Daily Archives: ફેબ્રુવારી 20, 2016

મસરી ડોસા કન્ડોરીયા આહેર દેશીંગા ..

અમારી બાજુ  વષોથી અરબ સાથે સબંધ છે  .અરબ લોકો ખજૂરના વાડિયા નાં વહાણો ભરીને  પોરબંદરને  સમુદ્ર  કિનારે ઉતરતા   અમારી  બાજુ . આયર  , મેર  . વાઘેર  .ઘેડીયા કોળી   .  વગેરે લોકોમાં  કેટલાંક નામો અરબી ભાષાના છે   . જેવાકે  મસરી  . અરશી  વગેરે અરબી શબ્દો છે  .બોલવાની રીત  ની કેટલીક રીત પણ અરબી છે  .કુંભાર સ્ત્રી  ને કુમ્ભાયર  ,  સુતાયર  અરબ લોકોમાં કેટલાક લોકોના નામ આદ્નાન હોય છે  હજરત પેગંબર સાહેબના  દાદા કે કોઈ પુર્વજનું નામ આદ્ઞાન હતું  તેઓ મહાન વક્તા હતા   .  આદ્નાન આ લખ્યું છે એ  મુજબ  વાંચીએ  પણ બોલાતું નથી હોતું બોલવામાં  એનો ઉચાર  આય્દ્નાય્ન  જેવો કરાય છે  . અરબ લોકો નો ઉચાર
મસરી  બાપા  તેના બે મોટા ભાઈઓ  પાલા બાપા અને વજસી બાપા  અને તેના પરિવાર  સૌ   સાથે એક નાના ઘરમાં રહેતા  હાલ આ ઘરના માલિક મોહનભાઈ ઝીણા ભાઈ  મણવર  છે   . આ ઘરની બરાબર  સામેનું  ઘર થોડા વખત માટે રહેવા દરબારે મારા બાપાને આપેલું   .આ ઘરમાં મારો જન્મ થએલો છે હાલ આઘરમાં અંબાવી ભાઈ   મણવર  નો પરિવાર રહે  છે
ઘરની ખેતીમાટે  પાલબાપા અને વજસી બાપા પુરતા હતા એટલે મસરી બાપા કરસન કાકાના ત્યાં સાથી રહેતા   આ ક્ર્સંકાકાની મોટી દીકરી આઠ વરસની સવધીએ મને  ચાર વરસના  બાળકને પિલુ ખવડાવેલ  એ પ્રેમ મને હજી યાદ છે।   આ વાત મેં “આતા વાણી “.માં  લખેલી છે  . મસરી  બાપાની પત્ની પ્લેગ જેવા રોગનો ભોગ બની અને કરસન અને વરજાંગ નામના બે  નાના દીકરાઓને વિલાપ કરતા મૂકી સ્વર્ગે જતી રહેલી   આ વખતે  મસરી  બાપા  ભર જુવાન હતા  . તેઓ પુનર્લગ્ન (ઘર ઘરણું )  . કરી શકે એમ હતા   .પણ પોતે બીજા લગ્ન ન કર્યા  એ એટલા  માટે નવી મા મારા દીકરાઓને પ્રેમ નહી આપી શકે  અને મારા સુખ માટે કરેલું લગ્ન દુઃખમાં ફેરવાય જશે। .દીકરાઓ   અને દીકરાઓ પડી આખ્ડીને કાલ સવારે મોટા થઇ જશે   .દીકરાઓ  બીજા બાળકો સાથે ફળીયામાં શિયાળાની ઠંડીમાં નાગા ઉઘાડા  પડ્યા હોય   .  મારી મા વહેલી ઉઠી જાય   ત્યારે છોકરાઓને  માથે હાથ ફેરવીને ઓઢાડી જાય  અને જાગતા હોયતો પૂછે ભૂખ લાગી છે ? અને જરૂર હોયતો  માખણ ચોપડીને ખાવા  આપી જાય આ વાત મેં કરસન ભાઈ પાસેથી સાંભળી છે   .  માએ આ વાત કદી કોઈ આગળ કરી નથી   . કેમકે આમાં કશું નવાઈ જેવું નથી  ગામડામાં  બધા આવી સેવા કરતાજ હોય છે   .
ગીર ગામડામાં એક માણસની  પત્ની  ત્રણ દીકરીઓને વિલાપ કરતી મૂકી સ્વર્ગે જતી રહી  એમાં મોટી  દીકરી 16   વરસની  જુવાન  હતી  આ છોકરીને મેં જોએલી  મોટી આંખોવાળી ગૌરવર્ણ વાળી લાંબા ચોટલા વાળી   ખુબ સુરત  નમણી  હતી  .  મને એ કોઈના લગ્નમાં એકાંતમાં મળી મેં એની સામે આંખ મારી  . એ હસી ગઈ   . મારી સાથે મારી માએ સગાઈ  કરવાની એના બાપને વાત કરી   પણ મેળ ન ખાધો  તે વખતે હું ભણતો હતો  બીજું નાતમાં અમારી દેશીન્ગા વાલાની  ઝઘડાળું તરીકેની છાપ  કેમકે મારા બાપના કુટુંબીભાઈએ  પોતાના દીકરાની વહુને બળજબરીથી એના બાપના ઘરેથી ખેંચી લાવેલા  છોકરીના વીધુર બાપે આ ખુબ સુરત છોકરીને એક માણસના  દીકરા સાથે પરણાવીને તેની દીકરી સાથે પરણ્યો  એટલે ખુબ  સુરત છોકરી     એક અણગમતા લબાડ છોકરા સાથે પરણીpn એને ત્યાં ફાવ્યું નહી એટલે પોતાના બાપને ઘરે આવી જ્યાં એની નવી માં કે જે તેની નણંદ પણ હતી  અને આ છોકરીની  કમ  બખ્તી બેઠી  . છોકરીની સાથે  એની નવીમાં કે જે પોતાની નણંદ પણ હતી હમેંશા ઝઘડા થતા રહેતા  આ ઝઘડાનો ઉકેલ લાવવા  દીકરીના બાપે તેના મોટા ભાઈને આપી મોટા ભાઈએ  એક ગુંડાને વેંચાતી આપી એમાં  ગુંડાએ પૈસા પણ ન આપ્યા અને દીકરીમ પણ ન આપી અને  ગુંડો  અદ્રશ્ય થઇ ગયો  .