સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
એક દરવેશ દિવસ-રાત બંદગી કરતો હતો જે કંઈ તેણે તેના ગુરુ પાસેથી શીખ્યું હતું એનો અભ્યાસ કરતો હતો. પછી તેને થયું કે હવે હું હજ કરું. હવે જ્યારે હજની યાત્રા કરવા માટે તે નીકળ્યો તો બહુ મુશ્કેલ યાત્રા હતી. મહિનાઓ લાગતા હતા પહોંચવા માટે. ચાલતાં-ચાલતાં એક ગામમાં પહોંચ્યો. થાકેલો હતો અને ભૂખ પણ લાગી હતી. અજાણ્યો રસ્તો હતો. તેણે એક રાહગીરને કહ્યું, ‘મારા જેવા દરવેશને રહેવા માટે જગ્યા ક્યાં મળી શકશે?’
તેણે જવાબ આપ્યો, ‘અહીં શાકિર નામનો ઈન્સાન રહે છે. તું તેના ઘરે ચાલ્યો જા. તે આ વિસ્તારનો સૌથી અમીર આદમી છે અને બહુ દયાવાન અને દિલદાર માણસ છે. આમ તો અહીંનો સૌથી મોટો શેઠ હમદાદ છે, પણ હમદાદને બદલે તું શાકિરના ઘરે જા.’
દરવેશ શાકિરના ઘરે ગયો. શાકિર શબ્દનો અર્થ થાય છે- જે શુક્રાના (ધન્યવાદ) કરતો રહે છે. જ્યારે તેની પાસે પહોંચ્યો તો જેવું તેના વિશે સાંભળ્યું હતું બિલકુલ એવું જ હતું. શાકિરે તેને પોતાના ઘરમાં આશરો આપ્યો. ભોજન આપ્યું, પથારી કરી આપી. શાકિરની બીબી અને બાળકોએ પણ તેની આગતા-સ્વાગતા કરી. બે દિવસ તે ત્યાં રોકાયો અને જ્યારે જવા માટે નીકળ્યો તો તેમણે તેને ખાવાનું, પાણી, ખજૂર વગેરે વસ્તુઓ પણ આપી. જતાં જતાં દરવેશે કહ્યું, ‘શાકિર, તું કેટલો ભલો છે. તું કેટલો અમીર છે કે તેં મને આટલું બધું દીધું. આ બધું આપતાં તે ઘડીભર વિચાર પણ ન કર્યો જ્યારે કે તું તો મને જાણતો પણ નથી.’
શાકિરે પોતાના મકાન પર નજર નાખી અને કહ્યું, ‘આ પણ વીતી જશે.’
દરવેશ આખા રસ્તે વિચાર કરતો રહ્યો, કારણ કે તેના ગુરુએ કહ્યું હતું કે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેતો અને જ્યારે કોઈની વાત સાંભળે તો એના ઊંડાણ સુધી જજે. તે પોતાના દિલની ધડકનને સાંભળતો, ઝિક્ર (પ્રાર્થના) કરતો મનના કિનાર બેઠો અને મનના વિચારોને જોતો રહ્યો, જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે શાકિરે પોતાના ધન, અમીરી, પોતાની દૌલતની તરફ ઈશારો કરતાં કહ્યું કે ‘આ પણ વીતી જશે’ તે કોઈ આવનારી ઘટના વિશે વાત કહી રહ્યો હતો કે પછી એમ જ બોલી રહ્યો હતો!
દરવેશ મક્કા પહોંચ્યો. હજ કરી અને ત્યાં
રોકાઈ ગયો. પછી એક વરસ બાદ પાછા ફરવાનું થયું. તેના ચિત્તમાં વિચાર હતો કે એક વાર શાકિરને મળું, પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે શાકિર તે મકાનમાં નહોતો. લોકોએ તેને જણાવ્યું કે હવે તે હમદાદના ઘરમાં નોકર છે. તેમણે કહ્યું કે પૂર આવ્યું હતું એમાં તેનું મકાન વહી ગયું, ઢોરઢાંખર વહી ગયાં અને તે બહુ ગરીબ થઈ ગયો છે. એટલા માટે તેને નોકરી કરવી પડી. તેને મળવું હોય તો ત્યાં જઈને જ મળો.
દરવેશ બહુ નવાઈ પામ્યો કે આટલો ભલો આદમી આટલા બધા દુ:ખમાં! પછી તે હમદાદના ઘરે ગયો અને જ્યારે શાકિરને મળ્યો તો તેના શરીર પર ફાટેલાં કપડાં હતાં, તેની બીબી અને બેટીઓ પણ તેની સાથે હતી.
દરવેશે કહ્યું, ‘બહુ દુ:ખ થયું કે તારા જેવા ભલા માણસ પર આટલી બધી આફત?’
શાકિરે ગંભીર સ્વરમાં કહ્યું, ‘આ પણ વીતી જશે.’
હમદાદ સારો માણસ હતો. તેણે દરવેશને પનાહ દીધી. થોડો સમય તે ત્યાં જ રહ્યો. પછી જ્યારે જવા માટે નીકળ્યો તો શાકિરે અગાઉ જેટલું તો નહીં પણ થોડુંઘણું ખાવાનું તેને સાથે બાંધી આપ્યું. બે ચાર વરસ વીતી ગયા પણ દરવેશ શાકિરને હંમેશાં યાદ કરતો. પછી એક દિવસ તેને મક્કા જવાનું મન થયું. ફરી એ જ રસ્તે પસાર થયો તો ફરી હમદાદના ઘરે ગયો. જ્યારે ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે હમદાદનું તો મૃત્યુ થઈ ગયું છે અને તેણે પોતાનું બધું શાકિરને દઈ દીધું હતું, કારણ કે તેની પોતાની તો કોઈ ઔલાદ હતી જ નહીં.
શાકિર ફરી અમીર થઈ ગયો. તેના શરીર પર ફરીથી રેશમી વસ્ત્રો, તેની બીવી ફરીથી સુંદર કપડાંઓમાં અને તેની દીકરીઓની અમીર ખાનદાનમાં શાદી થઈ ગઈ હતી. દરવેશ અંદર ગયો અને કહ્યું, ‘અરે વાહ શાકિર! ખુદાએ ખૂબ રહેમત કરી તારા પર.’
શાકિરે ફરી ગંભીર સ્વરમાં કહ્યું, ‘આ પણ વીતી જશે.’
થોડા દિવસ દરવેશ તેના ઘરે રહ્યો. પછી મક્કા ગયો. આ વખતે મક્કા તે લગભગ બે વરસ રહ્યો. જ્યારે પાછો જઈ રહ્યો હતો તો ફરી મનમાં ઈચ્છા થઈ આવી કે મારા દોસ્તને જઈને મળું. જ્યારે પહોંચ્યો તો ખબર પડી કે શાકિર તો મરી ગયો છે. દરવેશે લોકોને પૂછયું કે ‘તેની કબર ક્યાં છે? હું તેની કબર પર જઈને નમાજ પઢીશ, દુઆ કરીશ મારા એ દોસ્ત માટે.’ લોકોએ શાકિરને કબર બતાવી. જ્યારે કબર પાસે પહોંચ્યો દરવેશ તો એ કબર પર એક તખ્તી હતી, જેના પર લખ્યું હતું- આ પણ વીતી જશે.
આ વાંચીને દરવેશે બહુ રડ્યો. કહે, ‘આ પણ વીતી જશે.’ હવે આનો ગહન અર્થ શું હોઈ શકે. હવે બીજું શું થઈ શકે? દરવેશે ખૂબ બધી દુવાઓ કરી.
પછી પોતાના સ્થાને જવા નીકળ્યો. ત્યાર બાદ ઘણાં વર્ષો વીતી ગયાં. ફરી ઘણાં વર્ષો બાદ એક કાફલો મક્કા જઈ રહ્યો હતો તો તેને લાગ્યું કે જિંદગીની એક વધુ હજ કરી જ લઉં. ચાલી તો નહોતો શકતો, પણ ઊંટની સવારી મળી ગઈ તો તેના પર બેસીને નીકળી પડ્યો.
રસ્તામાં શાકિરનું ગામ તો આવતું જ હતું તો તેનાથી રહેવાયું નહીં અને વિચાર્યું કે આ વખતે તો શાકિરની કબર પર ફૂલ ચડાવું અને દુઆ કરું. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો જે જગ્યાએ શાકિરની કબર હતી એ કબર હવે ત્યાં નહોતી. લોકોને પૂછ્યું કે એ કબર ક્યાં ગઈ? તો તેમણે કહ્યું કે તોફાન આવ્યું હતું, ક્યાંક જમીન નીચે ધસી ગઈ, તોડફોડ થઈ, બધું તહસનહસ થઈ ગયું. એ કબર ક્યાં ગઈ તે ખબર નથી. દરવેશ આવ્યો પણ હતો એક લાંબા સમયગાળા પછી તો બધું બદલાઈ ચૂકયું હતું. જ્યાં તેની કબર હતી ત્યાં હવે વસતિ થઈ ગઈ હતી અને શોધવા છતાં કબર ન મળી.
આજે દરવેશને શાકિરનું એ વચન પૂરેપૂરું સમજાઈ ગયું હતું, ‘આ પણ વીતી જશે.’ તેની તો કબર પણ ચાલી ગઈ, ખબર નથી કે ક્યાં છે.
પ્રિય પ્રજ્ઞા બેન તમે મને એક દ્ર્વેશનો છંદ યાદ અપાવ્યો જે હું આપ સહુ માટે લખું છું .
बंदा बहूत न फुलिए खुदा खमंदा नाही
शोर ज़ुल्म न कीजिए मरत लोकनि माहि
मरत लोकनि माहि तजरबा तुरत दिखावे
जो न्र करें अभिमान सही न्र खत्ता खवे
कहे दिन दरवेश हकुमसे पान हलंदा
खुदा खमंदा नाही बहोत मत फुले बंदा कल जो तनते थे अपनी शान शौकत पर शमा तक नहीं जलती आज उसकी तुर्बत पर
आता कहता है की
तुर्बत पे मेरी आना शमा नहीं जलाना आबे अंगूर भरके सागर उछाल देना ///आबे अंगूर = लाल रंगकी शराब
ઘણું જીવો.
शतायु भव ।
પ્રિય સુરેશ ભાઈ
તમારા જેવા મારા હિત ચિંતકો મને વધુ જીવાડશે ખરા એવું લાગે છે .
Have a long happy and healthy life Aata,
પ્રિય રીતેશ
તારી અને તારા જેવા હિત ચિંતકો ની શુભેચ્છાઓ મારું જીવન તંદુરસ્તી ભર્યું અને આનંદથી વિતાવવામાં મદદ કરશે .
આતાઈ, આપ મારા જેવા અનેક નાનેરાઓ માટે આદર્શમૂર્તિ છો. આપ અનેક રામનવમી ઉજવતા રહો એ જ પ્રભુ પ્રાર્થના.
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
પરમેશ્વર તમારી પ્રાર્થના જરૂર સાંભળશે . બ્રહ્માએ મારા આયુષ્યના જેટલાં વરસ નક્કી કર્યા છે એમાંથી મેં ફક્ત 95 વરસજ ઓછાં કર્યાં છે . 95 રામ નવમી ફક્ત ઉજવી છે .
આ ઉમરે આપ જે રીતે સક્રિય રહી બ્લોગ લખો છો તે અમારા જેવાને માત્ર પ્રેરણા જા નહિ પરંતુ આપના નામ પ્રમાણે હિમત પણ બઢાવે છે. ખૂબ ખૂબ લાંબુ જીવો અને મારા જેવાને હિમત આપતા રહો !
પ્રિય અરવિંદ ભાઈ અડાલજા
તમારી કોમેન્ટથી હું ઘણો રાજી થયો .અને મને વધુ લખવાની પ્રેરણા મળી . ગઈ કાલે મેં મારી લાંબી કવિતામાં બે કડીઓ વધુ લખી છે . આ કવિતાની 56 કડિયો
“આતાવાણી” માં મુકેલી છેજ
दिलहिमे जन्मेला मुजशर्रफ पाकिस्तानको जाई
पाकिस्तानका हाकम बन गया फिर घर कैदमेंजाई। ..संतो भाई समय बड़ा हरजाई ६७
लीबिया देशका धणी गद्दाफिने मगरूरी सरपे चढ़ाई
अमरिकासे शत्रुता करके खुदकी कब्र खुदवाई …..सन्तोभाई समय बड़ा हरजाई ६८