Daily Archives: જાન્યુઆરી 22, 2016

કામણ ગારા કાનુડા ગાંડાં કિધાંગામ ઘણું થયું ઘનશ્યામ સખણો, રેજે શામળા

Baby2

બાળ કાનુડાની  માખણ ચોરી  વિષે આપણે સહુ જાણીએ છીએ અને આને  લગતું  ભક્ત  કવિ
સુરદાસે જે ભજન બનાવ્યું  છે  . એ રચના અદ્ભુત  છે  .  એ ભજન લખતાં પહેલાં એની  વિગત કહું છું  . બાળ કનૈયો  બહુ અટક ચાળો હતો  .  ગોપીઓને પજવવી  એના પાણીનાં  બેડા ફોડી નાખવાં નાગી પુગીયું  નાવા સરોવરમાં પડે તો  એના વસ્ત્રો  લઈને ઝાડવે ચડી  જવું  . એના ઘરમાં  છાના માના  ઘૂસીને  માખણ ખાઈ જવું એની  માખણ  ભરેલી દોણીઓ  ઊંચા  છીકા  ઉપરથી ગોવાળીયાઓની  મદદથી  માખણ ખાવું અને  ખવડાવવું અને દોણી
ફોડી નાખવી  વગેરે પજવણથી  ગોપીયો  ત્રાસી જઈને મા જસોદા પાસે ફરિયાદ કરવા જતી
જસોદા    ગોપીઓની  ફરિયાદો  ઉપર  લક્ષ  આપતી નહી  . ઉપરથી  ગોપીઓને  માખણ ખાવા  ઠપકો આપતીકે મારો કનૈયો  તમારું માખણ શા માટે ખાવા  તમારા ઘરમાં ચોરી  કરે અમારા  ઘરમાં  માખણનો તોટો  છે ? તી તમારા ઘરમાં ચોરી કરે ? એક ગોપીએ નક્કી કર્યું કે આજતો ડોહીને (જ્સોદાને )  પાકી સાબિતી આપવી છે કે  જો આ તારો કનૈયો ચોર  .
એક વખત  ગોપી  કાનાની  આવવાની વાટ જોતી  સંતાઈને ઉભી રહી  . થોડી વારમાં  કનૈયો  ગોવાળિયાઓની  ટણક  ટોળી લઈને આવ્યો  અને  ગોપીના રેઢા ઘરમાં ઘુસ્યો  .  બહુ ઊંચા  છીંકા  ઉપર માખણની  દોણી  મુકેલી  . એક મજબુત અને ઊંચા  છોકરાને  છીંકા  નીચે ઉભો રાખ્યો  . અને એના ઉપર  બીજા છોકરાને  ઉભો રાખ્યો અને એ છોકરા ઉપર  નાનકડો  કાનુડો  ચડ્યો  . દોણીમાંથી  માખણના  લોંદા લઈને ખાવા મંડ્યો  .  અને ભેરુ બંધ  તરફ એને ખાવા માટે  લોંદા  ફેંકવા માંડ્યો  . અને છેલ્લે  દોણી નીચે પટકી અને આ અવાજ સાંભળી  ગોપી  આવી પહોંચી  . ગોપીને જોઇને  બધા છોકરા હડી કાઢીને  ભાગી છુટ્યા અને આ કાનુડો માખણનાં  થથેડા  વાલા એથ મોઢે સપડાઈ ગયો  . ગોપીએ  કાનુડાના  બન્ને હાથ  પાછળ  પકડી  રાખી  ,  તબ તબાવી ને  જસોદા પાસે લઇ ગઈ  .  અને ગોપીએ માતા જ્સોદાને  દેખાડીને કીધું લે આ તારો  કનૈયો  તું કહે છેને કે મારો કનૈયો ચોર નથી ? માતા જ્સોદાએ કનૈયાને પુછ્યું  . એલા તેં માખણ ખાધું ? કનૈયો  કહે નાં ભાઈ  મેં માખણ નથી ખાધું  . અને કનૈયાયે  દલીલો  શરુ કરી  જે નીચે લખેલ ભજન  વાંચો  એટલે  સમજાઈ  જશે  ,
में नही माखन खायो    मैया  मोरी में नही माखन खायो
भोर भये गैयनके पाछे  मधुबन  मोहि पठायो
चार पहर  बंसी तट  भटक्यो सांज परे घर आयो    ….मैया मोरी  १
में बालक बैयनको  छोटो  छिको किस बिधि पायो  .
ग्वाल बाल सब बैर परे हे  बरबस  मुख लिपटायो  ….मैया मोरी  २
तू मैया मनकी अति भोरी इनके  कहे पतितायो
आज मुझे कुछ भेद उपजत है  जानी परायो जाओ। ..माया मोरी  ३
ए ले  तेरी लकुटी  कमलिया बहुतही  नाच नचायो
“सूरदास ” तब हंसी  यशोदा  ले कर कंठ लगायो। …मैया मोरी  ४
बोलिए कृष्ण कनैया  लालकी जय