કોડવાવ ગામના કોટેશ્વર મહાદેવનો મેળો

shi

કોડવાવ ગામ મારા ગામ દેશીંગા થી આશરે પાંચેક માઈલ દુર થાય . ત્યાં ઘણા વખત પહેલાં ભાદરવી અમાસનો મેલો ભરાતો આજુબાજુના ગામડાના માણસો મેળો જોવા આવે , કોડવાવ ગામ દેશીંગા દરબારનું ભાયાતી બાબી મુસલમાન દરબારનું ગામ મેળામાં અવનવી વસ્તુ વેંચાતી હોય કંદોઈ તાજી જલેબી અને તાજા ફાફડા ગાંઠીયા અને વાસી પેંડા વેંચતા હોય તીન પતિનો જુગાર જ્યાં ત્યાં બેસીને લોકો રમતા હોય પોલીસ દાદા ફરતા હોય પોલીસનો હેડ હોય એ જુગાર રમવા વાળા કુંડાળું વળીને બેઠા હોય એમાં એમાં પોલીસદાદા લાકડી ઉભી રાખે અને દરેક જુગારી પાસેથી બબ્બે આના ચાર ચાર આના પડાવે બધા પૈસા ભેગા થાય એટલે પોલીસવાળા ભાગે પડતા વહેંચી લ્યે ,એક વખત પોલીસ વાળે બીજી વખત લાકડી કુંડાળામાં મૂકી . એટલે એક જુગારી ઉભો થઈને બોલ્યો , એલા હમણા તો એક પોલીસ વાળો પૈસા ઉઘરાવી ગયો અને આ પાછો તું કેમ આવ્યો પોલીસ બોલ્યો હવે તમે જાજા પૈસાથી રમો છો એટલે બીજી વખત પૈસા આપવા પડશે . . એટલે જુગારી ઉશ્કેરાઈ ગયો અને પોલીસની ગરદનમાં એક જોરદાર મુક્કો માર્યો એટલે પોલીચ્ની ગરદન ત્રાંસી થઇ ગઈ . અને મુક્કો મારનાર અદૃશ્ય થઇ ગયો . આ મેળામાં હું અને મારો મિત્ર રુઘો પણ ગએલા એક ઠેકાણે એક માણસ ડીશ મુકીને થોડે દુરથી એમાં પૈસા નખાવે જો સિક્કો ડીશમાં પડે તો એકના આઠ આપવા પડે . આ ડીશ વિષે કહું તો જુનાવખત માં લોઢાના પતરા ઉપર એક પ્રકારનો પદાર્થ ચોટાડીને વાસણો બનાવતા આવી ડીશ વછે ઉંચી હોય એમાં સિક્કો નાખો એટલે સિક્કો ઉછાળીને બહાર નીકળી જાય ચાલની નોટ નાખો તો ડીશ સુધી પહોંચતા પહેલા જમીન ઉપર પડી જાય એટલે કોઈ નોટ ન નાખે . રુઘે આઈડિયા કર્યો કે નોટમાં સિક્કો મૂકી પડીકું વાળીને ફેંકીએ જોઈએ શું થાય છે નોટમાં આઠ આનાનો સિક્કો નાખી પડીકી વાળી ને ફેંક્યો તે ઉછળી નો શક્યો . એટલે ડીશ વાળાએ થોડુક ધાંધલ કર્યું પણ પછી ડીશ વાળાએ બાર રૂપિયા આપવા પડ્યા . પાછી ડીશ વાળાએ બોર્ડ માર્યું કે ડીશ માં કોઈએ નોટ નાખવાની નથી પણ પછી બીજા જુગારીઓએ મદદ કરી એટલે જખ મારીને આપવા પડ્યા . પછી રુઘાએ આઈડીયા કર્યોકે દસ રૂપિયા સિક્કા ભેગા નાખીએતો ઉછાળીને ભાર નહિ નીકળી જાય અને પાછી બાર રૂપિયા કમાણા એમાંથી દસ રૂપિયા રોકડા લઇ અને નાખીએ મારો તો ભાગ ખારોજ અને બાપુ દસ રૂપિયાના સિક્કા ભેગા કરીને નાખ્યા અને એકેય રૂપિયો ડીશ બહાર ન નીકળી શક્યો . 80 રૂપિયા આપવા પડ્યા એ બહુ વસમાં લાગ્યા પણ મિત્રોની દાદાગીરીથી ડીશ વાલા પાસેથી કઢાવ્યા। અને ડીશ વાળો ભાગી ગયો . અને અમે મિત્રોએ જયાફત કરી ગાંઠીયા જલેબી પેંડા ખાઈને . અને પછી હું અને રુઘો પણ થાક્યા પાક્યા ઘર ભેગા થઇ ગયા .

7 responses to “કોડવાવ ગામના કોટેશ્વર મહાદેવનો મેળો

  1. pragnaju એપ્રિલ 11, 2016 પર 4:26 એ એમ (am)

    છે મગજ આખું અને મન થોડું, પણ..
    પ્રેમમાં બન્ને જુગારી હોય છે !

    જન્માષ્ટમી ના જુગારી યા..! Episode 99 – YouTube
    Video for જુગારી▶ 2:55

    Aug 7, 2015 – Uploaded by NRI Badmash Bilado
    જન્માષ્ટમી ના જુગારી યા..! વધારે માં વધારે શેર કરવું મિત્રો. Video made by ☆ VIKRAM ☆ and edited by ☆ KEVIN.

  2. સુરેશ જાની એપ્રિલ 11, 2016 પર 4:57 એ એમ (am)

    હવે ડોલ વાળો આ પ્રયોગ કરી જોવો પડશે !

    • aataawaani એપ્રિલ 11, 2016 પર 6:29 એ એમ (am)

      ગુરુએ મને ઉઠાં ભણાવવાં જોઈએ એને બદલે મારે ગુરુને ઉઠાં ભણાવવાં પડે છે , શું કળજગ આવ્યો છે .
      ડોલ નહિ થાળી કહેવી હોય તો કહેવાય તે વચ્ચે ઉંચી હોવી જરૂરી છે જો ઉંચી હોય તોજ સિક્કો ઠેબ ખાઈને બહાર નીકળી પડે . ડોલથી અખતરો કરવા બેસો ત્યારે મને ખબર આપજો કે જેથી કરી હું ઘરમાં હોય એટલા સિક્કા લેતો આવું . અને તમારી ડોલમાં ફેંકુ અને એકના આઠ તમારી પાસેથી એકના આઠ લેખે પડાવું .

  3. dave joshi એપ્રિલ 11, 2016 પર 6:14 એ એમ (am)

    Bahu j interesting lekh. Shun yaad shakti ? Ava mela have nahin banta hoy !

    Date: Mon, 11 Apr 2016 07:00:58 +0000
    To: bharatdarshan@hotmail.com

  4. Vinod R. Patel એપ્રિલ 11, 2016 પર 8:43 એ એમ (am)

    લાસ વેગાસ ના કેસીનો વાળાઓ એ આ ડીસમાં પૈસા નાખવાની એક નવી જ રમત શરુ કરવા જેવી છે.

    આ આઈડિયા એમને આપ્યો એ બદલ આતાજી ને તેઓ સારી રકમ ઇનામમાં પણ આપશે.

    ગામડાઓના આવા મેળાઓ મેં જોયા છે. કોઈ દેવસ્થાન ની જગ્યા એ ભરાતા હોય છે. લોકો દર્શન પણ કરે

    અને મેળાનો પણ આનંદ લે.પન્નાલાલ પટેલ ની મળેલા જીવ જેવી નવલકથાઓમાં એમણે આવા મેળાઓ

    નું સુંદર વર્ણન કર્યું છે.

    • aataawaani એપ્રિલ 11, 2016 પર 9:41 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ
      તમેતો આવા વાસણો જોયા હશે .પતરા ઉપર કોઈ રોગાનચડાવેલો હોય છે . અમેતો એવા વાસણોને કોડીના વાસણો કહેતા . જેમ જર્મન સિલ્વર તરીકે ઓળખાતા વાસણો અદૃશ્ય થઇ ગયા છે . એમ આ કોડીના વાસણો પણ દુર્લભ છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: