મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

Bhanu_1

તો પછી  આ મારા સહૃદયી  મિત્રો ભાઈઓ અને બહેનો  આગળ થોડી વાતો એમને વાંચવા આપીને  શા માટે  મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો  મિલાવીને  ચડનારી , અને ઈ બહાને  હું મારી 70 વરસ સુધી  સાથ  આપીને   પ્રેમ આપીને  મને પ્રફુલ્લિત  રાખનારી  પ્રેમાળ  પત્નીને  શા માટે યાદ ન કરું ,?
મેં મારી એક લાંબી 56 ક્ડીયુંની કવિતા  કે જે મને શ્રી સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણીમાં   મૂકી આપી છે   , જેમાં 11 થી 15  સુધીની ક્ડીયું મારી પત્ની ભાનુમતી વિષે છે  . જે હું વિગત સાથે લખીને આપને વાંચવા આપું છું  ;
હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં નોકરી કરતો હતો  ત્યારે  શ્રી પાવરી  કરીને પારસી ડી એસ પી  હતા  . તેઓએ એક વખત   પાણી  ભરેલાં બેડાં માથે મુકીને  દોડવાની  પોલીસની પત્નીઓની હરીફાઈ રાખેલી   , એમાં ભાનુમતી  પોતાનું નામ નોંધાઈ આવેલી   આવેલી મેં અને મારા દીકરાઓએ  હરીફાઈમાં ભાગ લેવાની નાં પાડેલી અને એવું કીદ્ધું કે  આ બધી  જુવાન  છોકરીયું દોડશે એમાં તું પહોંચી નહિ શકે અને તું પડી બડી  જઈશ તો લોકોને હસવાનું મળશે   .  માટે તું હરીફાઈમાં ભાગ લેવાનું માંડી વાળ  તો ભાનુમતી હુંકાર થી બોલી હું ભાગ લેવાની છું અને પહેલો નંબર  લાવવાની છું   . અને બધી સ્ત્રીઓ  પાણીના ભરેલાં બેડાં સાથે લાઈન બંધ ઉભી રહી  મારો દોહરો આ પ્રસંગે કહું છું  . આતા નો  ગાંજ્યા જાય મોટા માંધાતાથી  પણ નિમાણા થઇ ગયા ભાનુની જીદ્દથી
અને બાપુ બંધુક ફૂટી  અને સ્ત્રીઓ દોડી  કેટલીકતો બન્ધુકનો અવાજ  સાંભળી ગભરાઈ ગઈ અને બેડાં માથેથી પડી  ગયાં   . કેટલીક થોડુક ચાલી અને બેડાંનો કંટ્રોલ  ગુમાવ્યો  અને પોતે પણ બેડાં સાથે પડી ગયું   . અને આ ભાનુમતી ગજ ગામિની  ઠેઠ  સરહદ  સુધી પહોંચી  , અહી બેડાં ઉતારવા વાળો પોલીસ ઉભો હતો  . તે બોલ્યો કાકી તમારો પહેલો નંબર આવી ગયો   . લાવો હું તમારું બેડું ઉતારું  ભાનુમતી વટથી બોલી  ઉભો રહે  ઓલ્યું મારી મશ્કરી કરતી હતી ઈને અહી સુધી આવવાદે   પોલીસ બોલ્યો  હવે બે ત્રણ જણી આવી રહી છે બીજીયું તો ઘર ભેગી થઇ ગયું  .

બબ્બે  કલાક સાંજ સવાર  પની આવે એમાં પાણી ભરવા  બાબત ઝઘડા થતા હોય પણ આ ભાનુમતી બહુ માથાભારે  એ નળનો  કબજો લ્યે તે જ્યાં સુધી  પોતાના ઘરનું નાનું વાસણ પણ પાણીથી   નો ભરાય જાય ત્યાં શુધી  નળનો કબજો છોડે નહિ   . લાઈન માસ્તરનું પણ  માને નહિ  . એક વખત દલપતરામ નામના સિંધી જમાદારની વહુએ  દલપતરામ ને કીધું ભાનુ નળજો કબજો ઘડીક્મે નથી છડે   , ભાગલા વખતે જે લોકો સરકારી નોકરી કરતા હતા  તેઓને ભારતમાં પણ એજ નોકરી ઉપર રાખી લીધેલા અને એ રીતે  દલપતરામ  જમાદાર તરીકે નોકરી કરતો હતો  .
દલપતરામ આવ્યો અને ભાનુમતી  ની ડોલ નળ ઉપરથી  લઈને  દેઉર ફેંકીને પોતાની ડોલ નળ ઉપર મૂકી દીધી   . તમને એમ થશે કે પછી ભાનુબેન  પછી રોતાં  રોતાં  ઘર ભેગા થઇ ગયા હશે  ડોલ લઈને   .  અરે રામનું નામ લ્યો ભાનુમતી એ પોતાની ડોલ લઈને દલપતરામના માથામાં મારી દીધી એટલે દલપત રામ લોહી લોહાણ થઈને પોતે ઘર ભેગો થઇ ગયો  . અને આ ભાનુબેન ઠાઠથી  પોઅની ડોલ ભરીને ઘરે આવ્યા  .

10 responses to “મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

  1. pravinshastri માર્ચ 15, 2016 પર 8:30 એ એમ (am)

    આતા આ વાત મેં તો ઘણીવાર વાંચી હતી. આજે મારા બ્લોગના દોસ્તો માટે હું રીબ્લોગ કરું છું. તમે તમારી તબીયત સાચવજો. માથા પર કે મૂછ પર લીંબુ મૂકીને દોડવા ના જતા. રિહેબવાળી કોઈ બાયડી આવે તો એનું કહેલું કરજો. બાયડી હોય તો એની સાથે ફોટો પડાવજો. હસતા રહેજો.

    • aataawaani માર્ચ 15, 2016 પર 9:57 એ એમ (am)

      પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ હવે મારાથી બહુ ભૂલી જવાય છે અને હવે છોકારીયું સાથે ફોટા પડાવવા નથી કેમકે સમાજમાં મારું માં ઘટી જવાની મને બીક લાગે છે . થોડા દિવસ પહેલા દેવીડ અને એનાં છોકરાં અમે સ્મોકી માઉતન ગયા હતા . ત્યાની કાર્યકર્તા છોકરી મારી સાથે ફોટો પડાવવા અધીરી હતી પણ ડેવિડે કીધું કે હમણાથી દાદા છોકરીયું થી બનતા સુધી દુર રહે છે .

  2. Vinod R. Patel માર્ચ 15, 2016 પર 10:30 એ એમ (am)

    આતાજી જ્યારે તબિયત લથડે , જાત દુખમાં આવી જાય અને એકલા પડી મન વિચારે ચડે ત્યારે પહેલી યાદ હમ્મેશનો સાથ છોડીને સ્વર્ગે સિધાવી ગયેલી ધર્મ પત્નીની આવે એ ખુબ સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે. તમારી હાલની તબિયત વખતે તમે સ્વ.ભાનુમતીબેનને યાદ કરી એમનો એક પ્રસંગ રજુ કરીને તમારા શબ્દોમાં “તમારા હૈયાનો બોઝ હળવો કર્યો છે.”

  3. aataawaani માર્ચ 15, 2016 પર 11:11 એ એમ (am)

    અખાની તો બહુ સચોટ વાતો હતી .

  4. pragnaju માર્ચ 15, 2016 પર 11:17 એ એમ (am)

    બંધ સૌ થયા છે હજારો પણ
    બંધ સૌ થયા છે બજારો પણ
    લો ઉઠાવો હવે પથારો પણ

    ચારે બાજુ પરિચિતો જ હતા
    ચોતરફથી થયા પ્રહારો પણ

    હાથ મૂકો હ્રદય ઉપર આવી
    દિલમાં ભડભડતી આગ ઠારો પણ

    ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
    પાનખર… ને પછી બહારો પણ

    ચોપડી છે બધે સ્મશાનની રાખ
    જિંદગીનો જુઓ ઠઠારો પણ

    રોશનીથી ભરી ગયો સઘળું
    આભથી તૂટતો સિતારો પણ

    ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
    જો સુધારી શકો સુધારો પણ.

    આદિલ મન્સૂરી

    • aataawaani માર્ચ 15, 2016 પર 2:45 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞા બેન
      પહેલા મારી યાદ શક્તિ જોરદાર હતી . પણ હવે ?
      शक्ति मेरी ज़ोरवारथी दस दोहे तुरत बनजाई
      अब वो बाते गुजर चुकी है मगजने शक्ति गवाई …संतोभाई ६१

  5. રીતેશ મોકાસણા માર્ચ 17, 2016 પર 12:25 એ એમ (am)

    હિંમતવાળા આતાના પત્ની પણ હિંમત વાળા; તે જાણ્યું.

    • aataawaani માર્ચ 17, 2016 પર 6:25 એ એમ (am)

      પ્રિય રીતેશ

      મારાં પત્નીની સાહસની ઘણી વાતો છે . અમે અમદાવાદમાં રહેતાં ત્યારે પણ ત્રણ બકરી અમારી પાસે હતીજ તે ચરાવવા ઠેઠ સેન્ટ ઝેવિયર સ કોલેજ સુધી જઈને કમ્પાઉન માં બ્કારીયું ઘુસાડે ગુજરાત કોલેજના કંપાઉંડ એન સી સી માં ઘુસાડે જોકે પોલીસની વાઈફ હોવાને કારને સૌ માં રાખે ખરા . કરફ્યુમાં પોલીસ વાન આવે કહે કાકી કર્ફ્યું છે . મોટા સાહેબ આવશે તો બકરીયું અને તમને પકડી જશે . કાકી જવાબ આપે તમ તમારે તમારું કામ કરો મોટા સાહેબને હું પહોંચી વળીશ .
      तू है कमज़ोर फिरभी काम मर्दनसा करती है
      तेरी ज़ोरवारी ऊपर चमेली फूल गिरती है

  6. Maulik Zaveri માર્ચ 29, 2016 પર 10:23 એ એમ (am)

    ખુબ જ મજા આવી વાચવાની આતાજી.
    આતાજી મેં એક લેખ લખ્યો હતો “નિરાશાને ડીલીટ કરી સેલીબ્રેટ કરો” એમાં મેં મારા મિત્ર વિષે થોડીક વાત કરેલી અને કેવી રીતે એને પ્રેરણા મળી એ જણાવેલ, આ આપનો લેખ પણ પ્રેરણા પૂરો પાડે છે તો હું મારા મિત્રો સાથે શેર કરું છું.
    મારા માતુશ્રી પણ અલિયાબાળા ગામડાનાં છે એમણે પણ આપનો આ લેખ વાચ્યો અને એમની યાદો મારી સાથે તાજી કરી જે હું તમને જણાવું છું. ઘરેથી રોજ ૨ કી.મી. જેવું ચાલ્યા બાદ પાણી લેવાં નદી કિનારે જવું પડતું. મારા મમ્મી એકલાં ૪ બેડા લઈને પાણી ભરી લાવતાં એવું મને કહ્યું ત્યારે મને તો નવાઈ લાગી અને મેં પૂછ્યું કે ૨ હાથ દ્વારા ૪ બેડા કેવી રીતે આવી શકે? એમણે ગણાવ્યા કે ૨ બેડા માથા પર અને બાકીના ૨ બેડા બંને હાથમાં છોકરું ઉપાડી એમ ઉપાડવાનું.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: