  છેલ્લી બાકી એ ગાયુંને ઘાસ ખવડાવવામાં વાપરી નાખશે    . શેઠ બોલ્યા એતો તમારું મન મનાવવાની વાત છે  . થોડીવારમાં કોટડા સ્ટેશન આવ્યું  અહી એને ઉતારવાનું હતું એટલે એ બસમાંથી  ઉતરી ગયો અને બસ  ડ્રાઇવરને કહેતો ગયો કે થોડી વારમાં હું આવું છું એમ કહી એ બસમાંથી ઉતાર્યો અને નજીકના પાન   બીડી  ની દુકાન  વાળાં પાસે ગયો  . અને  પૈસા લઇ આવ્યો  . પાન વાળાએ  પૈસાનું પડીકું બાંધી આપ્યું   , આ પડીકું એ મને આપી ગયો   . શેઠે મને કીધું કે એ તમને પૈસાના બદલે પાન આપીને  ફોસલાવી ગયો હવે તમે જુવો તો ખરા કે  એ કેટલા પાન આપી ગયો છે , મેં પડીકી ખોલી તો અંદરથી 51 રૂપિયા નીકળ્યા   , આ જોઈ  શેઠ ચકિત થઇ ગયા   .

13 responses to “આનંદ ક્યે પરમાણદા માણસે ને માણસે ફેર , એક લાખું દેતાં ન જડે બીજા ત્રાબીયા હુંદા તેર

  1. સુરેશ એપ્રિલ 25, 2016 પર 4:52 એ એમ (am)

    ફિનિક્સ આવ્યો તો ય અમારા જોશ તો ના જોયા !!!

    • aataawaani એપ્રિલ 25, 2016 પર 5:08 એ એમ (am)

      અરે બાપા
      તમે મારી સામે તમારા જમણા હાથની હથેલી ધરી હોત તો તમારો જોશ પણ જોત અને હરભમ ની જેમ કાવડિયા પણ તમારી પાસે નો માગત પણ તમે મારા ઘરની અવ્યવીસ્થિત વસ્તુ વ્યવસ્થિત
      કરવામાં નવરાજ ક્યાં પડતા હતા ..

  2. pragnaju એપ્રિલ 25, 2016 પર 5:18 એ એમ (am)

    અવસર આનંદ નો ક્યારેકજ આવે છે , સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે , ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા , કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે…..

  3. pravinshastri એપ્રિલ 26, 2016 પર 6:08 એ એમ (am)

    આ ગપ્પામારુ આતાજીના જોષ ભલભલાને ચકરાવે ચડાવે છે. મારો હાથ જોઈને કહ્યું હતું કે જો તું મારા કરતાં વધારે જીવશે તો મિલિયોનેર થઈ જશે. બોલો છેને વાત!!!!!

    • aataawaani એપ્રિલ 26, 2016 પર 6:27 એ એમ (am)

      પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી ભાઈ
      હું જ્યોતિષ શાસ્ત્રનો નિષ્ણાંત જ્યોતિષ શાસ્ત્ર , ન્યાય . વ્યાકરણ વેદાંત . ની આચાર્યની ડીગ્રી ધરાવતો વિદ્વાન મારો જોષ કદી ખોટો પડેજ નહિ . જો તમે મારા જેવડી ઉમરના થાવ ત્યારે જો મીલીનીયર ન થાવ તો હું મારી દાઢી મુછ મૂંડાવી નાખું .

    • Vimala Gohil એપ્રિલ 26, 2016 પર 2:08 પી એમ(pm)

      ગપ્પુ તો ગપ્પુ, પણ એ બહાને આતાજી આપાણા વિશે કાંઈ કહે ને એ આશિર્વાદ બની પણ જાય એટલે હું તો જોવડાવી જોશ એમની પાસે….

  4. Vimala Gohil એપ્રિલ 26, 2016 પર 2:02 પી એમ(pm)

    અરે! આતાજી ,ભોગ મારા કે હવે ખબર પડી કે આપ જોશી થઈને જોશ જોઈ આપો છો! પહેલા ખબર હોત તો રોકડા રૂ.૫૧ લઈને નો આવત…?

    તમને મળવા આવી આવી ને શું લઈ ગઈ તમારે ત્યાંથી? તો કે મરચા.!!! જવાદો, ફરી નશીબ હશે તો…..નહીં તો હથેળીની છાપ મોકલી દવ????

    • aataawaani એપ્રિલ 26, 2016 પર 6:42 પી એમ(pm)

      પ્રિય વિમળા બેન
      તમે મને 51 રુપયા આપીને મારી પાસે જોશ જોવડાવો તો મારે સવા એકાવન રૂપિયા પાછા આપવા પડે .હવે પાછા મળવા આવો ત્યારે મને જોશ જોઈ દેવાનું યાદ અપાવજો ભૂલતાં નહી .

  5. રીતેશ મોકાસણા એપ્રિલ 30, 2016 પર 4:14 એ એમ (am)

    આતા,
    જિંદગીના અમુક પ્રસંગો એકદમ હળવા બન્યા હોય પણ ધારદાર અને યાદગાર રહે ! તમે મારા વિષે જે કહ્યું છે તે તો હાથ જોયા વગર જ બરાબર કહ્યું છે.

    • aataawaani એપ્રિલ 30, 2016 પર 5:49 એ એમ (am)

      તો તો પછી હું વધુ જ્યોતિષ વિદ્યામાં પારંગત કહેવાઉં . કેમકે માણસનો ફોટો અને લેખન કળા ની સ્ટાઈલ જોઇને પણ હું ભવિષ્ય ભાખી શકું છું , અને એ પણ સચોટ .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: