આ લેખ હું ગુજરાત ટાઈમ્સ નાં સૌજન્યથી રજુ કરું છું . કેમકે આ લેખ મેં વર્ષો પહેલાં ગુજરાત ટાઈમ્સ માં લખેલો છે . કદાચ થોડો ફેરફાર હશે .
મારી મુખ્ય નોકરી પ્રિન્ટીંગ પ્રેસમાં હતીજ અહી હું રવિ , સોમ .મંગળ બુધ , અને ગુરુ નોકરી કરતો જેમાં મને રવિવારનો દોઢો પગાર મળતો . એક વખત મને મારા ભાઈએ વાત કરીકે એક માણસને તેના બગીચાના કામ માટે માણસની જરૂર છે . બોલો તમારી કામ કરવાની ઈચ્છા થાય છે ? મેં ભાઈને કીધું મને બગીચામાં કામ કરવાનું આવડશે ખરું .? મને એમ કે અમદાવાદ મુંબઈના બગીચાઓમાં મેંદી કાપીને પ્રાણીઓની આકૃતિઓ બનાવવાની હશે . તો આવું કામ મને ન ફાવે . મારા ભાઈએ કીધું કે આપણે એને મલીયેતો ખરા ? આવડે એવું હશે તો કરીશું નહીંતર નાં પાડી દેશું અમે એને ઘરે ગયા .સાડાસાત એકરની પ્રોપર્ટીમાં એનું મકાન હતું . જેમાં અઢી એકરમાં ગીચ ઝાડી અને પાંચ એકરમાં ઘાસનું મૈદાન અને આમૈદાનમાં સફરજન ,પીચ ,પ્લમ અખરોટ વગેરે ફળ ઝાડ હતાં . હું અને મારો ભાઈ તેમને મળ્યા મેક્ફર્લાન્દની વાઈફે પોતાની ઓળખાણ મીસીસ મેક્ફર્લાંડ તરીકે આપી અને મેક્ફર્લાંડે પોતાની ઓળખાણ મિસ્ટર મેક્ફર્લાંડ તરીકે અને એના પચ્ચીસ વરસના કુંવારા દિકરાએ લારી તરીકે આપી મેં મારુનામ આપ્યું પણ એ નામ બોલવામાં ગોટાવાળવા માંડ્યા એટલે ભાઈએ કીધું કે તેને તમો જોશી કહી શકો છો .મેક્ફર્લાંડ કહે અમે એને એના નામથીજ ઓળખવા માગીએ છીએ પછી મારું નામ બોલાવવાની પ્રેકટીશ કરી તોપણ બરાબર ફાવ્યું નહિ તેઓએ હિમ ઈથ લાલ બોલવાનું ફાવ્યું
કામ શું કરવું એ બતાવવા માટે મને મેક્ફર્લાંડ એક ઝાડ પાસે લઇ ગયા .અને કીધુકે આ ઝ્ઝાદ ફરતે ગોળ કુંડાળું કરી ,એમાંથી નકામું ઘાસ કાઢી નાખી અને એમાં ઝાડની છાલના કકડા પાથરવા અથવા પીટ્મોસ એટલે સડી ગએલઝાડનો ભૂકો પાથરવો। મારા મનમાં થયું કે દેશમાં ઘણાય કુંડાળા મેં કાઢ્યા છે આ અધૂરું રેતુ હશે એટલે અહી કુંડાળા કાઢવા અમેરિકા આવ્યો . પછી પગારનું નક્કી કર્યું તો રોજ 33 ડોલર આપવા અને જો વરસાદ થઇ પડે તો તમારે ઘરે જતું રહેવું પણ તમારો પગાર 33 ડોલર માં ઓછું કરવાનું નહિ . જો તમારા ઘરનું તમને તેડવા ન આવી શકેતો અમે કોઈક તમને ઘરે મૂકી જઈશું ,શનિવારે એક દિવસ કામ કરવાનું સવારે આઠ વાગ્યે કામ શરુ કરવાનું અને સાડા ચાર વાગ્યે કામ પૂરું કરવાનું . લંચમાં હું દહીનું ડબલું થોડી ભૂરી ખાંડ અને એક કેળુ લઇ જતો . અંને આ લન્ચની બેગ મેક્ફર્લાન્દની વાઈફ મારા હાથમાંથી લઈને તેના રેફ્રીજેટરમાં મૂકી આવે બપોરે તે લંચ ટાઈમ એવી બુમ પાડે કામ કરતી વખતે ખાવા માટે હું પીસ્તા દ્રાક્ષ અથવા કાજુ બદામ લઇ જતો . આ વખતે મને એક કહેવત યાદ આવતી કે ખડ વાઢવા જાવું અને ગોળ પાપડીનું ભાથું ન્હોય પણ આતો અમેરિકા અહી આપણા દેશની ઘણી કહેવતો ખોટી પડે છે .
બાર વાગ્યા લંચ ટાઈમ એવી મીસીસ મેક્ફર્લાંડે બુમ પાડી હું મારા હાથ ધોઈ જમવા પહોચ્યો . મારા જોડા ધૂળ ધૂળ ભરેલા અને હું એની મખમલની જાજમ ઉપરથી પસાર થયો આતે ઇન્દીયાનનું ઘર છે કે જોડા ઉતારીને ઘરમાં જવાય ?
કામ પૂરું થયું એટલે મને 35 ન્ડોલ્ર આપ્યા 33 ડોલરનું નક્કી કરેલું પણ બાપુ હુંતો બહુ ખુશ થઇ ગયો . અક્ને મેં તેનો રાસડો બનાવ્યો દર વરસે ત્રણ ડોલરનો વધારો કરે અને ફક્ત સાડાસાત કલાક કામ કરવાનું છલ્લે છેલ્લે મને એક દિવસના 91 ડોલર આપેલા હવે રાસડો વાંચો .
બાપને બેટો હારી લારી મેચ્ફર્લાંડ (મેક્ફર્લાંડ નું નામ હારી હતું)
મીઠા બોલી મીસીસ મેક્ફર્લાન્દરે રામ મૈયારામ
મેક્ફર્કાંડે કુંડાળાં કઢાવ્યા રામ
એક દીના ડોલર થર્ટી ફાઈવરે રામ મયારામ
આઠે જાવું નોકરીએ રામ મ્ય્યારામ
સાડા ચારે વળવું ઘેર્રે રામ મયારામ
કામ પૂરું થયે કાવડિયા રામ મૈયારામ
પેની બાકી રાખે નૈઈરે રામ મૈયારામ
ચિંતા છોડો ભારતમાં રામ મૈયારામ
” આતા ” કરજો અમેરિકામાં લહેર રે રામ મૈયારામ
અને એક રાતે મીસીસ મેક્ફર્લંદનો ફોન આવ્યો મારા ભાઈને વાત કરીકે તમારા ભાઈનો મિત્ર મારા ઉપર ઘણી જવાબદારી સોપી સ્વર્ગે જતો રહ્યો છે /
મેં એના મર્સિયા બનાવ્યા મારા ભાઈએ ઇંગ્લીશમાં ભાષાંતર કરી મીસીસ મેક્ફર્લાન્દને આપ્યા /
મરતાં મેક્ફર્લંદ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં
રાતે આંસુડે રડયાં ઈનો પ્રીતાળ પોઢી ગયો ..
Like this:
Like Loading...
Related
ખુબ સુંદર , આપની પોસ્ટ તો જરુર વાચવી પડે સાહેબ ખુબ આંનદ હો
આપના જેવા સહ્રદયી મીત્રોજ મને મારી યાદ શક્તિ જીવિત રાખે છે . અને મને ઉત્સાહિત રાખે છે , નરેનભાઇ ધન્યવાદ
મારા ઉપર ઘણી જવાબદારી સોપી સ્વર્ગે જતો રહ્યો છે
સ્વર્ગમાં શું થાય છે?
બાઇબલ કહે છે કે સ્વર્ગમાં ઘણું કામ થાય છે. બાઇબલ એ પણ જણાવે છે કે સ્વર્ગમાં અબજો સ્વર્ગદૂતો છે. દરેક દૂતની લાગણી, સ્વભાવ અને વિચારો એકબીજાથી અલગ છે. આપણે એમ કઈ રીતે કહી શકીએ? કેમ કે, વિશ્વમાં સર્વ સજીવોમાં કોઈ પણ બે બાબત સરખી નથી. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે સ્વર્ગના દૂતો પણ એક સરખા નથી. પણ મહત્ત્વની બાબત એ છે કે અબજો દૂતો અલગ હોવા છતાં, બધા સંપીને કામ કરે છે. જ્યારે કે દુનિયાના લોકો એકબીજા સાથે હળીમળીને કામ કરતા નથી.
સ્વર્ગમાં દૂતો શું કરે છે? બાઇબલ કહે છે: “યહોવાહનું વચન પાળનારા, તથા તેનાં વચન સાંભળનારા તેના દૂતો, તમે યહોવાહને સ્તુત્ય માનો. હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેની ઇચ્છાને અનુસરનાર તેના સેવકો, તમે તેને સ્તુત્ય માનો.” આ બતાવે છે કે સ્વર્ગમાં ઘણું કામ થાય છે. એ કામમાં દૂતોને ઘણો સંતોષ મળે છે
પૃથ્વીનું સર્જન થયું એના ઘણાં વર્ષો પહેલાંથી સ્વર્ગદૂતો ખુશી ખુશી યહોવાહની સેવા કરતા આવ્યા છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે પૃથ્વી બનાવી ત્યારે “સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા.” આ સર્વ સ્વર્ગદૂતોમાંથી એક ખાસ દૂત હતો. તેને આ વિશ્વ સર્જન કરવામાં ઈશ્વરને મદદ કરવાનો લહાવો મળ્યો હતો. સ્વર્ગમાં દૂતો ખુશીથી સેવા કરી રહ્યાં છે. એટલે સવાલ થાય કે શું માણસો પણ ત્યાં સેવા કરશે?
કદાચ માણસોને સદબુદ્ધિ આવે તો તે પણ ત્યાં સેવાના કાર્યમાં લાગી જશે જશે અને જ્શેજ .
યહોવાનું બાઈબલ કહે છે કે ઇસુ ખ્રિસ્તને ક્રોસ ઉપર નોતા ચોતાદ્યા પણ એકજ થાંભલા ઉપર ખીલા બન્ને હાથો ઉપર અને બન્ને પગો ઉપર ખીલા જડી દીધા હતા .
મઝા આવી ગઈ.
પાડ માનો આ દેશનો કે, બગાયતી કામ માટે રોજના ૩૫ /- ડોલર મળે. ( એ વખતના ભાવે પણ ૩૫૦ રૂ. તો થતા જ હશે. ) એ દાડામાં.. રોજના ૩૫૦ રૂ કયા પોલિસને મળતા હશે? !!!
અને નાસ્તામાં ગોળ પાપડીના વડદાદા જેવા સૂકા મેવા.
સુરેશ ભાઈ હું હેડ કોન્સ્ટેબલ હતો એટલે મને 225 રૂપિયા માસિક મળતા અને આટલા પૈસામાં સખત મહેનતનું અને જોખમનું કામ કરવું પડતું . એપણ 24 કલાક બંધન વાળું $35 તો શરૂઆતમાં છેલ્લે છેલ્લે $91 ડોલર અને સાડાસાત કલાક કામ કરવાનું . હતું મેક્ફર્લાંડ મારો પરમ સ્નેહી મિત્ર હતો . દર વરસે $ 25 ક્રીસ્ત્મસ ઉપર આપતો એ જુદા એટલેતો એ મને યાદ આવે છે . થોડા દિવસ પછી એના વિષે થોડુક લખીશ . મેક્ફર્લાંડ , પ્રિન્ટીંગ પ્રેસ વાળો શેઠ , અને મેનેજર નો પ્રેમ મારાથી ભૂલાતો નથી .