બાપુને ઘીના ડબા વહમાં પડ્યા .

GreatGrandSon

 

દેશીંગામાં  હરીશંકર  કેશવજી માસ્તર હતા  . આ વાત  લગભગ  80  વરસ પહેલાની  છે  . એક ચોખવટ કરું છું કે  બાપુ  ફક્ત  રાજપૂત ગરસીયાનેજ કહેવાય એવું નથી  . એવી રીતે દરબાર પણ  એકલા રાજપૂત ગરાસીયા નથી હોતા  દેશીંગાનાં  દરબાર બાબી મુસલમાન  હતા  . દેશીંગા નજીકના ગામ સરાડીયાનાં  દરબાર  ભાટ  હતા  . મારા  ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપાને  ચોરને મારી નાખવા  બદલ  દરબારે  ગરાસની  જમીન  આપેલી એટલે કાન્જીબાપા પણ દરબાર કહેવાતા  કાના બાપા  રબારીને ગ્રસની જ્મીજ હતી એટલે એ પણ દરબાર હતા  . દેશીંગા નજીકના ગામ  કન્ટોલ ગામના સૈયદ  જાતિના  મુસલમાન હતા  .
દેશીગામાં  પાંચ ધોરણ સુધીનીજ  સ્કુલ હોવાથી  વધુ ભણવું હોય તો  નજીકના ગામ મરમઠ  જવું પડતું  હરીશંકર  માસ્તરનો દીકરો ત્રમ્બક મારી સાથે  મરમઠ ભણવા આવતો  . સાંજે વાળું  પાણી કરીને  અમો કેટલાક છોકરાઓ  હરીશંકર  માસ્તરની વાતો સાંભળવા  એમને ઘરે જતા  . હું સવજી  ભાઈ દેસાઈ  . દોસ્ત મામદ મકરાણીનો  દીકરો અબો  ટીડીયો  રબારી  રુઘો  .  વગેરે  ટીડીયો  દૂધનું બોઘરુંભરી લાવે  રુઘો ચા ખાંડ લઇ આવે સવજી ભાઈ  રુઘાને થોડા પૈસા આપે  . હું પોલીસ પટેલનો દીકરો એટલે    ટીડીયો  દૂધ લઇ આવે એમાં મારો ભાગ પણ  આવી જાય  હું ચા પીયુ નહી  એટલે    ખાંડ નાખેલું    એકલુ  દૂધ પી  લઉં  એકલા દુધનો ચા બને  પાણીનું એક ટીપું પણ નાખવાનું નહી  . ત્રમ્બ્કની મા  અમને કહે હવે તમે તમારા સાહેબને વાતુએ  ચડાવો એટલે હું નિરાતે રસોઈ કરી શકું  .  પછી અમે  સાબને કહીએ કે  કે સાબ હવે કોક વાત થાવા દ્યો  .  . પછી સાબ ખોંખારો  બોખારો ખાઈને  બાયું ચડાવીને  વાત માંડે  .  હરીશંકર માસ્તરનું મૂળ ગામ  કોટડા સાંગાણી
એક  દરબારને  કોઈકે બાતમી આપી કે બાપુ  આ નાગા અરજણનાં  ખેતરમાં  રબારીએ રાતવાસો કર્યો છે  એના ઝુંપડામાં  ઘીના ડબા છે  ,  ઝુંપડામાં  બે બાય્ડીયું અને એક એનો  80  વરસનો  સસરો  છે  . .  એટલે બાપુ જો અડફ થાતી હોય તો  ઘીના દબા હાથ વગા કરી લઈએ આંકડે મધ  જેવું  છે  . અને બાપુને  ચાનક ચડી  અને બાપુ ઘોડા ઉપર સવાર થયા    .  સોપો પડી ગયો હતો અને બાપુ ઉપડ્યા  બે સાથી દાર ભેગા લીધા  છાપરાથી થોડે દુર  ઘોડી  ઉભી  રાખી  સાથી દારોને કીધું કે હું બોલાવું ત્યારે    તમે  આવજો  .  બાપુની કમરે તલવાર હતી।  બાપુ ઝુપડા પાસે પુગ્યા  ખખડાટ  થયો  . અને ખખડ ધજ  દોહો સરાન્થો લઈને ઉભો થયો  ‘ રબારણો પણ ગોબા લઈને  હુમલો કરવા  તૈયાર  થઇ  ગયું  . બાપુ જેવા ધુક્ડા  ગયા એટલે  ડોહાએ સરેન્થો  બાપુને  ઉભા મોરનો દીધો  . એટલામાતો કાલીમા જેવિયું રબારણો  ગોબા લઈને બાપુ ઉપર તૂટી પડ્યું  અને બાપુએ  મરણ  ચીસ  નાખી  એ હું દરબાર છું  . દોહો બોલ્યો સોકરીયું આતો દરબાર છે  .  . હવે મારતી નહિ  .  ઘોડી પાસે બાપુએ ઉભારાખ્યા હતા  ઈટો ઘોડીને રેઢી મુકીને ભાગી ગયા  એટલે દુહાઈ અને તેની પુત્ર વધૂઓ  એ    બાપુને ઝોળીમાં નાખી  ગઢ  બેગા કર્યા  .
કોઈ એક દરબાર ગઢમાં  ગધેડી વિયાણી  કોઈ ગોલાએ બાપુને  વાત  કરીકે  બાપુ ગઢમાં ગધેડી વિયાણી છે હું કુંભારને બોલાવી લાવું એટલે ગધેડી લઇ જાય બાપુ બોલ્યા  એલા ઈને દોહી લે  ઇના ખીરાની બળી બનાવીને હું ખાઈ લઉં પછી  પછી કુંભારને  બોલાવજે પછી ભલે ગધેડી લઇ જતો  .

Advertisements

16 responses to “બાપુને ઘીના ડબા વહમાં પડ્યા .

 1. Vimala Gohil January 20, 2016 at 11:14 am

  ” બાપુ ફક્ત રાજપૂત ગરસીયાનેજ કહેવાય એવું નથી ”
  આ તો ખબર જ ન્હોતી!!આ હવે જાણવા મળ્યુ.
  “બાપુને ઘીના ડબા વહમાં પડ્યા” આપની આ દેશી ભાષા જાણે આપના અવાજમાં સાંભળતા હોઈએ એમ લાગ્યું..

  • aataawaani January 21, 2016 at 10:11 pm

   પ્રિય વિમલાબેન ગોહિલ
   તમે મારા લખાણો વાંચો છો ત્યારે તમને મારો અવાજ સંભળાતો હોય એવું તમને લાગે છે . અને આ તમારું વાક્ય વાંચીને મને એવું લાગે છેકે મારી ઉમરમાંથી પંદર વરસ ઓછાં થઇ ગયાં .

 2. pragnaju January 20, 2016 at 12:10 pm

  અમારો ડાંગ દરબાર ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્‍કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્‍લામાં આયોજીત કરવામાં આવે છે. તે ભારતના સાપુતારા પહાડોમાં આવેલ છે. ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા, ડાંગ દરબારના સ્‍થાનિક લોકોનો આ એક વિશિષ્‍ટ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે.
  કોઈ એક દરબાર ગઢમાં ગધેડી વિયાણી કોઈ ગોલાએ બાપુને વાત કરીકે બાપુ ગઢમાં ગધેડી વિયાણી છે હું કુંભારને બોલાવી લાવું એટલે ગધેડી લઇ જાય બાપુ બોલ્યા એલા ઈને દોહી લે ઇના ખીરાની બળી બનાવીને હું ખાઈ લઉં પછી પછી કુંભારને બોલાવજે પછી ભલે ગધેડી લઇ જતો આ નવી વાત જાણી !
  અમારા દુધવાળા ગાય ભેંસના દુધની બળી આપી જાય,અમેરીકામા યોગર્ટ અને ઘી આવ્યા પણ બળીની કોઇએ પેટન્ટ કરાવી લાગતી નથી
  અમારા એક સ્નેહી બ્રાહ્મણ પણ પોલીસ પટેલ તરીકે નોકરી કરેલી તેથી અટક પટૅલ થયેલી

  • aataawaani January 20, 2016 at 7:51 pm

   પ્રિય પ્રજ્ઞાબેન
   એક બીજી બાપુની વાત કહું કદાચ આ વાત પણ તમે નહી સાંભળી હોય . બાપુઓમાં દારૂનું ચલણ હમણાથી વધ્યું . બાકી પહેલા જમાનામાં અફીણ નો કસુંબો પીવાનો રીવાજ હતો . હું જ્યારે ચાલીને મુસાફરી કરતો ત્યારે દિવાળીના દિવસે એક ગામમાં જઈ ચડ્યો . આખું ગામ દરબારોની વસ્તી વાળું અને સ્વામીનારાયણ સંપ્રદાય વાળું પણ નવાઈની વાત એ છેકે દિવાળી હોવાથી કસુંબો ગુંટાતો હતો . મારા મોઢા ઉપરની અણગમાની રેખા જોઈ એક વડીલ બાપુ બોલ્યા છોકરા અમારું આખું ગામ નિર્વ્યસની છે . પણ દિવાળીના દાડે શુકન કરી લઇએ ખરા . મારે ફક્ત એક જોક કહેવો હતો અને તાનમાં આવી ગયો અને બીજી વાતે ચડી ગયો .
   એક બાપુ અફીણના પુરા બંધાણી કસુંબો પીધા પછી બાપુ ઘોડી ઉપર સવાર થઇ બે ત્રણ માઈલ ચક્કર લગાવી આવે . પછી અફીણે પાયમાલ કરીનાખ્યા . ઘોડી વેંચાઈ ગઈ . એટલે અફીણ ખાધા પછી વંડી ઉપર ચડી ઊંચા નીચા થઈને ઘોડી ઉપર ચડ્યા હોય એમ મન મનાવી લ્યે . .

   Ataai
   ~sacha hai dost hagiz juta ho nahi sakta
     jal jaega sona firbhi kaalaa ho nahi sakta               
   Teachers open door, But you must enter by yourself.

  • pravinshastri January 21, 2016 at 8:26 am

   ચિખલી (બિલિમોરા પાસે) ગામમાં પહેલા મારા કાકા પણ પોલિસ પટેલ હતા અને તેઓ પણ રવુ પટેલ નામે જ ઓળખાતા. એમની ભટ્ટ અટક તો ભૂલાઈ જ ગયેલી.

   • aataawaani January 21, 2016 at 10:07 am

    પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
    તમને મારી વાતો ગમે છે એટલે મને અનુભવો લખવાનું મન થતું રહે છે ફ્રેબ્રુ 26 તારીખે એક મુવી ઓલ્વેજ રહીશું સાથે એ રિલીજ થવાની છે એમાં મારો જુનો ફોટો દેખાશે અને મેં સંસ્કૃત વાક્ય આપ્યું છે એ સાંભળવ મળશે .

   • aataawaani January 21, 2016 at 10:14 am

    પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ એક બે દિવસમાં એક ભજન में नही माखन खायो इ भजन आने फोटा आने वार्ता वाचवा मलशे પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ એક બે દિવસમાં એક ભજન में नही माखन खायो इ भजन आने फोटा आने वार्ता वाचवा मलशे

 3. aataawaani January 20, 2016 at 7:55 pm

  પ્રિય પ્રજ્ઞાબેન
  એક બીજી બાપુની વાત કહું કદાચ આ વાત પણ તમે નહી સાંભળી હોય . બાપુઓમાં દારૂનું ચલણ હમણાથી વધ્યું . બાકી પહેલા જમાનામાં અફીણ નો કસુંબો પીવાનો રીવાજ હતો . હું જ્યારે ચાલીને મુસાફરી કરતો ત્યારે દિવાળીના દિવસે એક ગામમાં જઈ ચડ્યો . આખું ગામ દરબારોની વસ્તી વાળું અને સ્વામીનારાયણ સંપ્રદાય વાળું પણ નવાઈની વાત એ છેકે દિવાળી હોવાથી કસુંબો ગુંટાતો હતો . મારા મોઢા ઉપરની અણગમાની રેખા જોઈ એક વડીલ બાપુ બોલ્યા છોકરા અમારું આખું ગામ નિર્વ્યસની છે . પણ દિવાળીના દાડે શુકન કરી લઇએ ખરા . મારે ફક્ત એક જોક કહેવો હતો અને તાનમાં આવી ગયો અને બીજી વાતે ચડી ગયો .
  એક બાપુ અફીણના પુરા બંધાણી કસુંબો પીધા પછી બાપુ ઘોડી ઉપર સવાર થઇ બે ત્રણ માઈલ ચક્કર લગાવી આવે . પછી અફીણે પાયમાલ કરીનાખ્યા . ઘોડી વેંચાઈ ગઈ . એટલે અફીણ ખાધા પછી વંડી ઉપર ચડી ઊંચા નીચા થઈને ઘોડી ઉપર ચડ્યા હોય એમ મન મનાવી લ્યે . .

 4. રીતેશ મોકાસણા January 21, 2016 at 6:08 am

  વાહ ક્યાં બાત હૈ….ખુબ રમુજી વાત

  • aataawaani January 21, 2016 at 6:40 am

   પ્રિય રીતેશ
   હવે સૌ દાયરો “આતાવાણી” માં मैया मोरी में नही माखन खायो ભજન વાંચજો અને મારા પ્રપોત્ર જુનીયર આતાઈના ફોટા પણ જોજો એ મારો પ્રપોત્ર ગટોર ગચ્છ છે . અને આ વાંકડિયા વાળ વાળો મારો પ્રપોત્ર મારામાં તાજગી બક્ષે છે અને જુસ્સો ઉત્પન્ન કરે છે , અને વધુ વ્હાલો બાળક છે . અને યાદ રાખજો કે તમે પણ મારી શક્તિમાં વધારો કરવામાં ઓછા ઉતરો એમ નથી. એ ટલે તો આ ભાયડો તમે વાંચતાં થાકશો પણ લખતાં થાકે એમનથી .

 5. pravinshastri January 21, 2016 at 8:22 am

  આતાજી સાદર વંદન, તમારી વાતો વાંચવાની ખૂબ જ મજા આવે છે. આપને રૂબરુ મળ્યા પછી તો તમારી વાતો વાંચતા એવું જ લાગે કે તમે રીતસર સામે બેસીને જ વાતો કરો છો.

  • aataawaani January 21, 2016 at 9:54 pm

   પ્રિય પ્રવીણ ભાઈ શાસ્ત્રી
   તમે મારા લેખો વાંચો છો . ત્યારે હું તમારી સામે ઉભો હોઉં એવું તમને લાગે એવા ઊછળતા પ્રેમથી વધુ મારે બીજું શું જોઈએ ,

 6. Vipul Desai January 21, 2016 at 5:39 pm

  મુ.આતા,
  તમને ન્યુજર્સીમાં મળી નહિ શકાયું તેનું દુઃખ જિંદગીભર રહેશે. વખતને અભાવે બીજા બધા લેખો વાંચી નથી શકતો પરંતુ તમારો લેખ આવે તો ગમે તેમ વખત કાઢીને વાંચી લઉં છું. પ્રવીણભાઈ શાસ્ત્રીએ પણ તમને મળવા માટે ખાસ કહ્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોને લઈને મળી નહિ શકાયું. તમે તમારા પોલીસની અને એ વખતે થયેલા અનુભવો વિશે કઈ લખો તો મજા આવી જાય.
  વિપુલ એમ દેસાઈ(સુરતીઉધીયું)નાં પ્રણામ

  • aataawaani January 21, 2016 at 9:31 pm

   પ્રિય વિપુલભાઈ દેસાઈ
   તમે મારા લેખો તમારો કીમતી સમય કાઢીને વાંચો છો .એ જાણી મને અનહદ ખુશી થાય છે .
   કદાચ મારે મેં મહિનામાં ન્યુ જર્સી આવવાનું થાય કેમકે મારા દીકરા દેવની દીકરી તાન્યાના ગ્રેજ્યુએશન ની મોટી પાર્ટી હોલ ભાડે રાખીને રાખવાના છે . એમાં અમારે હાજરી આપવા માટે આમંત્રણ છે . તો આ વખતે પ્રવીણ શાસ્ત્રીને ત્યાં ઊંધિયું ખાઈશું . અને એકદી તમારા સુરતી ઊંધિયા વાળાનું ઊંધિયું ખાઈશું . હું મીઠું મરચું ખાતો નથી . પણ बड़े प्रेमसे मुझको वो उंधिया खाऊंगा यारो
   वो डलियां है तो समजुगा में खीर है यारो

   • Vipul Desai January 22, 2016 at 8:49 am

    મુ.આતા,
    તમે ઘરે આવશો તો ખુબ જ આનંદ થશે. ઊંધિયું તો તીખું ખાવાની જ મજા આવે. પ્રવીણભાઈ છે એટલે તમારા સમાચાર મળી જશે.

    • aataawaani January 22, 2016 at 9:44 am

     પ્રિય વિપુલ ભાઈ
     પ્રવીણ ભાઈ પણ એવુજ કહેતા હતા કે ઊંધિયું તીખું હોય તોજ ખાવાની મજા આવે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: