આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

jai-srirama1

આજે બ્રહ્માએ  મારા આયુષ્યના  નક્કી કરેલ વર્ષોમાંથી  95  વર્ષ  વાપરી નાખ્યાં  .  અને  છન્નુંમું વર્ષ  વાપરવાની શરૂયાત કરી છે  .બે મહિના પહેલાં મારા  hip  ના સાંધાનું હાડકું મારા અચાનક પડી જવાના કારણે ભાંગી ગયું   . ત્યારથી મને  હું વૃદ્ધ  હોઉં એવો અનુભવ થાય છે.કારણકે    વોકરની મદદથી  પણ  હું લાંબુ ચાલી શકતો નથી  . હું પડી ગયો એના બીજે દિવસે  મારા પગની સર્જરી કરવામાં આવી   ,અને મારું ભાંગેલ હાડકું કાઢી નાખીને એની જગ્યાએ સ્પેશીયલ ધાતુનું હાડકું  ઘુસાડી દેવામાં આવ્યું  . એક દિવસ આધેડ  વયની બાઈ મારી પાસે આવી  , અને મને કીધું કે હું ફીજીકલ  થેરેપી કરાવવા આવી છું   . એક પુરુષ પણ આવેલો એણે મારું વોકર પકડ્યું  ,  અને  ફીજીકલ વાળી બાઈએ  મને ચલાવવાની કૌશિશ  પોતાના પગથી મારા પગને ધક્કો  મારીને મને  ચલાવવાનો પ્રયાસ  કર્યો પણ હું માંડ એક ઇંચ ચાલી શક્યો  . મેં એને કીધું કે  મારે જાજરૂ જવું પડશે  , તો કોઈ નર્સને બોલાવો તો તે કહે  જાજરૂ  માટે  પણ હું  જ  કરીશ  પછી  એ બાઈએ  મ્મને પથારીમાં સુવડાવી મારી નીચે વાસણ ગોઠવીને  જાજરૂ કરાવ્યું  . અને ટોયલેટ  પેપરથી  સાફ કર્યું  .પણ બરાબર સાફ ન થવાથી  પોતે પ્લાષ્ટિકના  મોજાં પહેરી  પોતાના હાથથી ધોઈ નાખ્યું  . પણ આગળનો  પેશાબ કરવાનો ભાગ  સાફ કરવા માટે એક નવી દાખલ થએલી યુવાન  નર્સને  બોલાવી લાવી   .અને મને કીધું કે એ નર્સને પણ થોડો અનુભવ  થાય અને તમને પણ ગમે  એટલે એ નર્સ સાફ કરી આપશે  . એ નર્સે પ્લાશ્તીકના મોજાં પહેરીને ધોયું   . અને પછી પોતાના ખુલ્લા હાથથી પણ સાફ કર્યું   . ઘડીભર માટે મારા પગનો દુ :ખાવો વિસરાય ગયો   .
इलाही  ऐसी भी नर्सको  तूने बनाई है 
कोई नर्स  अपने सिनेसे लगा लेनेके काबिल है
આ આવતા સોમવારે હું ડોક્ટર પાસે જવાનો છું   . અને મેં મહિનાની 11 તારીખે  મારી  પૌત્રી તાન્યાની  ગ્રેજ્યુએશન પાર્ટીમાં  હાજરી આપવા ન્યુ જર્સી  જવાનો છું  બધાજ  વિદ્યાર્થીઓની  ભેગી વિશાળ પાર્ટી છે ઓબામા પણ પાર્ટીમાં આવશે  .પછી   19  તારીખે  તાન્યા અને ડેવિડના કુટુંબ સાથે  અમો સહુ  ક્રુઝ મારફત 5 દિવસ માટે બહામા જઈશું  લ્યો આ મારા અતિશય વહાલા બ્લોગર  મિત્રોને સમાચાર આપ્યા  .
  

15 responses to “આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

  1. સુરેશ એપ્રિલ 18, 2016 પર 7:20 એ એમ (am)

    હેપ્પી બર્થ ડે. જલદી સાજા થઈ જાઓ.

    • aataawaani એપ્રિલ 18, 2016 પર 7:51 એ એમ (am)

      મારી સાથે ફોટામાં છે . એ છોકરી સાથે હું વધારે સબંધ બાંધુ ?वो काली है तो क्या हुवा दिल वालितो है . एक पंजाबी भाषाका नगमा याद आया जो आपको सुनाता हुँ .
      लोकी आख्या मजनुंु नु तेरी लयली रंगदी काली
      आगाँ मजनूं ने जवाब दित्ता तेरी अख्कनहीं देखण वाली जेडी मन दिल अर्पावे वो गोरी होवे या काली

      • aataawaani એપ્રિલ 18, 2016 પર 4:28 પી એમ(pm)

        તમારી વાણી સત્ય નીવડશે આજે ડોક્ટર પાસે જઈ આવ્યો . બધું બરાબર છે . તમને કોઈ દવાની જરૂર નથી .અને ભવિષ્યમાં પણ દવાની જરૂર નહી પડે એવું હાલની તંદુરસ્તી જોતાં લાગે છે .

  2. Arvind Adalja એપ્રિલ 18, 2016 પર 8:49 એ એમ (am)

    tum joo hajaaro saal sal ke ho din pachaas hajaar aataa ! જ્ન્મ દિન મુબારક !

  3. Arvind Adalja એપ્રિલ 18, 2016 પર 8:52 એ એમ (am)

    તુમ જિઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર !જ્ન્મ દિન મુબારક ! જલ્દી સાજા થઈ જાવ તેવી હાર્દિક શુભેચ્છાઓ !

    • aataawaani એપ્રિલ 18, 2016 પર 4:57 પી એમ(pm)

      પ્રિય અરવિંદ ભાઈ
      તમારી શુભેચ્છા મને જલ્દી સાજો સારો કરી દેશે . આજે ડોક્ટર પાસે જઈ આવ્યો મારા હિપ્માં બનાવતી હાડકું ઘાલ્યું છે એનો એક્સરે લીધો બ ધુ બરાબર છે . એમ કીધું અને તમારે કોઈ દવાની જરૂર નથી .

  4. Vinod R. Patel એપ્રિલ 18, 2016 પર 10:37 એ એમ (am)

    આતાજી,

    આપને ૯૬ મા વર્ષના પ્રવેશ પ્રસંગે હાર્દિક અભિનંદન અને ખોબલે ખોબલે અનેક શુભેચ્છાઓ

    આવા વિનોદી મનોબળ સાથે તમે એક સેન્ચ્યુરી પૂરી કરવાના છો એમાં મને કોઈ શંકા નથી .

    તમે આ પોસ્ટમાં તમારી હાલની સ્થિતિના સમાચારથી બધા મિત્રોને સરસ રીતે વાકેફ કર્યા છે.

    આવી રીતે બ્લોગમાં લખતા રહેજો.

    રામ નવમીના દિવસે જ તમારો જન્મ દિવસ છે . તમારી ઉપર શ્રી રામની કૃપા જરર વરસતી રહેશે.

  5. pragnaju એપ્રિલ 18, 2016 પર 6:32 પી એમ(pm)

    હેપી બર્થ ડે
    અને ૧૦૦મા વર્ષ સુધી એડવાન્સમા
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે
    હેપી બર્થ ડે જય રામજી કી
    Raam sabha ma-રામ સભામાં- Karsan … – YouTube
    Video for youtube રામ▶ 3:38

    Mar 8, 2016 – Uploaded by tia joshi
    રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં, પસલી ભરીને રસ પીધો રે.. હરિનો રસ પુરણ પાયો.. સ્વર: કરસન સગઠિયા રચના …
    Ram Avtar. Kavi Kag. રામ અવતાર. કવિ કાગ. – YouTube
    Video for youtube રામ▶ 28:03

    Nov 25, 2015 – Uploaded by Gujarati Sangeet
    રામ અવતાર. કવિ કાગ. … ભગવાન શ્રી રામ અને કેવટ મિલનની કથા કાગબાપુના સ્વરમાં – Duration: 12:42. Gujarati

  6. pravinshastri એપ્રિલ 19, 2016 પર 11:26 એ એમ (am)

    આપ તો ઈચ્છામૃત્યુને વરેલા કળીયુગના મહાન ભિસ્મપિતા છો. શિખંડી જેવી કોઈ પણ નર્સ તમને મહાત કરી શકે એમ નથી. બસ છો તેવા રહીને બીજા પંદર વર્ષ ખેંચી કાઢો. ૧૧૧નો જન્મદિન સરસ રીતે ઊજવાશે. પછી ભાનુમતિ બા ન જૂએ તે રીતે મેનકાઓ સાથે ડેન્સ કરજો એવી મારી શુભેચ્છા.

    • aataawaani એપ્રિલ 19, 2016 પર 4:42 પી એમ(pm)

      પ્રિય સ્નેહલ મિત્રો
      આપ સહુનું કહેવાનું છેકે મારે લખતા રહેવું . તો હું મગજને કસરત આપવા માટે લખતો રહીશ 72 કડી વાળા ભજનમાં વધારો .
      सिर्फ अपनाही ख्याल करके जिए तो हम क्या जीते जाई
      ज़िंदा दिलका तकाज़ा यह है ओरोके लिए जीते जा ઈ ….संतो।
      ज़िंदादिली = आनन्दित स्वभाव ,खुश मिज़ाज़ी तक़ाज़ा = मांग
      वामन बनके बळीराजा से प्रभुने किनी गदाई
      कायनात लीनी तिन कदमोमे नाम वामन रह जाई …संतो
      ગદાઈ = ભિખારી પણું કાયનાત = બ્રહ્માંડ। સ્વર્ગ , મૃત્યુલોક પાતાળ।
      આપ સહુનો પ્રેમ મને પડી પથારીએ મરવા નહી દ્યે હું મરી જઈશ તો પણ હાલીને સ્મશાને જઈશ તમારા જેવા સ્હેહીઓની કાન્ધને તકલીફ નહિ આપું
      તમે બધા મારી પાછળ પાછળ ગીત ગાતા હાલ્યા આવજો .

  7. રીતેશ મોકાસણા એપ્રિલ 23, 2016 પર 1:18 એ એમ (am)

    આતા,
    વર્ષો વર્ષ જન્મ દિવસ ઉજવાતા રહો અને તંદુરસ્તી એજ પ્રાર્થના

  8. મનસુખલાલ ગાંધી મે 19, 2016 પર 12:39 પી એમ(pm)

    આપને ૯૬ મા વર્ષના પ્રવેશ પ્રસંગે હાર્દિક અભિનંદન અને ખોબલે ખોબલે અનેક શુભેચ્છાઓ…….

  9. vicharvaani એપ્રિલ 5, 2017 પર 6:43 એ એમ (am)

    Reblogged this on આતાવાણી and commented:

    ગયા વર્ષે રામનવમીના દિવસે આતાજી એ કરેલ પોસ્ટ.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: