Daily Archives: ફેબ્રુવારી 17, 2016

दुष्यंत और शकुन्तलाकी प्रेम कहानी

o-VISHWAMITRA-900

 

મેનકા ઋષિ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી ઇન્દ્ર લોકમાં પાછી ફરી  અને ઇન્દ્ર દેવને મળી  અને ઋષિની તપ્સ્યાભંગ કરવાના શુભ સમાચાર આપ્યા   .  .અને સાથે સાથે ઋષીએ પોતાને ગર્ભવતી કરી છે  એ માઠા સમાચાર પણ આપ્યા   .ઇન્દ્રે  મેનકાને કીધું
તાર્રું કર્તવ્ય  કેવળ  ઋષિની તપસ્યા  ભંગ કરવા પુરતું મર્યાદિત  હતું  ..  તપસ્યા  ભંગ  થયા  પછી   તારે ઉડી જઇને સ્વર્ગ લોકમાં પાછા  આવી જવાની  જરૂર  હતી  .
મેનકા કહે  મારો    પણ  અપરાધ છે  . કેમકે મેં પણ  ઋષિની કામદેવે  ભડકાવે લી કામ  જ્વાલા  શાંત  કરવા ઈચ્છુક  હતી  . કેમકે ઋષિનાં  સ્પર્શથી  હું પણ  કામાતુર હતી   .ઇન્દ્રે મેનકાને કીધું  કે તે  રુશીનીત્પસ્યા ભંગ  કરવાનું  ભગીરથ કાર્ય કરી મને ખુશ  કરી દીધો છે   . એટલે તુને
ગર્ભવતી થઇ   ગયા  છતાં   તુને  હું સ્વર્ગમાંથી  કાઢી મુકતો નથી    પણ   .બાળકનો જન્મ  થયા પછી  તારે એ બાળકને  તેના પિતાને  કે અન્ય કોઈને  સોંપી દેવું પડે  , કેમકે અપ્સરાઓ  માતાઓ  કદી હોતી નથી  અપ્સરાઓ   તો  સૌ ન્દર્ય લુંટાવનારી  સૌન્દર્ય   પ્રતિમાઓ હોય છે  .   વખત જતા  મેનકાએ શકુંતલાને  જન્મ આપ્યો  ; એટલે નાનકી શકુંતલાને તેડીને  તે  ઋષિ વિશ્વા મિત્રને  સોંપવા  પૃથ્વી   લોકમાં   આવી   .

छोटी शकुंतला  कणाद मुनिके   आश्रममे  जब आई
कामधेनुका दूध पि करके  जल्द जवां हो जाई। ……संतो भाई

bharat

શકુંતલાનો  સ્વર્ગમાં જન્મ થયા  . પછી મેનકા ઋષિ વિશ્વામિત્રને  શકુંતલાને આપવા આવી  .ઋષીએ કીધું  મારે રાજર્ષિ માંથી  બ્રહ્મર્ષિ ની પદવી પ્રાપ્ત કરવા માટે  ઘણું તપ  કરવાનું  છે  .    માટે આવી પરિસ્થિતિમાં  હું બાળ ઉછેરની  જવાબદારી  લઇ શકું એમ નથી   . એમ કહી  શકુંતલાને સ્વીકારવાની  સ્પષ્ટ  નાં પાડી દીધી   . ઋષિ વિશ્વામિત્રની આવી વાત  સાંભળી  મેનકા બહુ ઉદાસ થઇ ગયી  , અને હવે ક્યાં જાવું  શું કરવું એવા વિચારે આશ્રમ બહાર બેઠી હતી   ,એટલામાં કોઈ સહાનુભુતિ ધરાવનાર  વ્યક્તિ  કણાદ મુનિના   આશ્રમે લઈ ગયો   , અહી કણાદ મુનીએ  શકુંતલાનો હર્ષભેર   સ્વીકાર કર્યો અને કામ્ધેનુંનું દૂધ પીવડાવી શકુન્ય્લાનો  પ્રેમથી ઉછેર કર્યો  . જોત જોતામાં  રૂપ રૂપનો  અંબાર  શકુંતલા યુવાન થઇ ગઈ   . એક વખત શકુંતલા ઉપવનમાં પુષ્પો ચૂંટી  રહી હતી આવખતે  મૃગયા (શિકાર )કરવા નીકળેલા  રાજા દુષ્યંતે   શકુંતલાને જોઈ  અને શકુંતલાની આંખોનું બાણ દુષ્યંત નાં હૃદય  ની  પાર નીકળી ગયું  .બન્નેએ ગાંધર્વ વિવાહ કર્યો  .  શકુંતલા ગર્ભ વતી બની    .  દુષ્યંતે  થોડા સમયમાં  તુને તેડી જઈશ  એવું શકુંતલાને વચન આપી   ,  વિદાય થયો  અને પોતાને  ઘરે ગયો  . અને આ શકુંતલા સાથેના  લગ્ન વાળી  વાત સાવ  ભૂલીજ ગયો  .વખત જતાં શકુંતલાએ  દીકરા ભરત  ને    જન્મ માપ્યો .   વખત જતા   ભરત પાંચ વરસની ઉમરનો થઇ ગયો  .એક વખત તે વનરાજ કેસરી સિંહને  પછાડીને એના માથે ચડી બેઠો  . આ દૃશ્ય  શિકારે નીકળેલા  દુષ્યંતે જોયું    . જુના વખતમાં ઋષિ મુનીયો માંસાહારી હતા  હરણનું માંસ ખાવું એમને બહુ પસંદ હતું ,  પણ માંસાહારનો વિરોધ  સૌ  પ્રથમ બૃહસ્પતિએ કરેલો  / અને પછી બૌધો અને જૈનોએ કર્યો  .
દુષ્યંતે  આવા પરાક્રમી બાળકના  પિતા વિષે પૃચ્છા કરી  તો આશ્રમ વાસીઓને જવાબ આપ્યો કે  જે માણસ પોતાની  નિર્દોષ પત્નીને  છોડી દ્યે  એવા નરાધમ  માણસ  નું  નામ લેવામાં પાપ લાગે   .